________________
પ્રબુદ્ધ જીવન
વધારે વિશાળ રૂપ આપવામાં આવ્યું છે અને ‘ ભારતીય તાડ ગુડ શિલ્પભવન ' એવું તેને નામ આપવામાં આવ્યું છે.
આ સંસ્થાના નીચે મુજબ હેતુઓ નક્કી કરવામાં આવ્યા છે— (૧) તાડગુડ ઉદ્યોગની ખીલવણી અને વિકાસ સાથે સંબંધ ધરાવતા વનસ્પતિશાસ્ત્ર, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર અને યાંત્રિક તથા તાંત્રિક બાબતોને લગતા બધા પ્રશ્નોનું વૈજ્ઞાનિક સંશોધન અને તપાસ હાથ ધરવી.
(૨) આ ઉદ્યોગમાં વપરાતાં સાધના અને ઓજારોમાં આધુનિક ટૅકનાલાજીની શેાધા ધ્યાનમાં લઈને સુધારણા કરવી અને તાડવૃક્ષાની પેદાશ અને આડપેદાશના ઉત્પાદન અને કેનીંગ (અંદરના રસ બહારની હવાથી સુરક્ષિત રહે એવા ડબાઓ બનાવવાની પ્રક્રિયા)ને આધુનિક રૂપ આપવું. (૩) આને લગતી બધી પ્રક્રિયાઓ અંગેની તાલીમ આપવાની
વ્યવસ્થા કરવી.
(૪) તાડવૃક્ષની પેદાશ માટે model production-cum
demonstration units ચાલુ કરવાં એટલે કે ઉત્પાદન થાય અને લોકોને આ બધી પ્રક્રિયાઓની પ્રત્યક્ષ સમજ સુલભ બને એવાં ઘટકો નિર્માણ કરવાં.
આ હેતુઓ ધ્યાનમાં લઈને પ્રસ્તુત શિલ્પભવનને બે વિભાગમાં વહેચી દેવામાં આવેલ છે;
(૧) સંશાધનકાર્ય, જેમાં (ક) વૈજ્ઞાનિક પ્રયોગશાળા, (ખ) નર્સરી અને એગ્રાનામી અને (ગ) એન્જિનિયરિંગ વર્કશોપને સમાવેશ કરવામાં આવ્યા છે.
(૨) શૈક્ષણિક કાર્ય વિભાગ, જેમાં તાડી કેમ કાઢવી અને તેમાંથી ગાળ, સાકર, બીસ્કીટ, ચોકલેટ, કેન્ડી, પીપરમીન્ટ, પેંડા, મધુપ્રાશ વગેરે કેમ બનાવવું અને તાડી ઉપરાંત રેસા, પાંદડાં, નાળિયેરના છેલા, છાલ વગેરેમાંથી દારડા, બાસ્કેટ, પંખા, પગલૂછણાં, બ્રશ, ટોપલીઓ, ચંપલ, ઝાળી, પાકીટ વગેરે અનેક ઉપયોગી ચીજો કેમ બનાવવી આ બધી બાબતાને સમાવેશ કરવામાં આવ્યો છે.
આ પ્રકારનું શિલ્પભવન એક મોડેલ—આદર્શ—શિક્ષણસંસ્થા છે અને તેની પ્રક્રિયા જોતાં આપણને ઘણુ નવું જાણવાનું મળે તેમ છે, અહિં અમે બે કલાક રોકાયાં અને અહિં કેટલાકે મધુપ્રાશનું પાન કર્યું અને કેટલાકે બિસ્કીટ, કેન્ડી, ચાકલેટ .વગેરેની સારા પ્રમાણમાં ખરીદી કરી.
આ શિલ્પભવન જોવાનું પુરું થયા બાદ અમે દહાણુ ગામમાં ગયાં અને ત્યાંના જૈન મંદિરના દર્શન કર્યા. ત્યાર બાદ ત્યાંના
તા. ૧૫-૯૬૪
જૈન આગેવાન શ્રી જવાહરલાલ ચુનીલાલ કરનાવટના નિમંત્રણથી અમે તેમના ઘેર ગયા અને તેમણે અલ્પાહાર વડે અમારૂ સર્વનું સ્વાગત કર્યું. આ ગામમાં ગયા વર્ષે જૈન શ્વે. મૂ. સંપ્રદાયનાં સાધ્વી સદ્ગુણાશ્રી અને તેમનાં શિષ્યા કીર્તિલતાર્થીએ ચાતુર્માસ કર્યું હતું. તેમની પ્રેરણાથી આ ગામમાં એક બાલવાડી ઉભી કરવામાં આવી હતી અને તેમાં જૈન જૈનેતર બહેનો કામ માટે જોડાઈ હતી. સદગુણાથી તો અહિંથી ગુજરાત બાજુ વિદાય થયા છે પણ અહિં સેવાલક્ષી બહેનનું એક જૂથ તૈયાર કરી ગયા છે. આ બહેનોને પણ અહીં મળવાનું બન્યું. તેમની બાલવાડીમાં અમારામાંના બે ત્રણ મિત્રો તરફથી સંઘના નામે રૂા. ૨૦૧ મોકલી આપવાનું જણાવવામાં આવ્યું.
કરવા
આ રીતે દહાણુમાં ત્રણ કલાક ગાળીને મધ્યાહ્નકાળે અમે કોરાબાડ પાછા આવ્યા. અને દહાણુના નવા મિત્રને અમારી સાથે જમવા માટે આગ્રહ કરીને ખેંચી લાવ્યા હતા. તદુ પરાન્ત કોસબાડમાં જ્યાં અમારો ઉતારો હતો ત્યાંની વિકાસવાડીના કાર્યકર્તાઓને પણ અમારી સાથે ભાજન કરવાનું અમે નિમંત્રણ આપ્યું હતું. આમ એકત્ર થયેલી મેાટી મંડળીએ સાથે મળીને પ્રાર્થનાપૂર્વક શિખંડપુરીનું ભાજન કર્યું. ત્યારબાદ કલાક દોઢ કલાક સૌએ આરામ લીધા. ગયા વર્ષે અહિં આવેલા ત્યારે સંઘના સભ્યોએ અંદર અંદર એકઠા કરીને અમારા સંઘના નામે ગ઼. ૫૦૧ની રકમ અહિંની વિકાસવાડીને ભેટ આપી હતી. આ વખતે પણ એ મુજબ જ રૂા. ૫૦૧ની ૨કમ એકઠી કરીને તારાબહેનને એટલે કે તેમની સંસ્થાને અમે ભેટ આપીને એક પ્રકારની કૃતાર્થતા અનુભવી.
આપણે છેલ્લા મળ્યાં ત્યાર બાદ બંને ક્ષેત્રે અગત્યના બનાવા બન્યા છે. આપણે પહેલાં આંતરરાષ્ટ્રીય ક્ષેત્રના વિચાર કરીએ. એ ક્ષેત્રમાં બે ' બાબત સૌથી વધારે ધ્યાન ખેંચે તેવી બનેલી છે. એક તો રશિયા અને ચીન વચ્ચે વધતા જતા સંઘર્ષ અને બીજું ફ્રાન્સમાં જનરલ દ’ગાલના વલણના કારણે પશ્ચિમી જૂથમાં વધતું અંતર.
રશિયા અને ચીન વચ્ચે શરૂ થયેલા સંઘર્ષનું પ્રારંભનું સ્વરૂપ પ્રત્યેકની વિચારસરણીમાં ઉભા થયેલા મતભેદને અનુલક્ષીને છે એમ માનવામાં આવતું હતું પણ સમય જતાં માલૂમ પડે છે કે આ સંઘર્ષ પાછળ ખરી રીતે એકમેકના રાષ્ટ્રીય હિતાની અથડામણ રહેલી છે. ચીન નબળું હતું અને આંતરવિગ્રહમાં સંડોવાયેલું હતું ત્યારે રશિયાએ ચીનના ઘણા પ્રદેશેા પચાવી પાડેલા. આજનું આઉટર મંગાલિયા જે દેખાવનું સ્વતંત્ર છે પણ વસ્તુત: રશિયાના વર્ચસ્વ નીચે છે તે એક વખત ચીનના પ્રદેશ હતો. હમણાં ચીને રશિયાના પૂર્વના બંદર લાડીવાસ્ટોક ઉપર દાવે. છે. આ કારણને લીધે ચીન તથા રશિયા વચ્ચે સીમા પ્રદેશના ઝઘડાએ શરૂ થયા છે.
લગભગ ચાર વાગ્યે અમારી બસ અહિંથી ઉપાડી. અહિં આવ્યા ત્યારે મોટા ભાગના રસ્તે ‘લુ’ના અનુભવ થયો હતો. આ વખતે સાંજના સમય હતો અને દિવસ નમતા જતા હતા અને આખે રસ્તે ડો પવન વાઇ રહ્યો હતા. દહાણુ વટાવ્યા બાદ એ જ પહાડી પ્રદેશ, એ જ નદી નાળાં અને જંગલા વટાવ્યાં. સાંજના અથવા તે રાતના આઠ વાગ્યા લગભગ ભીવંડી પહોંચ્યા. આખે રસ્તે ગાનતાન અને રમૂજી ટૂચકાઓ અને અન્તકડી વડે બસ ગાજતી રહી. થાણા આવ્યું અને ગયું અને મુંબઈ સૌ સૌના ઘરે પહોંચતાં રાત્રીના સાડા દસ અગિયાર વાગી ગયા. આ રીતે અમારૂં બે દિવસનું પર્યટન ધાર્યા કાર્યક્રમ મુજબ એકાન્ત આનંદમાં પસાર થયું, પૂરું થયું અને જે કાંઈ નવું જોવા જાણવાનું મળ્યું તે અદક લ્હાણમાં આવું પર્યટન ચિત્ત ઉપર અનેક મધુર સ્મરણાની છાપ મુકી જાય છે અને મન કેટલાક દિવસ સુધી એક પ્રકારના આનંદની ખુમારી અનુભવે છે.
પરમાનંદ
પરિસ્થિતિ: એક આલેાચના
રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણી
(તા. ૧૮-૪-'૬૪ શનિવારના રોજ શ્રી મુંબઈ જૈન યુવક શાહે રાષ્ટ્રીય તેમ જ આંતરરાષ્ટ્રીય રાજકારણી પરિસ્થિતિની સવિસ્તર આંતરરાષ્ટ્રીય ક્ષેત્રે
સંઘના આશ્રયનીચે સંઘના કાર્યાલયમાં શ્રી ચીમનલાલ ચકુભાઈ આલેાચના કરી હતી. તેના સંક્ષિપ્ત સાર નીચે મુજબ છે. – તંત્રી)
વળી આજે આ ઉપરાંત સામ્યવાદી જગતની નેતાગીરીના પ્રશ્ન ઊભા થયા છે. આજ સુધી સામ્યવાદી જગત ઉપર રશિયાનું પૂર્ણ પ્રભુત્વ હતું. ચીન પણ તેને અધીન રહીને ચાલતું. હવે આ નેતાગીરી અંગે રશિયા અને ચીન વચ્ચે જાણે કે હરીફાઈ ચાલતી હોય તેમ લાગે છે અને ચીનના આજે જે નેતાઓ છે - માઓત્સંગ અને ચાઉં - એન - લાઈ - એ રશિયાના ક્રુશ્ચે વથી જરા પણ ઉતરતા નથી, અને ક્રુ વથી જરા પણ દબાય તેવા નથી. આ રીતે સામ્યવાદી જગત બે જૂથમાં વહેંચાઈ રહ્યું છે.
ચીન તથા રશિયાના આંતરરાષ્ટ્રીય વલણ અંગે ત્રીજો મુદ્દો એ છે કે રશિયા ખૂબ સમૃદ્ધ બનતું જાય છે અને પરિણામે તે Security-minded સલામતીપ્રિય - થતું જાય છે. રશિયાને વિગ્રહ નેતરવા પરવડે એમ નથી, જ્યારે ચીનને અનેક પ્રતિકૂળતાઓનો સામનો કરવાના છે અને વિશ્વભરમાં સામ્યવાદની સ્થાપના જે તેના એક મનેરથ છે તે માટે એક મોટા વિગ્રહની આવશ્યકતામાં માને છે. બન્નેના દષ્ટિકોણમાં આ કારણે મૌલિક તફાવત ઊભા છે.
તમે જાણા છે કે આજે ભારતના સામ્યવાદી પક્ષમાં પણ ભંગાણ પડયું છે અને ચીન તરફી અને રશિયા તરફી એમ બે ભાગ