________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂ. ૪
T
:
બુદ્ધ જીવન
પ્રબુદ્ધ જૈન'નું નવસંસ્કરણું
વર્ષ ૨૬; અક ૨
,
કારક
મુંબઈ, મે ૧૬, ૧૯૧૪, શનિવાર
આફ્રિકા માટે શિલિંગ ૮
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર
' છૂટક નક્લ ૨૦ નયા પિસા
તંત્રીઃ પરમાનંદ કુંવરજી કાપડિયા
વિનોબાજીના સાન્નિધ્યમાં
રવીન્દ્રનાથ ઠાકુરની ભાષામાં સમજુર હો રાદ, તોમાર હોજો શારા “બાપુ, જયાંથી તમારું અધૂરું રહ્યું, ત્યાંથી મારું શરૂ થયું. તમે હિંદ સ્વરાજય સુધી દેશને લઈ આવ્યા, તો હવે ગ્રામ સ્વરાજ્યનું કામ મારે માથે. તમે રાજકીય ક્રાંતિ કરી, આર્થિક અને સામાજિક ક્રાંતિની જવાબદારી મારે શિરે.” આમ કહેતા વિનોબા બાપુને વંદના કરીને નીકળ્યા હતા. ફરીથી તેર વર્ષે સેવાગ્રામમાં અહિંસક ક્રાંતિની જ્યોતિ જગાવવા પાછા ૨નાવ્યા છે. દિલમાં ભારે ઉત્સાહ છે, પગમાં ખૂબ થનગનાટ છે અને વાણીમાં એ જ જોશ, માધુર્ય અને તનમનાય છે. કાનથી બરાબર સંભળાતું નથી, આંખે જવાની તૈયારીમાં છે, અને ગળું ખોંખારીને વારે વારે કષ્ટપૂર્વક બેલે છે. છતાં યે પ્રજાસૂયજ્ઞને આ મહાને અશ્વ પિતાની ટેક કે રમેંટ છોડતો નથી. એને પગલે પગલે શાંતિમય ક્રાંતિની પડઘમ સંભળાયા
સાડાચાર વર્ષથી સતત ઘૂમતી અમારી પશ્ચિમ ભારત સર્વોદય પદયાત્રા વિનબાજીની સાથે બાપુને વંદના કરવા આવી છે. ગુજરાતમહારાષ્ટ્રની પદયાત્રા કરતા ગાંધીભૂમિ સેવાગ્રામમાં આવ્યા છીએ, “વૈષ્ણવજન તો તેને કહીએ, જે પીડ પરાઈ જાણે રે... પરદુ:ખે ઉપકાર કરે તોયે મન અભિમાન ન આણે રે..” અને “એનું જીવનકાર્ય અખંડ તપ, અમ વચ્ચે બાપુ અમર રહે....” એ ગીતને ગુંજારવ અંતરમાંથી થઈ રહ્યો છે. પદયાત્રાની મંડળી ગાંધી–વિનોબાના સાન્નિધ્યથી ભાવવિભેર બની ગઈ છે. માંહ્યલો બોલે છે, “હું કોણ? મારું શું ગજું? બાર હજાર માઈલ ચાલવાની શકિત કયાંથી આવી? અનેક કષ્ટો, મુસીબત અને યાતનાઓ સહન કરતું વાડાસિનોરથી સેવાગ્રામ કોણ આવ્યું છે?” “પ્રશ્નના જવાબે ય અંદરથી જ મળે છે',' તત્ સ્ત્રમ્ અતિ તે તું જ છે. તારી શકિત અલ્પ છે, પણ એ ભૂમાપતિ જ્યાં અલ્પ છે? એ તો વિરાટ શકિતવાળે છે. એની શકિત એ તારી શકિત નથી કે? એ અને તું કયાં જુદા છો ? સર્વમ્ રૂમ્ બ્રહ્મા ! આ તો સર્વ બ્રહ્મ જ છે. “બ્રહ્મ લશ્કા કરે બ્રહ્મા • પાસે.”
અમે ભકિતભાવપૂર્વક બાબાને પ્રણામ કર્યા. હાથ હાથને સ્પર્શી રહ્યા હતા, મન મનને સ્પર્શી રહ્યું હતું. અંતર અંતરને સ્પર્શી રહ્યું હતું અને આત્મા આત્માને સ્પર્શી રહ્યો હતો. મૌનને ભેદતા એ બોલ્યા, “કેમ, તમારી સૌની તબિયત સારી છે ને?” બધાએ માથું હલાવીને હા પાડી. સહજભાવે મારાથી મેં પૂછાઈ ગયું. “આપની તબિયત કેમ છે?” ટટાર થઈને આર્દ્ર સ્વરે એ બોલ્યા, મારું તે એવું જ છે. હવે ભગવાનની ઈચ્છા હશે તેટલું ચાલશે. પણ તમે બધા, કાન, આંખ અને ગળું બરાબર સંભાળજો.” પિતૃવાત્સલ્યથી એમનું દિલ ઊભરાયે જતું હતું. એમને સ્પર્શ રોમેરોમમાં અને અણુઅણુમાં ઝણઝણાટી ઉપજાવી રહ્યો હતે. માધુર્ય,
વાત્સલ્ય અને સ્નેહને સ્ત્રોત જાણે ઉમટી રહ્યો હતો. “જને, મારા તો કાન પણ ગયા છે. આંખનું પણ એવું જ છે અને ગળું વારંવાર દિક્કત પેદા કરે છે... હાં, પણ તમે ખૂબ ચાલ્યા નહિ? બારેક હજાર માઈલ જેટલું ચાલ્યા હશે, કેમ?” અમે માથું હલાવીને સંમતિ દેતાં કહ્યું, “એ તો આપના આશીર્વાદ અને ભગવાનની કૃપાનું પરિણામ છે.”
ટેબલને સરખું કરતાં એ કહે, “હવે તે મધ્યપ્રદેશ અને રાજસ્થાન લેશો ને?” અમે હા કહી. એટલે તરત જ રને બલ્યા, “આ તો વિચારક્રાંતિ છે.' શસ્ત્ર કે દંડની ક્રાંતિની વાત રાલગ છે. પણ અહિંસક ક્રાંતિમાં લોકશિક્ષણ રમે મુખ્ય સાધન છે અને લોકશિક્ષણ માટે ફર્યા સિવાય છૂટકો નથી. અમે તો ક્ષિતિજ સુધી આવ્યા છીએ, હવે તે તમારા જેવા જૂવાનેએ પરાક્રમ કરવું જોઈએ. તે સિવાય સર્વોદય સમાજ થવાનું નથી. તેર વર્ષથી હું સતત ઘૂમેં છું, તો બાપુના ગયા બાદ થોડી જાગૃતિ આવી છે. એ રીતે સેંકડો , પદયાત્રાઓ દેશમાં થવી જોઈએ. ચાહે તાલુકા, જિલ્લો, પ્રાંત, દેશ કે વિશ્વ છે. જેને જે અનુકૂળ લાગે તે પ્રમાણે ક્ષેત્ર નક્કી કરે. બાપુની શતસવંત્સરી નજીક આવી રહી છે, ત્યારે આપણી તમામ શકિત ગ્રામ સ્વરાજ્યને માટે કેન્દ્રિત કરવી જોઈશે. વારુ, “તમને પદયાત્રામાં કેવું લાગ્યું?” રામ સવાલ કરીને તકિયા પર એ લાંબા થયા.'
“પદયાત્રામાં અનુભવ તો સારા આવ્યા. દુનિયામાં સજજનતા અને દુર્જનતા બંને પડેલાં છે. પણ સદ્ગુણથી પ્રવેશ કરીએ તે માણસની સજજનતા બહાર આવે છે અને દુર્ગુણથી પ્રવેશ કરીએ તે માણસમાં પડેલી દુર્જનતા બહાર આવે છે. અમે તે માણસની સવૃત્તિને જોતા, અનુભવતા અને સ્પર્શ કરતા ૨નાવ્યા છીએ. એટલે મધુરતાનો અનુભવ વિશેષ થયો. બીજું, લોકોને સર્વોદય વિચાર માટે ભારે ભાર આદર અને પ્રેમ છે. જે જે રીતે થઈ શકે તે તે રીતે લોકો આપણી વાત ઊઠાવવાની કોશિશ કરે છે. ગતિ : ધીમી છે, પણ પરિસ્થિતિ તીવ્ર છે. હા, વિજ્ઞાનનાં બળે, અનુકૂળ છે. એટલે દેશ આપણી સાથે થતા જશે એવું લાગે છે. ત્રીજું, શિક્ષિત લોકો પાસે જવાની ખૂબ જરૂર છે. આપણી વાત જો એ લોકો સમજશે તો આપણા કામને ખૂબ બળ મળવાનું છે. એટલા માટે વિદ્યાર્થીઓ, શિક્ષક, વકીલે, ડૉકટરો, વ્યાપારીઓ, મજદૂરો અને નગરવાસીઓ પાસે જવાની ખૂબ જરૂર છે. મહારાષ્ટ્રમાં સાને ગુરુજીરને જુવાન વર્ગ વચ્ચે ખૂબ કામ કર્યું છે. એ જ રીતે ગુજરાતમાં બબલભાઈ મહેતારો જુવાનીમાં કામ કર્યું છે, એ બંને મહાપુરુષોને પ્રભાવ ગુજરાત-મહારાષ્ટ્રની નવીન પેઢી ઉપર જોવા મળ્યો. હવે એમનું કામ અમારામાંથી કોઈએ ઉપાડવું જોઈશે એવું મને લાગે છે. નવીન પેઢી જો આપણી સાથે થશે તે સર્વોદયનો