________________
તા. ૧૬-૫-૧૭
પ્રભુ
સર્જકો પુરુષો હતા. નવલકથાનાં સુંદર સ્ત્રીપાત્રાનું સર્જન કનૈયાલાલ મુનશી કરી શકયા છે, લીલાવતી મુનશી નહિ. સંયુકતાનું પાત્ર લાગવગથી સંભવ છે કે કોઈ સામાન્ય સ્ત્રીને ભજવવાનું આવ્યું હોય એટલે પુરુષ એ સામાન્ય સ્ત્રીને-ભલે પછી તે સંયુકતા હોય તેને ઉપાડી ન જતાં સુંદર લાગતી દાસીને ઉપાડી જાય તેમાં તે પુરુષની બાઘાઈ કે બુદ્ધિમતાનું સુંદર પ્રમાણ છે ? મનુ ભગવાને સ્ત્રી તાડનની અધિકારી કહી છે—તો યત્ર નાર્યસ્તુ પૂજ્યન્તે તત્ર રમન્તે દેવતા :” પણ કહ્યું છે. એટલે સ્ત્રીનું સન્માન પણ કર્યું છે. બાકી જુદે જુદે પ્રસંગે જુદી જુદી રીતે જુદી જુદી પરિસ્થિતિથી પુરુષે સ્ત્રીને ઓળખવી જોઈએ. સ્ત્રીને સાચી તે ત્યારે જ સમજી શકાય જ્યારે એને આપણી પત્ની બનાવીયે, બધી સ્ત્રીને તે પત્ની બનાવી શકાય નહિ, એ શકય નથી. એટલે પુરુષ સ્ત્રીને ન સમજી શકયા હોય તો તેમાં વાંક તે સ્ત્રીને જ છે.”
આ વિવાદસભામાં કરવામાં આવેલા વાદ અને પ્રતિવાદને ઉપસંહાર કરતા, એકત્ર થયેલા ભાઈ-બહેનનાં મુરબ્બીસમા શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ જણાવ્યું કે આજના 'ચર્ચાવિનાદમાં લગભગ પોણાબે કલાક કેમ પસાર થયા એની આપણને ખબર ન પડી. પણ હવે આ ચર્ચાના ઉપસંહારમાં હું તમારો વધારે વખત લઉં તે યોગ્ય ન ગણાય. આજનું વિવાદવાકય છે “પુરુષ સ્ત્રીને હજુ ય ઓળખી શક્યો નથી.” બાબતને જરા ગંભીર રીતે વિચારીએ તો એમ કહી શકાય કે આ વિધાનમાં જેટલું સત્ય છે તેટલું જ સત્ય આથી ઉલટા વિધાનમાં એટલે કે ‘સ્ત્રી પુરુષને હજુ ઓળખી શકી નથી.' એ મુજબના વિધાનમાં પણ રહેલું છે. આજ સુધીના આપણા સંસાર પુરુષના આધિપત્ય ઉપર અને સ્ત્રી ઉપરના શાસન ઉંપર નિર્માણ થતા રહ્યો છે. આજ સુધી પુરુષ દ્રવ્ય કમાતો રહ્યો છે અને સ્ત્રીઓ એ દ્રવ્યની મદદ વડે ઘર ચલાવ્યું છે. અને જે દ્રવ્ય કમાય તેનું હંમેશા પ્રભુત્વ રહે એ સ્વાભાવિક છે. શારીરિક દષ્ટિએ અને પ્રસૂતિઓની સંભાવનાના કારણે સ્ત્રી મેાટા ભાગે શરીરની બાબતમાં નબળી રહી છે. આ રીતે પુરુષે સ્વપક્ષે રહેલી આ વધારે અનુકૂળ સ્થિતિના પોતા માટે ખૂબ લાભ ઊઠાવ્યો છે. અને શ્રી આજ સુધી આ કારણે ઘણી રીતે દબાતી રહી છે. પરિણામે પુરુષે પેાતાને હંમેશા ચડિયાતો અને શાસન કરવા યોગ્ય અને સ્ત્રીએ પેાતાને ઊતરતી અને શાસિત બનવા યાગ્યે માની છે. આવી અસમાનતા પૂર્વકના પ્રત્યેકના અભિગમના કારણે પુરુષમાં અને સ્રીમાં અન્યોન્ય વિષે અભિનિવેષા બંધાતા તેમ જ કેળવાતા રહ્યા છે. પરિણામે બન્ને પૂર્વસંચિત અભિનિવેશના ચમા વડે એકમેકને જોતા રહ્યા છે. આમ હોય ત્યાં એક અન્યને સમ્યકપણે ઓળખી ન શકે એ સ્વાભાવિક છે સદ્ભાગ્યે આધુનિક કાળમાં સ્ત્રીજાત પેાતાનું સ્વત્વ પ્રાપ્ત કરી રહી છે અને તેનામાં રહેલી શકિતઓ બહાર આવી રહી છે. પહેલાં જે ક્ષેત્રમાં સ્ત્રીઓને પ્રવેશ નહાતા મળતા તે ક્ષેત્રમાં તેઓને પ્રવેશ મળવા લાગ્યો છે અને તે તે ક્ષેત્રમાં સ્ત્રી-પુરુષની સમાવડી-કદિ દિ ચડિયાતી હવાનું માલુમ પડયું છે. વળી સ્ત્રીએ દ્રવ્યોપાર્જનના ક્ષેત્રમાં પણ સારો પગપેસારો કરવા માંડયા છે.
આજે હવે એ સર્વસામાન્ય પ્રતીતિ થઈ છે કે પુરુષ કે સી કોઈ કોઈથી ચડિયાતું કે ઊતરતું નથી પણ સમાજના સમેાવડિયા ગા છે અને કેટલીક બાબતમાં એકમેકના પૂરક ગા છે. . આવા અભિગમમાંથી જ એકમેકની સાચી ઓળખ શક્ય બને છે. આજના યુગે સ્ત્રીને સમાન હક્કો બક્ષીને તેને પુરુષની સમાવડી બનાવી છે અને પુરુષને સ્ત્રી પ્રત્યે આદરભાવ દાખવતો બનાવ્યો છે. આમ છતાં પૂર્વસંસ્કારોના ધોરણે સ્ત્રી ઉપર આધિપત્ય ધરાવવાની વૃત્તિથી અને વર્તનથી હજુ પુરુષ મુકત થયા નથી. વિચારમાં પુરુષ સમાન ભાવ દાખવે છે. પણ. આચરણમાં હજું પુરુષ શાસનલક્ષી અસમાન ભાવથી વર્તે છે. પરસ્પર પ્રત્યેના વિચાર ચાને વર્તનમાં
જીવન
૧૫
રહેલા આવા વિરોધ, જે રીતે સ્ત્રીજાત ઊંચે ઉઠતી રહી છે અને સમાન દરજ્જો અખત્યાર કરતી રહી છે તે જોતાં હવે લાંબા વખત ટકી નહિ શકે એવી શાશા બંધાય છે. આ ઉજળા ભવિષ્યના સુભગ દર્શન આજે આપણી વચ્ચે ઉપસ્થિત થયેલા બે વિદ્રાન અધ્યાપક યુગલામાં આપણને થાય છે. આપણે જોયું કે આ પતિપત્ની આજની ચર્ચામાં એકમેકની સામે કેવી જડબાતોડ દલીલો રજુ કરી રહ્યા હતા અને એમ છતાં એક અન્યને ઓળખતું નથી એમ કહી શકાય તેમ છે જ નહિ, આનું કારણ એ છે કે આ યુગલનું નિર્માણ પરસ્પર સમાનતાની ભાવના અને પ્રત્યેકના સ્વત્વના સ્વીકાર ઉપર થયેલું છે. પચાસ વર્ષ પહેલાં આવા યુગલોનું સ્વપ્ન પણ સંભવ નહાવું, આજે આવા યુગલા જ્યાં ત્યાં દષ્ટિગાચર થઈ રહ્યાં છે. આ ઉપરથી એવી શ્રદ્ધા બંધાય છે કે ભવિષ્યના પતિ-પત્નીને સંબંધ–સ્રી પુરુષના સંબંધ-પરસ્પરની પૂરી ઓળખ અને પરસ્પર પ્રત્યેના પૂરા આદર-પૂર્વકના હશે—તેમાં પુરું સ્વાસ્થ્ય, સંતાપ અને સહકાર હશે. આજની ચર્ચા અંગેનું ચિન્તન મનન આપણા સમાજનું એ ઉજળું ભવિષ્ય નિર્માણ કરવામાં નિમિત્તભૂત બને એવી આપણે આશા રાખીએ—એવી આપણે શુભ ભાવના ભાવીએ!
આ રીતે વિવાદસભાની પૂર્ણાહૂતી થતાં જૈન સોશિયલ ગ્રુપના પ્રમુખ શ્રી કાન્તિલાલ વેારાઓ વિવાદમાં ભાગ લેનાર બન્ને દંપતીઆના તથા શ્રી પરમાનંદભાઈના આભાર માન્યો હતો. ત્યાર બાદ અલ્પાહારને ન્યાય આપી નવ વાગ્યા બાદ સભા વિજિત થઈ હતી.
સંકલનકાર : ચીમનલાલ જે. શાહ મંત્રી, જૈન સોશિયલ ગ્રુપ
આતનાદ
બિહારના
(ધી બામ્બે મુડીબજાર કરિયાણા મરચન્ટસ એસોસિએશનના મંત્રી શ્રી કુસુમચંદ્ર ડાહ્યાભાઈ શાહ ગયા એપ્રિલ માસ દરમિયાન બિહારના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોની પરિસ્થિતિ નજરે નિહાળવાના આશયથી બિહાર ગયેલા. તેમણે જે જોયું તેના અહેવાલ એક પત્રિકાના આકારમાં એપ્રિલ માસની ૧૯મી તારીખે તેમના તરફથી બહાર પાડવામાં આવ્યો છે, જે નીચે પ્રગટ કરવામાં આવે છે. -તંત્રી)
ધી બોમ્બે મુડીબજાર કરીયાણા મરચન્ટસ એસોસિએશન તરફથી બૌધગયા ખાતે તા ૯-૪-૬૭થી પાંચસા વ્યકિતઓ માટેનું એક અન્નક્ષેત્ર બિહાર રીલીફ કમિટીના આકાયે શરૂ કરવામાં આવ્યું છે. એસસીએશનના માનદ્ મંત્રી તરીકે મારે દક્ષિણ બિહારના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં જવાનું થયું. પૂજ્ય રવિશંકર મહારાજ તથા ગયા જિલ્લાના રીલીફ કમિટીના અધ્યક્ષ શ્રી ગૌરીબાબુ સાથે દૂરદૂરના દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં સાથે ફરીને પરિસ્થિતિનું અવલોકન કરવાની મને તક મળી છે. અનેક સાથી કાર્યકરો જેવા કે બૌદ્ધ— ગયાના શ્રી દ્રારકોજી, અમદાવાદના શ્રી ધીરુભાઈ પટેલ, ઔરંગાબાદના શ્રી અમુલખભાઈ ખીમાણી તથા જાની ભીગાના મહંત શ્રી રામાનંદ ભારતી સાથે પણ દુષ્કાળગ્રસ્ત વિસ્તારમાં ફરવાનું થયું. અઠવાડિયામાં આઠસો માઈલના ગામડાંઓના પ્રવાસ કરતાં સારી એવી માહિતી એકઠી કરી શકયો છું.
સારા યે ભારતને લાટુ, કોલસા અને અબરખ પૂર' પાડનાર બિહારના દક્ષિણ વિસ્તાર દુષ્કાળમાં સપડાઈ ગયો છે. ચામા અને રવિપાક નિષ્ફળ જતાં દક્ષિણ બિહારના ૧૮,૦૦૦ ગામડાંઓમાં દુષ્કાળની છાયા ફરી વળી છે. વીસ વીસ વર્ષની આઝાદી પછી કંગાળીયતની પરિસીમા દેખાય છે. વસ્તી દુબળી છે, કંગાળ છે, સાધનરહિત છે. ગ્રામજના અજ્ઞાન, મહેનત કરવામાં આળસુ અને દારુ તાડીની લતે ચઢેલા છે. ઉપર આભ અને નીચે ધરતી સિવાય જનતા પાસે કાંઈ નથી. માટીના ખોરડાઓ)માં વીસ પચ્ચીસ રૂપિયાની ઘરવખરી પણ નથી. દુષ્કાળના કારણે ઘરમાં અનાજના સંગ્રહ નથી, પહેરવા વજ્ર નથી, પોતાના બાળબચ્ચાંને પાષવા જ્યાં પૂરતું અનાજ નથી ત્યાં ઢોરોની પરિસ્થિતિ અત્યંત વિકટ બની છે.
દૂરદૂરના ગામડાંઓની પરિસ્થિતિ અત્યંત કથળી ગઈ છે. ઈલેકશન દરમ્યાન પંદર દિવસ રેશનિંગ પહોંચ્યું ન હતું તેવું ભૂલેચૂકે પણ ફરીથી બને તે હજારો લોકો મૃત્યુના ખપ્પરમાં હેમાઈ