________________
પ્રભુપ્ત જીવન જોડાવા માંગે છે તે અંગે નિર્ણય કરવામાં વિલંબ ક્યોં. સંભવ છે કે તેઓ
(ક) નિર્ણય કરવામાં અસમર્થ હોય.
(ખ) પરિસ્થિતિ જોઈને જયાં વધારે લાભ દેખાય ત્યાં તેઓ જવા ચાહતા હોય.
(ગ) બને ત્યાં સુધી, પોતાના રાજયને તેઓ સ્વતંત્ર રાખવા ઈચ્છતા હાય.
મહારાજાએ નિર્ણય કર્યો તે પહેલાં પાકિસ્તાને વાયવ્ય સરહદ ઉપરથી આફ઼ીદી લોકોને કાશ્મીર ઉપર મોકલ્યા. આ આક્રમણ શ્રીનગર નજીક પહોંચ્યું, એવામાં કાશ્મીરના મહારાજાએ ભારત સાથે જોડાવાની માંગણી કરતા—ઈચ્છા દર્શાવતા પત્ર ઉપર પાતાના હસ્તાક્ષર કર્યા,
અખિલ ભારતીય કોંગ્રેસ આઝાદીની લડાઈના જમાના
પહેલાંથી એમ માનતી હતી કે દેશી રાજ્યોના ભવિષ્યનો નિર્ણય ત્યાંની પ્રજાએ કરવા જોઈએ, રાજાએ નહિં, પોતાના આ સિદ્ધાન્ત અનુસાર, મહારાજાની વિનતી બાદ પણ, ભારત સરકારે કાશ્મીરની પ્રજાના નાતે ત્યાંની નેશનલ કોન્ફરન્સ પાસે આ બાબત અંગે સંમતિ માંગી, નેશનલ કોન્ફ્રન્સે પોતાના પ્રસ્તાવ દ્વારા ભારતમાં જોડાવાની માંગણી કરી અને તેના નેતા શેખ અબદુલ્લાએ આ માંગણી ઉપર સહી કરી. ત્યાર પછી જ ભારતીય સેનાને કાશ્મીર તરફ રવાના કરવામાં આવી.
હવે પાકિસ્તાનની સેના ખુલ્લી રીતે ભારતીય સેનાના સામના કરી રહી હતી. એ દરમિયાન ભારત આ પ્રશ્ન સંયુકત રાષ્ટ્રસંઘની સીક્યોરીટી કાઉન્સીલ–સલામતી સમિતિ-સમક્ષ લઈ ગયું. સીયારીટી કાઉન્સીલની દરમિયાનગીરીદ્રારા કાશ્મીરમાં યુદ્ધવિરામ કરવામાં આવ્યો. યુદ્ધ-વિરામ રેખા, એ સમયે ભારત તથા પાકિસ્તાનની સેના જ્યાં ઉભી હતી, તેના આધાર ઉપર, ખેંચવામાં આવી. આને લીધે કાશ્મીરના ૨/૩ ભાગ ભારત પાસે અને ૧/૩ પાકિસ્તાનના તાબા નીચે આવ્યા. લશ્કરી દષ્ટિથી આ રેખા ભારતને પ્રતિકુળ અને પાશ્તિાનને અનુકૂળ હતી; કારણ કે તેમાં ઊંચા પર્વતોનાં શિખરો પાકિસ્તાન પાસે રહેતાં હતાં. જ્યાંથી કોઈ પણ વખતે તેઓ ક્રુસણખારી કરી શકે તેમ હતું.
- ૫. ૧૭ વર્ષ સુધી આ સમસ્યા સંયુકત રાષ્ટ્રસંઘની પાસે રહી. આ દરમિયાન સંયુક્ત રાષ્ટ્રસંધે એવા નિર્ણય આપ્યો હતો કે પાકિ સ્તાનની સેના કાશ્મીર ખાલી કરે, ત્યાર બાદ ભારતની સેના પણ મોટા પ્રમાણમાં કાશ્મીર ખાલી કરે તેના આન્તરિક રક્ષણ માટે આવશ્યક સૈના રાખવાની તેને રજા આપવામાં આવી હતી ત્યાર બાદ કાશ્મીરમાં મતદાન લેવામાં આવે. પાકિસ્તાને આ નિર્ણયનો અમલ કર્યો નહિ, અને તેથી ભારતે પણ પોતાની સેના ત્યાંથી પાછી હઠાવી નહિ. એટલે મતગણનાના પ્રશ્ન જ ઊઠયા નહિ,
આ દરમિયાન કાશ્મીરમાં ત્રણ વાર ચૂંટણીઓ થઈ, અને આ ચૂંટણી દ્વારા ચૂંટાયેલી વિધાનસભાએ ભારતમાં રહેવાના ઠરાવ પણ કર્યો, ભારત માને છે કે આ ચૂંટણી દ્વારા મતગણના થઈ ચૂકી છે અને કાશ્મીર ભારતનું અભિન્ન અંગ છે. આમ છતાં પણ એ વાત સાચી છે કે ભારત અથવા તેા પાકિસ્તાનમાં જૉડાવાના મુદ્દા ઉપર આ ચૂંટણી કરવામાં આવી નહોતી અને આ ચૂંટણીમાં પાતિાનના તાબામાં રહેલા કાશ્મીરના લોકોએ ભાગ લીધો નહોતા. વસ્તુત : આઝાદ કાશ્મીરમાં આજ સુધીમાં કોઈ પણ પ્રકારની ચૂંટણી કરવામાં આવી નથી.
તા.૧૬-૧૦-૫
જેલમાં રાખવામાં આવ્યા. ગઈ સાલ દરમિયાન તેમને મુકત કરવામાં આવેલા. તેઓ દિલ્હી તથા રાવલપીંડીમાં બન્ને દેશના રાષ્ટ્રનેતાઓને મળ્યા. ત્યાર બાદ તેઓ વિદેશભ્રમણ માટે ભારતની બહાર ગયા. વિદેશમાં તેમના સંબંધમાં જે બન્યું તે કારણે, જેમાં ચીની પ્રધાનમંત્રી ચાઉ-એન-લાય સાથે તેમના મળવાની બાબત પણ હતી, ભારતની પાર્લામેન્ટમાં ભારે પ્રક્ષાભ પેદા થયો, અને વિદેશથી તે પાછા આવ્યા કે તરત જ તેમને ભારત સંરક્ષણ ધારા નીચે નજરકેદ કરવામાં આવ્યા. .
૬. આ દરમિયાન કાશ્મીરના પ્રધાનમંત્રી શેખ અબદુલ્લાને તેના સ્થાન ઉપરથી ખસેડવામાં આવ્યા અને ૧૨ વર્ષ સુધી તેમને
આ બાજુએ આઝાદ કાશ્મીરમાં ત્યાંની સરકારે નીમેલા ત્રણ રાષ્ટ્રપતિઓને તેમના પદ ઉપરથી ખસેડવામાં આવ્યા અને તેમને જેલમાં પૂરવામાં આવ્યા. આઝાદ કાશ્મીરના કોઇ નેતાએ અથવા તા કોઈ સંસ્થાએ કાશ્મીરને પાકિસ્તાન સાથે જોડવાની માંગણી કરી હોય એવી આપણી પાસે કોઈ જાણકારી નથી. એમ છતાં પણ,તે બરોબર એવી માંગણી કરતું જ રહ્યું છે કે બન્ને કાશ્મીરની વચ્ચે મુકતપણે જવા—આવવાની સગવડ હોવી જોઈએ અને બન્ને કાશ્મીરને એક બનાવી દેવા જોઈએ.
૭. આ સાલમાં કચ્છના રણના ઝગડાની પછી જે સમાધાની થઈ, તેથી એવું વાતાવરણ ઉભું થયું હતું કે હવે કદાચ ભારતપાકિસ્તાનની વચ્ચેની બીજ સમસ્યાઓનો પણ શાન્તિમય ઉપાયો વડે ઉકેલ કરવામાં આવશે પણ એમ બન્યું નહિ.
૮. કાશ્મીરની ઉત્તર તથા પશ્ચિમી સીમા ઉપર પાકિસ્તાને યુદ્ધ—વિરામ રેખા આળગીને હજારો સશસ્ત્ર લોકોને મોકલ્યા. ઇ– સમાધાની પછી તરતમાં આમ કેમ બન્યું, આ સંબંધમાં અનેક તર્કો કરી શકાય તેમ છે. કેટલાક મુખ્ય તર્કો નીચે મુજબ છે:
(ક) કચ્છ—રણ—સમાધાની ભારતે કમજોરીને લીધે કરી છે એવું અનુમાન કરીને આ કમજોરીના લાભ કાશ્મીરમાં પણ ઉઠાવવામાં આવે એવા વિચાર પાકિસ્તાનના હોય,
(ખ) કચ્છ-સમાધાનીથી પાકિસ્તાની પ્રધાનમંડળમાં અસંતોષ પેદા થયા હોય અને અસંતુષ્ટ તત્વોને સંતોષવા માટે નવા મેરા ઉભા કરવામાં આવ્યો હોય.
(ગ) કચ્છના મામલામાં પાકિસ્તાનનો પક્ષ કમજોર હોય તથા તટસ્થ પંચની પાસે મામલેા જાય તે પહેલાં જ તે રીતે તેમાંથી છૂટી જવા માંગતું હોય.
(ધ) બન્ને દેશે! વચ્ચેના સમાધાનથી અન્ય કેટલાક દેશોમાં બાધા પહોંચતી હોય અને તેની પ્રેરણાથી આ કારવાઈ કરવામાં આવી હોય.
(ડ.) કાશ્મીરના પ્રશ્ન એક વાર સીક્યોરીટી કાઉન્સીલમાં લઈ જવા માટે પાકિસ્તાનની આ કોશિષ હોય.
(ચ) કાશ્મીરના સંવિધાનના શેાધનદ્રારા કાશ્મીરને ભારતનું અંગ બનાવવામાં આવ્યું છે, જેનો વિરોધ કરવા માટે પાકિસ્તાને આ કારવાઈ કરી હોય.
(છ) પાકિસ્તાનના મનમાં એવી માન્યતા હોય કે કાશ્મીરમાં એવા સંતાપ ચાલુ છે કે જેને આ બહાનાથી એકદમ ઉગ્ર બનાવી શકાય તેમ છે અને આન્તરિક બળવાનો આકાર આપી શકાય તેમ છે.
પાકિસ્તાને આ ઘુસણખેરીને કાશ્મીરમાં ઉભી થનારી બગા વતના આકારમાં રજુ કરી અને એમ જણાવ્યું કે આઝાદી ચાહતી આ પ્રજાનું સમર્થન કરવું એ અમારૂં કર્તવ્ય છે.
ભારતે આ ાંસણખોરીની પ્રવૃત્તિને રોકવાનો નિશ્ચય કર્યો અને તે માટે જો આવશ્યક હોય. તે યુદ્ધવિરામ-રેખા આળગીને પણ હ્યુસણખોરોને માર્ગ રોકવાના આદેશ પાતાની સેનાઓને