SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૨ પ્રબુદ્ધ જીવન પાર્ટીના આગેવાનોને પણ અમે મળ્યા અને તેમને જે કહેવું હતું તે પૂર્ણ સહાનુભૂતિથી સાંભળ્યું. હું માનું છું કે, અમારી આ મુલાકાતે ઉપયોગી હેતુ સિદ્ધ કર્યો છે. ખરી રીતે તે આ પ્રકારની મુલાકાત ઘણા સમય અગાઉ યોજાવી જોઈતી હતી. અમારામાંની દરેક વ્યકિત આ સમસ્યા વિષે ઊંડી સમજદારી અને સ્પષ્ટ ચિત્ર સાથે પાછી ફરી છે. દેશના આ ભાગે અત્યાર સુધી ભાગવેલ અટુલાપણું અને ઉપેક્ષા પછી પણ આપણામાંના થોડા લોકોએ પણ તેમની મુલાકાત લેવાની તસ્દી લીધી અને તેમની વચ્ચે જઈને રહ્યા એથી ત્યાંની આમજનતા તેમ જ ભુગર્ભવાસીઓ પર સારો એવો પ્રભાવ પડયો છે. એટલું ચોક્કસ છે કે, આ રીતે ભારતીયજના નાગપ્રદેશની વારંવાર મુલાકાત લે અને તેમના જીવનવ્યવહારમાં રસ લે એ ખૂબ જ આવશ્યક છે. એ જ પ્રમાણે નાગાલાકો પણ ભારતીય જીવનના કેદ્રામા સ્થાનોની મુલાકાત લે અને જેની સાથે તેઓ જોડાયેલા છે એનાથી થોડા વધુ પરિચિત બને—એ પણ એટલું જ આવશ્યક છે. એ હકીકત છે કે, આ દસ વર્ષ બાદ પહેલી જ વાર નાગપ્રદેશની એ રમણીય ટેકરીઓ પર શાંતિ સ્થપાઈ છે. લોકો છૂટથી હરીફરી શકે છે, મુકત મને બોલી શકે છે અને મુકત હવાને આસ્વાદ માણી શકે છે. વસ્તીના ઘણાં મોટા ભાગને તેમના ગામ પર એક યા બીજા પક્ષ તરફથી આક્રમણ કરવામાં આવશે એવા ભય કે આશંકા સુદ્ધાં રહ્યાં નથી, જેને જેને અમે મળ્યા તે દરેક વ્યકિત આ શાંતિને આશીર્વાદરૂપ માને છે અને દરેક એવું ઈચ્છે છે કે, આ શાંતિના ઉચ્છેદ થાય એવું કંઈ ન બને. જેમ જેમ અઠવાડિયાઓ અને મહિનાઓ પસાર થાય છે તેમ તેમ ત્યાં સ્થપાયલી શાંતિ રાહતની લાગણી ફેલાવે છે. આથી ગ્રામવસ્તીના અભિપ્રાયની સ્પષ્ટ રજૂઆત થઈ રહી છે અને ‘નાગ ફેડરલ ગવર્મેન્ટ' ની માગણીઓ અને તકાદાની વિરુદ્ધનું તેમનું વલણ સ્પષ્ટ આકારમાં પ્રગટ થઈ રહ્યું છે. અત્યારે જ્યારે ભારતીય લશ્કર કઈ જ કામગીરી બજાવતું નથી ત્યારે ગામડાંઓ રાજ્યવહીવટ તરફ ઢળે છે અને ભૂગર્ભવારીઓ સામે રક્ષણ મેળવવા માટે ભારતીય લશ્કર પ્રત્યે નજર નાખી રહ્યા છે. આમ ભૂગર્ભવાસીઓના પ્રભાવ ઓછ થઈ રહ્યો છે. સ્વતંત્રતાની વિરુદ્ધમાં શાંતિની તરફેણ થવા લાગી છે. ઘણી જગ્યાએ જાહેર સભાઓ યોજીને શાંતિ–મિશનની સૂચનાઓને ટેકો આપતા અને શાંતિ ચાલુ રાખવાની અરજ કરતા ઠરાવા પસાર કરવામાં આવ્યાં છે, ., ૧૬૬૬ નથી કર્યો એ પણ સૂચક છે. તેમણે મતાધિકારની માગણી આગળ ધરી છે. પરંતુ પોતે કયે માર્ગે જવું એ લોકોએ જ નકકી કરવું જોઈએ એ હકીકતના સ્વીકારથી તેમનું ભારતવિરોધી મક્કમ વલણ કંઈક અંશે હવે સમાધાનતરફી વલણ દર્શાવતું થયું છે. એવું પણ બને કે શાંતિ–મિશનની સૂચનાઓ ભૂગર્ભવાસીઓ સ્વીકારવા તૈયાર થાય એ વસ્તુ થોડો સમય માગી લે. એક દસકા સુધી એકસરખા પડતા રહેલા ધા એક જ રાતમાં રુઝાઈ ન જાય. કોરિયામાં શાંતિ સ્થાપવા માટે પનમનજૉન મધ્યેની વાટાઘાટો કેટલાંક વર્ષો સુધી ચાલી હતી. આખરમાં સફળ બનેલ ઑસ્ટ્રિયન સંધિની વાટાઘાટો પણ લગભગ વરસ સુધી ચાલી હતી. આમ એ બંને પ્રશ્નના શાંતિમય ઉકેલ આણી શકાયો તો લગભગ ચૌદેક વર્ષથી ચાલી રહેલ નાગપ્રદેશમાંની દુશ્મનાવટભરી ચળવળ માટેની સંધિ કરવા માટે જરૂરી સમય શા માટે ન આપવો? ૧૯૬૭ની સામાન્ય ચૂંટણી સુધી આ ચર્ચાવિચારણા ચલાવવી, જેથી એ સમયે ભૂગર્ભવાસીઓ પણ, રાજ્યમાં બહુમતિ લોકોનો ટેકો તેમને મળે છે કે નહિ તે જોવા માટે, તેમના એકાદ ઉમેદવાર ઊભા રાખવા પ્રેરાય. ત્યાં સુધી નાગપ્રદેશ પર ભારતના ધ્વજ શાંતિપૂર્વક લહરાયા કરવાના જ છે. સશસ્ત્ર સૈનિકોના અનામત દળને પાછા ખેંચી લઈને અને નાગપ્રદેશ સલામતી નિયમન ધારાના—Nagaland Security Regulation—ના અનુસંધાનમાં શાંતિ જાળવીને, ૬ ઠ્ઠી સપ્ટેમ્બર ૧૯૬૪થી પહેલી જ વાર નાગપ્રદેશમાંની સીવીલ ગવમે ન્ટે પોતાના અમલ ખરા અર્થમાં શરૂ કર્યો છે. ચૌદ વર્ષો બાદ, જેમાંના દસ વર્ષ તો ગાળીબારમાં જ ગુર્જ્ય છે, નાગપ્રદેશના લોકોમાં ભારત સરકારના હેતુઓમાં વિશ્વાસ પ્રસ્થાપિત કરવા માટે ધારાધારણ અનુસાર સીવીલ એડમીનીસ્ટ્રેશનને વહીવટ કરવા દેવાની માગણી શું વધારે પડતી છે? જેમનું કાર્ય આપણા દેશના દુશ્મનો સામે લડવાનું છે એવા આપણા સશસ્ત્ર દળને, જેમને આપણે ભારતીય નાગરિક તરીકે ગણીએ છીએ તેવા નાગલોકોને તેઓ ગમે તેટલા અનિચ્છનીય રીતે વર્તતા હાય તા પણ, ઠાર કરવાનું જણાવવામાં આવે એ શું યોગ્ય છે? અને વળી આ બાબતની બીજા બે પડોશી પ્રદેશ જેના બધાજ આર્થિક વ્યવહાર પાકિસ્તાન સાથે છે એવા ‘મિઝા હીલ્સ ’અને જેની સરહદનો મોટો ભાગ ચીનની સરહદ સાથે જોડાયેલા છે એવા નેફાવિસ્તાર પર શી અસર થાય ? મીઝા અને નેફાના લોકો પોતાના નાગબંધુઓની આ દશા શું મુંગા મોઢે સ્વીકારી લેશે? વળી આ કૃત્યથી એવું પણ બને કે આ લોકો પોતાની આ જાતની આફતને ટાળવા માટે પરદેશી સહાય કે કુમક મેળવવા સિવાય બીજો કોઈ જ રસ્તો નથી એવું માનવા લાગે. સામાન્ય રીતે સર્વમાન્ય એવી પીસ—મીશનની આ સૂચનાઓ શી છે ? શ્રી જ્યપ્રકાશ વગેરેનું બનેલું પીસ—મિશન એ વસ્તુ પર ભાર મૂકે છે કે નાગલોકોને તેમનું ભાવિ નકકી કરવાનો હકક છે. આ સમસ્યાને ન્યાયી અને વ્યવહારુ ઉકેલ એ છે કે નાગલોકો સ્વેચ્છાપૂર્વક ભારતીય સંઘમાં જોડાય અને નાગપ્રદેશના રાજ્ય State of Nagaland – અને ભારતીય સંઘસરકાર Union Government – વચ્ચેના સંબંધમાં જરૂરી સુધારાઓ કરવામાં આવે. આ ઉકેલમાં દેખીતો કોઈ જ વિરોધ ન હોઈ શકે. આખરે તો બંધારણમાં આજ સુધીમાં સત્તર સુધારાઓ થયા છે, જેમાંના કેટલાક તે ભારતીય લોકોની સ્વતંત્રતાને મર્યાદિત કરવામાં કારણભૂત છે. આમાંના જ એક તેરમા સુધારો છે જે નાગલોકોના ખાસ રક્ષણની જોગવાઈ કરે છે. તે પછી નાગપ્રદેશના લોકોને સંઘના એક સુખી અને સ્વેચ્છાથી ભાગ બનાવે એવા એક સુધારા માટે શા માટે કોઈ પણ પ્રકારના વિરોધ હોઈ શકે ? અનેકવાર આપણને જણાવવામાં આવ્યું છે કે, આમાં માત્ર એક જ શબ્દ આડે આવે છે અને તે છે બંધારણ–Constitution . એટલું સાચું છે કે હાલને તબકકે ‘નાગ ફેડરલ રિપબ્લિક' આ ઉકેલ સ્વીકારવા તૈયાર નથી. આમ છતાં તેણે તેનો સદંતર અસ્વીકાર આમ આ વસ્તુ તરફ કોઈ પણ દષ્ટિબિંદુથી જોતાં યુદ્ધવિશારદ શ્રી વિન્સ્ટન ચર્ચીલના શબ્દો યાદ આવે એ સ્વાભાવિક છે કે ‘Jaw. Jaw is better than war, war' “પંજો ઉગામી રાખવા અને લોકોને વાટાઘાટ તરફ વાળવા એ જ વધારે ઈચ્છવાયોગ્ય છે; યુદ્ધ યુદ્ધ હરગીજ નહિ. સંક્ષેપપૂર્વક અનુવાદ કરનાર : કુ. શારદાબહેન ગારડીયા પી. એચ. ડી. વિષયસૂચિ નાગપ્રદેશની સમસ્યા Thus Shall We Pray હો પ્રાર્થના આપણી આમ પ્રકીર્ણ નોંધ: જૈન શ્વે. કોન્ફરન્સ ઉદ્યોગગૃહ અને બંધારણની ૩૨ મી ક્લમના અક્ષમ્ય દુરૂપયોગ, ભાષા અંગે કૉંગ્રેસ કારોબારીને ઠરાવ, મહેમદાવાદના કાગ્રેસી મીલનની ફલશ્રુતિ. અમર સંદેશ વિન - અમૃત સુકી ધરતીનાં મીઠાં સ્મરણ-૭ મૂળ અંગ્રેજી: શ્રી એમ. આર, મસાણી શ્રી. એમ આર. મસાણી Swami Shivananda અ. ગીતા પરીખ પરમાનંદ રતુભાઈ દેસાઈ ગીતા પરીખ ચીમનલાલ જેઠાલાલ શાહ પૃષ્ઠ ૩૧ 33 ક ૩૭ ૩૭ ૩.
SR No.525950
Book TitlePrabuddha Jivan 1965 Year 26 Ank 17 to 24 and Year 27 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1965
Total Pages252
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy