SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ તા.૧-૩-૧ પ્રભુ જીવન આત્મપરિચય તમારી જાતના આપા તમે જાતે પરિચય ', તમારું વાકય એ વાંચી મને આશ્ચર્ય ઉપજે; જાતને જાણી છે કોણે કે હું જાણી શકું, સુખે? જાણે જે જાતને તે યે જણાવે નહીં અન્યને, તથાપિ પૂછતા ત્યારે, મિત્રનું માન રાખવા; જાણુ ના જાણું... હું તો યે મથું જાત જણાવવા. જન્મે બ્રાહ્મણ, વૃત્તિએ વૈશ્ય ને હું પ્રવૃત્તિએ શુદ્ર છું: કલ્પના માંહે ક્ષત્રિયે હું બનું વળી. શૈશવે ખેલતા ખેલો, શાળામાં ભણતો વળી બ્રહ્મચર્યાશ્રામે ત્યારે સ્થિતિ મારી ગણી હતી. શાળાને છાડીને જયારે ‘સાળાની બહેનને વર્યા, ગાર્હસ્થ્ય આશ્રામ જ્યેષ્ઠ તદા પ્રેમે હું સંચર્યા. પ્રભુતામાં ધર્યા પાદ, પૃથ્વીને રસ - પાટલે; પયગમ્બર પ્રભુ કેરા પધાર્યા કે પછી ગૃહે. દિનનાં કાર્ય આટોપી વાનપ્રસ્થ અનુભવું, પારકાં કામ આવે ત્યાં સંન્યાસી હું .બની રહ્યું. વર્ણાકામ તણા આમ બધા હું ધર્મ પાળતો, જાળવવા મથું નિત્યે આર્ય સંસ્કૃતિ - વારસો. અરિને માદ અર્પ, દ્રવ્ય અર્પનું વૈઘને, વ્હાલાંને અર્પનું ચિંતા, મને પીડા `સમર્પતું. પૃથ્વીય ખેંચતી જેને બહુ જોર થકી નહિ, ભારહીશુ. મને એવું ઈશે શરીર આપયું. રોગ ને સ્વાસ્થ્યની નિત્યે રણભૂમિ બની રહ્યું, એવું શરીર આ મારું, દવાઓથી ઘડાયેલું. સાટી ને શિક્ષકો કેરા શાળા માંહે સમાગમે, વિઘા ને વેદના બે મે એક સાથે જ મેળવ્યાં. મન કેળવવા માટે દેહ વિદ્યાલયે પૂર્યા, મને કિંતુ રહ્યું ના ત્યાં, બ્રહ્માંડો ભટકી વળ્યું! વિદ્યાને પામવા પહેલાં અર્થના ય મેં કર્યો, પછીથી અર્થને કાજે વિદ્યા વિક્રય આદર્યો. ઘરમાં હોય ના કાંઈ, ક્ષુધા ત્યારે સતાવતી, ભર્યું ભાગ઼ નિહાળીને, ભૂખ મારી મરી નંતી. સાભાર તનમનિયાં: લેખિકા તથા પ્રકાશક: શ્રી જ્યવતી કાજી, એમ.એ, ૪૦ એ, રીજ રોડ, મલબાર હીલ, મુંબઈ-૬, કિંમત રૂા. ૫-૭૫. તિબેટના ભીતરમાં : મૂળ અંગ્રેજી લેખક: હેનરિક હેરર; અનુવાદક શ્રી મહેન્દ્ર મેઘાણી, પ્રાપ્તિસ્થાન: ગૂર્જર ગ્રંથરત્ન કાર્યાલય, ગાંધી રસ્તા, અમદાવાદ. કિંમત રૂા. ૩. રંગ રાગ વિરાંગ : લેખક: વૈદ્ય મેોહનલાલ ચુનીલાલ ધામી, પ્રાપ્તિસ્થાન: નવયુગ પુસ્તક ભંડાર, નવા નાકા રોડ, રાજકોટ -૧, કિંમત શ. ૬-૭૫. એક જબગજબનું બુલબુલ : મૂળ ડેનિશ બાલકથાકાર હેન્સ એન્ડરસનની પરિકથાનું ગુજરાતી નાટય રૂપાન્તર કરનાર શ્રી. લીના બહેન મંગળદાસ, શ્રેયસ, અમદાવાદ-૭; કિંમત રૂા. ૨/. તત્ત્વચિન્તન અથવા નિત્ય પાઠ શિક્ષાપત્રી: મૂળ અંગ્રેજી લેખક શ્રી જેમ્સ એલન કૃત ‘મેડિટેશન્સ’ નું ભાષાન્તર કરનાર સ્વ. વૈકુંઠલાલ શ્રીપતરાય ઠાકોર, પ્રકાશક :સસ્તું સાહિત્ય વર્ધક મંડળ, ભદ્ર પાસે અમદાવાદ, કિંમત રૂા. ૩/-. ગાંવ કા વિદ્રોહી : આચાર્ય રામમૂર્તિ; પ્રકાશક: સર્વ સેવા સંઘ, વારાણસી, ઉત્તર પ્રદેશ, કિંમત રૂા. ૧/ જમાને કી ચુનૌની ઔર ગ્રામદાન: લેખક શ્રી ધીરેન્દ્ર મજુમદાર પ્રકાશક: ઉપર મુજબ, કિંમત રૂા. ૨૫ પૈસા. ઉપદેશસરિતા: લેખક: મુનિ ન્યાયવિજ્યજી, માંડલ, વિરમગામ. મંગળ સંદેશ: લેખક મુનિશ્રી ન્યાયવિજ્યજી માંડલ, વિરમગામ. ક્રાન્તિબીજ: મૂળ હિંદી: લેખક આચાર્ય રજનીશજીના પુસ્તકનો ગુજરાતી અનુવાદ કરનાર શ્રી પૂર્ણિમા પકવાસા, પ્રકાશક: જીવન જાગૃતિ કેન્દ્ર, ૫૦૫, કાલબાદેવી રોડ, મુંબઈ-૨, કિંમત રૂા. ૨/ ઘરશાળા પ્રકાશન મંદિર, તખ્તેશ્ર્વર પ્લાટ ભાવનગર, સૌરાષ્ટ્રનાં ચાર પ્રકાશના: જાતક કથાઓ ભાગ-બીજો લેખક : શ્રી હરભાઈ ત્રિવેદી, કિંમત ૬૦ પૈસા. વૃત્તિ મારી સદા એવી હોય .તે ના ગ્રહે કી, હોય ના તે સદા માંગે, મળ્યે, માગ્યું ય ના ગમે! સાહિત્ય, સંગીત – કલા વિષે મેં ધરી રૂચિ, કિન્તુ ન સિદ્ધિ આવી. ગાઉં ન હું, કારણ માત્ર તેનું આવે દયા કૈં સુણનાર કાનની. કર્યું હતું એક જ વેળ જીવને અપૂર્વ મેં નૃત્ય વિના પ્રયાસે, હુ એકદા માર્ગ ઉઘાડ પરે નિરાંતે પાદે ફરતા હતા, ત્યાં અર્ધી બળેલી બીડી કોક મુખે ફેંકી હતી તે પર પાદ મૂકયા; અને પછી નૃત્ય કરી ઉઠ્યો જે તેવું હજી નૃત્ય કર્યું ન કોઈએ. સાહિત્યની કંટકવાડ ભેદવા કરે ગ્રહી કાતર કાવ્ય કેરી, પાડી છીંડું નાનડું એક ત્યાં હું ખુલ્લે ઉભા, કાતર ફેંકી દીધી 7 ૨૧૭ આનંદ; રૂપિયા--૨. દેહ દાતણના જેવા, મન મર્કટના સગું, આત્મા કિન્તુ ગણુ` મારો વો બ્રહ્માન્ડ જેવડો. નાના રૂપ ધરી હું એમ ખીલવું માયામયી સૃષ્ટિને, ખેલું ખેલ અનંત ભ્રાન્ત જગમાં દિકકાલને કંદુકે, હું ચૈતન્ય ચૂડામણિ સકલ આ બ્રહ્માંડ વ્યાપી રહ્યો, જેદેખાય, સુણાય, થાય જગમાં, તે સર્વ મારા થકી, કુજે કોકિલ કૂજતી કલરવે તે નાદ મારો નકી, નિદ્રાભંગ કરત શ્વાન ભસતાં, તે યે ક્રિયા માહરી; દાતા હું જ સુવર્ણ ચંદ્રક તણા, લેનાર મેં હું જ છું, હું ક્ ટસ્થ, અનસ્ત બ્રહ્મ, મુજથી ના ભિન્ન લેશે કશું. રજમાં સર્પની ભ્રાન્તિ થાય, તેમ મને સખે! મહાયોતિ પરબ્રહ્મ દીસે જ્યોતીન્દ્ર હ. દવે. જ્યાતીન્દ્ર હ. દવે. સ્વીકાર ગીરની શૌર્યકથાઓ અને બીજી વાર્તા લેખક: શ્રી બી. જે, કાપડી કિંમત : રૂા. ૧-૫૦. બે નાટકો : લેખક: શ્રી મુનિકુમાર મ. ભટ્ટ. કિંમત ૮૫ પૈસા. ત્રણ નાટકો : લેખક: મુનિકુમાર મ. ભટ્ટ કિંમત : ૭૫ પૈસા. લોકગંગા: ભારત-પાકિસ્તાન સંઘર્ષ : સંપાદક શ્રી મહેન્દ્ર મેઘાણી, પ્રાપ્તિસ્થાન: લેાકમિલાપ કાર્યાલય, પા. બા. ૨૩, ભાવનગર કિંમત રૂા. ૧. સાંસ્કૃતિ કે પરિવ્રાજક : કાકાસાહેબ કાલેલકર સમર્પણ ગ્રંથ: પ્રકાશક: શ્રી માર્તંડ ઉપાધ્યાય, મંત્રી, સસ્તુ સાહિત્ય મંડળ, નવી દિલ્હી, કિંમત રૂા. ૨૦. Understanling India': શ્રી ગગનવિહારી લ. મહેતાના અમેરિકા ખાતેનાં વ્યાખ્યાના તથા લખાણોના સંગ્રહ : બીજી આવૃત્તિ: પ્રકાશક: એશિયા પબ્લીસીંગ હાઉસ, મુંબઈ. કિં. રૂ. ૧૨-૭૫ આકાશનાં પુષ્પો : લેખક : શ્રી. ગગનવિહારી લ. મહેતા, બીજી સંવર્ધિત આવૃત્તિ; પ્રકાશક મેસર્સ વેારા એન્ડ કંપની, પબ્લીશર્સ પ્રાઈવેટ લિમિટેડ, ૩ રાઉન્ડ બિલ્ડિંગ, મુંબઈ -૨. કિંમત : રૂા. ૩-૫૦. વિદ્યા વિહાર ગીતમાલા: ૧૦૮ સ્વરાંકિત ગીતોના સંગ્રહ : સંયોજક શ્રી ભાઈલાલ શાહ, પ્રકાશક: શેઠ ચીમનલાલ નગીનદાસ વિઘાવિહાર, અમદાવાદ ૬, કિંમત રૂા. ૭. અમરસાધના : લેખક : શ્રી અમરચંદ માવજી શાહ, (પચ્છેગામવાળા) તળાજા, સૌરાષ્ટ્ર. અભયદાનના અનુભવો : લેખક: શ્રી અમરચંદ માવજી શાહ સર્વોદય વિચારણા : લેખક: શ્રી શિવાજી ભાવે તથા સ્વામી પ્રકાશક: યજ્ઞપ્રકાશન, હુાતપાગા વડોદરા-૧, કિંમત : Economic Trends and Indications Vol. VI. લેખક : શ્રી ભીખાલાલ કપાસી, બી-૫ પેન્ડારા રોડ, ન્યુ દિલ્હી-૧૧; કિંમત રૂા. ૭-૫.
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy