________________
૨૦૮
પ્રભુપ્ત જીવન
વધતી આવશ્યકતાઓને માત્ર ઉત્પાદન વધારીને જ પહોંચી શકાય. આ જ પગલું ભરવામાં આપણે પાછા પડ્યા છીએ. સ્વાવલંબન વિના આરો નથી
કાંતા વધુ પડતા આત્મસંતોષને લીધે અથવા તો આત્મવિશ્વાસને કારણે આપણે ખેતીની ઉપજ વધારવામાં આપણી સાધનસંપત્તના ઉપયોગ કરવા જોઈએ એટલા પ્રમાણમાં કર્યો નથી.. ભારતમાં ખેતીના ઉત્પાદનની બાબતના, જથ્થાબંધ કે કુલ પ્રમાણને દષ્ટિ સમક્ષ રાખીને જ આપણે વિચાર કર્યો છે. પણ ઉપજને વધારવાના સાચા દૃષ્ટિકોણ છે, એકર દીઠ ઉપજ વધારવાના કૃષિક્ષેત્રે સ્વાવલંબી થવાના સાચા ઉપાય જ એ છે કે જ્યાં આજે ગનનું એક ડોઢનું ઉગે છે, એની જગ્યાએ વાસ્તવમાં બે ડોડવા ઉગવા જોઈએ. આખરી ઉપાય આ હકીકતમાં રહેલા છે. •
'
અત્યારે કંટાળાજનક અને લાંબાગાળાનો જે માર્ગ રાજ્ય આપનાવ્યો છે, એને બદલે જગતના બીજા દેશોના અનુભવ પરથી સમજીને જ એર દીઠ ઉપજ વધારવાનો ટૂંકો અને ખાતરીભર્યા માર્ગ આપણે અપનાવવા જોઈતા હતા. આપણી જરૂરિયાત પૂરી પાડનારી બીજું કોઈ નહિ પણ ખેડૂત જ છે. અને જો, એના પર જે જવાબદારી છે તેને એ ઉપાડી શકે એવી આપણે ઈચ્છા રાખતા હોઈએ, તા એના બાવડામાં રાજ્ય અને પક્ષના તંત્રે બળ પૂરવું રહ્યું. આપણે આ માટે ઘણી ચીજો કરવાની છે. એ બધું સિદ્ધાંતમાં જ રહ્યું છે, એને અમલમાં મૂકવા કોઈએ પ્રયાસ કર્યો નથી. ખાસ કરીને નાના ખેડૂતને હંમેશાં તેના મર્યાદિત સાધના પર જ છેડવામાં આવ્યો છે. સિંચાઈ યોજનાઓ
ખેડૂતને વળતરના ભાવ મળવા જોઈએ એટલી હકીકતને સ્વીકારતાં આપણને પંદર પંદર જેટલાં વર્ષો લાગી ગયાં. આટલું સમજવા આપણે ૧૯૫૫ના વાડી અધિવેશનથી ૧૯૬૪ના ભૂવનેશ્વર અધિવેશન સુધીની મજલ કાપવી પડી. હજી આપણા સિંચાઈના પ્રેજેફ્ટને પૂરા કરતાં આપણને ૨૫ વર્ષ નીકળી જશે. પછી પણ ખેતીના વિસ્તારમાંથી માત્ર ચોથા ભાગને પાણી પહોંચતું થશે. સિંચાઈ માટે ઈઝરાયલે જે પ્રથા અપનાવી છે એના વિચારની ભૂમિકાએ પણ હજી આપણે પહેોંચ્યા નથી. ગંગા, જમના, ચંબલ, નર્મદા, કૃષ્ણા, ગોદાવરી અને કાવેરીના નિ:સીમ વારિપ્રવાહ દરિયામાં ઠલવાઈ રહ્યો છે. આ નદીઓને નહેરથી જોડીને એના પાણીને ગ્રામવિસ્તારમાં પથરાયેલા પડેલા સે’કડો એકરના ઉજજડ અને સુકા ખેતવિસ્તારોમાં લઈ જવાના વિચાર આપણે હજી સુધી કર્યો નથી. ખેડૂતને સમયસર જરૂરી ધીરાણ ખાતરીથી મળે એવી જોગવાઈ કરવાની આપણે ભારપૂર્વક વાતો કરતા આવ્યા છીએ, પણ એને અમલ કરતાં આપણને હજી વરસા નીકળી જશે. ખેડે તેની જમીનની પરિસ્થિતિ ઊભી કરતાં આપણે હજી બીજી ક્રાંતિ લાવવી પડશે એવું લાગે છે. ત્યાં સુધી ખેડૂતના કામનો લાભ વચ્ચે બીજા વર્ગ જ ઉઠાવ્યા કરશે. વહીવટી તંત્ર
ગોકળગાયની ગતિએ ચાલ્યા કરવું અને પછી આશા એવી રાખવી કે આપણા ખેતીઉત્પાદનમાં ક્રાંતિકારક ફેરફાર થવા જોઈએ. એના અર્થ તો એ જ થાય કે, આકાશમાંથી આવીને ભાજનના કોળિયો સીધા મોંમાં પડે. કાગ્રેસ હવે આ અંગે મકકમ થવું જરૂરી છે. જેવી રીતે આયાતમાં આપણે મકકમ થયા છીએ એમ જ. લોકોને વિશ્વાસમાં લેવા જોઈએ અને એમ કરતાં એમને એમ ન થવું જોઈએ કે આપણે તેમને છેતરીએ છીએ. નિવારી શકાય એવા માનવસર્જિત દુષ્કાળ આપણે ઊભા કર્યાં છે એવું લોકો કહે એવી પરિસ્થિતિ આવવી ન જેઈએ. અે
ૐ ... આ પગલાંથી આપણે વર્તમાન અને ભવિષ્યની અછતની પરિસ્થિતિને પહોંચી વળવાના દેખીતા ઉપાયો કરી શકીશું. બીજા બે પગલાં પણ આવશ્યક છે. આ બે પગલાંમાંનું એક વહે ચણી બાબતનું છે, જ્યારે બીજું ભાવાની બાબતનું છે.
ખરું જોતાં ફુગાવાનાં લક્ષણા, પ્રાદેશિક અસમાનતા અને
તા. ૧૬-૧
નબળા અને કાર્યક્ષમતાવિહીન વહીવટીતંત્રની સરખામણીમાં વહેંચણી અને ભાવનિયમનની સમસ્યા તદ્દન નજીવી લાગે છે. ચિન્તાને અતિરેક
કેરળની ખરીદીને કારણે આંધ્ર અને મદ્રાસમાં ચિંતા થવા માંડે છે. એવી જ રીતે કલકત્તાની ખરીદીથી ઓરિસ્સા, મુંબઈ અનેગુજરાતની ખરીદીથી મધ્યપ્રદેશ ચિંતાતુર થઈ જાય છે. કદાચ આ ચિંતામાં અતિરેકના અંશ હોઈ શકે પણ એ વસ્તુ પણ આપણે સ્વીકારવી રહી કે છતવાળા રાજ્યોના ભાવાને અસર કરે એ બાબત એમને ચિંતાતુર બનાવે તે સમજી શકાય એવું છે.
એક વાત બહુ જ ચાખ્ખી દેખાય છે, કે રાજ્યવાર ઝાન પદ્ધતિ એ પરિસ્થિતિનું નિરાકરણ નથી. એનાથી ગુંચવાડા થયા છે. રાજ્યોની જે ધારણા હતી કે છતવાળા વિસ્તારોનું વધારાનું અનાજ કેન્દ્ર માટે પ્રાપ્ત કરી શકાશે, એ સરિયામ નિષ્ફળતામાં પરિણમી છે. રાજ્યોમાં એવી લાગણીએ જન્મ લીધો કે, દરેક રાજ્યે પેાતાનું ઘર સાચવી લેવું બાકીના ભલે .ભૂખ્યા રહે. આ તા રાષ્ટ્રના હિતની તદન વિરુદ્ધની વાત થઈ. એ ખોટો રસ્તો છે. રાજ્યવારનું આ નિયંત્રણ દૂર કરવું જોઈએ.
પણ એવી જ રીતે આ સ્થિતિના બીજો છેડો છે, એકદમ દેશભરમાં મુકત હેરફેરની છૂટ આપી દેવાનો. ફુગાવાના પ્રવાહો અત્યારે બધે પ્રસરી રહ્યા છે ત્યારે આવું આખરી પગલું લેવાનું ખૂબ જ જોખમકારક નીવડે. એ પગલું અત્યારે લઈ શકાય નહિ. શ્રી કીડવાઈએ પણ એક કૂદકે આવું પગલું લીધું નહોતું. તે ત તરત જ દેશભરમાં લોકો પારાવાર ખરીદી શરૂ કરી દે અને દેશના દરિદ્ર વિસ્તાર અને દરિદ્ર થરના લોકો ભારે વિમાસણમાં આવી પડે. ચોખાનો પાક આ વખતે અપવાદરૂપ—સંરસ નીવડયો છે. ઘઉંને પાક હજી બજારમાં પ્રવેશે એ પહેલાં ચાર મહિના જેવા સમય નીકળી જશે.
વ્યવહારુ ઉકેલ
સૌથી વધુ વ્યવહારુ ઉકેલ એ છે કે રાજ્યવાર ન પદ્ધતિમાંથી દેશભરમાં સંપૂર્ણપણે મુકત હેરફેર ભણી આપણે તબક્કાવાર પગલાં લેવા જોઈએ. આ માટે વ્યાજબી રીત એ છે કે અછતવાળા રાજ્યોને છતવાળાં રાજ્યો સાથે એવી રીતે જોડવાં જોઈએ કે જેથી તે વિસ્તારની ઊપજની વાજબી વહેચણી થાય. છત વિસ્તાર પર એટલેા બધા બાજો નહિ પડવા દેવા જોઈએ કે જેથી એ જ અછતનો પ્રદેશ થઈ જાય.
છત અને અછતના વિસ્તારોને જોડવાથી જે અસમતુલા ઊભી થાય તે સઘળી સરખી કરવા માટે ગીચ વસતિવાળા કે વધુ ખરીદીની આવશ્યકતાવાળા પ્રદેશની સંપૂર્ણ જવાબદારી કેન્દ્ર સરકારને સોંપી દેવી જોઈએ.
આમ કરવાથી તંત્રના સંચાલનનું ચિત્ર કાંઈક આવું બની રહેશે: (૧) દક્ષિણનાં બધાં જ રાજ્યોના એક ઝેન, એમાંથી કેરળ રાજ્ય તથા મદ્રાસ, હૈદરાબાદ, બેંગ્લા અને કોઈમ્બતુર શહેરોની જવાબદારી કેન્દ્ર હસ્તક રહે.
(૨) પશ્ચિમનાં ત્રણ રાજ્યો ગુજરાત, મહારાષ્ટ્ર અને મધ્ય પ્રદેશના એક ઝાન. એમાં શાલાપુર, મુંબઈ અને અમદાવાદ શહેર કેન્દ્રની જવાબદારી તળે રહે.
(૩) પશ્ચિમ બંગાળ, આસામ અને આરિસાનો બનેલા પૂર્વીય ઝાન, એમાં કલકત્તા કેન્દ્રની જવાબદારી નીચે.
(૪) ઉત્તરનાં ત્રણ રાજ્યોના એક ઝેન, જેમાંથી કાનપુર શહેર કેન્દ્રની જવાબદારી નીચે રહે.
કેન્દ્રની જવાબદારી
એકાનમાંથી બીજા ઝોનમાં જતાં અનાજની હેરફેરનું સંચાલન સંપૂર્ણપણે કેન્દ્ર સરકાર દ્વારા જ થવું જોઈએ. એક જ ઝાનની અંદરના અને કેન્દ્રની જવાબદારી સિવાયના વિસ્તારોમાં અનાજની સંપૂર્ણત: મુકત હેરફેર રહે, જે વિસ્તારો કેન્દ્રની જવાબદારીના હાય તેની ફરતી સખત નાકાબંધી રહેવી જોઈએ. કેન્દ્ર સરકારે આ વિસ્તારોની જરૂરિયાતને પહોંચી વળવા, આપાત કરાતા અનાજની સાથેસાથ ખેડૂતો પાસેથી સીધી ખરીદી કરીને પણ દરેક રાજ્યમાં સંતોષકારક પ્રમાણમાં અન્નને જથ્થો સંઘરી રાખવા જોઈએ.. (‘જન્મભૂમિ'માંથી સાભાર ઉષ્કૃત)
ઉછર ગરાય ઢેમ્બર