________________
તા. ૧૬૫ પ
પ્રમુખ જીવન હું
ભાષાનું કાકડુ
[પ્રબુદ્ધ જીવન’માં ભાષાની સમસ્યાને અંગે આજ સુધી પ્રગટ થયેલા લખાણ કરતાં આ લખાણના ઝોક એકદમ જુદો છે, ‘પ્રબુદ્ધ જીવન’કોઈ એક જ વિચારણાને વરેલું પત્ર નથી. ‘પ્રબુદ્ધ જીવન'ના વાચકો એક વિષયની જદી જુદી બાજુઓ સમજે અને એક જ પ્રશ્નને જુદા જુદા દષ્ટિકોણથી જોતા તપાસતા શિખે એ હેતુ ‘પ્રબુદ્ધ જીવન'ના સંપાદન પાછળ રહેલા છે અને આ દષ્ટિને લક્ષમાં 'ગખીને આ લખાણનેં પ્રબુદ્ધ જીવનમાં આપવામાં આવ્યું છે. સારાસારગ્રાહી વાચકો ક્ષૌનીરવિવેકપૂર્વક આ લેખમાં જે સારરૂપ હશે એ તાવી લેશે એવી અપેક્ષા રાખીને આ લખાણના વિવાદાસ્પદ મુદ્દા ઉપર કશું ટીકાટિપ્પણ કરવાની જરૂર વિચારી નથી. તંત્રી.]
સ્થાન
પ્રબુદ્ધ જીવનના તા. ૧લી ફેબ્રુઆરી ૧૯૬૫ના અંકની પ્રકીર્ણ નોંધમાં હિન્દી ભાષા સામેના તોફાનોનો ઉલ્લેખ છે. દક્ષિણ ભારતના હિન્દી સામેના વિરોધ તે જાણીતા જ હતા અને પંડિત જવાહરલાલ નહેરુએ ખાતરી આપી હતી કે કોઈ પણ પ્રાન્ત ઉપર એની મરજી વિરુદ્ધ હિન્દી નહિં લાદવામાં આવે, છતાં એ ખાતરીને કોરે મૂકી દેવામાં આવી. ત્યાર પછી દક્ષિણ હિન્દમાં એની વિરુદ્ધ આન્દોલનો થયાં. એમાંથી જે તાફાનો થયાં એ શોચનીય છે. એક તેાફાની તત્ત્વ દેશમાં એવું છે કે કોઈ પણ ચળવળના લાભ લઈ દેશમાં અંધાધુંધી ફેલાવવાના પ્રયત્ન કરે છે. એવું ન હોય તે શ્રી અરવિન્દ આશ્રમને આ આન્દોલન સાથે કશી પણ નિસબત ન હોવા છતાં એની ઉપર શા માટે હુમલા થાય! પણ એ સુખની વાત છે કે હાલ સરકાર એ તત્વથી સારી રીતે સજાગ બની છે.
એક પ્રકીર્ણ નોંધમાં હિન્દીના ભિષ્મપિતામહ શ્રી રાજગાપાલાચારીને આ આન્દોલનમાં ટેકો છે એનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. આજે એ ભિષ્મપિતામહની કોણ વાત સાંભળે છે? કેટલા પત્રકારો એમના લખાણો વાંચે છે? કેટલીવાર એમની વાતા પહેલા નથી સાંભળી પણ પછી ન છૂટકે સ્વીકારી છે? આ ભીષ્મ પિતામહ હાથ ઊંચા કરી કરીને કહે છે પણ કોઈ એની વાત સાંભળતું નથી કે ધર્મથી જ અર્થ અને કામની પ્રાપ્તિ થાય છે છતાં આ ધર્મને આપણે ભૂલી જઈએ છીએ.” આ ધર્મ તે લેબલવાળા ધર્મ નથી. પણ વિશુદ્ધ સત્યનો ધર્મ છે. ગર્ભસ્ય પુરુષવાસ: એ ઉક્તિ આ ભિષ્મપિતામહને લાગુ પડતી નથી.
શ્રી મુનશીના ભાષા પરના વિચારો સાથે પણ પ્રબુદ્ધ જીવનના તંત્રીલેખા એકમત નથી. આજે દેશને એકતાની જરૂર છે. અંગ્રેજી રાજ્ય દરમિયાન દેશમાં જે એકતા સ્થપાઈ હતી તે આજે છિન્નભિન્ન થવા માંડી છે. આ પરિણામ અંગ્રેજી ભાષાના શિક્ષણથી તા નથી જ આવ્યું. પણ એ આપણી સંકુચિત વૃત્તિનું પરિણામ છે. મહારાષ્ટ્ર અને ગુજરાત છૂટા પ્રાન્તા થયા ત્યારે બે રાષ્ટ્રો સ્વતંત્ર થયા એ ભાવના ઉત્પન્ન થઈ. એ દિવસને અહીં ‘મહારાષ્ટ્ર દિન’તરીકે ઉજવાય છે. અમેરિકા અને ઓસ્ટ્રેલી આપણને ઘઉં મેક્લે અને એને માટે કેટલીક સગવડતા આપે પણ પંજાબ કે મધ્યપ્રદેશ ઘઉં અને ચાખા દેશના અછતવાળા પ્રાન્તોને ન મેાકલાવે. આ વૃત્તિ શું અંગ્રેજી ભાષાના ઉપયોગથી થઈ છે? અથવા સૌ હિન્દી બોલવા માંડશે તે આ વૃત્તિ આપોઆપ નષ્ટ થશે ? આપણી મુશ્કેલી તો એ છે કે દરેક પ્રાન્ત પોતપોતાની પ્રાદેશિક ભાષાદ્રારા જ પૂરી કેળવણી એટલે કોલેજની કેળવણી સુધાં આપવાનાં આગ્રહી છે. એનું પરિણામ તો એ આવે કે ઉચ્ચ કક્ષાની કેળવણીમાં જુદા જુદા પ્રાન્તોના વિદ્રાન ' આચાર્યોના સંપર્ક પ્રાન્તઃ પ્રાન્ત વચ્ચે · શક્ય નહિ બને. એનો અર્થ એ તે સ્પષ્ટ છે કે જેટલા પ્રાન્ત એટલી ભાષાએ અને એટલા દેશના ભાગલા.
ઉર્દુ એ ઉત્તરપ્રદેશમાં આશરે બે કરોડ લોકોની માતૃભાષા છે. એ ઉર્દુ ને ઉત્તરપ્રદેશની વિધાન સભામાં સ્થાન નથી: કારણ એ આપવામાં આવે છે કે ઉર્દુ તા માત્ર હિન્દીના જ એક પ્રકાર છે,
તેથી એને માન્ય રાખવી જરૂર નથી, ઉર્દુ બંધારણમાં માન્ય રાખેલી ચૌદ ભાષામાંની એક છે. આન્ધ્ર પ્રદેશની વિધાન સભામાં તેલુગુ સાથે ઉર્દૂને માન્ય રાખવામાં આવેલ છે. આન્ધ્રમાં ઉર્દૂ બાલનારાઓ ઉત્તર પ્રદેશમાં છે એના કરતાં ઓછા છે. ઉર્દુ જો હિન્દીના એક પ્રકાર જ હોય તો એને દેશના બંધારણમાં શા માટે સ્થાન આપવામાં આવ્યું છે એ સહેજે પ્રશ્ન ઊભા થાય.
ડૉ. ફરીદ ઉત્તર પ્રદેશની વિધાન સભાના એક સભ્ય છે. વિધાન સભામાં એને ઉર્દુમાં બાલવા દેવામાં આવતા નથી માટે જયાં સુધી ઉંદુ ને ત્યાંની વિધાન સભામાં સ્થાન ન મળે ત્યાં સુધી વિધાન સભામાંથી ગેરહાજર રહેવાનું એમણે નકકી કર્યું છે.
હિન્દી એટલે સંસ્કૃતપ્રચુર ભાષા. એમાં કોઈ ફારસી શબ્દ ન આવે એવો આગ્રહ હાય છે.‘ફના’ જેવા શબ્દ હિન્દીમાં ૧૫રાય એ પસંદ કરવામાં નથી આવતું. ગુજરાતીમાં ‘ફના’ શબ્દ ભાષામાં જોમ લાવવાને માટે વપરાય છે, પણ હિન્દીમાં નહિ, ઉર્દુ બોલનારા ઘણાય હિન્દી સમજી શકતા નથી.
આવી અસહિષ્ણુતા જ્યાં છે ત્યાં બીજા પ્રાદેશિકોને વિશ્વાસ ન રહે અને હિન્દીભાષીઓ આખા હિન્દુસ્તાન ઉપર ભાષાના ઓઠા નીચે પોતાનું વર્ચસ્વ જમાવવાના પ્રયાસ કરે એવી શંકા થાય તો એમાં નવાઈ નથી. એવી શંકા માટે બીજા કારણો પણ મળ્યા હોય એવા સંભવ છે.
હિન્દી ભાષા ખરું જોતાં એવી રીતે વિકાસ પામવી જોઈએ કે એ લોકપ્રય થાય અને હિન્દુસ્તાની કહેવાય. હિન્દીના આગ્રહ જે આજે છેાડી દેવાયા હોત તો સર્વમાન્ય થાય એવી ભાષા આપોઆપ વિકાસ પામી હોત. સીનેમા દ્વારા એ કાર્ય થઈ જ રહ્યું હતું. પણ આજે જેવી હિન્દીનો આગ્રહ છે તે સર્વમાન્ય થવી મુશ્કેલ લાગે છે.
મહારાષ્ટ્રમાં રહેનાર ગુજરાતીને પોતાની સ્વભાષા ગુજરાતી, પ્રાન્તની ભાષા મરાઠી, હિન્દી માન્ય થાય તા કડી ભાષા, હિન્દુસ્તાનની બધી ભાષાઓનું ઉત્પત્તિ સ્થાન છે માટે સંસ્કૃત, અને આ પૃથ્વી ઉપર લગભગ સર્વમાન્ય થઈ છે . તે અંગ્રેજી એમ પાંચ ભાષા શીખવી પડે. એટલે ભવિષ્યની પ્રજા ભાષાશાસ્ત્રીઓની થાય એવા સંભવ ખરો. પણ આપણને શું જોઈએ છે ? ભાષાશાસ્ત્રીઓ કે વિજ્ઞાનીઓ, ટેકનીશીયના ને અર્થશાસ્ત્રીઓ ? આ બધું શીખવાને આપણી જુદી જુદી ભાષામાં કેટલી સગવડતા છે? પ્રદેશમાં જુદા જુદા વિષયો શિખવા જવા માટે કઈ ભાષા કામ લાગવાની છે? આજે આ પૃથ્વી ઉપર અંગ્રેજી લગભગ સર્વમાન્ય ભાષા જેવી બની છે, તે કોઈએ બળજબરીથી ઠોકી બેસાડી નથી. પણ એ એની અંદરના રહેલા ગુણોને લીધે એણે સ્થાન પ્રાપ્ત કર્યું છે. . આજે પણ એ ભાષામાં સરસ સાહિત્ય બહાર પડે છે. વિજ્ઞાન, અર્થશાસ્ત્ર, એનજીનીયરીંગ તેમજ તત્ત્વજ્ઞાનના પુસ્તકો એ ભાષામાં બહાર પડયે જ જાય છે.
આ લોકશાહીના જમાનામાં 'એ કહેવું ચાલે એમ નથી કે થોડાએ જ વિજ્ઞાન વિગેરેમાં ઊંચી કેળવણી લેવી જોઈએ. .સૌને પોતાનો દીકરો પરદેશ જાય અને ત્યાંથી ભૌતિક વિદ્યાઓનું જ્ઞાન મેળવી લાવે એવી આકાંક્ષા રહી છે. એમાં કોણ જાય અને કોણ ન જાય એવી પસંદગીને સ્થાન કોઈ આપી શકે એમ નથી. દુનિયા અત્યંત ઝડÜ વાહનોને લીધે ટૂંકી થતી જાય છે અને દેશદેશ વચ્ચેને સંપર્ક વધતા જાય છે. એ સંપર્કથી ન વઢેત્ ચાવની માળા કહીને અંગ્રેજીથી વંચિત રહેવું પાલવે એમ નથી.
ભાષાનો પ્રશ્ન જટીલ બન્યો છે. એના ઉકેલ આજે કરવાની જરૂર લાગતી નથી અને અંગ્રેજી ભાષા, મુનશીજી કહે છે તેમ વહીવટી ભાષા તરીકે રહે એમાં વાંધા જેવું નથી. આપણે કઈ ભાષા બોલીએ છીએ એ અગત્યનું નથી, પણ દેશ સમસ્ત તરફ વફાદારીની તથા એકતાની ભાષા બાલાય એ જરૂરી છે. બધાનાં દિલ ઉદાર હોય એ જરૂરી છે. એ કંઈ અંગ્રેજી ભાષા ભૂલી જવાથી આવશે એવું તો નથી જ, ભાષામાં લાગણીવશતા ઉપયોગી નથી પણ ખડતલ સમજશકિતની જરૂર છે.
વિઠ્ઠલદાસ પુરષોત્તમ દેસાઈ