SearchBrowseAboutContactDonate
Page Preview
Page 136
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦ પ્રબુદ્ધ જીવન ધર્મશાસ્ત્રોનાં ઉલ્લેખાને જરા પણ બંધનકર્તા ગણવામાં આવશે નહિ. આવી બાબતોમાં જરૂર જણાયે સરકારી કાયદાઓ કરાવવાની પ્રવૃત્તિ પણ આ યુવક સંઘ હાથ ધરી શકશે. (ખ) આવી જ રીતે સમાજ અને ધર્મને લગતા અનેક પ્રશ્ન ઉપર પોતાના વિચારો છૂટથી જાહેરમાં રજૂ કરવાના દરેક વ્યકિતને હક્ક છે એમ આ યુવક સંઘ માને છે, અને તેથી જયારે જ્યારે આવા હક્ક ઉપર સંઘબહિષ્કાર, જ્ઞાતિબહિષ્કાર કે એવી બીજી કોઈ રીતે કોઈ પણ સંઘ કે જ્ઞાતિ તરફથી આક્રમણ કરવાનો પ્રયત્ન કે પ્રવૃત્તિ હાથ ધરવામાં આવશે ત્યારે ત્યારે તેવા પ્રયત્ન કે પ્રવૃત્તિનો આ યુવક સંઘ સામનો કરશે. (ગ) આ યુવક સંઘ રાષ્ટ્ર અને વિશાળ સમાજના હિતને પ્રાધાન્ય આપીને પોતાની પ્રત્યેક પ્રવૃત્તિનું સંચાલન કરશે અને રાષ્ટ્રહિતને બાધક કોઈ પણ પ્રવૃત્તિ આ યુવક સંઘ કદિ હાથ ધરશે નહિ. (ઘ) સામાજિક પ્રશ્નો પરત્વે આ યુવક સંઘની સર્વ પ્રવૃત્તિઓ નીચે જણાવેલ ધ્યેય અને ધારણ સ્વીકારીને યોજવામાં આવશે :– (૧) સમાજરચના અને વ્યવહારમાં સ્ત્રી અને પુરુષની સર્વત્ર સમાનતા સ્વીકારાવી જોઈએ. (૨) જ્ઞાતિબંધનો, અનિષ્ટ લગ્નો, ફરજિયાત વૈધવ્ય, અસ્પૃશ્યત્વ આદિ કુરૂઢિઓનો નાશ થવો જોઈએ. (૩) વ્યકિતસ્વાતંત્ર્યને સમાજજીવનમાં ખૂબ અવકાશ મળવો જોઈએ. (ડ) આ ઉપરાંત આ સંઘનો ઉદ્ભવ જૈન સમાજના વૈચારિક ઉથ્થાનની દ્રષ્ટિએ થયા છે એ હકીકતને અનુલક્ષીને જૈન સમાજના ખાસ ધાર્મિક પ્રશ્નો અને માન્યતા—ભેદા સંબંધમાં આ યુવક સંઘ નીચે મુજબના અભિપ્રાયોને અનુસરીને પોતાની પ્રવૃત્તિ ચલાવશે : (ડ) ૧. પ્રથમ તો આ યુવક સંઘમાં જોડાનાર જૈન સભ્ય પોતે કોઈ પણ ચોક્કસ સંપ્રદાય કે ફીરકાના જૈન છે એવી વિશિષ્ટ રીતે પોતાની જાતને ઓળખાવવામાં કશું પણ મહત્ત્વ સમજશે નહિ. પોતે જૈન છે એટલે ભગવાન મહાવીરપ્રરૂપિત જૈન ધર્મ અને સંસ્કૃતિના વારસ છે એટલી જ ઓળખાણ આ યુવક સંઘમાં જોડાનાર જૈન સભ્ય પેાતાને માટે પૂરતી ગણશે. (ડ) ૨. મૂર્તિપૂજા સંબંધે જૈન સમાજના વિવિધ વિભાગોની માન્યતામાં મોટો મતભેદ કેટલાય કાળથી ચાલતા આવે છે. આ યુવક સંઘમાંના કેટલાક જૈન સભ્યો મૂર્તિપૂજાને ધર્મોપાસનાના એક અગત્યભર્યા સાધન તરીકે સ્વીકારે છે, જ્યારે કેટલાક જૈન સભ્યો તેવી અગત્યને સ્વીકારતા નથી. તેમ છતાં પણ આજના જૈન સમુદાયના મોટા ભાગનું ધાર્મિક જીવન મૂર્તિપૂજા સાથે ગાઢપણે સંકળાયેલું છે અને રહેવાનું છે – એ પરિસ્થિતિ આ યુવક સંઘ સ્વીકારે છે, અને સાથે સાથે આજે ચાલી રહેલી મૂર્તિપૂજાની પદ્ધતિમાં જે અનેક વહેમ, દ્રવ્યને અપવ્યય અને અતિશયતાઓ દાખલ થયેલાં છે તે વહેલી તકે દૂર કરવાની જરૂર વિષે પણ યુવક સંઘના જૈન સભ્યો એકમત ધરાવે છે અને તે સંબંધમાં નીચેનું ધોરણ સ્વીકારવામાં આવે છે:(૧) આજે ચાલી રહેલી મૂર્તિપૂજા પાછળના વહેમ અને ખોટી માન્યતા દૂર થવી જોઈએ. (૨) મૂર્તિને શણગારવાની અને આંગીઆભૂષણ ચઢાવવાની પ્રથા જૈન મૂર્તિપૂજાની કલ્પના અને આદર્શ સાથે બંધબેસતી નહિ હોવાથી તે પ્રથાના સર્વત્ર નિષેધ થવા જોઈએ.. આ તા. ૧-૭-૧૯ (૩) બીનજરૂરી નવાં મંદિરો બંધાવવા પાછળ તેમ જ ચાલુ મંદિરોના બીનજરૂરી શોભાશણગાર પાછળ થતો દ્રવ્યના પુષ્કળ ડ્યૂટ બંધ થવા જોઈએ. (૪) મંદિરોને સાદી રીતે નિભાવતાં બચતી આવકના તેમ જ એકત્ર થયેલી મૂડીને જનકલ્યાણનાં કાર્યોમાં ચાલુ ઉપયોગ થવો જોઈએ. (૫) શ્વેતાંબર કે દિગંબર મૂર્તિ એક જ ઈષ્ટદેવને મૂર્ત સ્વરૂપ આપવાનો પ્રયત્ન હોઈને તે બન્ને વચ્ચે આજ સુધી કેળવવામાં આવેલી ભેદની દિવાલ અર્થવિનાની અને બીનજરૂરી છે—એ પ્રકારની સમબુદ્ધિ સર્વત્ર કેળવાવી જોઈએ. (ડ) ૩. બીજો માન્યતાભેદ સાધુઓ સંબંધમાં પ્રવર્તે છે. તે વિષે આ યુવક સંઘ જાહેર કરે છે કે ભિન્નભિન્ન સંપ્રદાયના વેશભેદને આ યુવક સંઘ જરા પણ મહત્ત્વ આપતો નથી. જે સાધુએ પંચમહાવ્રતને જીવનમાં ઉતારવાનો એકનિષ્ઠ પ્રયત્ન સેવતા હોય તથા પવિત્ર અને સમાજને ઉપયોગી જીવન જીવતા હોય તેવા કોઈ પણ જૈન વિભાગની અંદરના કે બહારના સાધુને આ યુવક સંઘ આદરયોગ્ય ગણશે. (ડ) ૪. કેટલાંક તીર્થોના ઝઘડાએ આજે શ્વેતાંબર મૂર્તિપૂજક અને દિગંબર મૂર્તિપૂજક જૈનો વચ્ચે વૈમનસ્ય નિપજાવી રહેલ છે. જૈન સમાજના પેટાભેદો નષ્ટ કરીને સાચી એકતા અને સમાનતાનું માનસ ઉત્પન્ન કરવું એ વિચારભૂમિકા ઉપર આ યુવક સંઘની રચના થયેલી હોવાથી આવા ઝઘડાઓ પરત્વે સંભાળપૂર્વક તટસ્થતા જાળવી રાખવી અને એ ઝઘડાએ ચાલુ રહેવાથી આખા સમાજને કેટલું ભારે નુકસાન થઈ રહ્યું છે તેના, લેખા તેમ જ ભાષણોદ્રારા, જૈન જનતાને સચોટ ખ્યાલ આપવો અને જયાં અને જયારે શકય હોય ત્યાં અને ત્યારે ચાલુ ઝઘડાઓની સ્થાયી પતાવટ કરાવવાની દિશાએ પોતાની લાગવગ અને શકિતનો ઉપયોગ કરવા – આ પ્રકારનું ધારણ આ યુવક સંઘ સ્વીકારે છે. (ડ) ૫. બાલદીક્ષાનો આ યુવક સંઘ વિરોધ કરશે અને તેની અટકાયત થાય એવા પ્રયત્નો સંઘ હાથ ધરશે. ૪, શિસ્તપાલન: આ સંઘમાં જોડાનાર સભ્ય પાસે નીચે મુજબના શિસ્તપાલનની અપેક્ષા રાખવામાં આવશે: - (૧) દરેક સભ્ય પહેરવેશમાં સ્વદેશી વસ્ત્રોના જ અને બની શકે તો ખાદીનો ઉપયોગ કરવા જોઈશે. (૨) દરેક સભ્ય પોતાના જીવનવ્યવહારમાં અસ્પૃશ્યત્વની રૂઢિને તિલાંજલિ આપવી જોઈશે. (૩) કોઈ પણ અનિષ્ટ લગ્નમાં આ સંઘના સભ્ય ભાગ લઈ શકશે નહિ. જૈન સભ્યો પાસે નીચેના વધારે નિયમેાના પાલનની અપેક્ષા રાખવામાં આવશે: (૪) કોઈ પણ અયોગ્ય દિક્ષામાં આ સંઘના સભ્ય ભાગ લઈ શકશે નહિ. (૫) દેવદ્રવ્યના નામે થતી આવકને જનકલ્યાણના કાર્યમાં ઉપયોગ કરવાના પ્રબંધ થયો ન હોય એવાં મંદિરોની આવકમાં શ્રી બાલીને કે તેના ફંડફાળામાં પૈસા ભરીને આ સંઘના સભ્ય વધારો કરશે નહિ. અપવાદ: દર્શન કરવા જતાં અને કૌટુંબિક મરણ જેવા પ્રસંગે કંઈ ને કંઈ નાણું મંદિરમાં ધરવાના સામાન્ય રિવાજ આપણા સમાજમાં છે તેવા પ્રસંગે પૂરતો ઉપરના નિયમ સંઘના સભ્યોને બંધનકર્તા ગણાશે નહિ.
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy