________________
પ્રભુ
વિચાર કરીએ. ચીન સિવાય દુનિયાના લગભગ બધા દેશો આ યુદ્ધ વિષે ભારે સચિન્ત છે અને તેને વહેલામાં વહેલી તકે અંત આવે એમ ઈચ્છે છે. ઈન્ડોનેશીઓનું વલણ પાકીસ્તાન તરફી હોવા છતાં આજના યુદ્ધ અંગે અન્યથા વિચારતું હોય એમ હું નથી ધારતા. યુના સંયુકત રાષ્ટ્રસંસ્થા—પણ આમ જ કહી રહેલ છે કે વહેલામાં વહેલી તકે યુદ્ધવિરામ જાહેર કરો, અને ૫મી ઓગસ્ટ પહેલાં જ્યાં હતા ત્યાં પાછા જાઓ. આ સંબંધમાં આપણી માગણીનીચે મુજબ છે :
(૧) પાકીસ્તાનને આક્રમણખાર તરીકે યુને જાહેર કરે. (૨) ધુંસણખારને જ્યાં હોય ત્યાંથી તેમને પાર્કીસ્તાન પાછા બાલાવી લે.
(૩) ભારત સામે પાકીસ્તાને યુદ્ધ ઊભું કર્યું છે તેનું પાકીસ્તાન પૂરું વળતર આપે.
(૪) ભવિષ્યમાં આવું ન બને તેના પાકો બંદોબસ્ત થાય. આપણા દિલમાં પાકીસ્તાનને આક્રમણખાર—અગ્રેસર–તરીકે જાહેર નહિ કરવા બદલ યુનો સામે અસંતોષ છે. પણ આવી પરિસ્થિતિમાં યુનાના ભાગે મધ્યસ્થી કરવાનું રહે છે અને મધ્યસ્થી કરનાર સંસ્થા જે ન્યાયધીશ બની બેસે તે તેની મધ્યસ્થીના દરજજાને હાનિ પહોંચે અને પાકીસ્તાન તેને સાભળવાની ના જ પાડે. એક ન્યાયાધીશ અને મધ્યસ્થ વચ્ચે રહેલા આ ભેદ આપણે ધ્યાનમાં રાખવા જોઈએ. આમ છતાં પણ જનરલ નીમેએ પાતાના રીપોર્ટમાં અને સેક્રેટરી જનરલ યુ થાને સીક્યુરીટી કાઉન્સીલને સુપ્રત કરેલા અહેવાલમાં પાકીસ્તાને આક્રમણ કર્યું છે તેમ જાહેર કરેલ જ છે. અને તેણે રેલા આક્રમણ અંગે અન્યત્ર કોઈ પણ દેશમાં બેમત હેવા સંભવ નથી, યુનાના સેક્રેટરી જનરલ યુ થાય આજે એક મીશન લઈને ભારત આવ્યા છે. સીક્યોરીટી કાઉન્સીલના ઠરાવ અનુસાર તેઓ એક જ દરખાસ્ત રજુ કરી શકે કે શસ્ત્રવિરામ કરો અને લશ્કરી દળા પાછાં ખેં’ચી લ્યો અને પાંચ ઑગસ્ટની સ્થિતિ ઉપર આવી જાઓ.
વિશ્વમતને વિગતવાર વિચાર કરીએ તેા. ચીન અને ઈન્ડોનેથીઆ જાહેર રીતે પાકીસ્તાનની પડખે છે, બ્રીટનનું વલણ પણ પાકીસ્તાન તરફી છે. રશિયા તટસ્થ રહેવાના પ્રયત્ન કરે છે, એમ વિચારીને કે ચીનની જાળમાંથી પાકીસ્તાનને છેડાવવાની આ તક છે. વળી એ પણ ચોક્કસ છે કે, સીક્યોરીટી કાઉન્સીલમાં—સલામતી સમિતિમાં—કોઈ પણ દેશ હિંદ વિરૂદ્ધ પલ્લું નમાવવા પ્રયાસ કરશે તે રશિયા પોતાના ‘વીટા’ વાપરીને એમ નહિ થવા દે
પાકીસ્તાનની મદદે, આજના તબક્કે, કોઈ પણ દેશ ખુલ્લી રીતે આવશે તેા આ યુદ્ધ વિશ્વયુદ્ધમાં પલટી જશે. દાખલા તરીકે ચીન આપણને હિમાલય બાજુએ આવી ધમકી આપી રહ્યું છે. આપણાં દળીને તે બાજુએ રોકી રાખવા માટે ચીન, સંભવ છે કે, ઉત્તર સીમા બાજુ કાંઈ ને કાંઈ છમ કર્યું, પણ એવી સંભાવનાની અમેરિકાએ તરત જ ભારે ગંભીર નોંધ લીધી છે.
આ ઉપરથી એવી અપેક્ષા રાખી શકાય કે ચીન ઉઘાડી રીતે પાકીસ્તાનને મદદ નહિ કરે. અને ચીન શા માટે ઉંઘાડી રીતે આ લડાઈમાં સંડોવાય? તેમ કરતાં તેને ઘણું ગુમાવવાનું રહે છે. આજે પાકીસ્તાનનું વલણ ચીન તરફી. દેખાય તેા પણ પશ્ચિમના દેશના સાથ છેાડવાનું પાકીસ્તાનને કોઈ રીતે પોષાય તેમ નથી. તેમ જ પશ્ચિમના દેશોને પણ પાકીસ્તાનમાં મેટ હિત રહેલું છે.
પાકીસ્તાને સેન્ટો પાસે મદદની માંગણી કરી તેના જવાબમાં સેન્ટોના મંત્રીઓ સાફ જણાવી દીધું કે કાશ્મીર સેન્ટોના કાર્યક્ષેત્રની અંદર નથી અને તેથી માગેલી મદદ આપવાનું શકય નથી. આમ છતાં એ સેન્ટોના બે સભ્યો ઈરાન અને ટર્કી પાકીસ્તાનને મદદ કરવાનું વિચારી રહ્યા છે. આ સમાચાર ચિન્તાજનક છે. આમ બનશે તો બીજા દેશે. આ સહન નહિ કરે એમ હું માનું છું.
જીવન
તા. ૧૬-૯-૫
યુનાઇટેડ સ્ટેટ્સ આજે તટસ્થતા ધારણ .કરી રહ્યું છે, પણ ચીન જો ભારત ઉપર આક્રમણ કરે તેા તે ભારતની બાજુએ આવીને ઊભું રહેશે એમાં મને શંકા નથી. આજે તે તેણે બન્ને દેશને લશ્કરી શસ્રો અને સામગ્રી પૂરી પાડવાની ના પાડી છે, પણ એનું પરિણામ ભારત કરતાં પાકીસ્તાન માટે વધારે ખતરનાક નીવડવા સંભવ છે.
આમ દુનિયાના પ્રમુખ દેશે, ચીન સિવાય, બને તેટલું જહિંદી યુદ્ધ અટકાવવા ઈચ્છે છે અને જો મુથાનના પ્રયત્નોને સફળતા હિં મળે તે, ભારત તેમ જ પાકીસ્તાન ઉપર શક્ય તેટલાં દબાણો આ દેશે। તરફથી ઊભાં કરવામાં આવશે એવી ધારણા છે.
અયુબખાન અને ભૂતો બન્નેએ કહ્યું છે કે, કાશ્મીરમાં લોક્ળત લેવાનો મુદ્દો સ્વીકારવામાં ન આવે ત્યાં સુધી યુદ્ધવિરામ થઈ ન જ શકે. આ લોકમતનો પાકીસ્તાન કદાચ આગ્રહ છેાડી દે તો પણ સીક યેરીટી કાઉન્સીલમાં આ પ્રશ્ન ફરીથી હાથ ધરવામાં આવે એવા આગ્રહ તો પાકીસ્તાન કરવાનું જ.
આપણે, આ યુદ્ધ આપણા ઉપર આવી જ પડયું છે ત્યારે કાશ્મીરના આ પ્રશ્નના છેવટના નિકાલ થઈ જાય એમ ઈચ્છીએ
છીએ. આપણે આટલું મેટું જોખમ ખેડવું, તર્યું અને એમ છતાં જો કાશ્મીરના પ્રશ્ન સળગતા રહે તે પછી આ બધું જોખમ. ખેડયું શા માટે? ચીનનું આક્રમણ થયું ત્યારે પણ દબાણને વશ થઈ કાશ્મીર અંગે આપણે કાંઈ પણ નમતું મુક્વાની ના પાડી હતી તે અત્યારે બળજબરીથી તેનો ઉકેલ માગે તેને વશ કેમ થઈએ? વળી આજના સંઘર્ષ પાકીસ્તાનના ઘુસણખારને લીધે ઊભા થયા છે. તેને અને કાશ્મીરના લોકમતને સીધા કોઈ સંબંધ છે જ નહિ. આપણી વિચારણા કાંઈક આ પ્રકારની છે.
આ બંને બાજુનાં વલણા જોતાં નજીકના ભવિષ્યમાં આ તુમુલ સંઘર્ષનો હું અન્ત દેખતો નથી. અદ્યતન પરિસ્થિતિમાં આપણે જે વલણ અખત્યાર કર્યું છે તે બધી રીતે વ્યાજબી છે. ગમે તે ભાગે આ વાતનો આખરી અંજામ લાવ્યા સિવાય છૂટકો નથી. દુનિયાનો મત આપણને અનુકૂળ હાય કે ન હોય, કારણ કે જુદા જુદા દેશોના મતાને કોઈ સન્યાસત્ય સાથે સંબંધ હોતા નથી; તેને માત્ર સંબંધ પોતાના નિહિત સ્વાર્થી સાથે હાય છે. અને તેથી વિશ્વમત આપણી વિરુદ્ધ દેખાય તો પણ અને આપણને પારાવાર નુકશાન થાય તો પણ હવે બીજો કોઈ માર્ગ શક્ય જ નથી.
આ વિગ્રહથી આપણને પારાવાર નુકસાન થઈ રહ્યું છે, અને થવાનું છે. આ વિગ્રહમાં અવારનવાર અનુકૂળ તેમ જ પ્રતિકુળ પલટાઓ આવવાના છે, આજે કાંઈ અનુકૂળ બને તો હરખાઈ જવાનું નથી; પ્રતિકૂળ બને તે હીંમત હારવાની નથી. બીજા દેશ વચ્ચે ન પડે તો આપણા આખરી વિજ્ય માટે કોઇ શંકા નથી; પાકીસ્તાન કરતાં આપણી આર્થિક અને લશ્કરી સ્થિતિ અનેકગણી ચડીયાતી છે. આપણે આ યુદ્ધને વિસ્તારવા ઈચ્છતા નથી અને તેને મર્યાદિત રાખવા દરેક પ્રયત્ન કરીએ છીએ, પણ પાકીસ્તાન જો યુદ્ધ વિસ્તારે તે પણ લડી લઈ તેના અન્ય લાવવામાં જ આપણું અન્તિમ શ્રેય રહેલું છે. આપણા મહાઅમાત્ય શ્રી લાલબહાદુર શાસ્ત્રીએ આજની કટોકટીમાં જે હીંમત અને મક્કમતાથી કામ લીધું છે તે માટે આપણે તેમને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. અને પ્રજાએ પણ એટલા જ ઉત્સાહ અને ભાગ આપવાની તૈયારી દાખવી છે અને તે માટે પ્રજા પણ એટલા જ ધન્યવાદને પાત્ર છે.
અને આજે એક બાબત આપણે બરોબર સમજી લઈએ કે, આજની ટોક્ટીમાં આપણે કોઈ બીજા ઉપર ગણતરી કરવાની નથી, આધાર રાખવાનો નથી. આપણે આપણા પગ ઉપર જ ઊભા રહેવાનું છે. ભિન્ન ભિન્ન રાષ્ટ્રો સાથેના સંબંધો હજુ કોઈ ઉદાત્ત ભાવના ઉપર નિર્ભર બન્યા નથી. જ્યાં દરેક રાષ્ટ્ર અન્ય રાષ્ટ્રો