SearchBrowseAboutContactDonate
Page Preview
Page 2
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૮ આવી ગયાં. એ બેના સહવાસ એટલે સાહિત્ય સંગીત-કલાવિનેદના જીવંત સહવાસ. સંયોગવશાત એ જ સમયે આવ્યા હતા શ્રી. ગંગાશરણપ્રસાદ સિન્હા. ગંગાબાબુની અભિજાત રસિકતા, વિનોદશુકિત તથા રાજનૈતિક ક્ષેત્રની સેવાના અગણિત અનુભવોના આ વખતે પરિચય થયો. રાત વહી જતી અને દિવસ દાડયે જતા, પણ અમારી મહેફિલનો રંગ જામેલા રહેતા. કેટલું લખું? ઑગસ્ટમાં દાદા ( ધર્માધિકારી) આવ્યા, સાથે રહ્યા. પ્રભા મરચન્ટ, ડૉ. નિર્મલ ચૌધરી, પાર્વતી ધવન, પ્રભા ચૌધરી વિગેરે સખીએ આવી. સાથે રહી અને ગઈ. આપ આવ્યા હતા. આપ સર્વેએ સ્નેહવર્ષા વરસાવીને મને અનંત શકિતનું પ્રદાન કર્યું. ભલેને બહુ થોડા સમય માટે, આવ્યા હતા પરમમિત્ર વસુભાઈ તથા ચંદ્રાબહેન પારેખ, જેમની સાથેની મારી મૈત્રી પુરાણી હોવા છતાં નિત્યુનૂતન રહી છે. રાજસ્થાન સેવક સંઘની શિબિરના નિમિત્તે આવ્યા હતા સર્વી ગોકલભાઈ, સિદ્ધરાજજી, પૂર્ણચંદ્ર જૈન, કૃષ્ણરાજ મહેતા વગેરે સર્વ પુરાણા સાથી પ્રેમપૂર્વક મળ્યા. કારણવશ આવ્યા હતા અકબરભાઈ - મદીનાબહેન અને અમે ખૂબ મળ્યા, ભજન ગાયાં, મજા લૂંટી. પ્રબુદ્ધ જીવન દેશની અદ્યતન પરિસ્થિતિ વિષે આમ આ બધી મધુર ઘટનાઓ બનવા છતાં, આખા સમય મારૂં ચિત્ત ભારે રહ્યું, જે દિવસે (તા. ૨૪-૧૨-૬૪) મુંબઈમાં પગલાં માંડયાં તે દિવસથી ભારત છેડયું. તે દિવસ સુધી (તા. ૧૯-૧૦-૬૫)ની ક્ષણ સુધી ચિત્ત ઉપર બોજો રહ્યો ભારતની કુલ પરિસ્થિતિ અંગે વિશેષ ઉલ્લેખનીય છે કાશ્મીર સમસ્યા. ૧૯૬૫ના જુલાઈ માસમાં કાશ્મીર જવાનું બન્યું. અનેક લોકોને મળવાનું બન્યું. કેટલાંય ગામામાં ઘૂમવાનું બન્યું. હું ત્યારે સમજી ગઈ હતી કે કાશ્મીર સમસ્યાને એક જાગતિક પ્રશ્ન બનાવવામાં ઘણા લોકો વ્યસ્ત છે, વ્યગ્ર છે. મારી સમજમાં આવી ગયું હતું કે કોઈ ને કોઈ એક દિવસે ભારત સરકાર તથા કાશ્મીરી જનતાના નેતાઓ સાથે, એક સાથે બેસીને, આ સમસ્યાનો ઉકેલ લાવવા જ પડશે. આજ પણ મારા ખ્યાલ છે કે જેટલું જલ્દિથી આ કરવામાં આવે એટલું એ કાશ્મીરી જનતા, ભારત સરકાર તથા પાકિસ્તાની જનતાના વધારે હિતમાં હશે. પાકિસ્તાનને, યુનાઈટેડ સ્ટેટ્સ ઑફ અમેરિકાને તેમ જ અન્ય દેશને આપણે જરૂર કહીએ કે, ‘Hands off’ – ‘કાશ્મીરની બાબતથી દૂર હઠો' પણ જ્યાં સુધી કાશ્મીરી જનતાના સવાલ છે, તે અંગે તે લોકોને પૂરું આશ્વાસન મળવું જોઈએ, તેના નેતાઓની આપણે ઈજજત કરવી જોઈએ, તેમના પ્રત્યે આદરપૂર્વક જોતાં થવું જોઈએ. હું અહિં અહિંસાની બાબત આગળ વરતી નથી. માનવતાના હક્કમાં, એછામાં આછું આપણે શેખ સાહેબ, મૌલાના મસૂદી જેવા સમજપૂર્વક વર્તવાવાળી વ્યકિતઓ સાથે વાતચીત તે શરૂ કરીએ. આટલું જરૂર કરવું ઘટે છે. કાશ્મીરની બાબતમાં ભારતીય જનતાને સાચી હકીકતોની બહુ ઓછી જાણકારી મળે છે. ખેર ! ઑગસ્ટમાં કાશ્મીરમાં ધ્રુસપેઠ થઈ. પ્રતિકારાત્મક લડાઈનું પગલું ભારત સરકારને અનિવાર્યપણે ભરવું પડયું. કિન્તુ વિવશ બનીને લડવાવાળાની મનોવૃત્તિમાં હાય છે સંયમ. આ આંશિક લડાઈની, આંશિક સફળતાની ખબરો જ્યારે લોકસભામાં સંભળાવવામાં આવતી હતી, ત્યારે જે વાતાવરણ પેદા થતું હતું, જે તાળીઓ ઉચ્છ્વ ખલતાપૂર્વક પાડવામાં આવતી હતી, એ બધું કં ઈક બીજી જ બાબતનું ઘોતક હતું. આજે તો દેશ યુદ્ધની મઝધારમાં છે. એમ છતાં મારી જેવી અનેક વ્યકિતએ હશે કે જેમને આ હકીકતથી ગંભીર વેદના થતી હશે કે ૧૮ વર્ષ દરમિયાન ભારત-પાકિસ્તાન વચ્ચે સુલેહ થઈ ન શકી, કાશ્મીરની સમસ્યાનો ઉકેલ શાન્તિથી નીકળી ન શકયા. આપણું સદ્ભાગ્ય છે કે શ્રી લાલબહાદુર શાસ્ત્રી જેવા જાગૃત બુધ્ધિ ધરાવતા મગજવાળી વ્યકિતના હાથમાં આજે ભારતનું નેતૃત્ત્વ છે. કુદરતની કૃપા છે કે આજ સુધી વિનાબા જ્યપ્રકાશ મૌલાના મસૂદી જેવા લાકનેતા દેશની સેવામાં ઉપલબ્ધ છે. સંભાળીને ચાલવાનો અવસર આજે પણ છે. તા, ૧૧-૯૬ નિરપેક્ષ સહજીવનને મૌલિક અર્થા ભારતના ખૂણે ખૂણે સમજાવવાવાળા દીપાંભાની, ચાતરફ ફરતા હરતા પ્રેમદૂતોની નીતાંત આવશ્યકતા છે. સામાજિક જીવનમાં બંધુતા, પરસ્પર વિશ્વાસ તેમ જ આદરની જ્યોતિ ફરીથી પ્રગટાવવાની આવશ્યકતા છે. મને આશા છે કે આ તરફ જાગરૂક નાગરિકોનું ધ્યાન કેન્દ્રિત બનેલું રહેશે. આ નાની સરખી લડાઈના કારણે જનતામાં રાષ્ટ્રીય એકતાની ભાવના જાગી ઉઠી છે; ઝગડા ઊભા કરવાની, લોકોને ભડકાવવાની વૃત્તિ મંદ પડી છે; આ એક લાભ થયો છે. આ પરિસ્થિતિમાં ધર્મ ગમે તે કારણથી પણ, ભારતને અન્ન - સ્વાવલંબનનું મહત્ત્વ પ્રતીત થવા લાગ્યું છે એ એક શુભ લક્ષણ છે. કેટલું સારૂં થાત જો ભારતના નેતાએ શ્રી વિનાબાજીનો પોકાર ૧૯૫૧માં સાંભળ્યો હોત, જે આર્થિક સંયોજનની બુનિયાદ વિનાબાજીની સૂચના અનુસાર રાખવામાં આવી હોત? તટસ્થતાની નીતિ અને આર્થિક ક્ષેત્રમાં દયાજનક પરાવલંબન—આ આન્તરવિરોધ મટાડવા માટે વિનાબાજી વારંવાર ઉર્ધ્વબાહુ થઈને પોકાર કરતા રહ્યા છે. તેમનું ભૂદાન - ગ્રામદાન—આન્દોલન આ દિશામાં એક અદ્ભુત પ્રયાસ રહ્યો છે. પણ કોણ સાંભળે છે? આજે પણ રાજ્યસરકાર તેમ જ કેન્દ્ર સરકાર કૃષિકેન્દ્રિત અર્થયોજના એટલે કે ગ્રામદાનપ્રેરિત ભૂમિવ્યવસ્થાના શીઘ્રાતિશીઘ્ર સ્વીકાર કરશે તે અન્નસ્વાવલંબન ઉપલબ્ધ થશે, એટલું જ નહિ પણ, ગંભીર આન્તરવિરોધ મટશે. અરે ચીનના વૈચારિક આક્રમણના એક સશકત સમર્પક જવાબ દુનિયાની સામે રજુ કરી શકાશે. ૧૯૬૭માં ભારતમાં ચૂંટણી આવશે. જે નાગરિકો એમ ઈચ્છતા હાય કે દેશમાં જનતંત્રાત્મક ધર્મનિરપેક્ષ રાજ્યવ્યવસ્થા કાયમ રહે, તેમણે આજથી સજાગ બનીને જોવાનું રહેશે કે સંપ્રદાયવાદી લોકો દેશભકિતના નામ ઉપર ચૂટણીમાં જનતાને ભ્રમિત ન બનાવે. જ્યાં સુધી અમુક એક રાજનૈતિક પક્ષ સત્તા ઉપર છે, ત્યાં સુધી દેશમાં એક સશકત વિરોધી પક્ષનું હાળું અનિવાર્ય છે. એ વિરોધી પક્ષ સાંપ્રદાયિક ન હોય, કોઈ પણ અર્થમાં પ્રતિક્રિયાવાદી ન હાય, એ જોવાની જવાબદારી સાવધાન નાગરિકોની છે. આપ મારા વિચાર જાણવા ઈચ્છા છે. તેથી આ બધું હું લખી રહી છું. યુરોપ ખાતેની પ્રવૃત્તિ અહિંના મારો કાર્યક્રમ શરૂ થઈ ચૂકયા છે. આમસ્ટરડામમાં એક ‘પ્રોગ્રેસીવ ગ્રુપ’ છે, જેમાં સાહિત્યિક, કલાકાર, આધ્યાત્મપ્રેમી, સંગીતજ્ઞ લોકો મહિનામાં બે વાર એકઠા થાય છે, ચર્ચા કરે છે. આ ગ્રુપમાં મારી બે સભા થઈ. ચર્ચાવાર્તાલાપની એ સભા હતી. હોલેન્ડની ફ્રેન્સ ખ્યાતનામ અભિનેત્રી હરમ (Hens Hermus ) મારી સભાઓમાં બે વર્ષથી બરોબર આવે છે. તેણે ચર્ચા ચલાવી. સવાલ લખી લાવી હતી: એકાગ્રચિત્ત શું છે? ધ્યાન શું છે? ધ્યાનાવસ્થાના સત્ય અને પ્રેમ સાથે સંબંધ શું છે? બાકીના શ્રોતાઓ પણ સવાલ ઉપસ્થિત કરતા હતા. આ ચર્ચા આપે સાંભળી હાત તો આપ જરૂર ખૂબ પ્રસન્ન થયા હોત. આવતી કાલે હું અમર્સફોર્ટ (Amersfort ) જઈ રહી છે. ત્યાંના ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયુટ ઑફ ફીલેસેલ્ફીમાં સપ્તાહના અતે એક પરિષદ ગાઠવવામાં આવી છે. વિષય છે Encounter with the unconscious—અજાગ્રત મનની આલોચના. લગભગ ૧૨૫ વ્યકિતએ મારી સાથે શિન-રિવ પસાર કરશે. પ્રવચન બાદ ચર્ચા ચાલશે. સાથે ભાજન પણ હશે. સાથે સાથે હળવી વાતો પણ ચાલશે. એવી જ એક સપ્તાહના અતે પરિષદ હશે બિલ્થોવનના ઈન્ટરનેશનલ ઈન્સ્ટીટયુટ ઑફ સાઈકોલાજીમાં. ત્યાં ૧૦૦ ભાઈ બહેન મારી સાથે બે દિવસ પસાર કરશે. યુટ્ચના ઈન્ટરનેશનલ યોગ એસસીએશનમાં એક એવી જ પરિષદ મળશે. બિલ્થેાવનમાં વિષય રાખ્યા છે. The mutations of the mind ---માનવીચિાના પર્યાયો. યુદ્રે ચટમાં વિષય છે યાગનું હાર્દ, આ પરિષદોમાં ભાગ લેવા માટે બેલ્જિયમ, લગ ઝબર્ગ, નવે વગેરે દેશામાંથી શ્રોતાઓ આવે છે. હાલ ન્ડના વિભિન્ન ભાગામાંથી તે શ્રોતાઓ આવતા જ હોય છે. હેગમાં વર્લ્ડ ફેડરેશન ઑફ બ્રધરહૂ ડ મારફત એક પરિષદ છે, જેમાં The Psycological Content of International Co-operationઆન્તર રાષ્ટ્રીય સહકારનું મનોવૈજ્ઞાનિક રહસ્યએ વિષય ઉપર મારું ભાષણ થશે. હેગમાં પણ સૂફી સેન્ટરમાં સૂફિયાની પરિષદમાંThe Enigma of Time—‘કાળનો કોયડો'–એ વિષય ઉપર
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy