________________
તા. ૧-૫-૨૪
પ્રભુ
લામાં એ પક્ષ વહેંચાઈ રહ્યો છે. ડાંગેના પત્રા આ બાબતમાં માત્ર એક નિમિત્તરૂપ બન્યા છે, પણ બન્ને જૂથ વચ્ચેના મતભેદ તો એ પહેલાં કયારના શરૂ થઈ ચૂકયા છે. આફ્રિકા, સાઉથ ઈસ્ટ એશિયા અને લેટીન અમેરિકાના અણવિકસિત દેશા ઉપર ચીનના પ્રભુત્વની જમાવટ થતી જાય છે, આ દેશોની સામૂહિક કોન્ફરન્સોમાં ચીન - રશિયા સામેના પોતાના મેારચા આગળ ધરે છે.
બીજી બાજુએ સ્વ. કેનેડીએ ધારણ કરેલી નીતિને લીધે યુનાઈટેડ સ્ટેટ્સને રશિયા સાથેના સંઘર્ષ હળવા થતા જાય છે. અમેરિકાએ સામ્યવાદી જૂથ સાથેના - ખાસ કરીને રક્ષિયા સાથેના - સહઅસ્તિત્વને - Co-existence ને - સ્વીકારી લીધેલ છે. ફોરેન રીલેશન્સ કમિટીના ચેરમેન સેનેટર ફ લબ્રાઈટ ‘exholded myths' એ મથાળા નીચે આજ સુધી સેવાયલી અનેક ભ્રમણાઓનું ભારે ચાંટદાર નિદર્શન કર્યું છે અને અમેરિકાએ આજ સુધીની પોતાની વિદેશનીતિને પાયામાંથી બદલવી પડશે એમ જાહેર કર્યું છે. આ રીતે રશિયા અને અમેરિકા એકમેકની વધારે નજીક આવી રહ્યા છે અને પરિણામે બે જૂથ વચ્ચેની Cold war - ઠંડા યુદ્ધનું - વાતાવરણ હળવું બન્યું છે, નંગદિલી ઘટી છે.
બીજી બાજુએ પશ્ચિમી જૂથની એકતા તૂટતી જાય છે. નાટોમાં હજુ બધા સાથે જ છે, એમ છતાં પણ ફ્રાન્સના પ્રમુખ, દ’ગાલની નીતિ અમેરિકા અને ઈગ્લાંડથી જુદી પડે છે. એક તો તેનામાં વ્યકિતગત હું બહુ જોરદાર છે અને ટ્રાન્સનું મહત્ત્વ અને અણુશસ્ત્રવિષયક પ્રભુત્વ તે બને તેટલું વધારવા માગે છે. આ રીતે આટલાંટિક ગ્રૂપ અને યુરોપની ડેમેાક્રસીઓ વચ્ચે અંતર વધતું જાય છે. ડ’ગાલે પેાતાના એક ટેલીવીઝન દ્વારા પ્રસારિત ભાષણમાં તાજેતરમાં જણાવ્યું છે કે રશિયાનું યુરોપ ઉપર આક્રમણ થતાં અમેરિકા યુરોપને મદદ કરશે એવા વિશ્વાસ” રાખવાને કોઈ કારણ નથી, અમેરિકા તરફની મદદની આશા unreliableઅવિશ્વસનીય - હશે.” દ’ગાલના આ શબ્દો અમેરિકા પ્રત્યેના તેના કડક વલણનાં સૂચક છે.
1.
અમેરિકાની વિદેશનીતિ અક્કડ rigid બની ગઈ છે. વીએટનામમાં ભરાઈ પડયા જેવી તેની સ્થિતિ છે. એશિયાના અગ્નિકોણમાં આવેલા દેશેામાં એક વાર ફ્રાન્સનું ખૂબ વર્ચસ્વ હતું. વચગાળે અમેરિકાના ખૂબ પ્રભાવ હતો. તે પ્રભાવ નાબુદ કરવાનું વળણ ફ્રાન્સનું છે. લાઓસ લગભગ હવે અમેરિકાના હાથથી ગયું છે. કંબાડિયાએ તેની મદદ લેવાની ના પાડી છે. બર્મા સામ્યવાદી ચીન તરફ ઢળતું જાય છે. વોલ્ટર લીપમેન જેવા એમ માને છે કે દ’ગાલની નીતિ દક્ષિણપૂર્વનું કોકડું ઉકેલવામાં કદાચ મદદરૂપ થશે. અને અમેરિકા ચીન પ્રત્યે અક્કડ વલણ લઈ બેઠું છે તેને હળવું કરવામાં 'ગાલ સહાયરૂપ થશે.
1
આમ આખા આંતરરાષ્ટ્રીય ફલક ઉપરનું આખું ચિત્ર એકદમ બદલાતું ચાલ્યું છે. આફ્રિકાના અનેક દેશે! સ્વતંત્ર થતા ચાલ્યા છે. જૂની જૂથબંધી તૂટતી જાય છે. નવી જૂથબંધીઓ પેદા થતી જાય છે. નાના દેશાને પોતાની આઝાદી ટકાવવા માટે Larger Federations—નવાં સમવાયતંત્ર - ઊભાં કરવાનું અનિવાર્ય લાગે છે; અને એવા સમવાયતંત્રા ઊભા થઈ રહ્યાં છે. આ સંદર્ભમાં સામ્યવાદી જૂથ અને પશ્ચિમી લોકશાહીઓનું જૂથ એ બન્નેમાંથી કોઈ જૂથમાં ન જોડાવાની ભારતની બીનજૂથવાદી નીતિ પુનર્વિચારણા માગે છે. ખરી રીતે ચીનના આક્રમણ પછી ભારતની વિદેશનીતિમાં પણ પલટા આવ્યા છે. એશિયામાં અને આફ્રિકામાં, નેહરુના પ્રભાવશાળી વ્યકિતત્વ અને સ્વતંત્ર વિદેશનીતિને કારણે, ભારતનું જે સ્થાન હતું તે ઓછું થયું છે. ઈન્ડોનેશિયા લગભગ ભારતવિરોધી થયું છે. આફ્રિકાના દેશામાં ચીનને પ્રચાર ખૂબ જોરદાર છે. ચીની આક્રમણને કારણે શરૂઆતમાં લશ્કરી
9
જીવન
મદદની જરૂર હાવાથી બ્રિટન અને અમેરિકા તંરફ ભારતનું વલણ ઠીક ઠીક થયું હતું, પણ કાશ્મીર અંગે તે પાકિસ્તાનતરફી. તેમના વલણને કારણે, ફરીથી ભારતનું વલણ કાંઈક બદલાયું છે અને રશિયા ઉપર વધારે આધાર રાખતું થતું જાય છે.
રાષ્ટ્રીય ક્ષેત્રે
હવે આપણે આપણા દેશની રાજકારણી પરિસ્થિતિના વિચાર કરીએ. આપણે છેલ્લાં મળ્યા ત્યારે આપણી સામે જયપુરમાં મળેલી રાષ્ટ્રીય મહાસભા સમિતિમાં રજુ કરવામાં આવેલું . Democratic Socialism-લાકશાહી સમાજવાદને લગતું નિવેદન હતું ત્યાર બાદ ભુવનેશ્વરમાં કોંગ્રેસ અધિવેશન મળ્યું. જ્યાં આ નિવેદન બહુ નજીવા ફેરફાર સાથે પસાર કરવામાં આવ્યું છે. આ નિવેદનથી સમાજવાદની દિશાએ એક પગલું' આપણે આગળ વધ્યા છીએ, ત્યાર બાદ નવું બજેટ આવ્યું. આ બજેટથી આવક ઉપર કોઈ ખાસ કરવેરો વધ્યા નથી; તેમાં તે ઉલટી કાંઈક રાહત છે, પણ સંપત્તિ ઉપર તેણે ઘણા સખત કુઠારાઘાત કર્યો છે. એ રીતે આ દેશમાં જે Inequality of wealth ધનદોલતની અસમાનતા છે. તેને તેાડવાના આ બજેટમાં મક્કમ પ્રયત્ન છે. આની અસર એક પેઢી પછી એકદમ દેખાવા માંડશે.
કામરાજ યોજના કોંગ્રેસને વધારે જોરદાર—પ્રાણવાન બના વવા માટે આવી છે એમ આપણે માનતા હતા, પણ ત્યાર પછી કોંગ્રેસ બળવાન બનવાને બદલે ઉત્તરોત્તર નબળી બનતી જાય છે. આનું એક કારણ નહેરુની માંદગી છે. આને લીધે આખા દેશમાં એક પ્રકારની ઘેરી નિરાશા વ્યાપેલી માલૂમ પડે છે. વાતાવરણમાં અવિશ્વાસ વધતો જાય છે. જાણે કે માથા ઉપર કોઈ અણચિંતવી આફત આવી રહી હોય એવી ચિંતા ડાહ્યા માણસા પણ સેવી રહ્યા છે. ભારતનું ભાવી શું થશે ? આ પ્રશ્ન સૌ કોઈના મન ઉપર આવીને ઊભા રહે છે. ગાંધીજી અને સરદાર વલ્લભભાઈ પટેલને બાદ કરતાં નહેરુએ દેશ માટે, જે કર્યું છે તે કોઈએ કર્યું નથી, એમ છતાં તેમણે કરેલ કેટલીક બાબતાનાં વિપરીત પરિણામા ભાગવવાના વખત હવે આવી રહ્યો છે એમ સૌને લાગે છે. .''
નહેરુનું સ્થાન લઈ શકે એવું કોઈ તૈયાર થયેલું દેખાતું નથી. એક જ વ્યકિત ઉપર દેશને આધાર રાખવો પડે; તેની સામે જ જોયા કરવું પડે તે દેશનું એક મોટું દુર્ભાગ્ય લેખાવું ઘટે છે, દેશનું બીજાં મોટું દુર્ભાગ્ય એ છે કે કોંગ્રેસનું સ્થાન લઈ શકે એવા કોઈ મજબૂત વિરોધપક્ષ હજુ સુધી ઊભા થઈ શક્યો નથી, જ્યાં જ્યાં લેાકશાહીની પાકી જમાવટ થઈ હેાય છે ત્યાં ત્યાં નેતાગીરીની પરંપરા ઊભી થયેલી હાય છે. આવી પરંપરાથી એકનું સ્થાન બીજી વ્યકિત લે છે અને એક પક્ષનું સ્થાન બીજો પક્ષ લે છે અને એ રીતે એક વ્યકિત અથવા પક્ષની ભૂલ સુધારી લેવાની દેશને તક મળે છે. દા. ત. સૂએઝની કટોકટી વખતે ઈડનની જગ્યાએ મેકમીલન આવ્યો અને ઈડનની ભૂલ તેણે સુધારી. બીજા વિશ્વવિગ્રહ દરમિયાન ઈગ્લાંડના મુખ્ય પ્રધાન ચેમ્બરલેઈનની જગ્યાએ વીન્સ્ટન ચર્ચીલ આવ્યો અને દેશને જિતાડયા, બીજો વિશ્વવિગ્રહ પૂરો થયો કે લેાકમાનસ પલટાયું અને કાન્જીવે ટીવ પક્ષના સ્થાને મજૂરપક્ષ સત્તા ઉપર આવ્યો. એવી જ રીતે નેતાગીરીની સુસ્થિર પરંપરાના કારણે કેનેડીનું અચાનક અવસાન થતાં જૉન્સને સત્તારુઢ થઈને રાજધૂરા સંભાળી લીધી. આવી કોઈ પરપરા હજુ આપણે ત્યાં ઊભી થઈ નથી. .
નહેરૂનું વર્ચસ્વ હવે ઓછું થતું જાય છે. તેમની કાર્યશકિત ઘટી છે. અચાનક કાંઈ થાય અને સત્તા માટે વિખવાદ કે ખટપટ જાગે, તેના કરતાં નહેરુ પોતે પાતાના અનુગામી નક્કી કરી પોતાની હાજરીમાં તેની પ્રતિષ્ઠા કરે, એ હવે અત્યંત જરૂરી બન્યું છે. નહેરુને હવે બહુ નજીકના ભવિષ્યમાં આવી ગેાઠવણ