________________
૧૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૫-૧૭
પોતાના અજોડ નેતૃત્વના ખ્યાલ ઉપર શેઠ કસ્તુરભાઈએ આ સમિતિનું કાર્ય ત્રણ મહિનામાં પૂરું થઈ જશે એવી આશા, એ દિવ- સામાં ભરવામાં આવેલા અખિલ ભારતીય જૈન શ્વે. મૂ. શ્રમણપાસક સંઘ સંમેલનને ઉપસંહાર કરતાં વ્યકત કરી હતી.
' વચનસિદ્ધિના સુદઢ વિશ્વાસ અને નિશ્ચયપૂર્વક શરૂ કરવામાં આવેલી પ્રવૃત્તિને, કશું પણ નક્કર પરિણામ નિપજાવ્યા સિવાય, ચાર વર્ષ બાદ શેઠ કસ્તુરભાઈને આમ એકાએક સંકેલી કેમ લેવી પડી? આ બાબતનું વિગતથી પૃથક્કરણ કરતાં એમ લાગે છે કે કમનસીબે પ્રસ્તુત સંધ સમિતિએ આ સમસ્યા હલ કરવા અંગે ધારણ કરેલી નીતિમાં કોઈ પ્રકારની મક્કમતા કે સખ્તાઈ પ્રારંભથી જ અખત્યાર કરવામાં આવી નહોતી. કોઈ પણ સાધુને જાહેરમાં બનતા સુધી ઉતારી પાડવે નહિ અથવા તે બહારની દુનિયામાં જૈન સમાજની અપકીર્તિ થાય એ રીતે તેની સાથે કામ લેવું નહિ અને જે કાંઈ પગલાં ભરવાં જરૂરી લાગે તે સ્થાનિક આગેવાનો અથવા તો તેના ગુરુજને મારફત ભરવાં-પાવું તેમની નીતિ અથવા તે કાર્યપદ્ધતિનું સ્વરૂપ રહ્યું હતું. હવે વાસ્તવિકતા એવી હોય કે સ્થાનિક આગેવાને ઉપર તે મોટા ભાગે પ્રસ્તુત સાધુનું અથવા તે તેના ગુરુનું પ્રભુત્વ હોય અને ગુરુજના પિતાના પરિવારની બેઆબરુ થાય એવું પગલું ભરવાને સાધારણ રીતે તૈયાર ન જ હોય. આવી જયાં પરિસ્થિતિ પ્રવર્તતી હોય ત્યાં, સંધ સમિતિને વિસજિત કરતા નિવેદનમાં જણાવવામાં આવ્યું છે તે મુજબ, આ સમિતિને સ્થાનિક સંધે અથવા તે પ્રસ્તુત ગુરુજને યા તે નાચાર્યોના સૈરિછક ટેકો ન મળે એ સ્વાભાવિક હતું અને માત્ર તેમના ઐચ્છિક ટેકા ઉપર જ આધાર રાખીને એટલે કે તેમના ઉપર કશું પણ દબાણ નહિ લાવવાની પદ્ધતિઓ કામ કરવા માગતી સંઘ સમિતિ કાર્ય આગળ ચાલી ન જ શકે એ એટલું જ સ્વાભાવિક હતું.
ખરી રીતે આ કામ સીધા પગલાંનું હતું, એટલે કે જે શિથિલાચાર કિસ્સે સંધ સમિતિના ધ્યાન ઉપર આવે અને તે અંગે તેને પાકી ખાત્રી થાય તે સાધુ સાથે સંબંધ ધરાવતા તેના ગુરુજનો ને સંઘે ઉપર જરૂરી દબાણ લાવવું અને તે સાધુને બરોબર ઠેકાણે લાવવાની અને તે ઠેકાણે ન આવે તે તેને વેશ ઝૂંટવી લઈને તેને સંસાર તરફ વિદાય કરવાની ગુરુજને અને સંધને ફરજ પાડવી ગાને આવા દરેક કિસ્સાને જરૂરી પ્રસિદ્ધિ આપવી. આવાં પગલાં ભરવાની શેઠ કસ્તુરભાઈમાં કે તેમણે પસંદ કરેલી વગદાર સમિતિમાં તાકાત નહોતી એમ કઈ કહી જ ન શકે. એમ છતાં આ હદ સુધી જવાની સંઘ સમિતિએ કદી પણ તત્પરતા કે ઉત્કટતા દાખવી નહિ. પરિણામે સંઘ સમિતિના દફતરે જૈન સાધુઓના શિથિલાચારના કિસ્સાર નાંધાતાં ગયા, અવનવાં પ્રકરણે ફાઈલ ઉપર ચડતાં ગયાં, ઉમેરાતાં ગયાં, પણ કોઈ મક્કમ પગલાંના કદિ દર્શન ન થયાં. આવી સ્થિતિ ઠીક સમય સુધી ચાલતાં શિથિલાચારી સાધુ માત્ર નિર્ભય બની ગયા અને તેમના ભ્રષ્ટાચારને છૂટો દોર મળી ગયો. પરિણામે સંધ સમિતિની સ્થાપના થઈ તે વખતની ભડક ઓસરી ગઈ અને નિરંકુશતા બે–લગામ બની બેઠી. સંઘ સમિતિ આ બધું જોતી રહી અને શિથિલાચાર ફાલતો ફુ લતે રહ્યો.
' અમદાવાદના ઉપર્યુકત રોંધ સંમેલનની મેં એ દિવસના પ્રબુદ્ધ જીવનમાં એક સવિસ્તર આચના કરી હતી. તેમાં મેં સૂચવ્યું હતું કે જેમને જૈન સમાજ ઉપર અસાધારણ પ્રભાવ છે. એવાં સાધુ સમુદાયમાં પ્રવર્તતી શિથિલતા દૂર કરવાનું કામ લેઢાની ચણા.. ચાવવા જેવું છે. તે કપરું કામ કરતાં અનેકને અળખામણા થવું પડે, અનેકનાં દિલ દુભાવવાં પડે, અને કોઈ પણ વખતે અપમાન ખમવાના પ્રસંગે પણ ઊભા થાય–ગાવાં તેમાં જોખમે રહેલાં છે. આ તાકાત અને તૈયારી શેઠ કસ્તુરભાઈ ધરાવે છે ખરા ? મારી
આલેચનામાં મેં જણાવ્યું હતું કે
“ત્રણ ચાર સદીઓ પહેલાં યુરોપમાં માર્ટીન લ્યુથર થઈ ગયે. તેણે પોપની સત્તા સામે બળવે પિકારેલે. માર્ટીન લ્યુથર એક સામાન્ય માનવી હતા. એમ છતાં તે એક ક્રાન્તિકાર હતા. તેણે પિપને અપ્રતિષ્ઠિત કર્યો; ધાર્મિક ક્ષેત્રે વિચારસ્વાતંત્ર્યને નવો યુગ
પ્રવર્તાવ્ય; નવાં પ્રોટેસ્ટન્ટ સંપ્રદાયની સ્થાપના કરી. શ્રી કરતુરભાઈમાં ક્રિાન્તિકારનું આવું ખપીર હજુ સુધી દ્રષ્ટિગોચર થયું નથી.
કેટલાંક વર્ષો પહેલાં વૈષ્ણવ સમાજમાં બહાદુર નરવીર કરસનદાસ મૂળજી પાકેલા. તેમણે વૈષ્ણવ ગોસાંઈએમાં ચાલી રહેલા ભ્રષ્ટાચાર સામે જેહાદ જગાવી. જીવના જોખમે તે ભ્રષ્ટાચારને ઉઘાડે પાડો, લગભગ નાબુદ કર્યો. કસ્તુરભાઈએ પણ જૈન શ્વે. મૂ. સમાજમાં સાધુઓના શિથિલાચાર સામે આવી જ કોઈ જેહાદ શરૂ કરી છે. જેહાદ શબ્દ કોઈ વધારે પડતે ન માને. ઠરાવમાં ગોળ ગોળ ઘણું કહેવામાં આવ્યું છે. ભારોભાર Sugar Coating છે. સંમેલનના ઠરાવોને શર્કરાને ગાઢ પુટ આપવામાં આવ્યું છે. વળી કોઈ એમ ને કહે કે માત્ર સાધુ સંસ્થા જ આ સંમેલનનું મૂળ લક્ષ્ય છે. એટલે શ્રાવક સંસ્થાઓની ત્રુટિઓ પણ બીજા ઠરાવ દ્વારા આગળ ધરવામાં આવી છે. આમ છતાં પણ આ સંમેલનની મૂળ અને મુખ્ય બાબતે સાધુ સંસ્થાની શિથિલતાને પડકારવાની છે. એટલે કસ્તુરભાઈની આ જેહાદ સ્વ. કરસનદાસ મૂળજીની જેહાદ સાથે અમુક અંશે સરખાવી શકાય તેમ છે. ફરક એટલો જ છે કે એ વખતનાં વૈષ્ણવ ગોસાંઈઓના ભ્રષ્ટાચાર અને આજના જૈન સાધુઓના શિથિલાચારમાં બહુ મોટી માત્રાનો ફરક છે. એમ છતાં ગુરુસંસ્થાની ભ્રષ્ટતા કે શિથિલતા દૂર કરવી એ લક્ષ્ય બન્ને માટે સમાન છે. કસ્તુરભાઈને આ જેહાદમાં સફળતા મેળવવી હશે તે તેમણે સ્વ. કરસનદાસ મૂળજી ખમીર દાખવવાનું રહેશે. કારણ કે આજના જૈન સાધુઓ-જેમના શિથિલાચારને લક્ષમાં રાખીને આ સંમેલન ભરવામાં આવ્યું છે તે આજે મૌન ભલે સેવતા હોય, પણ વખત જતાં સંમેલનના ઠરાવોને અવિનાના બનાવવા તરકીબો અજમાવ્યા વિના નહિ રહે. તેમના ઉપર ઊભી કરવામાં આવેલી ચુકી હંમેશને માટે તેઓ સહન કરી લે એ માનવસ્વભાવની વિરુદ્ધ છે, અને તેથી સતત જાગૃતિ અને જરૂર પડે ત્યાં કારપ્રહાર એ બે ઉપાય શેઠ કસ્તુરભાઈએ અને તેમણે નીમેલી સંઘસમિતિએ ધારણ કરવા જ રહેશે અને તે જ સંઘ સંમેલને પસાર કરેલા ઠરાવે અમલી બનાવી શકાશે.”
ઉપર જણાવેલ ચાર વર્ષની પરિણામશૂન્યતા દર્શાવે છે કે જૈન સાધુ સંધ સમિતિના ઠરાવને ઘોળીને પી ગયા છે, અને અનેક સ્થળોએ નાના મોટા શ્રાવક સમુદાયે સાધુઓની શિથિલતાને કશી રોકટોક સિવાય પોષી રહ્યા છે. જે જાગૃતિ અને સુદઢ કર્તવ્યપરાયણતાની સંઘ સમિતિ અંગે અપેક્ષા રાખવામાં આવી હતી તેવી કોઇ જાગૃતિ યા તે કર્તવ્યપરાયણતા સંઘ સમિતિ દાખવી શકી નથી અને કુઠાર–પ્રહારને બે ચાર કિસ્સાઓમાં પણ પ્રયોગ કરવાનું સામર્થ્ય શેઠ કસ્તુરભાઈ લાલભાઈ અથવા તે તેની સંઘ સમિતિ રજુ કરી શકેલ નથી. શેઠ કસ્તુરભાઈ બીજી અનેક બાબતો અંગે વિપુલ તાકાત ધરાવે છે, પણ સાથે સાથે પ્રસ્તુત પરિણામ ઉપરથી એ જણાવવું જ રહ્યું કે તેમની માટી માર્ટીન લ્યુથરની માટી નથી; તેમનું ખમીર કરસનદાસ મૂળજીનું ખમીર નથી.
આ બધું છતાં સંઘ સમિતિના વિસર્જનને લગતા નિવેદનમાં પિતાની નિષ્ફળતાને નીચેના શબ્દોમાં જે બીનસંકોચ એકરાર કરવામાં આવ્યો છે કે “આપણે ત્યાં સ્થિતિ વધુ ને વધુ કથળતી જાય છે. જેમ જેમ અમે ઊંડા ઉતરતા ગયા તેમ તેમ જે બનાવો અમારી જાણમાં આવ્યાં તે અતિ ખેદજનક છે. આમ છતાં સ્થાનિક સંઘે કે પૂજ્ય આચાર્ય મહારાજ આદિ શ્રમણ સમુદાયને સહકાર ન મળતાં