________________
૧૯૬
“હા, અલકનંદામાં નહાવાની ખૂબ મજા આવે છે, પાણી છે... ખૂબ આરામદાયક છે.”
પ્રબુદ્ધ જીવન
ચળકતું
લાગલાજ હું નદી તરફ દોડીને ગયા. જો પડી જાઉં તે મરી જાઉં, થોડે દૂર જઈને ડાબે હાથે વળવાનું હતું, તે પછી પથ્થરો મૂકીને એક સીડી બનાવી હતી, નદી ઘણે નીચે હતી. ગાંડાની જેમ સીડી ઉતરીને નીચે ઉતરીને આવ્યા, સામે રેતીને વિશાળ પટ હતો, ઝડપથી ચલાય એવું નહાતું, ચારેબાજુએ નાના મેટા પથરા રેતીમાં પડયા હતા, પગમાં ઠોકર વાગવાથી લાહી નીકળ્યું હતું. એમ કરતાં કરતાં પાણી સુધી આવી પહોંચ્યા.
એક મોટા પથ્થર પર નિશાન કર્યું હતું. એની પાસે ઝડપથી ગયો ને નીચા વળીને એને તળીયે રેતીમાં મેં હાથ નાંખ્યો. હા, આ જ મારાં સેના ને રતન, મારા સાત રાજયનું ધન, મારું સ્વર્ગ, હે બદરી ભગવાન, તમે મને બચાવી લીધા. નહાતી વખતે રૂમાલને આની નીચે છૂપાવી રાખ્યો હતો. એ વાતને હું સદંતર ભૂલી ગયેલા, ધન્યવાદ તને બ્રહ્મચારી, હે વેગવતી અલકનંદા, તને ચે. ધન્યવાદ. આનંદ ઉભરાતાં ભાન રહ્યું નહિ, આલ્હાદમાં સંયમ રહ્યો નહિ. સ્નેહ અને પ્રેમના આવેગમાં ઉત્તેજીત થઈને આનંદાશ્રુથી રૂમાલ મોઢામાં લઈને મેં એને હૃદયસરસો ચાંપ્યો. બદરીવિશાલક કી જય જય બાબા બદરીનાથ, તમારે ચરણે રાખો બાબા.”
જેનું અમને ખૂબ પ્રયોજન હતું, તેમને સમય થતાં અમારે છેડીને જવું પડયું. તે દિવસે બપોરે દેવપ્રયાગનો આપવાલેવાના હિસાબ ચૂકતે કરીને, યાત્રીઓનું દલ એ જ પરિચિત પથે આવી પહોંચ્યું. આ રસ્તો જોઈને જ ડર લાગતા હતા, એ બધાને દૂરદૂર દુર્ગમપથમાં તાણી લઈને, પછી ધકેલે છે. સાપના જેવા શીર્ણ ને કઠણ એના દેહ છે, સામેની અને પાછળની દુર્ગમ એવી પર્વતમાળાને વીંટીને અજગરની જેમ એ ચિરનિદ્રામાં ઊંધે છે. ગ્રીષ્મ વર્ષા કે બરફ જામ્યો હોય ત્યારે એમાં ચાંચલ્ય નથી. રસ્તે આવીને ધર્મશાળા તરફ મે એક નજર નાંખી, પણ એ ઝાંખી જ નજરે પડતી હતી. જેણે મને આશરો આપ્યો, સ્નેહથી જેના ખેાળામાં બે દિવસ હું રમ્યો. એણે મારી અવળચંડાઈ સહન કરી, પણ એના પ્રતિકાર કર્યો નહિ. આજે એની તરફ મોઢું ફેરવ્યા છતાં હું જોઈ પણ શકતા નથી. એ દેખાતી નહતી. દુનિયામાં એવું જ થાય છે. હવે કેટલાય દિવસ સુધી ત્યાં કદાચ દીવા નહીં સળગે, જયાં બીક લાગે એવી શૂન્યતા વ્યાપશે. કદાચ કોઈ જંગલી જાનવર આવીને ત્યાં આશરો લેશે. રાતના અંધકારમાં કોઈ ધૂળીયા પવન આવીને એના ખૂણેખૂણામાં વિયોગના નિસાસા નાંખી જશે, ને તોયે અમારી પ્રિય ધર્મશાળા એવી ને એવી નિર્વિકાર રહેશે. અકૃપણ, આદરયુકત, સ્થાયી સન્યાસીના જેવી રહેશે,
પ્રત્યેક અગ્રગતિની પાછળ એક પ્રકારનો ઉત્સાહ, પ્રાણના વૅગ, એક ચેતનમય ઉદ્યમ હાય છે, પણ આ તત્વ જેમનામાં હોતું નથી તેઓ પણ અટકી શકતા નથી. તેઓ જાણે તણાતા હાય એમ ચાલે છે, ઠેલાતા હોય એમ એમને જવું પડે છે, અંદરથી પ્રતિક્ષણે, એમને એક પ્રતિજ્ઞા ઠેલે છે, શા માટે જાઉં? ચાલા ચાલા, જીવન ભલે પાછળ રહ્યું, ભલે મૃત્યુ આવે, રહેવા દો, મારી ઈચ્છાઓ ને મારી પ્રાપ્ત કરવાની વસ્તુઓ—ચાલા, ગૌરીશંકર સીતારામ ! જય બદરીવિશાળલાલની જય.
“મહારાજજી ?”
માઢું ફેરવીને જોયું. કૌપીનધારી, એક સાધુ ચીપટો હાથમાં લઈને હસતા હસતા બોલ્યા “સીતારામ મત બાલા, રાધેશ્યામકા નામ લે. રાધેશ્યામ કહેાંગે તો ચિમટા બજાકર લેાંગે, સીતારામ કહેાંગે તો ધરમે બૈઠકે કહે ંગે, હા, હા હા, ... ચલા ભાઈ ચકાચક.’
વિરકત અને નિ:સ્વાર્થ સાધુજી પરમ સ્ફ ુર્તિ અને આનંદ ગદ્ગદ્ હસીને ઉલટપાલટ ખાઈને આગળ આગળ ચાલવા લાગ્યા. પોતાની જાત ઉપરના વિજ્યું એ પ્રાપ્ત કરી શકયા હતા.
6
તા. ૧૨-૬૬
અત્યારસુધી હું તપાલાકમાં ભ્રમણ કરતા હતા, હવે મેં દેવભૂમિમાં ડગ દીધો. ડાબી તરફ આ વખતે નવી નદી હતી. દક્ષિણ દિશાએ વહેતી અલકનંદા, ગંગાના જેવા જ એના વહેણના અવાજ હતા, નીલનિર્મળ પ્રવાહ હતા. જલપ્રવાહના સતત અવાજથી નીરવતા વિશેષ ગંભીર બનતી હતી. ચઢાઈને માર્ગે અમે ઉત્તરદિશામાં જતા હતા. ક્રમશ: અમારી ગતિ ઉત્તર દિશા તરફ જ હતી. મહાન યોગીની જટાને સ્પર્શ કરવા માટે જાણે એના દેહ પરથી કીડીઓનું દળ ઉપર ચઢતું ન હેાય ! તીર્થના આ લાંબા માર્ગ જ અમારી તપશ્ચર્યાપ હતો. રસ્તા પૂરો થતાં જ બધાને મુકિત મળવાની હતી. જીવનમાં પણ એવું જ હોય છે. અવિચ્છિન્ન અગ્રગતિ જ આપણા આરા છે. આપણી સાધના છે ચશ્મ પરિણામને સ્પર્શ કરવા આપણે આગળ ધપીએ છીએ. ક્યાં જઈને પહોંચીશું એ આપણને ખબર નથી. શિયાળા પૂરો થતાં આરંભાતી વસંત ઋતુના જેવું વાતાવરણ હતું. વનની ઔષધિલતા અને જંગલી ફ્લાની એક પ્રકારની મિશ્રા વાસથી ક્યાંક ક્યાંક માર્ગ આચ્છાદિત હતા. પવન એ ગંધને દૂર દૂર સુધી ફેલાવી યાત્રીઓને રાજી કરતા હતે. પર્વતના શિખરની શ્યામથી ઉપર જ લાલ સૂર્યરેખા ધીમે ધીમે વિપુલ થતી હતી. નીચે નદીના નિર્જન સ્થાનમાં સંધ્યાની છાયા શાંત રીતે ઉતરતી હતી. આ વખતે તે થાડુંક જ ચાલવાને વિચાર હતા. એક દિવસ વિશ્રામ લેતાં આરામ લેવાના મારો લાભ મારામાં ઊઠયા હતા. પહેલી તકે સગવડ મળતાં
હું_જરૂર આરામ લૅવાનું વિચારતા હતા. આશરે ત્રણેક માઈલનો રસ્તો હતા. ઉતાવળ નહોતી, સમય વિષેના મનમાં અંદાજ આવી ગયો હતા. વિઘાકુટી ચટ્ટીએ પહોંચતાં બહુ મેાડું નહિ થાય.
પણ ગ્રહ પાધરા નહાતા. આજે સવારથી જ મારાં ઘૂંટણમાં દર્દ થતું હતું. આ વખતે દર્દ વધતું જ જતું હતું. જે લોકોને ઊંચાણ ને નીચાણવાળી જમીનમાં ચાલવાની ટેવ નથી, તેમને આ પ્રમાણે ઘૂંટણમાં દર્દ થાય છે એમ સાંભળ્યું છે. પગે ચાલીને બદરીનાથ જવામાં આ દર્દ જ મોટે ભાગે લોકોને આડું આવે છે એ વાત બધાને ખબર છે. ચઢાણ વખતે ઉપર જતાં આ દર્દ ઉત્પન્ન થાય છે, ને ઉતરતાં એની પ્રતિક્રિયા થાય છે. મને ડર લાગવા માંડયા ને એ ડર કેવા હતા, તે આજે લખતી વખતે હું સમજાવી શકતા નથી. આસ્તે આસ્તે ચાલતાં મારા પગ લથડિયાં લેતા હતા, બધા આગળ ચાલી ગયા હતા, બ્રહ્મચારી ને ગોપાલદા નજરથી દૂર ચાલી ગયા હતા. શા માટે ન જાય? જે માંદો ને અશકત હોય તેની સાથે સાજાસમા માણસ સથવારો કરે અને પેાતાને તેઓ પાંગળા શા માટે કરે? એમને શાનું ઋણ? હું લંગડાતા લંગડાતા ચાલતા હતે. સાંભળ્યું હતું, કે પોતાની જાતને ભૂલી જવાથી થાšઅંશે વ્યાધિ શમે છે. પણ હું પેાતાની જાતને શી રીતે ભૂલી શકું? જેમને ભૂલી જવાની જરૂરિયાત છે, તેઓ જ મારા મનમાં સૌથી પહેલાં આવે છે. જો અરીસો હાત તો હું જોઈ શકત કે મારી જાતને મેં કેવી કરી નાંખી છે? ધૂળ અને તડકાથી માથાના વાળ સૂકા ઘાસની જેમ મેલા થઈ ગયા હતા. ચામડી વિવર્ણ ને લાહીવિનાની થઈ ગઈ હતી. આંખો ખાડામાં ઊંડી ઊતરી ગઈ હતી. હાથપગ જેવા ન ગમે એવા ને દૂબળા થઈ ગયા હતા. લાકડાની આગથી બે હાથના વાળ સફાચટ થઈ ગયા હતા, કફની અને ધોતિયામાં ને માથાના વાળમાં એક પ્રકારનું દુ:ખ થાય એવી જ પડી ગઈ હતી. તેની અશાન્તિ અને પીડાના કારણે રાત્રીના ઊંઘ આવતી નહાતી ને એક વાર એને ઝાટકી નાંખતાં છતાં કોણ જાણે કર્યાંથી પાછી માથામાં ભરાઈ જતી હતી. એની સાથે સાથે માખીઓને ત્રાસ પણ બહુ પ્રબળ હતા, લાખલાખ, કરોડ કરોડ માખીઓ હતી. આખું વાતાવરણ માખીમય હતું. જાણે માખીઓના દરિયા નહાય ! માખીના ડંખથી જેના હાથપગ બચ્યા હૈય એવા એક પણ યાત્રી નહેાતા. પાણીની ઉપર પણ માખીઓ ભસ્યા કરે એ દૃશ્ય અહીં પહેલવહેલાં જોયું.
ક્રમશ :
અનુવાદક : ૐા. ચન્દ્રકાન્ત મહેતા
મૂળ બંગાળી : શ્રી પ્રમેાધકુમાર સન્યાલ