________________
४
પ્રભુ
જથી જેઓ અસ્વસ્થ થયા છે એવાઓની વાણીને એકત્ર કરનાર સ્થાન ‘પ્રબુદ્ધ જૈન ’ બની જાય તો એની હસ્તી કૃતાર્થ થશે.
તા. ૧-૫૩૯.
કાકાસાહેબ કાલેલકર
પ્રબુદ્ધ જીવન”ની રજતજયંતી અંગે સંધની કાર્યવાહીના ઠરાવ
પ્રબુદ્ધ જીવન’શરૂ કર્યાને ૨૫ વર્ષ પૂરાં થયાં, તેની રજતજયંતી ઉજવવા સંબંધમાં શું કરવું તે વિષે વિચારણા કરવા માટે તાં. ૧૬-૪-૬૪ ગુરુવારના રોજ મળેલી શ્રી મુંબઈ જૈન યુવક સંઘની કાર્યવાહક સમિતિમાં નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યા હતા:
“શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું મુખપત્ર ‘પ્રબુદ્ધ જીવન’ ૨૫ વર્ષ પૂરાં કરે એ સંઘ માટે અતિશય આનંદ અને ગૌરવના વિષય હોઈને એ પ્રસંગને યોગ્ય રીતે ઉજવવાને, આજે મળેલી સંઘની કાર્યવાહક સમિતિ નિર્ણય કરે છે અને એ નિર્ણયના અનુસંધાનમાં ઠરાવવામાં આવે છે કે:
.
(૧) આગામી પર્યુષણ વ્યાખ્યાનમાળા દરમિયાન સાધારણ રીતે
સંઘ માટે જે ફંડ કરવામાં આવે છે તેને વધારે જોર આપીને પ્રબુદ્ધ જીવનને અર્થનિર્ભર બનાવવામાં તેમ જ વિકસાવવામાં મદદરૂપ થાય તે હેતુથી ગ઼. ૨૫,૦૦૦ની રકમ એકઠી કરવી.
(૨) ત્યાર પછીના ઑકટોબર મહિનામાં ‘પ્રબુદ્ધ જીવન’ની રજત
જયંતી અંગે બે દિવસના સમારંભ ગાઠવવેા.
ફ્રાન્સિસ
સન્ત
(તાજેતરમાં પસાર થયેલી મહાવીર જયંતીના સંદર્ભમાં ભગવાન મહાવીરે પ્રબેાધેલ બ્રહ્મચર્ય અને અકિંચનત્વનું જેના ચરિત્રમાં આપણને અભિનવ દર્શન થાય છે અને તેમની જીવનસૃષ્ટિ વિષેની અનન્ત કરુણા જેનામાં મૂર્તિમંત થયેલી માલુમ પડે છે એવા યુરોપમાં—ઈટાલીમાં—તેરમી સદીના પ્રારંભમાં થઈ ગયેલા સંત કૃાન્સિસની જીવનકથા સંક્ષેપરૂપમાં નીચે આપતાં હું ઊંડી પ્રસન્નતા અનુભવું છું. આ જીવનકથા તા. ૨૨-૧૨-૪૬૩ના ટાઈમ્સ ઑફ ઇન્ડિયામાં પ્રગટ થયેલ શ્રીકૃષ્ણ ચૈતન્યના એક લેખમાંની વિગતો સાથે સ્વ. મહાદેવભાઈ રચિત ‘સંત ફ઼ાન્સિસ’ એ નામની પુસ્તિકામાંની કેટલીક વિગત સંકલિત કરીને તૈયાર કરવામાં આવી છે.
સંતકૃાન્સિસના જીવનમાં અનેક ચમત્કારોની વાતા આવે છે. આવી વાતે મોટા ભાગે સંત પુરુષોના ચરિત્ર સાથે પાછળથી વણવામાં આવેલી હોય છે, જ્યારે કેટલીક વાત એવી હોય છે કે જેને તેના વાસ્તવિક જીવનથી છૂટી પાડી શકાતી નથી. ભગવાન ઈશુ તેને દારતા, માર્ગદર્શન આપતા માલુમ પડે છે. એ પ્રકારની સંત ફ્રાન્સિસના જીવન સાથે જોડાયેલી એકાએક ટાળી ન શકાય એવી-ઘટનાનો ખુલાસે કેમ કરવા?
માનવીની ચેતના બે કક્ષામાં વહેંચાયેલી માલુમ પડે છે. એક ઉર્ધ્વ - ચેતના અને બીજી નિમ્ન ચેતના. નિમ્ન ચેતના માનવીને તેના પ્રાકૃતિક જીવન સાથે જોડાયેલા રાખે છે, જ્યારે ઉર્ધ્વ ચૈતના તેને અભિનવ ઉર્ધ્વલક્ષી આદર્શ જીવન તરફ આકર્ષે છે, ખેંચતી રહે છે. સામાન્ય માનવી નિમ્ન ચેતનાને અધીન રહીને જીવન વિતાવે છે, જ્યારે સંત ફ્રાન્સિસ જેવી વિશિષ્ટ વિભૂતિ ઉર્ધ્વ ચેતનાના આદેશને અધીન બનીને ચાલવાના પ્રયત્ન કરતી માલુમ
જીવન
તા. ૧૫-૬૪
પડે છે. નાનપણના જેના જેવા સંસ્કાર એ મુજબ આવી વિશિષ્ટ વ્યકિતઓનું ચિન્તન અને ઘડતર કોઈ એક ઈષ્ટદેવ-પછી તે. ઈશુ ખ્રિસ્ત હોય કે મહમદ, ભગવાન બુદ્ધ હોય કે મહાવીર, રામ હોય કે કૃષ્ણ—આવા કોઈ એક લેાકોત્તર પુરુષને ઈષ્ટદેવને—કેન્દ્રમાં રાખીને ચાલતું હોય છે અને તેથી આવી વ્યકિતને ઉર્ધ્વ ચેતનાને આદેશ પેાતાને ઈષ્ટ એવા દેવપુરુષના જ આદેશ હોય એવા ભાસ થતા હાય છે. સંત ફ્રાન્સિસને મળેલી ઈશુની દોરવણીના આ રીતે ખુલાસા થઈ શકે છે. તેને મન ઉર્ધ્વ ચેતનાના આદેશ એ ઈશુના જ આદેશ હાય એમ તેની જન્મજાત ઈશુનિષ્ઠાને લીધે લાગે એ તદ્ન સ્વાભાવિક છે. અહીં એ સ્પષ્ટ કરવાની જરૂર છે કે ઉપર જે ખુલાસા આપવામાં આવ્યો છે તે કોઈ આંતરિક અનુભૂતિ ઉપર આધારિત નથી, માત્ર બૌધિક ચિંતન ઉપર આધારિત છે.
પરમાનંદ)
સન્તાન્સિસ
ટ્રાન્સિસના જન્મ ઈટાલીના એક અત્યંત રમણીય વિભાગ અંબ્રિયા ખાતે ઈ. સ. ૧૧૮૨માં થયા હતા. તેના પિતા એક ધનવાન વ્યાપારી હતા અને એક ફ્રેન્ચ તરુણીને તે પરણ્યા હતા. પેાતાની સુચારૂ રીતભાત વડે આ સુંદર યુવાન ફ઼ાન્સિસ અનેક લોકોને પ્રીતિપાત્ર થઈ પડયો હતો. ચૌવનના પ્રારંભમાં તે લશ્કરમાં જોડાયા હતા અને એસાઈઝી અને પેરુગિયાના શહેરીઓ વચ્ચેની અથડામણમાં ભાગ લેતાં તે પકડાયા હતા, અને તેને એક વર્ષની કેદ ભાગવવી પડી હતી. ત્યાર બાદ તે પાપના લશ્કરમાં જોડાયા હતા.
એક દિવસ તાવના કારણે ટ્રાન્સિસ બિછાનામાં પડયો હતો એ દરમિયાન તેને એવા ભાસ થયા કે તેને કોઈ ગેબી અવાજ એમ કહી રહ્યો છે કે “તું ઈશ્વરને છેડીને કોઈની નોકરી શા માટે કરે છે? રાજાને છેડીને અન્ય કોઈને ઓશિયાળા શા માટે બની બેઠો છે?” આ સાંભળીને “તો હું શું કરું?” એવા તેણે પ્રશ્ન કર્યો અને જવાબ મળ્યો કે “તું તારા ઘેર જા, ત્યાં તારે શું કરવું તે કહેવામાં આવશે.” તેથી તે લશ્કર છેાડીને પોતાને ગામ એસાઈઝી ગયા અને ત્યાંના દેવળમાં પ્રાર્થના કરતાં કાસ ઉપરથી ભગવાન ઈશુ તેને બાલતા સંભળાયા અને પોતાનું સમગ્ર જીવન તેમને સમર્પિત કરવાના આદેશ આપતા હોય એમ લાગ્યું. આ ઉપરથી ટ્રાન્ઝિસે પોતાના પિતા પાસેથી મળેલું. સર્વ કાંઈ તેમને પાછું આપી દીધું અને ઘર છાડીને ગરીબાઈભર્યું પરિવ્રાજકનું જીવન સ્વીકાર્યું.
એક દિવસ એવા આવ્યો કે જ્યારે ફ્રાન્સિસને પેાતાના ભાવી જીવનની દિશા જડી આવી. એક વખત દેવળમાં પ્રાર્થના થતી હતી તેમાં એક ભાગ વંચાતા હતા. અને તે ભાગ જ ત્યાં હાજર રહેલા ફ્રાન્સિસને જાણે કે ઈશુ તેને પાતાને સંદેશા માકલતા હોય એવા લાગ્યો. પેાતાના પટ્ટશિષ્યોને ઉદ્દેશીને બોલાયેલા ઈશુના એ શબ્દો આ મુજબ છે : “જ્યાં જ્યાં જાઓ ત્યાં ત્યાં કહેતા જાઓ કે ઈશ્વરનું રાજ્ય આંખ આગળ છે. માંદાની સેવા કરો, રકતપિતિયાઓને સાફ કરો, અને ભૂતપ્રેતાદિની પકડમાં આવેલાંઓને મુકત કરો. તમને છૂટે હાથે મળ્યું છે; તમે પણ છૂટે હાથે દઈ દો અને સેવા માટે નીકળી પડો. સાથે દમડી દામ ન રાખજો, ન ઝાળી રાખજો કે ન એ પહેરણ, ન બે કોટ કે જોડા કે ન લાકડી. ઈશ્વ૨ના મજૂરને તેની લાયકાત જેટલી મજૂરી મળી રહે છે.” ઈશુના આ શબ્દોમાંથી તેણે પ્રેરણા મેળવી. એ પાથેય લઈને ટ્રાન્સિસે પેાતાનું સેવાજીવન શરૂ કર્યું અને આજ સુધી મઢીમાં અને ઝૂંપડીમાં બેસીને વિચાર કરનારા અને પાડોશમાં રકતપિતિયાની સેવા કરનારા ફ્રાન્સિસ અને તેના મિત્રા જગતમાં નીકળી પડયા. સાધુઓની
ક