________________
૨૨૪
પ્રબુદ્ધ જીવન
ચલાયમાન કરી ન શકયા અને તેમનાં આવા વર્તનથી આઘાત પામીને પાછા ફર્યા.
અમારા મુંબઈ જૈન યુવક સંઘ માટે બાલદીક્ષાની અટકાયત એ પાયાનો પ્રશ્ન છે અને તેથી આ સંબંધમાં બનતું કરી છૂટવું જોઈએ એમ સમજીને બીજે દિવસે સાંજે અમારા સંઘના પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, એક મંત્રી શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહ અને હું સંઘનો ઉપપ્રમુખ–એમ ત્રણ સાથીઓ નેમિનાથજીના ઉપાશ્રયે ગયા અને મુનિ જયાનંદવિજયજીને મળ્યા અને તેમની સાથે કેટલીક ચર્ચા કરી, પણ તેમના વિચાર વલણ ઉપર અમે કશી અસર પાડી ન શકયા, એટલે અમે તેમની રજા માંગી. પછી ગઈ કાલના અમારા અનુભવ ઉપરથી અમારી અનિચ્છા હોવા છતાં મુનિ જયાનંદવિજયજી અમને આગ્રહ કરીને પેાતાના ગુરુના ગુરુ શ્રી વિજયધર્મસૂરિ પાસે લઈ ગયા. તેમને નમસ્કાર કરીને અમે બેઠા એટલે આગલે દિવસે પાતે અખત્યાર કરેલા વલણ અંગે દિલગીરી દર્શાવતાં તેમણે જણાવ્યું કે તમે જાણો છે કે આમ મારી તબિયત જોઈએ એટલી સારી રહેતી નથી અને ગઈ કાલે હું બહુ થાકી ગયો હતો. આમ છતાં પણ સાધારણ રીતે કોઈ વખત હું ઉશ્કેરાĞ નહિ, અને ગઈ કાલે કોણ જાણે કેમ મારાથી આમ વર્તાઈ ગયું જે માટે હું ખરેખર દિલગીર છું.” આવી તેમની સરળતા અને ઉદારતાથી અમે પ્રસન્નતા અનુભવી અને આવી બાલદીક્ષા સંબંધમાં અમારૂં દષ્ટિબિંદુ રજૂ કરીને આ ૧૪ - ૧૫ વર્ષના બાળકને દીક્ષા ન આપવા અમે તેમને વિનંતી કરી. એટલામાં મુનિ જયાનંદવિજયજીએ જણાવ્યું કે “છે.કરાની ઉમ્મર ૧૪ - ૧૫ વર્ષની નહિ પણ ૧૭ – ૧૮ વર્ષની છે.” મેં` ટકોર કરી કે “બે દિવસના ગાળામાં છોકરાની ઉમ્મર ૧૬-૧૭, ૧૭ અને ૧૭–૧૮ વર્ષ એમ ફરતી રહી છે, પણ છેકરાને નજરે જોનારા તેની ઉમ્મર ૧૪-૧૫ વર્ષથી વધારે આંકતા નથી.” આચાર્યશ્રીએ વચ્ચે પડીને જણાવ્યું કે “જ્યાં બાલદીક્ષાના પ્રશ્ન ઉપર અમારી અને તમારી વચ્ચે પાયાના મતભેદ છે ત્યાં આ છેકરાની ઉમ્મર ૧૪-૧૫ હાય કે ૧૭- ૧૮ હોય તે પ્રશ્ન અમારા માટે કોઈ ખાસ મહત્ત્વના નથી. અમારા માટે તે। દીક્ષા લેનાર જીવની યોગ્યતાનું અને તેના દિલમાં ઊઠેલા ભાવનું મહત્ત્વ છે અને આ છેકરામાંબન્ને પ્રકારે અમને પૂરી યોગ્યતા ભાસી છે અને તેથી તમે અમારી સાથે સહમત ન થાઓ તે પણ અમને આવી દીક્ષા આપવામાં કશું પણ અજુગતું લાગતું નથી. અને તમે તે જાણે છે કે અમારામાંના ઘણાખરા બાલદીક્ષિત છીએ, છતાં અમને તે અંગે કોઈ પસ્તાવા કરવાનું કારણ મળ્યું નથી.” આના ઉત્તરમાં શ્રી ચીમનભાઈએ જણાવ્યું કે “આપણા વડીલા બહુ નાની ઉમ્મરે પરણતા હતા તે ઉપરથી જેમ આજે કોઈ બાળલગ્નની હિમાયત કરતું નથી તે ગુજબ જ જૈન દીક્ષા જેવું ગંભીર જવાબદારીભર્યું અને આજીવન વ્રત લેવા માટે પરિપકવ ઉમ્મર આવશ્યક છે એમ અમને સુદઢપણે લાગે છે. અને એ ઉપરથી અમારી સ્થાનકવાસી કોન્ફરન્સે કોઈ પણ દીક્ષાર્થી માટે ઓછામાં ઓછી અઢાર વર્ષની ઉમ્મર કેટલાંય વર્ષથી નક્કી કરી છે. હવે થાડા સમય પહેલાં જ એમ બન્યું કે અમુક ત્રણ બહેનો એક સાથે દીક્ષા લવા ઈચ્છતી હતી. આમાંની એક બહેનની ઉમ્મર પૂરી ૧૮ વર્ષની નહોતી. આ બાબત વિચારણા માટે અમારા સંઘ આગળ રજૂ થતાં સૌથી નાની બહેનની ઉમ્મર અઢાર વર્ષ પૂરાં થાય ત્યાર બાદ જ ત્રણેને દીક્ષા અપવી એવા નિર્ણય કરવામાં અવ્યો અને પરિણામે એ દિક્ષાએ ચાર મહિના આગળ ઠેલવામાં આવી.” આમ જણાવીને આવી કોઈ ઉમ્મરને લગતી મર્યાદા દીક્ષા સંબંધમાં આજે હોવી ઘટે છે એ બાબત આગ્રહપૂર્વક તેમણે રજૂ કરી. પણ એક વખત મક્કમપણે બંધાયેલા અભિપ્રાયો અને વલણેામાં તત્કાળ ફેરફાર કરવાનું લગભગ અશકય બને છે એ મુજબ આ આચાર્યશ્રીના નિરધારમાં ફેરફાર કરાવવામાં અમે નિષ્ફળ નિવડયા. આમ છતાં પરસ્પર કશી પણ કટુતા અનુભવ્યા સિવાય અમે પ્રસન્નતાપૂર્વક એકમેકથી છૂટા પડયા.
તા. ૧૬-૩-૬
પલટાના કારણે આખા જૈન સમાજના – વિશેષત: જૈન શ્વે. મૂ. સમાજના – એક વંદનીય સાધુ બની ગયો.
આ દીક્ષાપ્રકરણની વિગતા બે મુદ્દા આગળ ધરે છે. એક તા આ દીક્ષા આપવા સાથે છેકરાના બાપ સાથે કોઈ આર્થિક સાદો કરવામાં આવ્યો છે કે કેમ? જો મુનિ જયાનંદનજી સાથેની વાતચીતમાં તેમણે લગભગ કબૂલ કર્યું છે તે મુજબ આગળ અપાનારી દીક્ષામાં આ પ્રકારની વાટાઘાટો ચાલી, તો પછી બાપની આર્થિક પરિસ્થિતિ આજે પણ લગભગ એ જ પ્રકારની ચાલુ હાવા છતાં આજે એવું કશું વિચારવામાં કે નક્કી કરવામાં આવ્યું ન હોય એમ સહેજે માની શકાય તેમ નથી. અને જો એમ બન્યું હોય તે આવી દીક્ષાને સાદાબાજી સિવાય બીજું શું કહી શકાય? અને તે પછી પ્રશ્ન થાય છે કે આ પ્રકારની સાદાબાજી જૈન દિક્ષાના ગૌરવમાં વધારો કરે છે કે ઘટાડો? ધર્મકૃત્ય કરવા જતાં ધર્મને જ હાનિ પહોંચતી હાય તો એના જેવું અધર્મમય બીજું શું હોઈ શકે?
બીજો મુદ્દો ઉમ્મરના છે. આ બાબતમાં તપાસ કરતાં માલુમ પરે છે હું નવદીક્ષિત જયંત, મુંબઈની કબુબાઈ હાઈસ્કૂલમાં આઠમાં ધારણમાં ભણતા હતા અને તે નિશાળમાં તેને જન્મદિવસ તા. ૧૩-૯-૫૧ નોંધાયો છે. આ રીતે તેની ઉમ્મર ૧૫ વર્ષ નીચે ગણાય, જ્યારે દિક્ષાગુરુએ તેની ઉમ્મર ૧૭-૧૮ ની હોવાનું જણાવ્યું છે.* આ તફાવતના ખુલાસા એ રીતે કરી શકાય કે જેમ કોઈ વિવાહ સંબંધ નક્કી કરવાની વાટાઘાટો દરમિયાન સૂચિત વરની ઉમ્મર મોટી હોય તે કન્યાની વાસ્તવિક ઉમ્મર હેાય તે કરતાં તે સહેજે બે ચાર વર્ષ મોટી હાવાનું જણાવવામાં આવે છે અને સૂચિત વરની ઉમ્મર નાની હાય તો કન્યાની ઉમ્મર સહેજે બે–ત્રણ વર્ષ ઘટી જાય છે, તેમ બાલદીક્ષા-વિરોધી સાથે વાત કરતાં દીક્ષાર્થી, ઉપરના કિસ્સામાં બન્યું તેમ, બે - ત્રણ વર્ષ મોટો થઈ જાય છે અને બાલટીક્ષાના અનુમોદક સાથે વાતો કરતાં તેને થોડા યા વધારે નાના લેખાવવામાં ગૌરવ અનુભવાય છે. આ આખા પ્રકરણ દ્વારા સૂચિત થતા અર્થા વિવેકી વાચક સહજમાં તારવી શકે તેમ છે. તેથી આ પ્રકરણની વિશેષ આલોચના કરવાની જરૂર લાગતી નથી.
પરમાનંદ
આખરે પૂર્વનિર્ધારિત મુજબ તા. ૨૩-૨-૬૬ના રોજ ભારે ધામધુમપૂર્વક આ છે.કરાને દીક્ષા આપવામાં આવી અને ગઈ કાલના છેકરો જયંત આજે મુનિ જયશેખરવિજયજી બન્યો અને માત્ર વેશ
પૂરક નોંધ : ઉપરની નોંધ લખાયા બાદ મુનિ કુશળવિજયજી મુંબઈમાં જ વસતા હાઈને તેમને થોડા દિવસ પહેલાં મળવાનું બન્યું અને તાજેતરમાં જે છારાને દીક્ષા આપવામાં આવી છે તે જયંત, સંબંધમાં મુનિ કુશળવિજયજી અંગે આ નોંધની શરૂઆતમાં જે ઉલ્લેખ કરવામાં આવ્યા છે તે વિષે પૂછતાં તેમણે જણાવ્યું કે “મારા વિષે ઉપર જે વિગત આપવામાં આવી છે તે બરોબર છે, એટલું જ નહિ પણ, વેલજી તો પોતાનાં બન્ને બાળકોને (બીજું બાળક આશરે દશ વર્ષનું હતું) વહેારાવવાને તૈયાર હતા અને તેને તે તમે જણાવી તેવા નક્કર આર્થિક ટેકાની જરૂર હતી અને તેથી તાજેતરમાં જેદીક્ષા આપવામાં આવી છે તે દીક્ષા સાથે આર્થિક વળતર જોડાયલું હેય એ પૂરું સંભવિત છે. બાકી ખરેખર શું બન્યું છે તે તો દીક્ષા આપનાર ગુરુ સિવાય બીજું કોણ કહી શકે? '
પરમાનંદ
* આ દીક્ષામહોત્સવના તા. ૫-૩-૧૯૬૬ ના “ જૈન” માં પ્રગટ થયેલ સત્તાવાર અહેવાલમાં આ છેકરાની ઉમ્મર ૧૬ વર્ષની જણાવવામાં આવી છે.
વિષયસૂચિ
તાજેતરમાં મુંબઈમાં અપાયેલી બાલદીક્ષા વિષે એક અનુભવ વેદાન્તનું સમ્યક્ સ્વરૂપ તુલસીશ્યામ સાધનાશિબિર
પત્રકારત્વ
વીર સાવરકર ભસ્મવિસર્જનની ક્રિયામાં આચિત્ય કેટલું ?
પરમાનંદ
સ્વામી પ્રવણતીર્થ ડૉ. રમણલાલ ચી. શાહ બચુભાઈ રાવત
સાહમ પરમાનંદ
પૃષ્ઠ
૨૨૩
૨૨૫
૨૬
૨૨૯
૨૩૧
૨૩૨