SearchBrowseAboutContactDonate
Page Preview
Page 49
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧-૩-૬૫ મહેશ : જૉ આરતી ! પાછું તેનું તે જ. તને ખબર છે કે ઈંગ્લૅન્ડ, જર્મની, ફ઼્રાંસ, રશિયા બધા દેશેામાં વિશ્વયુદ્ધના સમયમાં વપરાશની ચીજોની ભારે અછત હતી. ત્યાં કડક રૅશનગ ને બીજા કાયદાકાનૂના અગલમાં હતા. પોતાના રેનિંગમાંથી જ લોકો વાપરે. કાળા બજારમાંથી લાવવાનું કોઈને ગમે નહીં, સૂઝે નહીં, ને કોઈ લાવે નહીં. દેશના નિયમો, પાળવામાં તેઓ પોતાનું સ્વમાન અને ગૌરવ સમજતાં. આરતી: તમને દલીલામાં તો ભગવાન પહોંચે. આ તમારા મિત્ર મારી બહેનપણીએ તે જૂઓ. તમારા ભાસ્કરપાંચ પાંચ મોટરો છે. આ તમારો રમણિક-એક લાખ રૂપિયાના ઓનરશીપ ફ્લેટ લીધા. પેલા તમારો ભાગીલાલ-દસ વર્ષ પહેલાં કેવા ભૂખડીબારસ જેવા હતા ને આજે તેની પાસે સહેજે વીસ-પચ્ચીસ લાખનો દલ્લા થઈ ગયો છે, તેની પત્ની રસિકાના દરદાગીના ને ઝવેરાત જોઈ હું તો છક જ થઈ ગઈ મહેશ : એ બધા થયા કાળા–ધાળા તથા ઉંબુંચતું કરીને. આપણને એ ન ફાવે. ન આવડે... ભગવાને જેટલું આપ્યું છે એટલું ભાગવવા દે તો પણ બસ છે. આવતી; બસ ત્યારે થઈ જાવ બાવા...ને અમને પણ સાથે બાવા બનાવો. આપણી સામે રહેતી રંજન-રોજ રોજ નવી નવી સાડીએ લટકાવે છે ને જાતે કાર ડ્રાઈવ પણ કરે છે. પેલી કુસુમ ને તેનો પતિ પ્રિયકાંત દર છ મહિને કાંઈ ને કાંઈ બહાને યુરોપ, અમેરિકા ને પરદેશમાં ફરી આવે છે ને પરદેશમાં પૈસા સંઘરે છે. આ તમારા કાકાનો છોકરો વિપિન—ચાર ચાર તો કારખાના તેના ચાલે છે છે ને ધૂમ પૈસા પેદા કરે છે. તેના ઘરનું આલીશાન ફરનીચર,રેડિયે,ગ્રામ, ટ્રાન્ઝીસ્ટર, ટેપ-રેકોર્ડર, ફ્રીજ, એરકેન્ડીશન્ડ બેડરૂમ... શહેરા : તને શું જવાબ આપું. આરતી! કાળા બજારના નાણાં, કરચોરી, દાણચારી, લાંરૂશ્વત એ બધાથી ઘણા લોકો શ્વેતજોતામાં તાલેવંત થઈ ગયા છે તે હું જાણું છું. તું જણે છે ને સરકાર પણ ણે છે. એક બાજુ એક નાને વર્ગ અમનચમનમાં ધૂમ નાણાં વેડફે છે ત્યારે મોટા ભાગની શહેરની તથા ગામડાની સામાન્ય જનતા અછત અને મેઘવારીની ઘટીના બે પડ વચ્ચે ભીંસાય છે. જો આપણે જાગતા ન રહીએ તો આ બધું આપણને ભરખી જશે. આરતી: હવે તો લોકો બધી ચીજોના સંધરો કરે છે ને વેપારીએ દવાએમાં પણ ઘણી ભેળસેળ કરે છે. મહેશ : કેશ તને પેલી ગમ્મતની વાતની ખબર નથી આરતી ? એક માણો ઝેર ખાધું, પણ તે ભેળરોળવાળું હતું તેથી તે જીવી ગયો. તે બીજાએ શકિતનાં ઈન્જેકશન લીધાં ને તેના ઝેરથી તે મરી ગયો. (હસે છે.) આરતી : ચાલો છેડો... બધું વેદ-પુરાણ...આવતે અઠવાડિયે સરસમાં સરસ ફિલ્મના પ્રીમીઅર શા છે. આપણે તેની ચાર ટિકિટો મંગાવી લઈએ. મહેશ : ચોક્કસ...આપણી પાસે તે માટે પૈસા છે જ, પણ આરતી, ટિકિટો કાળાબજારની નહીં હોં કે! આરતી; ત્યારે તે મળી રહી. જોતા રહેજો. હા, ને જ્યારે જઈએ ત્યારે ઉદય માટે બેબી ક્ડઝના પાંચ-છ ડબ્બા લાવવાના છે. સંઘરાખોરીથી તેમાં પણ ભાવા વધતા જાય છે. મહેશ : તાત્કાલિક જરૂરિયાત હોય તો પાંચ-છ ડબ્બા લાવ, નહિ તો તું પણ સંઘરાખોર બની જઈશ. (હસે છે.) આરતી: સ્ત્રી સ્વભાવે જ સંઘરાખાર છે. (બંને હસે છે.) અરૂણા (આવીને) : મમ્મી ! એ મમ્મી! મહેશ : અરે અરૂણા ! આટલી જલદી પાછી કમાલ કરીનૅશનકાર્ડ રિન્યુ કરાવ્યું ! ૫) અરૂણા : પપ્પા ! ત્યાં તો લાઈન જ લાઈન, મમ્મી, કાર્ડના ફોર્મ આપવાની એક લાઈન બે ફ્લર્ટીંગ લાંબી, કાર્ડના ફોર્મ લેવાની બીજી લાઈન વાંગીચૂંકી ને ખૂબ લાંબે સુધી, કાર્ડ રિન્યૂ કરાવવાની ત્રીજી લાઈન, ચોક્કસ માહિતી વિના અટવાતા લોકોની વળી ચેાથી લાઈન—એટલે હું તો પાછી આવી. એક જણે મને કહ્યું કે એક રૂપિયા આપે તો હમણાં કામ કરી આપું પણ મને એ ન ગમ્યું. એટલે પાછી આવી. ૨૪૧ આરતી: લે, દીકરી મારી –ડેલે હાથ દઈને પાછી આવી અરૂણા પણ મમ્મી! મારાથી કોઈ ખોટું કામ ન થાય. આરતી : લેા તમારી દીકરી પણ તમારા ગાડામાં બેઠી. મહેશ : બેટા ! તે ઠીક કર્યું. તારી મમ્મી ભલે ગમે તેમ બોલે, આપણે તો આપણું ગાડું ભર્યું. અરૂણા (ખચકાતી-ખચકાતી) હા,...પણ પપ્પા ! એક વાત તો કહેવાની જ રહી ગઈ. મારી બહેનપણી ભારતી છે તે તેનો મોટો ભાઈ કશ્યપ આ વખતે ઈન્ટરસાયન્સમાં બેઠો છે. મમ્મી, એ લોકો ખૂબ પૈસાવાળા છે. આરતી : જલદી કહેને, શું વાત છે? અરૂણા : એ કહેતી હતી કે તારા પપ્પા મેથેમેટિકસમાં મેડરેટર હોય છે. જે કશ્યપને ગમે તેમ કરીને પાસ કરાવી આપે તે પાંચસે સાડાપાંચસેાની બે સાડીતે મમ્મીને ભેટ આપશે એમ એના કાકા કહેતા હતા. આરતી : (ગુસ્સાથી) અરૂણા, અરૂણા! આવી વાત તું તારા પપ્પાને કહેતાં શરમાતી નથી. શરમની વાત છે. આવી વાત માટે તારે પોતે જ તેને તમાચા મારવા જોઈતા હતા. તે આપણને શું સમજી બેઠા છે? આપણે ભલે મધ્યમ વર્ગના હોઈએ પણ આપણે લાજ-આબરૂ છે. અરૂણા—તારા પપ્પાની માફી માંગ. માંગ જોઉ— અણ્ણા : મહેશ : રડતે અવાજે) : ભૂલી ગઈ...પપ્પા...ભૂલી ગઈ. (ગંભીરતાથી) આરતી, એમાં અરૂણાના કે તારો શું વાંક? હું નહોતી કહેતો કે આજના જમાનાના પ્રચંડ ધસમસતા પૂરમાં સ્થિર ઊભા રહેવા માટે પણ ખૂબ પ્રયત્ન કરવા પડે છે. મિનિટે મિનિટ, કલાકે કલાકે, આંચકા આપીને આપણી જાતને જ આપણે “જાગતા રહેજો” કહેવું પડે છે. આજે આ આલબેલ એ જ ભગવાનનું સાચું નામ.. નીતિને રસ્તે પડતા આખંડતા ચાલતા રહેવું એ જ સાચી ભકિત. અરૂણા, બહેન, તારી બહેનપણીને કહેજે કે તમારા રૂપિયા તમારી પાસે ગાંઠે જ બાંધી રાખજો. વાલ્ટના લોકરમાં કે એકાઉન્ટ નંબર બેની તિજોરીમાં કે પછી બાથરૂમની છૂપી છતમાં દાટી રાખજો. અમારે એની જરૂર નથી. એન્ફોર્સમેન્ટખાતાવાળાને કોઈ દિવસ કામ લાગશે. આરતી: હા બેટા, ખરી વાત છે. આરતી : મહેશ : અનૅ જૉ, મમ્મી તો શું પણ—તારે પણ સાડી જોઈતી હાય તો બહેન, તું લઈ આવજે. બહુ મોંઘી નહીં, રાતી, આપણી પાસે સસ્તી સાડી માટે પૈસા છે જ. ઘરના ને કુટુંબના વધતા જતા ખર્ચને પહોંચીવળવા, જોઈએ તો હું બે ટયુશન વધુ કરીશ. શું આપણી આવકમાં વધારા સાકરીથાવણ અનકમ હું શોધી પૈસો, હરામની દૌલત આજથી આપણને ન ખપે, કોઈ દિવસ ન ખપે. મહેશ : આરતી, શાબાશ, તે તો છાપાનું વિધાન ખોટું પૂરવાર કર્યું હોં. તારી પાસેથી આ જ આશા રાખી હતી. અરૂણા : વાહ આ તો જાગતા રહેજો ના પડઘા પડયો. ગારતી : હા. આપણે સૌને માટે એ સારો છે. જાગતા રહેજોસમાજને ને દેશને જીવતો રાખવા માટે—સદાય જાગતા રહેજો જાગતા રહેજો. અન્તિલાલ બરોડિયા
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy