________________
મ
તા. ૧-૫-૨૪
જે સંસ્થા તેણે ઊભી કરી તે માટે તેણે ગરીબાઈને લગતા નિયમેા એટલા કડક બનાવ્યા કે એસાઈઝીના બિશપે તેને વિરોધ કરતાં જણાવ્યું કે, “કશા પણ પરિગ્રહ વિનાની તારી જીવનપદ્ધતિ ઘણી કઠણ અને અશકય જેવી લાગે છે.” કૃાન્સિસે તેને નમ્ર ભાવે જવાબ આપ્યો કે “સાહેબ, મિલ્કત અને ઘરબાર રાખીને અમે કર્યાં જઈએ ? એ સાચવવા માટે નાકર રાખવા પડે, હથિયાર રાખવા પડે, ઘણીવાર કજિયા કરવા પડે. સંગ્રહ કરીને કર્યાં જવું? સંગ્રહની પંચાતમાં પડીએ તો ઈશ્વરને કયારે યાદ કરીએ ?” આ ઉદ્દગાર બિશપના હૃદયસરસા પહોંચી ગયા અને તેણે આશીર્વાદ સાથે ફ્રાન્સિસને વિદાય દીધી.
પ્રબુદ્ધ જીવન
આ સંતપુરુષની આસપાસ પાર વિનાની દંતકથા નિર્માણ થઈ છે. . જીવન માટે અતિ આવશ્યક એવી જે કાંઈ ચીજવસ્તુ તેને મળતાં તે 'બધું એક ટ્રસ્ટી તરીકે-પારકાની વસ્તુના રખેવાળ તરીકે—તે રાખતો. એક દિવસ તે સાથેનાથી પાછા ફરતા હતા તેવામાં, રસ્તામાં કોઈ ગરીબ માણસ તેના જોવામાં આવ્યો. તેને જોઈને પેાતાની સાથેના બીજા એક પાદરીને તેણે કહ્યું કે “આ આપણે પહેરેલી લાંબી કફની તેના માલિકને સુપ્રત કરવી જોઈએ. કારણ કે આપણા કરતાં વધારે ગરીબ એવા કોઈ માણસને આપણે મળીએ ત્યાં સુધી આપણને એ કફની લેાન તરીકે મળી હતી. જો આપણે, જેને આની વધારે જરૂર છે તેને આ કફની ન આપી દઈએ તે આપણને ચારીના દોષ લાગે.” જ્યારે પણ તે કોઈ ગામમાં દાખલ થતા ત્યારે તે ગામના લોકો ઘરની બહાર નીકળી આવતા અને પુષ્પા, ધજાપતાકા અને ભજનકીર્તન વડે તેનું સ્વાગત કરતા, તેને આવકાર આપતા. એક વાર તેણે સાથેનામાં પ્રવેશ કર્યો ત્યારે તેણે ત્યાંના લોકોને અંદર અંદર લડતા, ઝઘડતા જોયા. આ જોઈને તેણે ઉપદેશ આપવા શરૂ કર્યો અને તેને સાંભળતાં લોકો ઘડતા અટકી ગયા અને ઝઘડાના ચમત્કારિક રીતે અંત આવ્યો.
તેના પ્રેમ પશુસૃષ્ટિ સુધી વિસ્તૃત બન્યો હતા. તેને ભેટ આપવમાં આવેલું એક ઘેટું, વર્જીન મરીના આલ્ટર સામે તે જ્યારે અન્ય પાદરીઓ સાથે ઉપાસના કરવા બેસતા ત્યારે, તેમની ઉપાસનામાં સામેલ થતું હતું. એક સસલાની તેને ભેટ મળતાં, આમ પકડાઈ જવા માટે તે સસલાને મૃદુતાપૂર્વક ઠપકો આપીને તેણે છેાડી મૂકયું હતું. કોઈ માછીમારે તેને એક બતક ભેટ આપ્યું. આ બતકને છોડી મૂકતાં, જ્યાં સુધી ફ્રાન્સિસે તેને આશીર્વાદ આપ્યા નહિ ત્યાં સુધી તે બતકે ત્યાંથી નહિ ખસવાની હઠ લીધી હતી.
પક્ષીઓ ઉપર તે તેના પાર વિનાના પ્રેમ ઊંતર્યા હતા. આકાશમાં ઊડતાં ચંડોળ પક્ષી તરફ આંગળી કરીને પાતાના પાદરી બંધુઓને તેણે કહેલું કે, “પેલા ચંડોળ પક્ષીને માથે, પાદરીઓ માથે બાંધે છે તેવું ઢાંકણ છે અને તે એક અત્યંત નમ્ર પ્રાણી છે અને કોઈને કશો પણ ઉપદ્રવ કર્યા સિવાય પોતાના જીવનનિર્વાહ માટે દાણાના કણ મેળવવા તે સ્વેચ્છાપૂર્વક સહજભાવે રાજમાર્ગ ઉપર અહીં તહીં વિચરતું, ઉડતું માલુમ પડે છે. એક ભલા પાદરી કે જે ભૌતિક ચીજવસ્તુઓ વિષે એક પ્રકારની ઉદાસીનતા સેવે છે, અને જેને સર્વ સમય દિવ્ય ચિંતનમાં પસાર થાય છે અને જેનું ચિત્ત ઈશ્વરસ્તુતિમાં સદા નિમગ્ન હાય છે—તેવા એક ભલા સાધુસંત માફક ચંડોળ પક્ષી પણ આકાશમાં સતત મુકત મને ઉડતું રહે છે અને મધુર ગાન વડે ઈશ્વરની સદા સ્તુતિ કરતું હાય છે. પીંછા એ જ તેનાં વસ્ત્રો છે, અને એ દ્વારા સાધુસંતા સમક્ષ તે એવા બોધપાઠ રજૂ કરે છે કે સાધુસંતાએ રંગબેરંગી અને સુંવાળાં વસ્રોન ઉપયોગ ન કરવા જોઈએ. પણ સાદાં અને અલ્પમૂલ્ય વસ્ત્રો ધારણ કરવાં જોઈએ.”
ફ્રાન્સિસ વિષે એક અતિ પ્રચલિત કથા અનુસાર તેણે એક વાર પક્ષીઓને ઉદ્દેશીને ઉપદેશ દેવા માંડયા, એટલે ઝાડ ઉપર બેઠેલાં
પક્ષીઓ તેને સાંભળવા માટે નીચે ઊતરી આવ્યાં, અને ફ્રાન્સિસનું પ્રવચન પૂરું થયું ત્યાં સુધી સ્તબ્ધપણે તેને સાંભળતાં ઊભાં રહ્યાં. ફ્રાન્સિસે તેમને કહ્યું કે “મારાં વ્હાલાં પક્ષીઓ, તમે ઈશ્વરને તિ પ્યારાં છે અને તેની બહુ નજીક છે. તમને તેણે જ્યાં જવું હોય ત્યાં જવાની છૂટ આપી છે. વળી તમે કાંઈ વાવતા નથી અને તેથી તમારે કાંઈ લણવાપણું રહેતું નથી અને ઈશ્વર તમને ખવરાવે છે અને તમારી તૃષા છીપાવવા માટે નદીઓને અને ઝરણાંઓને વહેતાં રાખે છે. તમારા આશ્રય માટે તે પર્વતો અને ખીણા નિર્માણ કરે છે. અને માળા બાંધવા માટે વૃક્ષો ઉગાડે છે. અને તમે નથી કાંતી શકતાં કે નથી સીવી શકતાં, તેથી ઈશ્વર તમને અને તમારા બાળકોને પીંછા વડે ઢાંકે છે. આમ હેાવાથી, મારાં વ્હાલા બાળકો, કૃતઘ્નતાના દોષથી સદા બચતા રહેજો અને ઈશ્વરની સદા સ્તુતિ કરતા રહેજો.”
એક બાદશાહ કે જે પક્ષીઓનો એક મોટા શિકારી હત તેને તે પક્ષીઓના વધ ઉપર પ્રતિબંધ મૂકવા અને “આપણાં બાળકોસમાં ચંડોળ અને અન્ય પક્ષીઓને ખાવાનું મળી રહે ” એ માટે દરવર્ષે ક્રીસમસના દિવસે એ પક્ષીઓને ચણ નાખવાની પેાતાનાં પ્રજાજનોને ફરજ પાડવા તેણે પ્રાર્થના કરી હતી.
અત્યાર સુધી ટ્રાન્સિસે પોતાની અહિંસાશક્તિનું બાહ્યફળ જોયું નહોતું. અહિંસાપ્રતિષ્ટાયાં તત્તત્રિ થી વૈરત્યાર (અહિંસાની સિદ્ધિ થયે, તેની સમીપમાં વેર છૂટી જાય છે.) એ સિદ્ધાંતનો અનુભવ થવાના, તેના ચારિત્રમાં એક અવસર નોંધાયો છે જે ભગવાન મહાવીર અને ચંડકૌષિક સર્પને ઘણા અંશમાં મળતા છે. ફ્રાન્સિસને ગૂંબિયા નામના એક ગામ જવું હતું. એસાઈઝીથી ઘેાડા માઈલ દૂર આ જગ્યા હતી. પોતે અશકત થઈ ગયેલ હોવાથી ગધેડા ઉપર તે સવારી કરતા. રસ્તામાં એક મઠ આગળ રાત રહી તે ગધેડા ઉપર નીકળ્યો. ત્યાં તે પાસેનાં ગામડાંમાંથી ખેડૂતાએ દોડતા આવીને તેને કહ્યું : “ સૂંબિયા ન જાઓ, રસ્તામાં વધુએના ભારે ત્રાસ છે. અનેક વટેમાર્ગુઓને તે ખાઈ ગયા છે.” ફ્રાન્સિસે જવાબ દીધા: “પણ મારાં ભાંડુ વરુઓનું મેં શું બગાડયું છે કે તેઓ મને ખાઈ જશે? હું તો પ્રભુનું નામ લઈને ચાલ્યા જવાના. તેમને જે કરવું હાય તે કરે." તે સુખરૂપ ગૂંબિયા પહોંચી ગયા. પણ લોકો તા હાંફળા – ફાંફળા થઈ ગયેલા હતા અને ફ્રાન્સિસને કાંઈ થયું તો નથી ને, તે જાણવા માટે ચિન્તાતુર હતા. ફ્રાન્સિસે તેમને શાંત પાડી પ્રવચન કર્યું કે, “તમારાં પાપ તમને નડે છે. તમે જો પવિત્ર થાઓ તો તમને વધુ હિ કનડે. ” આ પછી વગડામાં જઈને જે વરુ હંમેશાં ત્રાસ આપતો હતા તેને તેણે ખોળી કાઢો, તેને પ્રેમથી વશ કરી લીધા, અને શહેરમાં તેને લાવીને ખવડાવ્યું - પીવડાવ્યું. પછી તે આ વધુ તેના માનીતા સાથી બન્યો, અને તેના મરણ પછી ગૂંબિયાના લોકોએ તેને યોગ્ય રીતે દફનાવ્યો.
સંત ફ્રાન્સિસે આખું જીવન અનેક દેહકો ભાગવ્યાં હતાં. આત્માની સુવાસ પ્રગટાવવાને માટે અંગેઅંગ અને હાડકે હાડકાં તેણે એવાં તો નિચોવી નાખ્યાં હતાં કે તેના અંતકાળને સમયે તે લગભગ અપંગ બની ગયો હતો. આમ છતાં પણ ગરીબ અને પીડિતની સેવા અર્થે તે ગધેડા ઉપર બેસીને નીકળતા અને અનેક ગામ ફરીઆવતો. પણ અંતે આ પરિામના પરિણામે તેને અંધાપા આવ્યો. આ માટે તેને અનેક ઉપચાર સૂચવવામાં આવ્યા, પણ હરિને પેાતાની આંખ સોંપનાર સંત ફ્રાન્સિસ માને શાના? તે તે પેાતે જ સ્થાપેલા એક સાધ્વીઓના મઠમાં ગયા. ત્યાં એક સાધ્વીએ તેની ખૂબ સેવા કરી. અંધાપા તો વધતા જ જતો હતો. કોણ જાણે શા કારણે તેને નિરાશાના વાદળાએ ઘેરી લીધા. દહાડાના દહાડા સુધી તે રોયા કરતા. આથી આંખ વધારે ખરાબ થઈ. પણ પેલી