________________
પ્રમુદ્ધ જીવન
૧૦
કરવી જ પડશે અને ! સ્વેચ્છાથી · નહિ કરે તેતેમ કરવાની આસપાસના સંયોગા ... તેમને ફરજ પાડશે એમ હું જોઈ રહ્યો છું. આપણા પડોશીઓ બર્મા, સિલાન, ચીન અને પાકીસ્તાન સાથેના સંબંધા બગડતા જાય છે. ઈન્ડોનેશિયા, કોણ જાણે કેમ, ભારતવરોધી બની બેઠું છે, દક્ષિણપૂર્વ એશિયાના દેશા ભારત કરતાં ચીન તરફ વધારે ઢળેલાં છે. આપણે monallcignment ની—બીનજૂથવાદની – વિદેશનીતિ અખત્યાર કરી – એ હેતુથી કે દુનિયાના બધા દેશા સાથે આપણા ભાઈચારાના સંબંધ પડોશના કોઈ પણ દેશને આપણા વિષે રહે. પણ આજે મૈત્રીભાવ છે એમ કહેવાની સ્થિતિમાં આપણે રહ્યા નથી. ખાસ કરીને ચીન અને પાકિસ્તાન સાથે તે દુશ્મનાવટનો ભાવ જ પ્રવર્તે છે.
* ચીને કોલંબા દરખાસ્ત સ્વીકારી છે અને નથી સ્વીકારી એવી સ્થિતિ પ્રવર્તે છે. આપણે તેની સાથેના મતભેદ બહુ નાના મુદ્દા ઉપર આવીને સ્થગિત થયા છે. ઉત્તરોત્તર બનતી ઘટનાઓ, ચાલતી વાટાઘાટો અને પ્રગટ થતાં નિવેદન એવી આશા આપે
છે કે બહુ થાડા સમયમાં ચીન સાથે વાટાઘાટો શરૂ થાય તે નવાઈ નહિ.
પણ પાકીસ્તાન સાથેના મામલા ખૂબ વણસતા ચાલ્યા છે. શેખ બદુલ્લાને આઠમી એપ્રિલના રોજ છૂટકારો થવા સાથે, કાશ્મીરના પ્રશ્ન વધા૨ે તીવ્ર રૂપ ધારણ કર્યું છે. આ પગલાને રાષ્ટ્રપતિ રાધાકૃષ્ણનો an act of faith — શ્રાદ્ધાપ્રેરિત પગલા તરીકે વર્ણવ્યું છે. હું માનું છું કે તેને જેલમુકત કર્યા સિવાય આપણા છૂટકો નહોતો. કોઈ પણ વ્યકિતને દશ દશ વર્ષ સુધી જેલમાં રાખવામાં આવે અને તેની સામે ચાલતા મુકદ્દમાનો અંત જ ન આવે એ લાકશાહીના દાવા કરનાર રાજ્યતંત્ર માટે કોઈ પણ રીતે શેશભાસ્પદ ન ગણાય. વળી તેમને જેલમાં પૂરનાર કાશ્મીરના બક્ષી તેમ જ જેલમાં ચાલુ રાખનાર સાદીક જો તેને છેડાવા માગતા હાય તો ભારત સરકાર તેમની ઈચ્છાને અવગણી ન જ શકે, એટલે તેને છેડવામાં આપણે કશું ખાટું કર્યું છે એમ નથી લાગતું. તેમને છેડવામાં રહેલું જોખમ આપણે સ્વીકારવું જ રહ્યું. પણ તેને છોડયા પછી, તે પોતાની વાણી ઉપર સંયમ રાખશે, નહેરૂ અને દેશના અન્ય રાજકારણી આગેવાનો સાથે વિચારવિનિમય કર્યા પહેલાં કાશ્મીર અંગે કશે અભિપ્રાય જાહેર નહિ કરે – આવી તેમના વિષેની આપણી અપેક્ષા હતી, જે તેણે ખોટી પાડી છે. આ જરૂર દુ:ખદ અને કમનસીબ છે. આમ બનવાનાં બે કારણ હાઈ શકે છે. એક તો દશ વર્ષના જેલ-વાસની તેના હૈયામાં પારિવનાની કડવાશ ભરી હોય. બીજું હું એક Hero તરીકે - બહાદુર નરવીર તરીકે - બહાર આવું છું. આવી તેનામાં ખુમારી આવી હોય. શેખ અબદુલ્લાને સ્થાને હોય તેવા કોઈ પણ માણસ માટે આવી ખુમારી આવે તે સ્વાભાવિક છે. આનું પરિણામ કાશ્મીર અંગે પાતાને ફાવે તેવાં વિધાના કરવામાં આવ્યું છે.
કાશ્મીર અંગે ત્રણ વિકલ્પ કલ્પી શકાય છે: કાં તો તે ભારત સાથે ચાલુ રહે; કાં તો પાકીસ્તાન સાથે જોડાય; કાં તા બન્નેથી અલગ એવા સ્વતંત્ર દેશ બને. હું શેખ અબદુલ્લાના માનસને સમજી શક્યો છું ત્યાં સુધી તે કદિ પણ પાકીસ્તાન સાથેના જોડાણની તરફેણ ન જ કરે. તેની કલ્પના સ્વતંત્ર કાશ્મીરની હોઈ શકે છે. પણ આ વિકલ્પના પણ તેણે તાજેતરમાં ઈનકાર કર્યો છે. તો પછી તેને શું જોઈએ છીએ ? તેના છૂટકારા પછીના એક પછી એક નિવેદનામાં તેની ભૂમિકા બદલાતી જાય છે, અને હવે બાલવામાં કાંઈક સાવધતા દેખાય છે. માત્ર એક વાત ઉપર તે ચાલુ ભાર મૂકતા જણાય છે અને તે એ કે કાશ્મીરનું પેાતાનું ભાવી નક્કી કરવાના તેને પેાતાને જ અધિકાર હાવા જોઈએ. અને આના જવાબમાં જ્યારે તેને એમ કહેવામાં આવે છે કે વચગાળે બબ્બે ચૂંટણીઓ થઈ તે દરમિયાન કાશ્મીરની પ્રજા પોતાના અભિપ્રાય -
તા. ૧-૫-૨૪
પેાતાનું વલણ - જાહેર કરી ચૂકી છે ત્યારે તેના તે એમ જવાબ આપે છે કે આ ચૂંટણીઓ મુકત રીતની નહોતી; દબાણ નીચે કરવામાં આવી હતી.
૧૯૪૭ માં જ્યારે કાશ્મીરનું ભારત સાથે જોડાણ થયું ત્યારે તો તેણે એમ કહેલું કે કાશ્મીરનું ભારત સાથેનું જોડાણ અફર છે; આ બાબત અંગે હવે કોઈ પ્લેબીસાઈટ - રેફરેન્ડમલેાકમતલેવાની જરૂર જ નથી. ૧૯૫૩ માં તેણે પેાતાના મત બદલ્યા અને સ્વતંત્ર કાશ્મીરનું સૂચન કરવા માંડયું, ત્યાર પછી વર્ષોના વહેવા સાથે તે વધારે બદલાતા રહ્યો; ઉગ્ર બનતા ગયા.. કાશ્મીરના પ્રશ્ન ઉભા થયાને આજે પંદર પંદર વર્ષ થવા આવ્યાં છે અને તેનું કોકડું વધારે ને વધારે ગૂંચવાતું રહ્યું છે અને તે એટલી હદ સુધી કે આજે તે અંગે તટસ્થતાથી બુદ્ધિ પૂર્વક વિચારવાનું કોઈ પણ પક્ષ માટે શકય રહ્યું નથી. વળી ભલે આપણે કાશ્મીરના જોડાણને અફર લેખીને કાશ્મીરને ભારતના અવિભાજ્ય અંગ તરીકે લેખીએ, પણ ૧૯૪૮થી માંડીને આજ સુધી પશ્ચિમના કોઈ પણ દેશે કાશ્મીરને ભારતના અવિભાજ્ય અંગ તરીકે સ્વીકાર્યું નથી એ હક્કીકત આપણા ધ્યાન બહાર જવી ન જોઈએ અને આ પરિસ્થિતિમાં શેખ અબદુલ્લા જે કાંઈ બાલે છે તેથી આપણને આઘાત થવા ન જોઈએ, તેમ જ આપણે મુંઝાવું પણ ન જોઈએ. અને કાશ્મીર અંગેની અનુકુળ પ્રતિકુળ બાજુઓને આપણે વધારે સ્વસ્થ ચિત્તથી વિચાર કરતા થવું જોઈએ. આજે કાશ્મીરના પ્રશ્નના શી રીતે ઉકેલ લાવી શકાય તે મને સુઝતું નથી. સંભવ છે કે શેખ અબદુલ્લાના નહેરુ સાથેના મીલનમાંથી કોઈ માર્ગ નીકળી આવે. સંભવિત છે કે કશેા મેળ સાધ્યા વિના તે બંને છૂટા પડે, અને શેખ અબદુલ્લાના મુકત વિહારના કારણે આપણી પરિસ્થિતિ વધારે કફોડી બને. શું બને તેની આજે કોઈ કલ્પના થઈ શકતી નથી. પણ કાશ્મીરના પ્રશ્ન સાથે પૂર્વ પાકિસ્તાનમાંથી નિર્વાસિતાને ચાલુ થયેલા ભારત ઉપરના ધસારો, તેના દેશની કોમી પરિસ્થિતિ ઉપર પડતા અતિ પ્રતિકૂળ પ્રત્યાઘાત, દેશની સુલેહશાન્તિને ગુંગળાવતું વાર્તા વરણ—આ બધું જોતાં પાકિસ્તાન સાથેના, કાશ્મીર અંગેના આપણા ઝગડાના જેમ બને તેમ સત્વર નિકાલ થાય એ દેશના અત્યન્ત હિતમાં છે એમ હું માનું છું. આમ થવાથી પાકીસ્તાન સાથેની બધી ઉપાધીઓના અન્ય આવશે એમ હું નથી કહેતા, પણ સૌથી વધારે જટિલ એવા આ કોકડાનો જો ઉકેલ આવે તો પૂર્વ પાકીસ્તાનમાં ઉભી કરવામાં આવેલી સમસ્યાના ઉકેલન માર્ગ પણ કદાચ જડી આવે એવી મને આશા રહે છે.
અને તે પછી કાશ્મીરના પ્રશ્નનો ઉકેલ નહેરુની હયાતી દરમિયાન જેમ બને તેમ જલ્દિથી લાવવામાં આવે એમ હું અન્તકરણથી ઈચ્છું છું, કારણ કે દેશની સુલેહ સાન્તિને લગતો રાજ્યતંત્રને કાબુ દિન પ્રતિ દિન જોખમાતો જાય છે અને નહેરુ સિવાય દેશના પ્રત્યાઘાતી કોમવાદી બળાને ખાળવાની કોઈનામાં તાકાત નથી. તા નહેરુને આ પ્રશ્ન ઉપર આજ સુધીની પરિપાટીથી મુકત બનીને મક્કમ તથા મહત્ત્વના નિર્ણય લેવાની પરમાત્મા તાકાત આપે એવી મારી પ્રાર્થના છે.
ચીમનલાલ ચકુભાઈ શાહ
પૃષ્ઠ
વિષયસૂચિ
પ્રબુદ્ધ જીવન પચ્ચીસ વર્ષ પૂરાં કરે છે ત્યારે – સન્ત ફ઼ાન્સિસ
પરમાનંદ સંકલનકાર : પરમાનંદ
૧ ૪
કોસબાડ–બારડી–દહાણુ –પર્યટન :
ભારતી તાડગુડ શિલ્પભવનનું નિરીક્ષણ રાષ્ટ્રીય તેમજ આંતરરાષ્ટ્રીય
રાજકારણી પરિસ્થિતિ : એક આલાચના, ચીમનલાલ ચકુભાઈ શાહ ૮
પરમાનંદ
દ
માલિક : શ્રી મુંબઇ જૈન યુવક સધઃ મુદ્રક પ્રકાશક : શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા, પ્રકાશન સ્થળઃ ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઇ-૩, મુદ્રણુસ્થાનઃ ધી સ્ટેટ્સ પીપલ પ્રેસ, કાટ, મુબંધ,