________________
૨૪૪
પ્રબુદ્ધ જીવન
ગાંધી આશ્રમ
અને માંસાહાર–૨
5
5
(પ્રબુદ્ધ જીવનના 'ગતાંકમાં ઉપરના મથાળા નીચે શ્રી મગનભાઈ દેસાઈના જે લેખ પ્રગટ થયા છે તેમાં આ જ વિષય ઉપર કાકાસાહેબ કાલેલકરે ખાસી લાંબી ‘સ્મૃતિ’ જેવું લખાણ તેમની ઉપર લખી માકલ્યાનું જણાવ્યું છે. તે લખાણ તા. ૧-૪-૬૪ના મંગળ પ્રભાતમાં ‘માંસાહાર ઔર હમારા રુખ' એ મથાળા નીચે પ્રગટ થયું છે, જેના અનુવાદ, નીચે આપવામાં આવે છે. તંત્રી. )
પ્રિય મગનભાઈ,
નવી દિલ્હી તા. ૨૨-૨-૬૪
તા. ૨૦-૨-'૬૪નો તમારો પત્ર મળ્યો. ‘પ્રબુદ્ધ જીવન’ની એ નોંધ મે ઉપર ઉપરથી જોઈ હતી. એમાં જે વાકય મેરારજીભાઈના મોઢામાં મૂકવામાં આવ્યું છે તે મને ગમ્યું નહોતું. આજ કાલ સમાચારપત્રામાં જે રીપોર્ટ આવે છે તેમાં ગાટાળા થવાના સંભવ રહે છે. આમ હોવાથી મેં તેની ઉપર વિશેષ ધ્યાન આપ્યું નહોતું. તમારો પત્ર આવ્યા બાદ ‘પ્રબુદ્ધ જીવન’ની એ નોંધ મે ફરીથી જોઈ. એ ઉપરથી આશ્રામજીવનના વિષયમાં હું જેટલું જાણું છું તેટલું લખી મોકલું છું. તમારી ઈચ્છા મુજબ તેના તમે યોગ્ય ઉપયોગ કરી શકો છે.
*
હું જાણું છું ત્યાં સુધી આશ્રમમાં કદિ પણ માંસ પકવવામાં આવતું નહોતું, તેમજ મહેમાનાને કે કોઈને પણ પીરસવામાં આવતું નહાતું.
આશ્રમના પ્રારંભના દિવસેામાં શાકાહાર એટલે કે અનાહારના નિયમો વિશેષ કડક હતા. લાંબા સમય સુધી, દૂધ તેમ જ દૂધમાંથી બનતી ચીજો શાકાહાર નથી એમ વિચારીને તેના ત્યાગ કરવામાં આવતા હતા. દુધને બદલે નારિયેલનું પાણી માપરવામાં આવતું હતું, અને તે પણ અલ્પ પ્રમાણમાં. શ્રી મગનલાલભાઈ ગાંધી આશ્રામના સર્વ નિયમાનું અતિ ચુસ્ત પાલન કરતા હતા. જ્યારે બાપુજીએ જોયું કે દૂધ નહિ લેવાના કારણે મગનભાઈની તબિયત બગડતી ચાલી છે ત્યારે આશ્રમમાં આપદ્ધર્મ તરીકે દૂધ લેવાની છૂટ આપવામાં આવી હતી.
આશ્રમમાં મસાલાનું સેવન વર્ષ જ હતું. લીલા તેમ જ સૂકા મરચાં પણ ખાવામાં આવતાં નહોતાં, અમારામાંના ઈમામસાહેબ અને તેમના પત્નીને તીખું ખાધા વિના ચાલતું નહોતું. તેમને મૂળાની મોગરી આપવામાં આવતી હતી, મરચાં નહિ. આહારના નિયમ એટલા કડક હતા.
એ વખતે પણ આશ્રમમાં આવીને રહેવાવાળા મહેમાનોને આશ્રમમાં ઘી-દૂધ આપવામાં આવતાં નહોતાં. મહેમાન બહાર જઈને લઈ શકતાં હતાં. માંસાહારી મહેમાન માટે પણ એવા જ નિયમ હતા. મહેમાન આશ્રમમાં રહેતા હોય એ સમય દરમિયાન બહાર કોઈ મિત્રને ત્યાં કે હાટેલમાં જઈને ખાઈ આવે તો વાંધો નહોતા, પણ આશ્રામમાં તે આશ્રમવાસી, તેમ જ મહેમાન માંસ નં ખાય. એ જ નિયમ હતા.
તા. ૧૬-૪-૨૪
વર્ષામાં જ્યારે ખાન અબદુલગફારખાન આવીને રહ્યા હતા ત્યારે તેઓ આકામના નિયમોનું પાલન કરતા હતા. તેમના દીકરા લાલીને માંસ વિના ચાલતું નહાતું, તે તેની રહેવાની વ્યવસ્થા આશાદેવીની સાથે વધુમાં કરવામાં આવી હતી. એવું મને સ્મરણ છે. મને એવું પણ સ્મરણ છે કે અમારામાંના ઈમામસાહેબ જ્યારે બહાર જતા હતા ત્યારે તેમને માંસાહાર કરવામાં કોઈ વાંધા નહાતા. શ્રી ઈમામસાહેબની સાથે મારે જે વાત થઈ હતી તેનું મને જે સ્મરણ છે. તે ઉપરથી આ લખ્યું છે. આ સંબંધમાં વિશેષ જાણવું હાય તો શ્રી કુરેશીભાઈ કે ઈમામસાહેબની પુત્રી અમીનાબીબી પાસેથી તમે જાણી શકો છે. શ્રી અમૃતલાલ નાણાવટી દ્વારા માલૂમ પડે છે કે સેવાગ્રામમાં આવેલી એક હંગેરિયન બાઈના કૂતરા માટે બહારથી માંસ લાવીને તેને આપવામાં આવતું હતું.
પશ્ચિમના શાકાહારીઓ દૂધ તેમ જ તમામ ગારસને માંસાહારની માફક નિષિદ્ધ લેખે છે. તેઓ એમ કહે છે કે, દૂધ તો સફેદ રંગનું લોહી જ છે. પ્રાણીના શરીરમાંથી તે ઉત્પન્ન થાય છે અને તેની માંસ મજ્જાને તે નિચેાડ છે. બાપુજીએ આ બાબતના પહેલાં સ્વીકાર કર્યો હતો. આગળ જતાં તેમણે જોયું કે દૂધ ભલે માંસના નિચેાડ હાય, પણ તે મેળવવા માટે કોઈની હત્યા કરવામાં આવતી નથી અને કુદરતે એને બચ્ચાંના ખારાક તરીકે બનાવ્યું છે અને વિશેષતા એ છે કે દુધના આધાર ઉપર જ મનુષ્ય માંસાહારના ત્યાગ કરી શક્યો છે. આમ હોવાથી જો નિરામિષ આહારના સફળતાપૂર્વક પ્રચાર કરવા હોય તે દુગ્ધાહારને માન્યતા આપીને તેને પ્રાત્સાહન આપવું જોઈએ.
તેમણે પોતે ગાય – ભેંસનું દૂધ નહિ લેવાનું વ્રત લીધું હતું, અને જ્યારે દૂધ વિના શરીરને ટકાવવું મુશ્કેલ બની ગયું ત્યારે તેમણે . બકરીનું દૂધ લેવાનું શરૂ કર્યું હતું. આ તેમના આચાર ઠેઠ સુધી ટકી રહ્યો હતો.
પશ્ચિમના લોકો દૂધને ત્યાજ્ય માને છે, પણ ઈંડાં ખાવામાં તેમને વાંધો આવતો નથી. ગાંધીજી પણ લગભગ એમ જ માનતા હતા, પણ તેમણે એ વિચારના આચારના પ્રચાર કર્યો નહોતો.
ઈંડાંમાં જે નિર્જીવ ઈંડાં હેાય છે. તે લેવામાં ગાંધીજીને જરા પણ વાંધા નહોતા. એક વાર મને વર્ષામાં કોલેરા થયા ત્યારે તેમણે સાંગલીથી અથવા તો અન્ય કોઈ સ્થળેથી નિર્જીવ ઈંડાં, મંગાવ્યાં હતાં. એમ છતાં મેં લીધાં નહોતાં. મેં એમ કહેલું કે “તત્ત્વત: દૂધ તેમ જ આવાં ઈંડાં એક જ પ્રકારના નિષેધ આહાર છે એમ હું સ્વીકારું છું, એમ છતાં પણ, સદોષ કે નિર્દોષકોઈ પણ પ્રકારનાં ઈંડાંનું સેવન જ મને પસંદ નથી. એટલા માટે નહિ લઉં.”
મને એવું કાંઈક સ્મરણ છે કે, નારણદાસભાઈને કનુ જ્યારે બહુ નાના હતા ત્યારે સાબરમતી આશ્રામમાં તેને ઈંડાં આપવામાં - આવ્યાં હતાં. ઇંડાંના આમલેટ બનાવવા માટે કોઈ આશ્રામવાસી તૈયાર ન થયું એટલે ઓરિસ્સાના ગાવિંદબાબુને એ કામ બાપુએ સોંપ્યું હતું.
આ તો ગાંધીજીના આશ્રમની વાત થઈ. શ્રી વિનાબા પણ માને છે કે આશ્રામમાં માંસાહારનું સેવન ન થવું જોઈએ. જે લોકો માંસ ખાવામાં માને છે તેઓ આશ્રમમાં ન રહે. તેના ઉપર ઘેાડી જ જ કાંઈ જબરદસ્તી છે? એવા લોકો માટે આશ્રામનું જીવન ઢીલું અથવા તો ભ્રષ્ટ કરી ન જ શકાય.
મને પોતાને લાગે છે કે આદર્શ આધ્યાત્મિક જીવનનો પ્રયોગ ચલાવવાવાળા. આકામોમાં માંસાહારને સ્થાન ન હોય એ જ યોગ્ય છે. પશુ-પક્ષી અથવા તો મરઘી–માછલીને મારવાને આપણને અધિકાર છે જ નહિં. એવી હિંસામાં ક્રૂરતા છે, પાપ છે. મનુષ્યજાતિના અધિકાંશ લાક પશુ—પક્ષી, મરઘી–માછલીને મારીને ખાય છે તેમને રોકવાના ધર્મ આજે ઉપસ્થિત થતા નથી. એ ખરું છે કે માનવજાતિ આજ સુધી એટલી સુધરી નથી, પણ પાપ તે ત પાપ જ છે, તેને કોઈ માન્યતા સ્વીકૃતિ આપવામાં ન આવે.
આ
મારો આવા સ્પષ્ટ અભિપ્રાય હોવા છતાં પણ, હું માનું છું. કે, જેવી રીતે ભિન્નધર્મી તેમ ભિન્નવંશી લાકો એક સાથે રહે,