________________
)
- -- Regd. No. MR. Ing ", ' વાર્ષિક લવાજમ રૂટ ૭ -
'પ્રબુદ્ધ જેનનું નવસંસ્કરણ વર્ષ ૨૮ : અંક ૧૩
પ્રબુદ્ધ જીવન
- “
મુંબઇ, નવેમ્બર ૧, ૧૯૬૦, મંગળવાર
આફ્રિકા માટે શિલિંગ ૯
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
છૂટક નકલ ૪૦ પૈસા
તંત્રી પરમાનંદ કુંવરજી કાપડિયા '
.
કે
સર્વોદય વિચારધારાનું સમ્યક્ સ્વરૂપ
સાથે મતભેદને પ્રસંગ આવે ત્યારે એ મતભેદ જાહેર કરવાનું નીતિદૌર્યું તે બતાવે છે- એ અભિનંદનીય અને સ્વાગતાë છે.” આ બાબત હું પણ તમારી સાથે સહમત છું. શરૂઆતમાં આપે સ્પષ્ટ કર્યું છે તેમ સર્વશ્રી આચાર્ય તુલસી, રતનલાલ જોષી અને યજ્ઞેશ્વર દત્ત વચ્ચે જે ચર્ચા થઈ તે ગાંધીજી અને વિનેબાજીના વિચારો અને અણુવ્રતવિચારધારા એ બે વચ્ચે ભેદ સ્પષ્ટ કરે એવી છે, અને અણુવ્રત વિચારધારાને બરાબર સમજવાની દષ્ટિએ વિચારપ્રેરક છે એ સાચું છતાં, આ સંદર્ભમાં હું નમ્રતાપૂર્વક એક સ્પષ્ટતા કરવા
" (શ્રી શંકરરાવ દેવના નામ અને કામથી પ્રબુદ્ધ જીવનના વાચકો અપરિચિત છે. આજથી સાડાત્રણ વર્ષ પહેલાં તેમની આગેવાની નીચે આતરરાષ્ટ્રીય આકારની એક મંડળી દિલ્હી–પેકીંગ યાત્રાનું આયેજન કરીને તા. ૧-૩-૬૩ના રોજ દિલ્હીથી પગપાળા રવાના થયેલ અને ઉત્તરપ્રદેશ, બિહાર, બંગાળા વટાવીને આસામમાં આવેલા મૈત્રી–આકામે તા. ૧-૧૧-૬૩ના રોજ પહોંચેલી. અહીંથી આગળ વધવા માટે ચીન–બર્માની પરવાનગી મેળવવી રહી. આ પ્રયત્ન પાછળ ત્રણ મહિના પસાર થયા પછી એક પણ બાજુએથી સરહદ ઓળંગવાની પરવાનગી ન મળતાં તા. ૩૦-૧-૬૪ના રોજ પ્રસ્તૃત મૈત્રીયાત્રા વિસર્જન કરવામાં આવી હતી.
. આ ઘટનાને શ્રી શંકરરાવ દેવને ઘણા સખ્ત આઘાત લાગ્યો અને પરિણામે ઘણા લાંબા સમય તેમણે લગભગ નિષ્ટ દશામાં પસાર કર્યો. ઘણેખર સમય તેમણે શ્રી પ્રેમાબહેન કંટકની સંભાળ નીચે સાંસવડે આશ્રમમાં ગાળ્યો. ધીમે ધીમે તેમણે શારીરિક–વિશેથત: માનસિક-આરોગ્ય-સ્વાથ્ય પ્રાપ્ત કરવા માંડયું, જાણે કે બુઝાયલી ન હોય એવી તેમની ચેતના પુન: પ્રજજવલિત થવા લાગી. આ દરમિયાન દોઢેક વર્ષ પહેલાં તેમને આબુમાં મળવાનું બનેલું.
તાજેતરમાં ગયા જુલાઈ મહિનામાં તેઓ મુંબઈ આવેલા ત્યારે તેમને ફરીથી મળવાનું બન્યું અને તેમની સાથે આશરે એક કલાક સુધી આજની રાજકીય પરિસ્થિતિ તથા ચાલી રહેલા સર્વોદય આન્દોલન વિષે ચર્ચા થઈ અને તેમનામાં પહેલાના શંકરરાવ દેવ પુનર્જીવિત થઈ રહ્યા હોય એ આનંદ તેમની સાથેના આ મિલનથી મને થશે. ત્યાર બાદ ઑગસ્ટ માસની શરૂઆતમાં તેમના તરફથી એક લાંબો ટાઈપ કરેલે પત્ર મને મળ્યું. એ પત્રમૂળ મરાઠીમાં છે તેને ગુજરાતી અનુવાદ અમુક સંક્ષેપપૂર્વક સૌ. મૃણાલિનીબહેને કરી આપ્યો, જે નીચે પ્રગટ કરતાં હું ખૂબ પ્રસન્નતા અનુભવું છું. આ પત્ર તેમના માનસિક સ્વાથ્યની પુનઃપ્રાપ્તિને ધોતક છે.' . શ્રી શંકરરાવ દેવ આજે પણ સાંસવડ આશ્રમમાં જ રહે છે; શરીર ઉપર હવે વૃદ્ધત્વની સારા પ્રમાણમાં અસર દેખાય છે, પણ માનસિક રીતે તેઓ પૂરા સ્વસ્થ અને જાગૃત બન્યા છે અને તેમનું ચિન્તન પણ વેગપૂર્વક ચાલી રહ્યું છે.
પરમાનંદ) ' ' સર્વોદય વિચારધારાનું સન્મ સ્વરૂપ
તા. ૧લી જુલાઈના પ્રબુદ્ધ જીવનમાં ‘અણુવ્રતવિચારધારા : સર્વોદય વિચારધારાના સંદર્ભમાં” આ વિશે આપે પ્રકીર્ણ નોંધમાં જે લખ્યું છે તેમાંના કેટલાક મુદ્દાઓ પ્રત્યે આ૫નું હું ધ્યાન ખેંચવા ઈચ્છું છું.'
- ' નિધિમાં આપે છેલ્લે લખ્યું છે “આચાર્ય તુલસી વ્યાપક પ્રશ્નને વિચાર ગંભીરતાથી કરે છે–અને એમાં જયારે કોઈ અધિકારી વ્યકિત-
' 'આ ચર્ચાદ્રારા આJવ્રતી વિચારધારા અને ગાંધી-વિનેબાના વિચારો વચ્ચે ભેદ સ્પષ્ટ થાય છે એ બરાબર, છતાં આચાર્યશ્રીનાં કેટલાંક વિધાનથી ‘સર્વોદયવિચાર આવ્યવહારુ છે.’ એવી કાંઈક છાપ પડે છે–એમના મનમાં એ હેતુ ના પણ હોય–અને આ ચર્ચામાં સર્વોદય વિચાર અને સાધન બાબતે વિરતારથી વિચાર થાય એવી અપેક્ષા પણ નથી, છતાં એ વિશે કોઈ પણ ગેરસમજુતી થઈ શકે એવી સંભાવ્યતા ટાળવા માટે આ લખું છું. ' . '
- આચાર્યશ્રી કહે છે તેમ મહાવ્રતી હૃદયપરિવર્તનદ્રારા અન્યાય દૂર કરવાનો પ્રયત્ન કરે છે, છતાં વ્યવસ્થાને પણ માન્ય રાખે છે. અણુવ્રતી. પોતે આક્રમણ ના કરે પણ એના પર કોઈ આક્રમણ કરે તે એ પ્રતિકારને નિષેધાણં નહીં માને. એવા પ્રતિકારમાં શસ્ત્રોને ઉપયોગ કરવો પડે એ હિંસા છે. પ્રતિકારાત્મક પ્રક્રિયાને અહિંસાત્મક માનવી એ ભ્રમ છે. વળી વ્યકિત આદર્શોનું પૂર્ણાશે પાલન કરી શકે, રાષ્ટ્ર અથવા સમાજને માટે એ શકય નથી. રાષ્ટ્ર પાસે સૈન્ય ના હોવું જોઈએ એવી સર્વોદયની માન્યતા હોઈ શકે, પણ અણુવ્રતી. વ્યવહારની દષ્ટિએ જુએ છે. સર્વોદય શાસનવિહીન સમાજની કલ્પ નામાં રાચે છે ત્યારે અણુવ્રતી વ્યવસ્થાપ્રધાન સમાજને આદર્શ રાખે છે. મહાવ્રત એ સમાજ માટે નથી, 31 માટે છે. લાખોમાં એકાદ બે જ મહાવ્રત સ્વીકારે છે. મહાવ્રતી પદયાત્રા કરે, સમાજ ના કરી શકે. મહાવ્રતીની ક્રિયામાંથી સમાજને પ્રેરણા મળે. એવી પ્રેરણા વડે લોકો સમાજમાં રહી શુદ્ધતા સાચવી શકશે. અણુવ્રત આંદોલન વડે સાધુઓ, મુનિ અને ગૃહસ્થને એકબીજા સાથે સાંધે એવી કડીઓ નિર્માણ થશે અને અત્યાર સુધી એવી કેટલીક વ્યકિતઓ તૈયાર થઈ પણ છે. અણુવ્રત વિષેની ચર્ચામાં આ મુદ્દાઓ મુખ્યત્વે ચર્ચાયા છે.? ' ' , ' , , , ,
અન્યાયી વ્યકિતનું મહાતી હૃદયપરિવર્તન કેવી રીતે કરે એ અહીં સ્પષ્ટ રીતે કહ્યું નથી. સામાન્ય ગૃહસ્થ હૃદયપરિવર્તન કરી શકે એવું એ માનતા હશે એવું લાગતું નથી. કારણ પ્રતિકાર માટે ગૃહસ્થને શસ્ત્ર વાપરવું પડે, તેનું તેઓ સમર્થન કરે છે, અને