SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨૪ માયા? (સત્ય ઘટના) તાર આવ્યો જાણીને ચંપાબહેન દહેરેથી દોડી આવ્યાં. બ્હારગામથી એમના દીકરા સુરેશના તાર હતા કે, રમાને બાબા આવ્યો છે. ત્રણ દીકરીઓ પર દીકરો આવ્યો અને આમ પોતાના વંશવેલા વધ્યો જાણીને ચંપાબહેન ખુશખુશ થઈ ગયાં, ધર્મક્રિયાઓ ને વ્રતઉપવાસમાં સદાય ઉત્સુક એવાં ચંપાબહેને તરત ભગવાનને યાદ કર્યાં. એ ભગવાનનો પાડ માનતાં હતા ત્યાં સુરેશના બાપુએ બૂમ મારી, “પણ સાંભળેા, તમારે સુરત જવાનું છે. એ વ્હેલી તકે બોલાવે છે તમને.” “કેમ? કેમ મારે સુરત ?” પ્રબુદ્ધ જીવન “આ તારમાં એણે ઉમેર્યું છે કે, રમા અને છોકરાની સંભાળ માટે બાને તરત મોકલજો, “શું વાત કરો છે? હું ત્યાં જઈને એનું ઘર સંભાળુ ? વહુની ચાકરી કરૂ ?” “હાસ્તો, એને બિચારાને એકલાને કેમ ફાવે?” “ના રે બા!” આપણે તે નથી જવું? “કેમ ?” *એ બધી માયા કઈ ઓછી મારી સાથે આવવાની છે? ઉપર તે બધાં યે એકલાં જ જવાનું છે. માટે ધરમ કરીએ એ જ સાચું ?” બોલતાં બોલતાં ચંપાબહેન ઉપાાયે પ્હોંચી ગયાં ! * “કેમ, હમણાં ચાલે છે, કુસુમબહેન?” એક લગ્નમાં ધણા વખતે કુસુમબહેન મળતાં મે સહજ પૂછ્યું. “હમણાં તો અમારા મહિલામંડળનું કામ કરું છું. એના ફાઈનલના વર્ગ લઉં છું ને ‘સ્ટોર’ ની વ્યવસ્થા કરૂં છું.” “ઓહા, ત્યારે તા ઘણા વખત એમાં જ જતો હશે. પૂરા સમયનું કામ છે કે?” “ના, એવું કંઈ નહીં, જરૂર પડે ત્યારે જઈ આવું છું.” “સારૂં કામ છે, ખરૂ ?” “હાસ્તો, ભણ્યાં એટલે આટલું તો કરીએ જ ને !” મને યાદ આવ્યું કે, કુસુમબહેન બી. એ. થયા છે. અમારા કાલેજ-દિવસો પણ યાદ આવ્યા. ત્યારનો એમનો ઠસ્સો હજુ પણ એવા જ છે. કપડાં, ઘરેણાં જોતાં એમની આર્થિક સ્થિતિ પણ પેાતાનું ગાણું સંભળાવે છે. હું વિચારમાં તણાતી હતી ત્યાં એમની બૂમે મને ખેંચી લીધી. “અરે એ મયંક, ક્યાં ભાગી ગયા?” એમના પાંચ વર્ષના મયંક લગ્નમંડપમાં ઘૂમી રહેલા. “આ એક જ બાળક છે કે?” મારાથી પૂછાઇ ગયું. “હા, એ બહુ હાંશિયાર છે હોં. આ વખતે બાળમંદિરમાં પહેલા આવ્યો.” “લાગે છે પણ મુકત, તમને વળગી નથી રહેતા, “હાવે! એ તો રહે જ છે મારાં ફોઈબાને ઘેર.' “એટલે” “એ દસ મહિનાના હતા ત્યારે એને મૂકીને હું કોંગ્રેસ-અધિવેશનમાં ગયેલી. ત્યારથી મેં એને ફોઈબાને ઘેર મૂકી દીધા છે. ત્યાં જ મોટો થાય છે.” ખરૂં." “ આટલી પ્રવુ આશ્ચર્યથી હું મૂક જ હતી. ત્યાં એમણે ઉમેર્યું ... ' ત્તિઓ કરવી હોય પછી આવી માયા શું કામની ?” તરત જ મયંકના સુંદર રૂપાળા માં પર માતૃપ્રેમની ઉણપ ચંદ્રના ડાઘ જૅમ તરી આવી ! શું ભણતર, શું ધર્મ, શું માતૃત્ત્વ ? ને શું માયા ? આ બેઉ સત્ય ઘટનાઓ જાણ્યા પછી આ પ્રશ્નો મારા મનમાં ઘૂમરાયાં જ કરે છે. “ ધર્મપ્રેમી ” વૃદ્ધોમાંથી કે “કેરિયર” પ્રેમી જીવાનેમાંથી કોણ એના જવાબ આપશે? ગીતા પરીખ નૃત્વ ( છંદ : મિશ્રાવસન્ત ) (‘કુમાર’માંથી સાભાર ઉષ્કૃત ) તા. ૧૨-૧૫ વૃદ્ધત્વની કેવી ભીની સુવાસ ! ધોવાઈને સ્વચ્છ ધરા થઈ ગઈ; તૃષ્ણાતણી કો હજુ વ્હેરખીશી રમી રહી. શરદને નભ આછી વાદળી. વૃદ્ધત્વની કેવી ભીની સુવાસ ! મેાજાં તણાં ઉછળતાં ફીણ શ્વેત જેવા નિર્દોષ હેરે સ્મિત છંટકાર. બે ધ્રૂજતા હાથ ઉકેલવા મથે આયુષ્યની પેથીનું પાન પાન. ને કંપતી તાય સુધીર ચાલે દેશે. σχεδ રહ્યા અગમ્ય પાય - ર કેશ કેશ મહિં દષ્ટિની શુભ્રતા શી ડોકાય, મસ્તક બને અવ ભારમુકત આયુષ્યનાં વિષે – અમી સઘળાં પચાવી દષ્ટિ વળી નિહિં અવશી કરેલ. જે કૌતુકે શિશુ ગે નિરખ્યું'તું વિશ્વ એ કૌતુકે અવ અલૌકિક શોધતી દગ. ટંકાર આર્દ્ર કરતું ભવ - એકતાર વૃદ્ધત્વનું ભાલુક ભવ્ય ગાન. ગીતા પરીખ તૃતીય વિશ્વધર્મ સંમેલન ફેબ્રુ આરી માસની ૨૬, ૨૭ તથા ૨૮ મીના રોજ દિલ્હી ખાતે લેડી ઇરવિન હોસ્પિટલ સામે રામલીલા ‘મેદાનમાં વિશ્વ ધર્મ સોંગમ સંસ્થાના ઉપક્રમે ત્રીજું વિશ્વધર્મ સંમેલન ભરાવાનું છે. આના પ્રેરક મુનિ સુશીલકુમાર અને અધ્યક્ષ છે સન્તઃ શ્રી કૃપાલસિંહજી મહારાજ, આ સંમેલન અંગે એક ભવ્ય સ્વાગત સમિતિ ઊભી કરવામાં આવી છે. પ્રથમ સંમેલન દિલ્હી ખાતે ૧૯૫૭માં ભરાયું હતું. બીજું સંમેલન કલકત્તા ખાતે ૧૯૬૦માં ભરાયું હતું. આ સંમેલનનો ઉદ્દેશ વિશ્વબંધુત્ત્વ દ્વારા વિશ્ર્વશાન્તિ માટે અનુકૂળ વાતાવરણ પેદા કરવાનો છે. આ સંમેલનમાં દેશપરદેશથી અનેક પ્રતિનિધિઓ પધારવાની આશા રાખવામાં આવે છે. પ્રતિનિધિ માટેનું લવાજમ રૂા. ૫૦ રાખવામાં આવ્યું છે, અને વિશ્વબંધુત્વની અને સર્વધર્મસમભાવની ભાવનામાં શ્રાદ્ધા રાખનાર કોઈ પણ વ્યકિત કે સંસ્થા આ સંમેલનમાં ભાગ લઈ શકે છે. આ સંમેલનમાં ભાગ લેવા ઇચ્છનાર ભાઈ યા બહેને નીચેના ઠેકાણે પત્રવ્યવહાર કરવા:– મહામંત્રી, વિશ્વધર્માંગમ, ૧૨, લેડી હાર્ડિ ગ રોડ, નવી દિલ્હી-૧ પ્રબુદ્ધજીવન રજત જયંતી સમારોહના સદમાં સધને થયેલી અપ્રાપ્તિ ૨૯૨૦૦,૫૧ ૨૮૯૬૯,૫૧ અગાઉ જાહેર થઈ ગયેલી રકમ ૧૦૧.૦૦ શ્રી નાનચંદભાઈ શામજી ૧૦૦,૦૦ શ્રી ગગુભાઈ પુનથી સાંગાઈ ૨૫.૦૦ શ્રી જમનાદાસ જે. શાહ ૫.૦૦ શ્રી પ્રભુદાસ જ. ધોળકીયા
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy