SearchBrowseAboutContactDonate
Page Preview
Page 79
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રભુ ખાય, ભણે અને નીતિના નિયમો સંભાળીને એકબીજામાં આતપ્રોત બને એ આવશ્યક છે, એવી જ રીતે માંસાહારી તેમ જ નિરામિષ -હારી એકત્ર રહે, તેમ જ એક સાથે ખાણું ખાય એ પણ જરૂરી છે. માંસાહારી તથા સાકાહારી રસોઈ ભલે જુદી જુદી પકવવામાં આવે, પણ તેઓ એક સાથે બેસીને ખાશુ ખાઇ શકે એવી વ્યવસ્થા થવી ઘટે છે. તા. ૧૬-૪-૬૪ મેં જોયું છે કે જવાહરલાલજીને ત્યાં જ્યારે બંને પ્રકારના મહેમાન ભાજન કરવાના હોય છે ત્યારે અન્નાહારી તથા માંસાહારી અલગ અલગ બેસતા નથી, પણ ટેબલ ઉપર અન્નાહારી લોકોની સામે એક લાલ ફ્ લ રાખવામાં આવે છે, જેથી પીરસવાવાળાને માલૂમ પડે કે આ લોકોને માંસની વાનીઓ આપવાની નથી. પીરસવાવાળા હિંદુ, મુસલમાન, ઈસાઈ કોઈ પણ હોય તેમાં કોઈ ભેદ કરવામાં આવતા નથી. આ રીવાજ મને સારો લાગે છે. કૌટુંબિક જીવન તેમ જ્ઞાતિ—જીવન ઉપરાંત ભિન્નધર્મી સર્વ પ્રકારના સર્વ લોકોના સહજીવનના આદર્શ પ્રયોગ ચલાવવાવાળા નવા આશ્રમેાની જરૂર છે એમ હું માનું છું. બહુધર્મી સમાજના પ્રયોગ કરવાના જમાના હવે આવ્યા છે. સર્વોદય–સમાજ, સામ્યવાદી સમાજ, વેદાન્તી સમાજ, વગેરે યુગાનુકુળ સામાજિક જીવનના જો પ્રયોગ કરવા હોય અને એ રીતે રાષ્ટ્રની ભાવનાત્મક એકતા સિદ્ધ કરવી હાય તો માંસાહારી તથા અન્નાહારી લોક સુરક્ષિતતાપૂર્વક એકત્ર રહે, ખાય એ પ્રકારની વ્યવસ્થાના સ્વીકાર કરવા જ જોઈએ એમ હું માનું છું. એટલું કરવાથી એકતા થશે અથવા તે। માનસ સુધરી જશે એમ તે કહી શકાય તેમ નથી. એમ છતાં પણ સહજીવન ચલાવવાનો દિવસ હવે આવ્યો જ છે, તેથી આપણા રીતરિવાજમાં આ નવા સુધારાને આપણે માન્યતા આપવી જોઈએ. સહવાસથી માણસ દેખાદેખીથી બગડી જાય છે, તેથી અલગ રહેવું એ જ સારું છે—આવી દલીલમાં વજૂદ નથી. એમ નથી, તો પણ આજના યુગમાં સહજીવનની માંગને આપણે ઠેલી શકતા નથી. સહજીવનની સ્થિતિના સ્વીકાર કરીને પોતપાતાના ધર્મનું પાલન કરવાની શકિત માણસે હાંસલ કરવી જ જોઈએ. કોંગ્રેસ જેવા સંમેલનાના પ્રસંગે કે જ્યારે હજારો લોકો માટે સગવડ કરવાની હોય છે અને તે માત્ર બે-ચાર દિવસ માટે, ત્યારે સર્વમાન્ય અાહારી, ખોરાકની જ વ્યવસ્થા કરવામાં આવે તે તેમાં કશું અનુચિત નથી. માંસાહારી લાક આવી વ્યવસ્થામાં કોઈ ખાસ અગવડ જેવું ન માને અને સામાજિકતાની આદત કેળવવા માટે ચાર દિવસ માંસ વગર ચલાવે એ જ ઉત્તમ છે. કાકાના સપ્રેમ વંદે માતરમ્ તંત્રી નોંધ આ લેખનું મૂળ મથાળું જ “માંસાહાર ઔર હમારા રુખ” એ પ્રકારનું હોઈને પ્રસ્તુત લેખમાં ગાંધીજીના આકામ સાથે જોડાયલા માંસાહારના પ્રશ્ન ઉપરાંત આનુષંગિક એવી બીજી બાબતા પણ સ્વાભાવિક રીતે ચર્ચવામાં આવી છે. એ હકીકત છે કે માંસાહારી લોકો સાથે ભાજન કરવાના પ્રસંગેા આપણા દેશમાં નિરંતર વધતા જાય છે. ભારત બહારના લોકો લગભગ માંસાહારી જ હોય છે, એટલે તેમની સાથેના સહભાજન અંગે કાંઈ વિશેષ ચર્ચાવા કે વિચારવાપણું રહેતું જ નથી. ત્યાં તો નિરામિષ. આહારીએ માંસાહારી લોકો વચ્ચે પોતાના આહારની વ્યવસ્થા ગેાઠવી લેવાની તેમ જ સ્વીકારી લેવાની રહે જ છે. ભારતમાં જ એવા સહભાજનના પ્રસંગો ઉપસ્થિત થાય છે કે જ્યારે અમુક વ્યકિતઓ આદત અને આચારથી માંસાહારી હોય છે અને અમુક વ્યકિતઓ આદત અને આચારથી નિરામિષ-આહારી હોય છે. પરસ્પર ભાઈચારો વધે તે માટે આ બંને વચ્ચે સહભાજનની ઈષ્ટતા અને ઉપયોગીતા વિષે બે મત હોવા સંભવ છે જ નહિ. માંસાહારીઓ સાથે અમે નહિ જમીએ. એમ કહેવા કે વિચારવાના દિવસે। સદાને માટે ગયા છે. પ્રશ્ન માત્ર એટલે જ છે કે આવા પ્રસંગે કેવા પ્રકારની ભાજનવ્યવસ્થા હાવી યોગ્ય ગણાય? એમાં કોઈ શક નથી કે નિરામિષ જીવન આહારીઓને જન્મજાત સંસ્કારના કારણે અથવા તો તે પ્રકારની લાંબા સમયની આદત હોવાના કારણે (માંસાહારી પ્રત્યે નહિ પણ) માંસાહાર પ્રત્યે સુગ હોવાની જ, અને એવી સુગ હાવામાં કોઈ અધર્મ કે અનૌચિત્ય નથી. કાકાસાહેબ તેમના ઉપર આપેલ વિવરણ દ્વારા એવું સૂચવતા લાગે છે કે આવા પ્રસંગે બંને પ્રકારની-એક સાથે નહિ તો ભલે અલગ અલગ–રસાઈ પકવવામાં આવે અને એક જ ટૅબલ ઉપર સાથે બેસીને માંસાહારી માંસાહાર કરે અને નિરામિષ આહારી, માંસાહાર વિશેની સુગને દબાવીને, શાકાહાર કે અન્નાહાર કરે. આપણા દેશમાં પણ કોઈ માંસભાજી હાટલમાં કે રેસ્ટોરાંમાં નિરામિષ આહારી માટે આવી પરિસ્થિતિ ઊભી થાય છે અને તે પરિસ્થિતિને તેણે નીભાવી લેવી પડે છે તે વાત જુદી છે, પણ ભાજનના પ્રબંધ કરનારને હસ્તક જ્યાં ભાજનવ્યવસ્થા હોય ત્યાં, મિશ્રભાજીઓ માટે સર્વમાન્ય એવા શાકાહારની જ વ્યવસ્થા વિચારાવી તેમ જ સ્વીકારાવી ઘટે છે. જો માંસાહાર અને નિરામિષઆહાર વચ્ચે, ચાલુ આહારમાં ઘઉંની મુખ્યતા કે ચોખાની મુખ્યતા પૂરતો જ અથવા તો ગુજરાતી રસેાઈ કે મદ્રાસી રસોઈ જેટલા જ તફાવત હાય તા ખાસ કાંઈ વિચારવાપણું રહેતું નથી, પણ જો એથી વધારે ઊંડા અને ભાવનાલક્ષી કરુણામૂલક તફાવત હોય, જો નિરામિષ આહાર માંસાહારની અપેક્ષાએ નિષ્પાપ અને તેથી વધારે પવિત્ર—ઉચ્ચ કોટિના આહાર લેખાતા હોય અને એ રીતે વધારે ઊંચી સંસ્કારિતા અને સભ્યતાના અનુમાપક હોય તે—ભલેને નિરામિષ–આહારી કરતાં માંસાહારીઓની સંખ્યા અનેકગણી વધારે હોય તે પણ બંને પ્રકારના સહભાજનના પ્રસંગ આવે ત્યારે સર્વમાન્ય અને સર્વગ્રાહ્ય (સર્વગ્રાહ્ય એટલા માટે કે ભારતમાં રોટલી, દાળ, ભાત, શાક એ મુખ્ય ખોરાક છે અને કેટલાક લોકો માટે માંસ તેમાં પૂરક ખોરાક છે.) એવા ' કેવળ નિરામિષ આહારી ભાજનની વ્યવસ્થાનો જ આગ્રહ રખાવા ધટે છે. એક બાજુએથી કાકાસાહેબ એમ જણાવે છે કે પશુપક્ષી અથવા તે મરઘી-માછલીને મારવાનો આપણને અધિકાર છે જ નહીં, એવી હિંસામાં ક્રૂરતા છે, પાપ છે અને તેઓ નિરામિષ-આહાર ઉપર આજ સુધી એકસરખા ભાર મૂકતા આવ્યા છે અને બીજી બાજુએ નિરામિષ આહારી માંસાહાર વિષેની-પ્રકૃતિગત સુગના કડવા ઘુંટડો ગળીને પણ સાથે જમે અને હસવું મોઢું રાખીને નિરામિષ ભાજન આરોગે એવા ભાજનપ્રબંધના આગ્રહ કાકાસાહેબ દાખવે છે. આ પ્રકારની કાકાસાહેબની વિચારણામાં માંસાહારીના ભાજનમાં જરા પણ દખલ ન પડે અને તે જરા પણ ન દુભાય એ પ્રકારની માંસાહારીઓ પ્રત્યે softness-કુણપ-દાક્ષિણ્યઅને નિરામિષ આહારીને જાણે કે અન્યથી જુદા પ્રકારનું ભાજન લેવા માટે તેણે પ્રાયશ્ચિત કરવાનું હોય એ પ્રકારની તેમના પ્રત્યે કારણવિનાની કઠોરતા નજરે પડે છે. કોંગ્રેસના સામુદાયિક સંમેલન અંગે કાકાસાહેબ એક પ્રકારનું માર્ગદર્શન આપે છે અને ખાનગી સહભાજન અંગે તેઓ બીજા પ્રકારનું માર્ગદર્શન આપે છે. આવી તેમની પરસ્પરવિરોધી દેખાતી વિચારણા ગળે ઉતરતી નથી. કાકા સાહેબ પ્રત્યે અત્યંત આદર હોવા છતાં તેમના લેખના અન્તિમ ભાગમાં દર્શાવેલા વિચાંરો મને ખૂબ ખૂંચ્યા, જેના પરિણામે તેમના લેખ સાથે આ નોંધ જોડવાની મને ફરજ પડી છે. પરમાનંદ પૃષ્ઠ વિષયસૂચિ શ્રી મુંબઈ જૈન યુવક સંઘના વાર્ષિક વૃત્તાંત સંઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણીનું પરિણામ - જ્ઞાનબા તુકારામ ગાંધી - આકામ અને માંસાહાર – ૨ અનાગ્રહી ‘ ભગવાન મહાવીર' અને જૈન પરંપરાનું વિનોબાજીએ રજૂ કરેલું નવલ મૂલ્યાંકન લય જીંદગીની મુંબઈ જૈન યુવક સંઘના હિસાબે મ. મેા. વા. પુ. ના હિસાબે આ ટેવા છેાડવા માટે જાગૃત પુરુપાર્થની જરૂર રાષ્ટ્રીય ચારિત્ર્ય મૃણાલિની દેસાઈ કાકાસાહેબ કાલેલકર અનુ. ગીતા પરીખ બબલભાઈ મહેતા ૨૪૫ ૨૩૯ ૨૪૧ ૨૪૨ ૨૪૪ ૨૪૬ ૨૪૬ ૨૪૭ ૨૪૯ ૨૪૯ ૫૦
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy