________________
૧૮૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૧-૬૬
શાંતિની સ્થાપના થાય. આ બે દેશો વચ્ચે ફરીથી યુદ્ધ ન થવું જોઈએ, કારણ કે તેથી વિશ્વશાંતિ જોખમાય છે, એટલું જ નહિ પણ, તેથી ચીન ફાવી જશે– એમ વિચારીને દુનિયાના બીજા બધા દેશો આપણી અને પાકિસ્તાન વચ્ચે સુલેહશાંતિ થાય એમ ઝંખી રહ્યા છે, પણ પરિસ્થિતિ એટલી બધી ગૂંચવાયેલી અને rigid છે કે તેમાંથી માર્ગ કેમ નીકળે, શું નીકળે તેની આજે કોઈ કલ્પના આવતી
નથી.
આજે રશિયાની પ્રેરણા અને પરિશ્રમથી તાત્કંદ ખાતે દેશના મુખ્ય પ્રધાન અને પ્રતિનિધિઓ આ મડાગાંઠ ઉકેલ લાવવા એકઠા થયા છે. આમ બે દેશના નેતાઓને રશિયા એકત્ર કરી શકયું. એ રશિયાને ભારે માટે વિજય ગણાય. આ યશ રશિયાને મળે, પણ આમ બનવામાં અમેરિકાએ પણ મહત્ત્વનો ભાગ ભજવ્યું હોય એમ અનુમાન થાય છે. અમેરિકાએ અટ્યુબખાનને સ્પષ્ટપણે જણાવી દીધું હોય એમ લાગે છે કે યુદ્ધ કરવું હોય તો આર્થિક કે લશ્કરી મદદ નહિ મળે. જો કે કાશ્મીરના પ્રશ્ન ઉપર અમેરિકાને તેમ જ બીજા દેશોને અભિપ્રાય આપણા વલણ અને અભિગમથી જુદો છે, એમ છતાં પણ, બન્ને દેશો વચ્ચે યુદ્ધ ન થાય એ જોવા અમેરિકા ઈન્તજાર છે.
વળી કાશ્મીરના પ્રશ્ન અંગે આપણું વલણ અત્યન્ત મક્કમ રહ્યું છે તે કારણે તેમ જ યુદ્ધમાં ભારતના સૈન્ય જે કામ કર્યું તે કારણે પહેલાં બીજા દેશમાં જે ભારતવિરોધી વલણ હતું તેમાં ઘણો ફરક પડયો છે. અમેરિકાનું વલણ તો મૂળથી ભારતવિરોધી નહિ પણ તટસ્થ હતું, જ્યારે બ્રિટનનું વલણ ભારતવિરોધી અને પાકિસ્તાનપક્ષી હતું. એમ લાગતું હતું કે બ્રિટનનાં વલણમાં થોડો ફેરફાર પડયો છે. વનના છેલ્લા પત્ર ઉપરથી એમ લાગે છે કે બ્રિટિશ પ્રજાના વલણમાં કાંઈ ફેર પડયો હોય કે નહિ, પણ વીલસનનું ઘણું ખરાબ વલણ છે. યુદ્ધ દરમિયાન અને ત્યાર બાદ આજ સુધીમાં ભારતમાં જે રાષ્ટ્ર વ્યાપી એકતા જેવા - અનુભવવા મળી છે તેની દુનિયાના દેશે ઉપર ઊંડી છાપ પડી છે. - આજે આપણા દેશમાં અન્ન અંગેની જે તંગ પરિસ્થિતિ પ્રવર્તે છે તેને હળવી કરવાની દિશાએ અમેરિકાએ આપણને ૧૫૦ લાખ ટન અનાજ પૂરું પાડવાની અને જરૂર પડે તો તે હવાઈ માર્ગે પહોંચતું કરવાની જે તૈયારી દાખવી છે તે ભારતમાં અમેરિકા ભારત વિરોધી છે એવી જે કાંઈ આછીપાતળી છાપ છે તે ભૂંસી નાખવાના પ્રયત્ન રૂપ હોય એમ લાગે છે. આ ઉપરથી અનુમાન થાય છે કે આપણને જો કે લશ્કરી સહાય અમેરિકા તરફથી નહિ મળે, પણ આપણને આર્થિક સહાયનું તેણે જે વચન આપ્યું છે તેમાં ઘટાડો નહિ થાય. અલબત્ત, ભારત-પાકિસ્તાન વચ્ચે પાકી સુલેહ થાય તે પછી જોઈતી બધી સહાય મળવામાં પણ વાંધો નહિ આવે.
આજે તાશ્કેદમાં ચાલી રહેલી વાટાઘાટેનું શું પરિણામ આવશે તે કહી શકાય તેમ નથી. હું એમ માને છે કે અયુબખાન અને લાલબહાદુર શાસ્ત્રી સમાધાનને માર્ગ કંઈ નીકળતું હોય તે કાઢવાના પ્રમાણિક આશયથી ત્યાં એકઠા થયા છે. પ્રારંભના ત્રણે પ્રવચનેરશિયાના મુખ્યપ્રધાન કોસિજન અને શાસ્ત્રીજી તથા અયુબખાનનાં -ઉદાત્તતાથી ભરેલાં હતાં. આપણા તરફથી ‘no war paet'કરવાની દરખાસ્ત મૂકવામાં આવી છે. અયુબખાન કાશ્મીરની મડાગાંઠ
ઉકેલવાની દિશાએ કાંઈક નિશ્ચિત પગલાની માગણી કરે છે. કાશ્મીર * ભારતમાં બધી રીતે સંલગ્ન હોઈને તે બાબત આ ચર્ચામાં તદ્દન
અપ્રસ્તુત છે એમ આપણું કહેવું છે. આ ઊંડી ગૂંચને કાંઈ નિકાલ • આવે છે કે કેમ તે જોવાનું રહે છે.
આ બૃહત મિલન પાસેથી બહુ આશા રાખવાને કોઈ કારણ નથી. શસ્ત્રવિરામ સ્થાયી થાય અને લશ્કર પાછાં હઠાવવાની દિશાએ
કોઈ નક્કર, નિર્ણયો લેવાય અને વાતાવરણ સુધરે. આથી વધારે પરિણામની આશા રાખી શકાય નહિ.
ટી. ટી. કૃષ્ણમચારીનું રાજીનામું : આ રાજીનામાના અનુસંધાનમાં જે વિગતો બહાર આવી છે તે જોતાં આ રાજીનામું અને તેને સ્વીકાર અનિવાર્ય હતો એમ લાગે છે. શ્રી કૃષ્ણામાચારીના નિવેદન ઉપરથી સ્પષ્ટ થાય છે કે કેબિનેટના બીજા સાથીઓ સાથે તેમને મેળ નહોતે, કેટલાક રાજ્યના મુખ્ય પ્રધાને સાથે પણ વિચાર - વલણના મેળને અભાવ હતો. પાર્લામેન્ટના ૧૧ સભ્યોએ કૃષ્ણમાચારી વિરુદ્ધ જે નિવેદન રજૂ કર્યું તે સંબંધમાં લાલબહાદુરજીએ પોતે જ નિર્ણય લેવો જોઈએ-- એ બાબતમાં કોઈ બીજી વ્યકિતની તેઓ સલાહ માગે અને તે સલાહ આપે– એ યોગ્ય નથી – આ ટી. ટી. કે. નો આગ્રહ વજદવિનાને છે એમ હું નહિ કહું. સંભવ છે કે ટી. ટી. કે. ને શાસ્ત્રીજી છટા કરવા માગતા હોય; અને તેથી ‘કાં તે મને clean certificate આપે, નહિ તે હું છૂટે થાઉં છું એવા અલ્ટીમેટમને જવાબ શાસ્ત્રીજીએ તેમને છુટા કરવામાં આપ્યો. આ મુદ્દા પર શાસ્ત્રીજીએ આવી મક્કમતાથી પગલું લીધું અને તે પણ તત્કાલ–આથી તેમના પ્રભુત્વમાંstatureમાં-ઘણો વધારો થયે છે.
ટી. ટી. કે. ની જગ્યાએ જે નવા અર્થસચિવની નિમણુંક કરી તે ભારે આશ્ચર્ય પમાડનારી છે. આથી વિશેષ તેમના વિશે અત્યારે કહેવાપણું રહેતું નથી.
પૂરક નેધ: આ વ્યાખ્યાન અપાયું ત્યારે તાશ્કેદ મંત્રણાઓ ચાલતી હતી. ત્યાર પછીના બે દિવસ જે સમાચાર આવ્યા તે ઘણા નિરાશાજનક હતા અને મંત્રણાઓ લગભગ તૂટી પડી છે એવી છાપ પડી હતી. પણ આશ્ચર્યજનક રીતે ત્યાર બાદ અત્યારના સંજોગોમાં સંતોષકારક કહી શકાય તેવું સુખદ સમાધાન થયું, તેને યશ જેટલે શાસ્ત્રીજી અને અયુબખાનને જાય છે તેટલે જ, કદાચ તેથી વિશેષ પણ, કોસિનની ધીરજ, કુશળ મુત્સદીગિરી અને ખંતને જાય છે. તત્કાળ યુદ્ધને ભય નિવારી શકયા છીએ અને બન્ને દેશો વચ્ચેના સંબંધ ધીમે ધીમે સુધરશે એવી આશા બંધાઈ છે. યુદ્ધવિરામ કાયમ કરવું, લશ્કરો પાંચમી ઓગસ્ટની સ્થિતિ ઉપર પાછા ખેંચી લેવા, રાષ્ટ્રસમૂહના માળખામાં રહી, શાન્તિમયમાર્ગે જ બધા પ્રશ્નોને નિકાલ લાવ, વ્યાપાર અને આર્થિક સંબંધો શરૂ કરવા, હાઈ કમીશનર મેકલવા, લડાઈના કેદીઓ, એક બીજાની મિલ્કતને કજે કરી છે તેની વિચારણા, પરસ્પર વૈમનસ્ય વધે તે પ્રચાર અટકાવ, ઉચ્ચ કક્ષાએ વખતોવખત મંત્રણાઓ કરવી–આ બધી બાબતોને આ સમાધાનમાં સમાવેશ થાય છે. બન્ને દેશની પ્રજાઓનું હિત અને વિશ્વશાન્તિ લક્ષ્યમાં રાખી, એ સંયુકત જાહેરાત જાઈ છે. તેમાં રશિયાને મોટો વિજય છે, તેમ જ ભારત - પાકિસ્તાન માટે અત્યંત હિતકારક છે. પાંચમી ઓગસ્ટની સ્થિતિ ઉપર લશ્કર પાછા ખેંચવા તેથી હાજીપીર પાસ, તીથલાલ અને કારગીલનાં સ્થાને આપણે છોડવા પડશે, પણ એમાં એ વિશ્વાસ રહ્યો છે કે હવે ફરી સશસ્ત્ર સંઘર્ષ થવાને નથી, આ સમાધાનમાં રાષ્ટ્રસમૂહ-યુનાઈટેડ નેશન્સ – ના ઠરાવનું સમર્થન થયું છે અને ભવિષ્યને દોરે રાષ્ટ્ર સમૂહના હાથમાં, રહે છે. આ સંયુકત નિવેદનને પ્રમાણિક અમલ થાય તે બન્ને દેશે. મોટા સંકટમાંથી બચી જાય અને એશિયા અને દુનિયાની શાંતિમાં અસરકારક ફાળો આપી શકે.
આ સુખદ સમાચાર મળે તે સાથે જ દેશ ઉપર વ્રજાઘાત પડશે. શાસ્ત્રીજીનું અકસ્માત તાર્કંદમાં જ અવસાન થયું. વિધિની કેવી વિચિત્રતા! મંત્રણા સફળતાપૂર્વક અને દેશની પ્રતિષ્ઠા પૂરી રીતે જાળવીને પૂરી કરી, જાણે પોતાની જીવનલીલા શાસ્ત્રીજીએ સમાપ્ત કરી લીધી!
ચીમનલાલ ચકુભાઈ શાહ