________________
તા. ૧-૮-૬
પ્રભુ
મિત રૂપે ઓછામાં ઓછું અઠવાડિયે એક વાર મળે, અઠવાડિયાના કામના અહેવાલ આપે, પછીના અઠવાડિયાના કામની યોજના બનાવે, પેાતાની આસપાસ કર્યાંક અશાંતિ થવાનો સંભવ દેખાતો હોય તે તેને રોકવાનો પ્રયત્ન કરે, કંઈક સ્વાધ્યાય, કંઈક સેવાકાર્ય, કંઈક રમતગમત, વ્યાયામ વગેરે કરે.
શાંતિકેન્દ્રના ત્રણ મુખ્ય કામ ગણાય છે: સેવા, સ્વાધ્યાય અને શ્રામ. દેશમાં જુદે જુદે ઠેકાણે પરિસ્થિતિ મુજબ શાંતિકેન્દ્રના જુદી જુદી જાતના કાર્યક્રમે આ ત્રણ મુખ્ય મુદ્દાને આધારે બને છે.
આખા દેશનું શાંતિસેનાનું કામ અખિલ ભારત શાંતિસેના મંડળ કરે છે. મંડળની નિમણુંક સર્વ સેવા સંઘના અધ્યક્ષ કરે છે.
મંડળના કાર્યક્રમ ૩ વર્ષના છે. ૧૯૬૨થી . ભા. શાંતિસેના મંડળના અધ્યક્ષ તરીકે શ્રી જ્યપ્રકાશ નારાયણ અને મંડળના મંત્રી તરીકે આ લેખના લેખક કામ કરે છે. મંડળની જવાબદારીઓમાં દેશની શાંતિ માટેના તમામ કાર્યક્રમા ઉપરાંત શાંતિસૈનિકોને તાલીમ આપવી, શાંતિસેના અંગેનું સાહિત્ય પ્રકાશિત કરવું અને દેશના સીમાક્ષેત્રા ઉપર શાંતિસેનાનાં કેન્દ્રો ચલાવવાં એ મુખ્ય છે. ભારતીય શાંતિસેનાના સેનાપતિ આચાર્ય વિનોબા ભાવે છે.
દેશમાં આજે ૧૨,૨૪૨ શાંતિસૈનિકો અને ૧,૦૦૫ શાંતિકેન્દ્રો છે. શાંતિસેનાના સંચાલનનું તમામ ખર્ચ લાકોનાં દાનમાંથી જ નીકળે છે. દેશના ૧૨ હજાર શાંતિસૈનિકો પૈકી મોટા ભાગના આંશિક સમયના કાર્યકર્તા છે અને પોતાના નિર્વાહ તે બીજી કમાણીમાંથી મેળવે છે. એટલે નિર્વાહખર્ચ શાંતિસેનાને ભાગવવા પડતા નથી. દરેક પ્રદેશમાં સર્વોદય મંડળા પેાતાના બજેટમાં શાંતિસેનાના ખર્ચ સારું. પણ જોગવાઈ રાખે છે. સરહદી વિસ્તારોમાં
સરહદી વિસ્તારોનાં શાંતિકેન્દ્રોમાં કામ કરનારા શાંતિસૈનિકો પૂરા સમયના કાર્યકર્તા છે. એમના ખર્ચ સીમાક્ષેત્રના કામ સારું સ્થાપવામાં આવેલી સમન્વય સમિતિ કરે છે. આ સમિતિને ગાંધી સ્મારક નિધિ, કસ્તૂરબા ટ્રસ્ટ વગેરે સંસ્થાઓ પાસેથી પૈસા મળે છે.
સરહદી વિસ્તારમાં શાંતિસેનાના કામના ઉદ્દેશ નીચે મુજબ છે: (૧) સરહદી વિસ્તારોના લોકો સાથે રાષ્ટ્રના બીજા ભાગના લોકોની એકાત્મતામાં વૃદ્ધિ, (૨) સરહદી વિસ્તારના લોકોની સઁવા, (૩) એમનામાં આક્રમણ પ્રસંગે અહિંસક પ્રતિકારની શકિત ખીલવવી, (૪) સરહદી વિસ્તારોમાં એવું રચનાત્મક કામ કરવું કે જેથી મિત્રતાની ભાવના સરહદોની પેલે પાર પહોંચે.
આ ઉદ્દેશાને પૂરા કરવા સારુ કાર્યક્રમ પરિચય, સેવા અને લોકશિક્ષણનો છે.
આસામમાં સુમેળ
- આસામમાં ૧૯૬૨ના ડિસેમ્બર માસથી શાંતિસૈનિકોએ કેન્દ્ર જમાવ્યાં છે. ત્યાં કામરૂપ, ઈરંગ, ઉત્તર લખીમપુર અને શિવસાગર જિલ્લાઓમાં કામ કેન્દ્રિત કરવામાં આવ્યું છે. ત્યાંનું કામ મુખ્યત્વે ગ્રામદાન આંદોલનની મારફતે ચાલે છે. અત્યારે આસામમાં હજાર · કરતાં વધારે ગ્રામદાન થયાં છે. એનાથી લાકશકિત જાગૃત થઈ રહી છે. આ આદેાલનનું એક સુપરિણામ એ આવ્યું છે કે જ્યાં પહેલાં આસામી - બંગાળી રમખાણો થયાં હતાં ત્યાં આજે એમની વચ્ચે મેળ થઈ ગયો છે. લાકશિક્ષણ-પ્રવૃત્તિમાં ઠેરઠેર ગામલાકોના શિબિરો ભરી તેમને ચાલુ પરિસ્થિતિ અંગે સમજ આપવાનું કામ ચાલે છે. ગ્રામદાની ગામેાએ પોતાના સંઘ રચી ગામના નિર્માણના કામની જવાબદારી પોતાને માથે લીધી છે.
ચીની આક્રમણ પછી તરત જ ત્યાં શાંતિસેના મંડળના અધ્યક્ષ અને મંત્રી પ્રવાસ કરી આવ્યા. વડાપ્રધાન પંડિત નહેરુએ જાતે મંડળના મંત્રીને સૂચવ્યું હતું કે, “નેફામાં તમારું કામ્ કેમ શરૂ નથી કરતા?' ત્યાંના કામ અંગે મંડળના મંત્રીએ એક યોજના તૈયાર
જીવન
૬૯
કરી. ૧૫મી ઓકટોબર ૧૯૬૩થી નેફામાં શાંતિસેનાનું કામ શરૂ થયું. સરહદી વિસ્તારોના કેટલાક અનુભવા જાણવા જેવા છે. નેફાના સુબંસિરીક્ષેત્રના મુરિમુગલી કેન્દ્રના કામની અસર ગામડાંના લોકો ઉપર એવી સારી પડી છે કે એમણે જાતે શાળા, છાત્રાલય, શિક્ષકનિવાસ, ઉઘોગઘર, ગ્રામસાંસ્કૃતિક કેન્દ્ર વગેરેનાં મકાનો બાંધી આપ્યાં છે અને આસપાસનાં નવ ગામની પંચાયતે ભણતાં બાળકોની ખાઘાખોરાકીના પૂરો ભાર પોતાને માથે લઈ લીધા છે. જીવનની ઘણીખરી બાબતો માટે સરકાર તરફ તાકનારી પ્રજાને સારુ આ મોટુ પરાક્રમ કહેવાય.
લાંચ " અને તારાજી અટકી
આસામના કામરૂપ જિલ્લામાં અંગારકાટા ગામમાં વર્ષોથી પાકિસ્તાનથી આવેલા નિરાશ્રિત વસે છે. અવાવરુ જમીન ઉપર એમણે ઘણી સારી ખેતી કરી છે, પણ એ ખેતીમાં ફળછોડ કે લાંબો સમય ચાલે એવા પાક લેવાતા નથી, કારણ દર વર્ષે એકાદ વાર એ જમીન ઉપર સરકારી જપ્તી આવે છે, અને કાં હજારોની લાંચ લેવામાં આવે છે, કાં એ ખેતી ઉપર હાથી ફેરવીને ખેતી અને એની ઉપરનાં ઝૂંપડાંને તારાજ કરવામાં આવે છે.
શાંતિસૈનિકોએ આ ગામની પડોશમાં કેન્દ્ર સ્થાપ્યું અને આ લોકોના પ્રશ્નમાં રસ લેવા માંડયો ત્યારથી માલની તારાજી અને લાંચ બંને અટક્યાં છે.
શાંતિસૈનિકોનાં સંપર્કને લીધે તે ગામની સ્રીશકિત વિશેષરૂપે જાગી છે. ગામમાં દોઢસેાથી વધુ રેંટિયા ફરવા શરૂ થયા છે અને એક બે સાળ નંખાઈ છે. બહેનોએ પેાતાની એક ભજનમંડળી સ્થાપી છે.
ભજનમંડળીની બહેનોએ પડોશના ગામમાં દારૂ પીઠું આવ્યું ત્યારે ભજન કરતાં કરતાં ત્યાં જઈને પીઠાના માલિકને કહ્યું કે, “કાં તમે પીઠું અહીંથી હઠાવી જાઓ, કાં અમારે સત્યાગ્રહ કરવા પડશે.’” માલિકે એ ગામમાંથી પીઠું ખસેડી લેવું વધુ શ્રેસ્કર માન્યું. ત્રણ મૂલ્યો
શાંતિસેના આગળ' આજે એ આદર્શ છે કે ભારતમાં એક એવી અહિંસક શકિત ખડી કરવી કે જેથી દેશની (૧) એકાત્મતા, (૨) ધર્મનિરપેક્ષતા અને (૩) લાકશાહી જળવાઈ રહે.
આ ત્રણ મૂલ્યો જ ભારતને એની આગવી અસ્મિતા આપે છે. ગમે તેટલી જાહેોજલાલીવાળુ ` ભારત પણ આ ત્રણ મૂલ્યા વિના ભારત ન રહે. આ ત્રણ મૂલ્યોને જાળવવા અને વિકસાવવા દેશના અબાલવૃદ્ધ સ્ત્રી - પુરૂષોના પુરૂષાર્થ ભારતમાતાને ખપે છે. શાંતિસેના આવા પુરૂષાર્થની તક પૂરી પાડે છે.
નારાયણ દેસાઈ આગામી ર્યુષણ વ્યાખ્યાનમાળા
આ વખતની પર્યુષણ વ્યાખ્યાનમાળા તા. ૧૧ સપ્ટેમ્બર રવિવારથી તા. ૧૮ સપ્ટેમ્બર રવિવાર સુધી – એમ આઠ દિવસની યોજ વાનું નક્કી કરવામાં આવ્યું છે, અને ભારતીય વિદ્યાભવન તથા બ્લૅવાકી લાજને બદલે ચેપાટી ઉપર આવેલા બીરલા ક્રીડા કેન્દ્રના સભાગૃહમાં ઠે દિવસની વ્યાખ્યાનસભાઓ યોજાશે તેની ખાસ નોંધ લેવા વિનંતી છે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
બહેન વિમલા ઠકાર સાથે વાર્તાલાપ
લગભગ આઠ માસના યુરોપનિવાસ બાદ શ્રી વિમલાબહેન ઠકાર બીજી ઑગસ્ટના રોજ મુંબઈ આવી રહ્યા છે. આગસ્ટ માસની ૭મી તારીખ સાંજના પાંચ વાગ્યે બીરલા માતુશ્રી સભાગારની બાજુએ, ન્યુ મરીન લાઈન્સ ઉપર આવેલા ‘મનોહર’માં સંઘના સભ્યો સાથે શ્રી વિમલાબહેનના વાર્તાલાપ ગોઠવવામાં આવ્યો છે. તો આ પ્રસંગ ઉપર ઉપસ્થિત થવા માટે સંઘના સભ્યોને નિમંત્રણ છે.
મંત્રી : મુંબઈ જૈન યુવક સંઘ