SearchBrowseAboutContactDonate
Page Preview
Page 96
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૯-૫- બેડે પાર થયો સમજવો.” સમય પૂરો થતાં વિનેબા બોલ્યા, “બસ, ત્યારે ચાલ, આજની વાત પૂરી... સૌને પ્રણામ.” . છે. ' ' | ટેલિફોનથી ખબર મળતાં જ અમે વિનોબાને મળવા માટે ખરા બપોરે ધખતા ધામમાં સેવાગ્રામથી પવનાર જવા નીકળી પડ્યા. આશ્રમમાં રામય પહેલાં અમે પહોંચી ગયા. જોયું તો આકામના - ' ' મધ્ય ખંડમાં બાલવાડીનાં બાળકો નૃત્ય, અભિનયગીતે અને કાવ્ય ગાન કરી રહ્યાં હતાં. મરાઠીમાં બધું ચાલતું હતું, “અમે નાનાં નાનાં બાળ, અમે આજે કે કાલ, અમે મોટા થાશું ને જગ દેરશું...” 'આ ભાવનું મરાઠીમાં અભિનયગીત બાળકો ગાતાં હતાં. એમાં બાળકોએ અવનવા વેશ લીધા હતા. બુદ્ધ, ગાંધી, જવાહરલાલ, વિનોબા, શિવાજી... શિવાજીનું પરાક્રમ, બુદ્ધની કરુણા, ગાંધીજીને કમયાગ, જવાહરલાલની તટસ્થતા, અને વિનોબાને સાગ–એમના હાવભાવમાંથી પ્રગટતે હતે. શિવાજી મહારાજ લાકડાના ઘોડા ઉપર ડોલતા હતા. બુદ્ધ ભગવાન ધ્યાનમાં મગ્ન દેખાતા હતા. ગાંધીજી તકલી. લઈને કાંતતા હતા. વિનોબાજી શાંતિસેનાની લીલી ટોપી પહેરીને સર્વોદયનું ચિત્ર અંકિત કરી રહ્યા હતા. જવાહરલાલ તે ગાંધીજી અને વિનોબાજીની વચ્ચે ઊભા રહીને વારંવાર ઘડિયાળમાં જોતા હતા. જાણે ક્રાંતિને સમય ન જોતા હોય ! નાટક પૂરું થતાં વિનોબાએ બહાર આવીને બાળકો સાથે ફોટો પડાવ્યું, અને પિતાની નાનકડી ઝૂંપડીમાં જઈને બેસી ગયા. ' અમેય એમની પાછળ પાછળ જઈને બાજુમાં ગોઠવાઈ ગયા. પરંધામ તીર્થ માં આવીને વિનોબાએ સંપૂર્ણ મૂંડન કરાવી દીધું છે. બ્રહ્મવિદ્યામંદિરની કેટલીક બહેનએ પણ એમનું અનુકરણ કર્યું છે.. બે પ્રકારના લોકો ખાસ ધ્યાન ખેંચતા હતા–એક વિનોબાકર્ટ અને બીજો બ્રહ્મવિઘાકટ, રોમની વચ્ચે વળી ચિત્રવિચિત્ર કટવાળા, નટખટ લેકે પણ પિતાના અસ્તિત્વનું ભાન કરાવતા ધૂમી રહ્યા હતા. જેમ બાપુનું સરકસ, એમ આ વળી વિનાબાનું સરકસ !' સખત ગરમીમાંથી બચવા માટે બાબા માથા ઉપર સફેદ કપડું મૂકીને બેઠા હતા. રામને જોતાં જ એ હસ્યા, “કેમ, તમે બધાં આવી. ગયા કે ?” અમે હા પાડી. એટલે આગળની વાતને તાંતણા પકડતા એ બોલ્યા, “ત્યારે હવે તો તમે મધ્યપ્રદેશ અને રાજસ્થાન જવાના ને ?” આમ પૂછીને એમણે મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાં કયા કયા સ્થાને લેવા જેવાં છે એની લાંબી યાદી આપી. શ્રી પાટણકરજી, દાદાભાઈ નાઈક, ગોકુળભાઈ ભટ્ટ, વગેરેને ખૂબ સારો સાથ મળશે એવી આશા એમણે વ્યકત કરી. એમણે અટકીને કહ્યું, “હવે આગળ ચલાવો.” મેં એમને કહ્યું : “અમારા તરફથી જે કાંઈ કહેવાનું હતું તે પત્રો મારફતે આપને નિવેદિત કરેલું છે. એટલે આપને હવે જે કાંઈ કહેવાનું હોય તે કહો.” :: ભવિષ્યનો એક ચિતાર રજૂ કરતા હોય તેમ એ છટાપૂર્વક બલવા લાગ્યા, “રાયપુરના સર્વોદય સંમેલનમાં જે નિર્ણય થયો, અભિનવ ગ્રામદાન, ગ્રામાભિમુખ ખાદિ અને શાંતિસેનાએ આપણી ત્રિમૂર્તિ છે. એની ઉપાસના આપણે કરવાની છે, બાપુની શતસંવત્સરી ૧૯૬૯માં આવશે. એટલે આપણી પાસે પાંચ વર્ષ બાકી રહ્યાં છે. બાપુની શતાબ્દિ આપણે એમનું કામ પાર પાડીને ‘, જ ઊજવી શકીશું. એટલે 'ગ્રામસ્વરાજ્યના આ ત્રિવિધ કાર્યક્રમમાં આપણે તમામ તાકાત લગાવવી પડશે. તમે જાણો છો કે ભુવનેશ્વરમાં કેંગ્રેસે લોકશાહી સમાજવાદને ખ્રસ્તાવ કર્યો છે. વ્યકિતનું સ્વાતંત્ર્ય જળવાય અને સમાજનું હિત સધાય, આ બે ય વાત એમાં છે. એટલે કેંગ્રેસ પણ આપણી સાથે જ છે. Social Justiceસામાજિક ન્યાય એ સમાજવાદને મૂળભૂત સિદ્ધાંત છે. જો કેંગ્રેસ આ વાતને કુકરાવશે તો એ પોતે જ ખતમ થઈ જશે. કેંગ્રેસમાં - બે ભાગલા પડી જશે. અને છેવટે Statecapitalism રાજયને મૂડીવાદ એમાંથી આવશે, જે લોકશાહી, અને સમાજવાદને - આત્મા પેદા કરશે. આ બધા ખતરાને જવાહરલાલજી અને કેટલાક નેતાઓ સમજે છે. એટલે કેંગ્રેસ પણ આપણી સાથે ચાલશે જ, એવી. મને આશા છે. એને માટે દેશમાંથી લાખો ગ્રામદાને થવા જોઈએ. ખાદીના સંકલ્પ ગામોગામ કરાવવા જોઈએ અને લાખોની શાંતિસેના પણ ઊભી કરવી જોઈએ. આવું થશે તે જ આજની દેશની." Economic-policy –ાર્થિક નીતિ બદલાશે. એટલા માટે આપણા કાર્યકરોએ લેકશિક્ષણ કરીને લેકશકિત જગાડવી જોઈએ." - એમાંથી જ બાપુને સર્વોદય—સમાજ થશે એવી મને શ્રદ્ધા છે. ' ' ' , , , , , બોલતાં બોલતાં બાબા એટલી higher pitch પર પહોંચી ગયા હતા કે એકદમ બોલતા બંધ થઈ ગયા. વાતને આગળ લંબાવતાં મેં કહ્યું, “ તે ખરું જ, પણ બીજી બાજુ ભારે રૌદ્યો- - ગીકરણ થઈ રહ્યું છે, એને લીધે ઉદ્યોગનગરો વધતાં જાય છે, અને ગ્રામસંસ્કૃતિ તથા ગ્રામસમાજ તૂટતે જાય છે. એટલે વિકેન્દ્રિત ઉદ્યોગોની વાત તો સાચી જ છે. પણ મુંબઈની એક વર્ષની પદયાત્રામાં અમને ચાર-પાંચ ઉદ્યોગપતિને મળ્યા. તેમને બાપુની ટ્રસ્ટીશીપવાળી વાત ખૂબ ગમી છે. ઉદ્યોગદાનને વિચાર અમે ઠેર ઠેર રજૂ કરી છે, તો એને માલિકો અને મજૂરામાંથી સારા આવકાર મળે છે. ભૂમિનું સામાજીકરણ અને ઉદ્યોગ સામાજીકરણ બંને ય મને તો ૨:નિવાર્ય લાગે છે. મુંબઈમાં મા૫ જશે, ત્યારે એને અનુકૂળ જવાબ મળશે એવી મને આશા છે.” ફરીથી સ્વસ્થ થઈને વિનોબા બેલ્યા, “જો ત્રિવિધ કાર્યક્રમ સધાશે તે ટ્રસ્ટીશીપ વગેરે પણ એની પાછળ પાછળ સધાશે જ. ‘એક સાથે સંબ સ’ એવું રન બધું છે... તમે બસ ખંડ પદયાત્રા ચલાવે. હું દક્ષિણમાં જઈશ અને તમે ઉત્તરમાં જશે. પદયાત્રા ચાલશે એટલે સાથી તે મળી રહેશે.” મેં વચ્ચે જ કહ્યું. આપના આશીર્વાદ તે અમને મળવા જોઈએ.” એટલે પીઠ પર હાથ ફેરવતા એ વાત્સલ્યથી બેલ્યા, “જે ભગવાનનું કામ કરે છે એના પર ઈવરની કૃપા બસ રેલાયા જ કરે છે. મારા આશીર્વાદ તે છે જ, લોકોની સંભાવનાઓ પણ તમારી સાથે જ છે. તમે નિશ્ચિત્ત થઈને નિર્ભય, નિર્વેર અને નિષ્કામભાવે કામ કર્યા કરો. તમને ઈશ્વરની મદદ મળ્યા જ કરશે...આપણે તે સાથે જ છીએ...હાં, જરૂર પડે તે વચ્ચે થોડું રોકાવું. ગ્રામદાન થાય એવું ' લાગતું હોય તે બેત્રણ દિવસ રોકાવું. એમાં આપણે શું ગુમાવવાનું છે. બાકી તમે પદયાત્રા કરો છો એ જ મોટી શકિત છે..આજસુધી આપણા કાર્યકર્તાઓ કિંકર્તવ્યમૂઢ બની ગયા હતા. પણ રાયપુર સંમેલન પછી બધા જાગ્યા છે. પદયાત્રાઓ પણ ચાલી રહી છે. ધીમે ધીમે આંદોલન ગતિમાં આવી જશે. જુરોને માં મહારાષ્ટ્રમાં આવ્યા પછી એકાદ મારામાં પચાસ ગ્રામદાન થયાં છે. મહારાષ્ટ્રમાં , તર્ક વધારે છે, જ્યારે મધ્ય પ્રદેશ, રાજસ્થાન, વગેરેમાં શ્રદ્ધા વધારે છે છે. એટલે ત્યાં તે વધુ કામ થવું જોઈએ એમ મને લાગે છે.' વિજ્ઞાનના યુગમાં સર્વોદય-વિચાર સિવાય મારો જ નથી. દેશ અને દુનિયા ધીરે ધીરે સર્વોદયના માર્ગે આવ્યા સિવાય રહેવાના જ નથી. આ વિશે મને કોઈ શંકા નથી.” છેલ્લે પ્રણામ કરીને ઊઠતાં ઊઠતાં અમે કહ્યું, “બાબા, હવે કયારે ભેગા થવાશે એ કહેવાય નહિ. તમે દક્ષિણમાં અને અમે ઉત્તરમાં જવાના.” હા, એ તો ભગવાનની ઈચ્છા હશે એમ થશે. આપણે : કયાં જુદા છીએ ? હું તમારી સાથે જ છું એમ માનજો. આપણે તે પેલા ધૂમકેતુ જેવા છીએ. કાં તે યુતિ થશે અથવા યોગ થશે. પરમાત્માની ઈચ્છા હશે તેમ થશે. બસ ત્યારે સૌને પ્રણામ.” પતિ જતિ ” , અમારી પદયાત્રામંડળી પરંધામ નદીને કાંઠે થેડી વાર ધ્યાન કરીને નદીનું જળ માથે ચડાવીને, દૂરથી બાબાને પ્રણામ કરીને ચાલી. દૂર દૂરના પ્રવાસે...... - પશ્ચિમ ભારત સર્વોદય પદયાત્રા, ગાંધી આશ્રમ, સેવાગ્રામ, વધ) હરીશભાઈ વ્યાસ, તા. ૧૪-૪-૧૯૬૪ હરીશભાઈ વ્યારા પરમાનંદ વિષયસૂચિ વિનોબાજીના સાન્નિધ્યમાં એક પત્ર શ્રી. જૈન શ્વેનાંબર કેંન્ફરન્સ ઉદ્યોગગૃહને પરિચય 1 ભારતની સ્વાધીનતાના સંદર્ભમાં.. રાષ્ટ્રઘડતર અંગેની અપેક્ષાઓ વડોદરા હોમ સાયન્સ કોલેજમાં માંસ પકાવવાનું ફરજિયાતપણું નાબૂદ થશે. સામાજિક ક્રાંતિનું ભાવિ શું? લય જિંદગીની બાબા ચેતનદાસ અને એમની પ્રગભૂમિ પરમાનંદ - પરમાનંદ , રતુભાઈ કોઠારી ગીતા પરીખ - મહેન્દ્રકુમાર શાસ્ત્રી.
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy