SearchBrowseAboutContactDonate
Page Preview
Page 211
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૧૦-૧૫ will—to−live, so far as the influence of his existnce reaches. He thirsts to be permitted to preserve his humanity and to be able to bring to other existence release from their sufferings." (અનુવાદ: “ આ જગત જીવા જીવસ્ય જીવનમ’ એ સૂત્ર ઉપર આધારિત પરસ્પરવિરોધી જીવનસંઘર્ષનું એક અદ્ભૂત નાટક રજુ કરે છે. એક જીવ અન્ય જીવના અસ્તિત્વના ભાગે પોતાનું અસ્તિત્વ ટકાવી રાખવા માંગે છે. એક અન્યને નાશ કરેછે. માત્ર વિચારશીલ માનવીનું મન પોતાની જીવવાની ઈચ્છા સાથે અન્ય જીવાની પણ એક પ્રકારની જીવવાની ઈચ્છા વિષે સભાન બને છે અને તે જીવા સાથે સુમેળ સાધવાનું ઈચ્છુક બને છે. આમ છતાં પણ આ સહઅસ્તિત્વની ભાવનાને તે પૂરા અંશમાં અમલી બનાવી શકતા નથી, કારણ કે અન્યના ભાગે જ જીવી શકાય તેમ છે. “અન્ય જીવોની સતત હિંસા ઉપર જ પોતાનુ જીવન નિર્ભર છે. એ પ્રકારના—સહૃદય માનવીને ગુંગળાવતા દુષ્ટતાભર્યા કુદરતના કાનૂનને માનવી હંમેશને માટે અધીન છે. આમ છતાં પણ જીવના ભાગે જીવને ટકાવવાની અથડામણની અનિવાર્યતાથી બચવાન સહૃદય નીતિપરાયણ માનવી પાતાથી બને તેટલા પ્રયત્ન કરતા રહે છે. પેાતામાં રહેલી માનવતાની વૃત્તિ અને ભાવનાને ટકાવી રાખવા માટે અને અન્ય જીવાને બને તેટલું અભયદાન આપવા માટે તે હંમેશા અત્યન્ત ઈન્તેજાર હોય છે.”) આ જીવન" સંઘર્ષમાં કેટલીક હિંસા અનિવાર્ય છે. એમ છતાં પણ માણસ બને તેટલા અહિંસક થઈને, અથવા તો ઓછામાં ઓછી હિંસા કરીને, પોતાનું નૈતિક તથા આધ્યાત્મિક જીવન વિકસાવી શકે છે અને એ રીતે પોતાની માનવતા જાળવી શકે છે, અને બીજા જીવાને 'અભયદાન આપી શકે છે. આ વિચારધારામાંથી સર્વ જીવ પ્રત્યે પ્રેમ, કરુણા અને મૈત્રી જેને સ્વાઈત્ઝર રેવરન્સ ફોર લાઈફ કહે છે તે અચૂક જાગે છે. જીવનના સંઘર્ષમાંથી ઉત્પન્ન થતી હિંસા ટાળવાના રાજમાર્ગ will to love-પ્રેમાગ્રહ છે, જીવ માત્ર પ્રત્યે આદરભાવ છે. આવી જેને દષ્ટિ હોય તેને મન સર્વ જીવ સમાન છે. તેનામાં ઉચ્ચ નીચના કોઈ ભેદ રહેતા નથી. એકેન્દ્રિયથી માંડીને પંચેન્દ્રિય સુધીના સર્વ જીવ પ્રત્યે સમાન આદર રહે છે. આવું જીવન તેઓ પોતે ૯૦ વરસથી જીવી રહ્યા છે, એ જણાવવાની જરૂર ન હોય કે તેઓ વર્ષોથી નિરામિષાહારી છે. તેમણે માનવ સેવા તા કરી છે, પણ જીવમાત્ર પ્રત્યે આદર અને કરુણા તેમનામાં ભર્યા છે તે બતાવતાં તેમની આસપાસ અનેક પ્રાણિઓ અને પક્ષીઓ Pet animals and birds નું મેટ્* વૃંદ હમેશાં રહેતું, જમવા બેસે તો કીડીવાંદાને માટે ખાવાનું નાખે. મકાનનો પાયો નાખતા હોય તે માટીમાં જીવાત નથી તે જોવે, ઝુંપડું બાંધવા એક ડાળી જોતી હોય તો બે ન તોડે. તેઓ લખે છે: "Devoted as I was from boyhood to the cause of the protection of animal life, it is a special joy to me that universal ethic of Reverence for life shows the sympathy for animals, which is so often represented as sentimentality, to be a duty which no thinking man can escape." (અનુવાદ: “પશુ જીવનને રક્ષણ આપવાના ધર્મકાર્ય તરફ નાનપણથી જ મારું મન વળેલું હોઈને મારા માટે એ સિવશેષ આનંદન વિષય બને છે. કે ઍવરેન્સ ફૅાર લાઈફ’- ‘જીવ માત્ર વિશે સમાદરબુદ્ધિના’- સર્વવ્યાપી નૈતિક વિચારમાંથી પશુઓ પ્રત્યેની સહાનુભૂતિ જેને ઘણી વાર કેવળ લાગણીવેડા તરીકે વર્ણવીને ઉતારી પાડવામાં આવે છે તે સહજપણે એક એવા ધર્મ તરીકે, ફલિત થાય છે કે જેના કોઈ વિચારશીલ માનવી ઈનકાર કરી નજ શકે.”) અંતમાં સ્વાઈત્ઝરના જીવનમંત્ર તેમનાં જ શબ્દોમાં કહ્યું: The ethic of Reverence for Life is found particularly strange, because it establishes no dividing line. પ્રબુદ્ધ જીવન પ between more valuable and less valuable lifes To undertake to lay down universally valid distinctions of value between different kinds of life will end in judging them by greater and lesser distance at which they seem to stand from us human beingsas we ourselves judge. But that is a purely subjective criterion. Who among us knows what significance any other kind of life has in itself, and as as a part of the Universe. "To the man who is truly ethical, all life is sacred, including that which from the human point of view seems lower in the scale," (અનુવાદ: “આ જીવમાત્ર વિષેના સમાદરનો વિચાર ખાસ કરીને એટલા માટે વિચિત્ર જેવા ભાસે છે કે તે ઉચ્ચ કોટિના અને નિમ્ન કોટિના જીવા વચ્ચે, વધારે ઉપયોગી અને ઓછા ઉપયોગી જીવા વચ્ચે કોઈ ભેદભાવને સ્વીકારતા નથી. જીવોની ભિન્ન ભિન્ન જાતિઓને મૂલ્યાંકનના માપદંડ લાગુ પાડવાનું પરિણામ આપણી માનવજાત અને તેમની વચ્ચે આપણે જે આછુંવધનું અંતર માની બેઠા છીએ તે ધેારણે તેમના વિષે વિચારવામાં અને ન્યાય તાળવામાં આવશે. પણ આ તો કેવળ સ્વલક્ષી સાપેક્ષ ધારણ કહેવાય. અન્ય કોઈ જીવયોનિનું સ્વત: શું મહત્ત્વ છે અને આ વિશ્વના એક અંગ તરીકે તેનું શું સ્થાન છે એ સંબંધમાં ગાપણામાંના કોણ શું જાણે છે? “જે માનવી ખરેખરા નીતિમાન છે તેને મન જીવન માંત્ર પવિત્ર છે અને તેમાં એ જીવાનો પણ સમાવેશ થાય છે કે જે માનવીના દષ્ટિકોણથી નિમ્નકોટિના લેખાય છે.”) : આ શુદ્ધ જૈન ધર્મ છે. મે તમને આ ફાઓ વાંચી સંભળાવ્યા છે, જેથી તમને એમ ન લાગે કે સ્વાઇત્ઝર વિષે કહેતાં હું કોઈ અતિશયોકિત કરી રહ્યો છું અથવા તે મારું પોતાનું ઉમેરૂં છું. સ્વાઈત્ઝરે પેાતાના કેટલાય પુસકોમાં અને ખાસ કરીને તેમના My life and Thought’મુરતકમાં જે તેમની આત્મકથા છે તેમાં આ બધું વિશદતાથી સમજાવ્યું છે. સ્વાઈટઝરના આ જીવનમંત્ર સનાતન સત્ય છે. આવી મહાન વિભૂતિને આ વ્યાખ્યાન નિમિત્તે જાણવાની વિગતથી ઓળખવાની મને તક મળી તે માટે હું મારી જાતને ધન્ય માનું છું.” ચીમનલાલ ચકુભાઈ શાહ પૂરક નોંધ : આ લખાણ ઉપરની શરૂઆતની તંત્રી નોંધમાં જણાવવામાં આવ્યું છે. તેમ આ મહામાનવનું તા. ૫-૯-'૬૫નાં રોજ અવસાન થયું છે અને આફ્રિકાના તેમના પોતાના આશ્રમમાં તેમને દફનાવવામાં આવ્યા છે. છ ફુટ લાંબા, લાંબા શ્વેત વાળ ધરાવતા આ ઋષિના - સન્ત પુરુષના સંસર્ગમાં આવીને અનેકના જીવનમાં પલટા આવ્યા છે. ૮૦ વર્ષની વયે તેમણે છેલ્લી વાર વાદ્યસંગીત સંભળાવ્યું હતું. ૧૯૫૭માં એટલે કે ૮૨ વર્ષની વયે તેમનાં સહધર્મચારિણી હેલન બ્રેસલા જેમની સાથે તેમણે ૧૯૧૨ ની સાલમાં લગ્ન કર્યું હતું અને જેમણે અખંડ ૪૫ વર્ષ સુધી સ્વાઈઝરને તેમના જીવનકાર્યમાં એક સરખો સાથ આપ્યો હતા. તેઓ સ્વર્ગે સીધાવ્યાં હતા. સંતાનમાં સ્વાઈટ્ઝર પોતાની પાછળ એક જ પુત્રી મૂકી ગયા છે. ‘ચિત્રલેખા ’માં પ્રગટ થયેલી તેમના અંગેની એક જીવન નોંધના છેડે યથોચિત જણાવવામાં આવ્યું છે કે “ગાંધીજીના અવસાનથી વ્યથિત થયેલા ડો. આઈન્સ્ટાઈને કહ્યું હતું કે આવા જીવતા જાગતા માણસ આ ધરતી ઉપર હરતા ફરતા હતા એમ માનવામાં નહિ આવે. ડા. સ્વાઈટઝર માટે પણ કહેવું જોઈએ કે ઈશુ પછી આવા દયાળુ અને સેવાભાવી સહૃદયી ખ્રિસ્તી સાધુપુરુષ જગતે જોયો નથી. જયારે ઈશુની ખ્રિસ્તી અનુયાયી ગણાતી ગોરી પ્રજાએ બન્ને વિશ્વવિગ્રહમાં લાખા માનવીઓનાં ગળાં કાપ્યાં અને કરોડોને પાયમાલ કર્યા છે અને જે ગોરી પ્રજા ઐહિક સુખ, સ્વાર્થ અને બીજાના શેષણમાં રચીપચી રહી છે ત્યારે એ ગારી સંસ્કૃતિના ગોરા ખંડ છેડીને કાળા આફ્રિકામાં જઈ પેાતાનું જીવન પીડાતી, અબુધ, ગરીબ આફ્રિકી પ્રજાની સેવામાં પોતાની જાતને અર્પણ કરનાર બીજો સ્વાઈત્ઝર જગતને કયારે મળશે ? સમાપ્ત --પરમાનંદ
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy