________________
Regd. No. MH, 117 વાર્ષિક લવાજમ રૂા. ૭
પ્રબુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસસ્કરણ વર્ષ ૨૯ : અંક ૨
મુંબઈ, મે ૧૬, ૧૯૯૭, મગળવાર પરદેશ માટે શિલિંગ ૧૨
તંત્રી, પરમાનંદ કુંવરજી કાપડિયા
અમદાવાદની સંઘ સમિતિનુ કરવામાં આવેલુ કમનસીબ વિસર્જન
શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંઘ, સિમિત તરફથી શેઠ કસ્તુરભાઈ લાલભાઈ, શેઠ કેશવલાલ લલ્લુભાઈ ઝવેરી, શ્રી છોટાલાલ ત્રિકમદાસ પરીખ, શેઠ અમૃતલાલ કાલીદાસ દોશી, શેઠ બાબુભાઈ છગનલાલ ગ્રાફ, શ્રી મોતીલાલ વીરચંદ શાહ, શ્રી મનસુખલાલ ચુનીલાલ મહેતા તથા શ્રી ઘેવરમલ રતનલાલ મહેતા—આ મુજબના સમિતિ સભ્યોની સહીવાળું ગત એપ્રિલ માસની અગિયારમી તારીખે અમદાવાદ ખાતે પ્રગટ કરવામાં આવેલું નીચે મુજબનું એક નિવેદન મળ્યું છે.
ગાળા દરમિયાન કશું પણ કાર્ય બજાવ્યા સિવાય આમ વિસર્જિત કરવી પડે એ જૈન શ્વે. મૂ. કામ માટે એક અત્યન્ત કમનસીબ ઘટના ગણાય. આથી સહજ પ્રશ્ન થાય છે કે શેઠ કસ્તુરભાઈ લાલભાઈની આગેવાની નીચે રચવામાં આવેલી આવી વગદાર સમિતિ જો સાધુ સમુદાયને નાથી ન શકી તો તેને બીજું કોણ નાથી શકવાનું છે? અને આવા પ્રશ્ન જરૂર આપણા દિલમાં એક પ્રકારની નિરાશા પેદા કરે છે.
શ્વે
“ સને ૧૯૬૩ ના એપ્રિલ માસની ૧૩મી તથા ૧૪ મી તારીખે અમદાવાદમાં મળેલ શ્રી અખિલ ભારતીય જૈન તાંબર મૂર્તિપૂજક શ્રમણોપાસક શ્રી સંઘ સમ્મેલને સંઘ શુદ્ધિ અને સંઘની એકતા માટે શ્રી અખિલ ભારતીય જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક શ્રી સંધ સમિતિની સ્થાપના કરી હતી.
“આ સંમેલનની ચર્ચામાં એ સ્પષ્ટ કરવામાં આવ્યું હતું કે જો સિમિતને સોંપેલું કામ પાર પાડવું હશે તે સ્થાનિક સંધ અને આચાર્ય મહારાજૅને તેમાં પૂરેપૂરો સાથ હશે તો જ તે શક્ય બનશે. તેથી શ્રી સંધ સમિતિની સ્થાપના કરતા સંમેલનના ત્રીજા ઠરાવમાં સ્પષ્ટપણે જણાવવામાં આવ્યું હતું કે:
“ આ સંમેલન અન્ત:કરણપૂર્વક ઈચ્છે છે અને આશા રાખે છે કે અનેક પૂજ્ય આચાર્ય મહારાજે તેમ જ સંખ્યાબંધ જૈન આગેવાનાની હાર્દિક ભાવનાના પ્રતિધ્વનિ રૂપે રચવામાં આવેલી આ સમિતિને પૂજ્ય આચાર્ય મહારાજ આદિ શ્રમણ-સમુદાયના આશીવંદા અને શ્રમણોપાસક શ્રી સંઘની શુભેચ્છાઓ મળશે અને સિમતિએ ઉપાડેલ મહાન જવાબદારીઓને પૂરી કરવામાં એ સર્વના સંપૂર્ણ સાથ અને સહકાર મળશે.
“અમને જણાવતાં દુ:ખ થાય છે કે આપણે ત્યાં સ્થિતિ વધુ ને વધુ કથળતી જાય છે, જેમ જેમ અમે ઊંડા ઊતરતા ગયા તેમ તેમ જે બનાવા અમારી જાણમાં આવ્યા તે અતિ ખેદજનક છે. આમ છતાં, સ્થાનિક સંઘે કે પૂજ્ય આચાર્ય મહારાજ આદિ શ્રમણ – સમુદાયના સહકાર ન મળતાં અમારે ન છૂટકે આ સિમતિને આટોપી લેવાનો નિર્ણય કરવો પડયો છે અને તે મુજબ સિમતિને આટોપી લેવામાં આવે છે.”
શ્રી મુબઇ જૈન યુવક સઘનુ... પાક્ષિક મુખપત્ર છૂટક નકલ ૪૦ પૈસા
આજથી બરાબર ચાર વર્ષ પહેલાં જૈન શ્વે. મૂ. સમાજના અગ્રગણ્ય નેતા શેઠ કસ્તુરભાઈ લાલભાઈની બળવાન પ્રેરણા અને આગેવાની નીચે સુનિશ્ચિત કાર્યક્રમ અને ઉદ્દેશાપૂર્વક અને તેમાં પણ જૈન શ્વે. મૂ. સમાજના સાધુ સમાજમાં વધતી જતી શિથિલતાને મૂળમાંથી નાબૂદ કરવાના ખાસ હેતુપૂર્વક પ્રસ્તુત સંઘ સમિતિની સ્થાપના કરવામાં આવી હતી. આ સંઘ સમિતિને, સ્થાનિક સંધા અને જૈન આચાર્યના સહકાર ન મળવાના કારણે, ચાર વર્ષના લાંબા
પ્રસ્તુત વિસર્જનનું મહત્ત્વ સમજવા માટે આ સંધ સમિતિ કેવા સંયોગામાં ઊભી કરવામાં આવી હતી તેને ખ્યાલ હોવા જરૂરી છે. શેઠ કસ્તુરભાઈ જૈન શ્વે. મૂ. સમાજના અદ્રિતીય આગેવાન હોઈને, તેમના ઉપર જૈન સાધુઓના શિથિલાચારની વિગતો રજૂ કરતા અનેક પત્રો અને લખાણા, પ્રસ્તુત સંઘ સમિતિ સ્થપાઈ તે પહેલાનાં સમય દરમિયાન, આવવા લાગ્યા હતા. અમુક જૈનાચાર્યો તરફથી પણ, આ દિશામાં કાંઈક મક્કમ પગલું ભરાવું જોઈએ અને તે માટે શેઠ કસ્તુરભાઈએ ક્રિયાન્વિત થવું જોઈએ એવો આગ્રહપૂર્વક અનુરોધ કરવામાં આવ્યો હતો. તદુપરાન્ત તત્કાલીન જૈન સાધુ સન્મુદાય ઉપર સારૂ વર્ચસ ધરાવતા કેટલાક જૈન આગેવાનોએ પણ આ બાબતમાં અત્યન્ત ઉત્કટતા દાખવી હતી અને ઉપર જણાવેલ આચાર્યના અનુરોધમાં સૂર પૂરાવ્યો હતો. પરિણામે જેમના હૈયે જૈન શ્વે. મૂ. સમાજનું હિત ખરેખર જડાયેલું છે એવા શેઠ કસ્તુરભાઈ આ પ્રશ્ન અંગે ખૂબ સતેજ, ભાવાવિષ્ટ, એટલું જ નહિ પણ, પૂરા અંશમાં જેહાદપરાયણ બન્યા હતા અને પોતાના initiative થી—સ્વસંચાલિત બુદ્ધિ અને પ્રેરણાથી—સ્થળ સ્થળના સંધોના પ્રતિનિધિઓને નિમંત્રણા મોકલીને આજથી ચાર વર્ષ ઉપર અમદાવાદ ખાતે અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. સંઘાનું તેમણે એક ભવ્ય સંમેલન યોજ્યું હતું અને સાધુસમુદાયની શિથિલતા નાબુદ કરવાને લગતા મુદ્દાને તેની પાસે સ્વીકાર કરાવીને તે દ્વારા એક વગદાર સંઘ સમિતિની નિમણુંક કરાવી હતી. વસ્તુત: આ સંઘ સમિતિની જ્યારે જાહેરાત કરવામાં આવી અને તેના ઉદ્દેશની ચાતરફ જાણકારી થઈ ત્યારે આખો સાધુસમુદાય અવાક્ બની ગયા હતા, સ્તબ્ધ બની ગયો હતા, હવે જે તે ગૃહસ્થને ત્યાં પોતાની વતી રકમો જમે કરાવી નહિ શકાય; હવે બ્રહ્મચર્ય વ્રતના પાલન અંગેના ગોટાળા ચલાવી નહિ શકાય; હવે જેને તેને મનમાં ફાવે તે રીતે દીક્ષા આપી નહિ શાકય; હવે સાધ્વીએ કે સમાજની સ્રીઓ સાથેના વ્યવહારમાં પ્રમાદ કે શિથિલતા દાખવી નહિ શકાય; હવે કોઈ એક સ્થળે વર્ષો સુધી પોતાનો અડ્ડો જમાવી નહિ શકાય; હવે પોતાની સુખ સગવડો અંગે ધાર્યા મુજબ ગાઠવણા કરી નહિ શકાય. આવી એક ભડક આખા સાવર્ગમાં ફેલાઈ ગઈ હતી, અને આવા અચળ વિશ્વાસ અને