SearchBrowseAboutContactDonate
Page Preview
Page 127
Loading...
Download File
Download File
Page Text
________________ ' તા. ૧૯-૯ જોઉં છું તા પાસે જ એક જલાશય, ઠંડીને લીધે, એનું પાણી જામી જવાથી અરીસાના કાચ જેવું કઠણ બની ગયું હતું. શરીર ખંખેરીને પાછા ઊઠયા, બરફમાં પગ અંદર ઘૂસી ગયો. લાઠી બરફમાં રોપાઈ ગઈ હતી. ચૂલામાં ગઈ આ યાત્રા. હાશ, બચી ગયો. કમર સુધી ઠંડી લાગવાથી જાણે લકવો થઈ ગયો હતો, ઉપરનું શરીર જ ફકત બાકી હતું. જાતને ખેંચતો ખેંચતા હું આગળ વધતા હતા. આંખ ઉઘાડી શક્યા હાત તો ખબર પડત કે કેટલે દૂર પહોંચ્યો છું. આંખ પર ને મોઢા પર. બરફ પડયા હતા, ને પાણીનાં ટીપાં બાઝ્યાં હતાં. માથાના વાળ ભારે થઈ ગયા હતા. મારી ગેરુઆ “રંગની કફની મુલાયમ બરફથી ઢંકાઈ ગઈ હતી. આંખ મીટમીટાવીને એકવાર જોવાને પ્રયત્ન કર્યો, સામે જ બરફની પુષ્પવૃષ્ટિ ઝાલરની જેમ ઝગમગતી હતી, માથા ઉપર બરફનું અજવાળુ હતું. કેવું અનિર્વચનીય રૂપગૌરવ હતું! જાણે હું કોઈ વિરાટ રૂપના ચરણસ્પર્શ માટે ઉપર જતો હોઉં, જાણે એક વિપુલ વિશ્વના તારણ દ્વારે ટકોરા મારવા માટે ગાંડાની જેમ જતા હતા, જાણે સ્વર્ગની જોડે જે મર્ત્યનું આલિંગન થવાનું હોય ! પ્રભુના જીવન એવામાં મે શંખધ્વનિ સાંભળ્યા. કાંસાંનાં દાંટાના અવાજ આવતા હોય એમ લાગ્યું. કઈ તરફ? ઉત્તર કે દક્ષિણે? ફરીથી કાન માંડીને મે સાંભળ્યું. પણ હવે ચાલવાની મારી હામ નહોતી. એક વાર સૂઈને આરામ લઉં? પણ સૂતાં સૂતાં જ અંતિમ શ્વાસ લઈશ કે શું ? પ્રાણમાં હું ધીરે ધીરે ડૂબતા જતા હતા. બધું ડૂબતું હતું, રૂપ, અજવાળુ, શબ્દ, ચેતના, શ્વાસ, બધું જ. હાથ પગ હવે કશી વાત સાંભળવા માગતા નહોતા. એકવાર ચીસ પાડીને રડાય એમ પણ હતું નહિ ને તોફાનની જેમ એકવાર અટ્ટહાસ્ય પણ કરી શકતા નહોતા. “મહારાજજી કર્યો ખડા હુઆ હૈ?” હાથ પર પ્રચંડ પ્રહાર થતાં એકદમ સચેત થઈ ગયો. મારો હાથ પકડીને ધમધમ કરતા થોડાં ડગલાં આગળ આવીને પેલા બાહ્યો, “ઐસા હોતા હૈ ઠડે મેં, જલદી...જલદી આના.” “કૌન હૈ તુમ? છેડો છેડો.” “આઓજી, આંખ ખાલા. મૈં અમરાસિંહ હું. આએ પૂલ આગે.” અમરાસિંહ મને ખેંચીને ચાલ્યો. શરીરની બધી શકિત સંચય કરીને આંખનાં પોપચાં ઉઘાડીને એકવાર મેં જોયું. તે વખતે મંદાકિની—દૂધગંગાના પૂલની પાસે હું આવી પહોંચ્યો હતો ..કાંસાના ઘંટનો અવાજ પાછા દૂરથી સંભળાયો. બે ચાર યાત્રી દૂર છાયાની જેમ હાલતા હતા.. પૂલ પાર કરતાં જ સામાન્ય ગામ અને કેટલાંક પૃથ્થરનાં ઘર હતાં. બેએક દુકાન હતી. રસ્તો પથ્થરથી બાંધેલા હતા. ઘરબાર, દુકાન પંથઘાટ બધું જ કઠણ બરફથી ઢંકાઈ ગયું હતું. એના પરથી જ આવજા ચાલતી હતી. ખબર · કાઢતાં માલમ પાકું કે ગાપાલદાનું દળ ઘણું પાછળ રહી ગયું હતું. હથોડો રસ્તો કાપ્યા ત્યાં બરફથી આચ્છાદિત હિમાલયની પટભૂમિકામાં કેદારનાથનાં મંદિરનાં દર્શન થયાં. સામે જ પથ્થરના આટલા પર, રસ્તાની ઉપર જ, પાછળ જ વિરાટ પથ્થરના સાંઢ બેઠો હતા. આંખ બરફનું તેજ સહન કરવા ટેવાઈ ગઈ હતી. હવે ખાસ કષ્ટ થતું નહોતું. આ વખતે હાથની તરફ ધારીને જોયું તા, આંગળાનાં ટેરવાં ફાટી જઈને એમાંથી લાહી વહેતું હતું. પગની ચામડી ફાટી ગઈ હતી. તે ભલે હોય. બહાર જોડા કાઢીને આ પરમ રૂપવાન મંદિરના ગાઢ અંધકારની અંદર મેં' ઝટઝટ પ્રવેશ કર્યો. અંદર કેટલાક માણસા, અર્ધગાંડા સ્રીપુરુષ કેદારનાથના વિપુલ દેહ આગળ આળોટતા હતા. કેદારનાથની મૂર્તિ નથી. કર્કશ, ખાડાવાળા મોટો એક પત્થરના ટૂકડા છે—એ ભલે હોય, પણ એને આલિંગન કરીને કોઈ હસતા હતા, કોઈ રડતા હતા, કોઈ ચિત્કાર કરતા હતા, કોઈ ગીત ગાતા હતા, કોઈ આર્તનાદ કરતા હતા, તેા કોઈ કરુણ વિનંતિ કરતા હતા. કોઈ શીર્ણવિદીર્ણ લાલલાલ મુખથી એને ચુંબન કરતા હતા. આવેગ, ઉત્તેજના, ઉલ્લાસ, આર્તસ્વર, પૂજાપાઠ, સ્તવનમંત્ર સ્નેહપ્રેમ, ભકિત અને આનંદઆમ છતાં સ્થિર અને બહેરા’ પથ્થરના ખંડ અચંચલ નીરવતાથી એમને એમ જ પડયો રહ્યો હતા. અંદર કાળા અંધકાર હતા, ને કઠણ, અસહ્ય પ્રાણને રૂધી નાંખે એવી ઠંડી હતી. પગ પસારીને ઊભા રહેવાય એમ હતું નહિ. સામે જ આ રસ્તે થાકેલું, પાગલનું દલ પોતાની જાતને ભૂલીને કોલાહલ કરતું હતું. કોણ જાણે શું મનમાં આવ્યું કે તે અંધારામાં એકવાર હું કાંઇ પણ બાલ્યા ચાલ્યા વિના ઊભો રહ્યો, પણ અંદરના અતિશય ઠંડા અંધકારમાં સ્થિર થઈને ઊભા રહેવાય એમ હતું નહિ. ઠંડીથી પ્રતિક્ષણ આખું શરીર જડ બની જતું હતું. શરીરનું લોહી થીજી જતું હતું. ગળાની અંદરથી એક ભગ્ન, આર્તનાદ નીકળતા હતા. આ બાજુ ક્ષીણ અને ઉન્મત યાત્રીઓના પ્રલાપ હતા. કેટલાંક માઢામાંથી લોહી કાઢતા હતા, કોઈ ફીણ કાઢતા હતા, એમના હાથ ને પગ પર હીમના ડંખ હતા, કોઈના શરીર પર લોહીના ડાઘ હતા, કોઈનું આખું શરીર બરફથી ઘવાયલું હતું, કોઈના સાદ બેસી ગયા હતા. આ બધું શા માટે? આવી બીભત્સ શરીરપીડા ભોગવવાની પાછળ શું રહસ્ય હતું? કઈ દુર્લભ વસ્તુ એમને મળતી હતી? મંદિરની અંદર મે ભૂતની જેમ એકલા. આમ તેમ કેટલાક આંટા માર્યા. અંદર ગાઢ અંધકાર હતા, ભયનું સ્થાન હતું, રહસ્યનું અવલંબન હતું, સેયની અણી જેટલા પણ પ્રકાશને અંદર આવવાનો કર્યાંય માર્ગ નહોતો. શું બાલું ? કેવા પ્રકારની પ્રાર્થના કર? આ જડ પત્થરપની સામે ઊભા રહીને હું મારું કંગાળપ પ્રગટ કરું? એ તા કેવી ભયાનક છે.કરવાદી કહેવાય? અર્થાત્ એકજણ રસ્તે થાકેલા સામાન્ય તીર્ઘાયાત્રી, એટલા જ કાંઈ મારો પરિચય નહોતા. હું ક્ષુદ્ર, હું નગણ્ય એ વાતનો અનુભવ હું કઈ સંકીર્ણતાથી કર્યું?આવેગથી, આનંદથી, વિશ્વાસ અને પ્રેમથી, જેમાં પ્રાણપ્રતિષ્ઠા કરવામાં આવી હતી, એવા આ માટીનો પથરો એની પાસે આવીને ઊભા રહી હું જો પોતાની જાતને અલ્પ ન માની શકું તો શું એ મારૂ અહમ છે? દેવતાની પાસે આવીને ઊભા રહેતા આપણે તે! પોતાના દેવત્વનો અનુભવ કરીએને? અંધારામાંથી પગ ઠેરવતા ઠેરવતા દરવાજામાંથી હું બહાર નીકળી ગયા. હાથ, પગ, માટુ ઠંડીથી જાણે જકડાઈ જતાં હતાં. ત્યાંથી ઉતરી મહામહેનતે જોડા શોધીને પહેર્યા. હું વેગથી ચાલવા માંડયો. હાથમાં લાઠી હતી. અને હલાવવાની હવે શકિત રહી નહોતી; જોડાને તળિયે બરફના પાપડા બાઝયા હતા, ને એમાંથી પચપચ અવાજ આવતા હતા, અંધારામાંથી બરફના અજવાળામાં ઉતરી આવતાં ફરીથી આંખો એ અજવાળું જાણે સહન કરી શકતી નહોતી, મેઢામાંથી સૂ સૂ અવાજ કાઢતો હું ધર્મશાળામાં આવ્યો. અનુવાદક : ડૉ. ચંદ્રકાંત મહેતા મૂળ બંગાળી : શ્રી. પ્રબોધકુમાર સન્યાલ, શ્રી મુબઈ જૈન યુવક સધની વાર્ષિક સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા ચાલુ જૂન માસની ૧૮મી તારીખ શનિવારે સાંજના પાંચ વાગ્યે નીચે જણાવેલ સ્થળે મળશે, જે વખતે નીચે મુજબ કાર્ય હાથ ધરવામાં આવશે: (૧) ગત વર્ષના વ્યુાંત તથા સંઘ તેમ જ વાચનાલય અને પુસ્તકાલયના ઓડિટ થયેલા હિસાબોને મંજૂરી આપી. 9. ૪૧ (૨) નવા વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવું. (૩) સંઘના અધિકારીએ તેમ જ કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી કરવી. (૪) સંઘ તથા વાંચનાલય અને પુસ્તકાલયના ઓડિટરોની નિમણુ ક કરવી. (૫) કાર્યવાહક સમિતિ દ્વારા મળેલું સંઘનું સંચેાધિત બંધારણ મંજુર કરવું. વાર્ષિક સભાના ઉપર જણાવેલા સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વે સભ્યોને વિનંતિ છે. સભાસ્થળ : મસ્જીદ બંદર રોડ ઉપર આવેલા ગ્રેન, રાઈસ એન્ડ ઓઈલસીડ્ઝ મર્ચન્ટ્સ એસસીએશનના હોલ. રમણિકલાલ મણિલાલ શાહું ચીમનલાલ જેઠાલાલ શાહ મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
SR No.525951
Book TitlePrabuddha Jivan 1966 Year 27 Ank 17 to 24 and Year 28 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1966
Total Pages254
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size30 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy