SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૬૪ પ્રબુદ્ધ જીવન ૨૪૩ જોડલી એવી ભકત-માલિકાની એક ઝળહળતી કાંચનરેખા સહ્યાદ્રિના કાળ પહાડ પર ખેંચાઈ ગઈ ! તુકારામ નામને વાણિયો એને હિંગ તળતાં ના આવડી–મરચાં વેચતાં ન આવડયાં–સંસાર કરતાં ન આવડપણ એને જે આવડ્યું તે નદીના પાત્રમાં ડુબાડયા છતાં વહી ના ગયું-એ તે ‘અભંગ” રહ્યું! એ હતું એની ભકિતનું ધન-જેટલું લૂંટાય એથી બમણું ભરાય ! એ આ વાણિયાનો સોદો! એની આ મહાન ધર્મક્રાંતિની પાછળ શુદ્ધ અને ભકિતમય જીવન-તપસ્યા છે. એ જ આ મહાન ક્રાંતિનાં શસ્ત્રો છે. એ આયુધો પર ધાર ચડાવી છે શબ્દોની. કેવા છે એ શબ્દો? અમૃત પણ ફિકકું લાગે એવા મીઠાં... માઝા મરાઠાચી બેલ કવતિને પરી અમૃતાતેહી બીજાં ક્રિકે ઐસી અક્ષરે રસીકે, મેળવીન! 'રસિકો પાસેથી એવી પ્રશસ્તિ મેળવવાની શ્રદ્ધાથી જ્ઞાનેશ્વરીની એકેક કડીઓ પ્રગટ થઈ– “શાં_ચી અભિનિલ તે સમુદ્રાહૂની ખેલ અર્થભરિત” અભિનવ એવો શાંતરસ જ જાણે પોતે પ્રત્યક્ષ થયો હોય અને સાગરથી પણ ઊંડા અર્થવાળા શબ્દોનો ‘હુંકાર કરતા હોય એવી આ સુંદર રચના છે. જના ધર્મગ્રંથોના અર્થને પોતાને અનુકૂળ એવા અર્થમાં મૂકી ખાટા આચારધર્મને માથે ચડાવી બેઠેલા સ્વાર્થી વર્ગને અને અંધશ્રદ્ધાથી એમની સત્તા માન્ય રાખી પોતાની અસ્મિતા ભૂલી જતાં સામાન્ય જનને ભકિતને મુકિતમાર્ગ બતાવવા આ સંતની પરંપરા ભૂમિપર ઊતરી આવી હતી. તુકારામ મહારાજે પોતાનું જીવિત કાર્ય શું તે કહ્યું છે “આહ્મી વૈકુંઠવાસી આલે વાચ કારણોસી ! અર્થે લેપલી પુરાણે નાશ કેલા શબ્દજ્ઞાને વિષયભી મને સાધને બુડવીલી ? પિટું ભકિતચા ડાંગરા કળી કાળાસીહી દરારા ! ભકિતની નૌબત વાગે ત્યારે મહાકાળ પોતે પણ સ્તબ્ધ બની જાય ! જ્ઞાનદેવ તુકારામના કરતાલ ઊપડયા ને લોકવાણીનું જ્ઞાન, સૌંદર્ય અને માધુર્ય પોતાની અભિરામ શૈલીથી ખીલી ઊઠયું. પ્રભુને પોતાને પોતાનું મંદિર છોડી આ ભકતો સાથે મન મૂકી ગાવા–નાચવાની ઈચ્છા થઈ આવી. સામાન્યમાં સામાન્ય માનવી માટે ભકિતનાં રાજદ્વાર ખુલ્યાં. દંભીઓને ભય સંતોને કયાંથી હોય? કળિકાળ પણ ભકિત આગળ નમે. ગીતા જેવી સાક્ષાત ભગવાનની વાગ્ધારા, અર્જુન જેવો પરમભકત શ્રોતા અને જ્ઞાનેશ જેવો ' ટીકાકાર હોય ત્યારે ' અર્થ બેલાચી વાટ પાહે ' , તેથ અભિપ્રાચિ અભિપ્રાયતે વિયે ભાવાચા ફુ લૌરા હોત જાયે મતિવારી ! ત્યાં શબ્દની પ્રતીક્ષા કરતા અર્થ શબ્દ પ્રગટ થતાંની સાથે એને વળગી પડે છે–જે કહેવાનું છે તે આપમેળે જ વ્યકત થાય છે, પ્રેમ અને આનંદથી મન વસંતમાં મહરેલાં વૃા જેવું પ્રફ લ્લિત થાય છે. શબ્દો તો કેટલાં નાનાં - એમાં વળી એવી શકિત ક્યાંથી આવી? જૈસે બિબ જરી બચકે યેવટે - પરિ પ્રકાશા ટૌકય થોકડે” સૂર્યબિંબ નાનું લાગે, પણ તેના તેજથી તૈલોકય પ્રકાશિત નથી થતું ? એમ જ શબ્દમાં જ્ઞાન સમાય છે, સામર્થ હોય છે, બ્રહ્મ વસે છે, એના ઉચ્ચા? પાછળ તપસ્યા અને નિર્મળ બુદ્ધિ હોય તે ! જગતમાત્ર પૂર્ણબ્રહ્મને જ આવિષ્કાર છે એ સત્ય સરળ રીતે સ્પષ્ટ કરતા જ્ઞાનેશ્વરીમાં કહ્યું છે માયા વિસ્તારપણેના હૈ જગચી નહે આઘ જૈસે દૂધ મુરાલે સ્વભાવું તરિ તેંચી દીધી કાં બીજચી ઝાલે તરુ અથવા ભંગાર તે. અલંકારું. - તૈસા મજ એકાચા વિસ્તારું તેંહે જગા દુધ મેળવવાથી દહીં થાય એ કોણ નથી જાણતું? એટલે દહીંની અંદર દૂધ તે ખરું જ! બીજમાંથી નિર્માણ થતું વૃક્ષ એટલે બીજને જ વિસ્તાર અને સેનાના હજારો જાતના અલંકારો બનાવે તે પણ અંદરનું સેનું તે સેનું જ. તે જ પ્રમાણે આપણે બધાં અને સર્વ ચરાચર સૃષ્ટિ એ પ્રભુને જ વિસ્તાર છે. પ્રસાદ–સરળતા–એ કાવ્યનાં સર્વોત્તમ ગુણ કહેવાય. તુકોબાની - વાણી એટલે પ્રસાદને પડિયે જ જોઈ લે. એક શેર અા ચાડા યેર વાયુગી બડબડ કરે તૃષ્ણા વાઢવીસી બાંધવૂની મોહપાશી ? - રોજનું એક શેર અનાજ જોઈએ, એટલા માટે કેટલાં બધાં ઊંધાચત્તા કરશો? વૃષણા વધારી એટલે શું પેટમાં કોળિયો વધારે માવાને હતો ? ચાતકા લાગુની મેઘ નિત્ય વિષે તે તુજ ઉદાસ કરીલ કાં રે ? નાનકડાં ચાતક માટે વરસતે મેઘ શું તને ભૂખ્યો રાખશે? નકામી ચિતા શીદ કરે છે? એકવાર પ્રભુચરણે મન લાગ્યું એટલે જગત કેવું સરસ લાગે છે! બધે સુખ, સંપત્તિ ને આનંદ જ! ' . ‘નાહી આહા શત્રુ, સૈયરે પિશુન દાટલે હું ધન માહિયેર શુભ ઝાલ્યા દિશા, અવધાચી કાળ , અશુભ મંગળ મંગળાચે. હાતચીયા દીપે દુરાવલી નીશી ન દેખી જે કંસી આહે તેહી. હાથમાં દીવ લઈ જ્યાં જઈએ ત્યાં અંધારું તે કયાંથી રહે? ભકત - જ્યાં હોય ત્યાં કોઈ શત્રુ રહે જ નહિ. અશુભ શુભમાં જ ફેરવાય–બધું મંગલમય થાય. એવા એ જ્ઞાનબા ને તુકારામ–પેમભકિતના ક્રાંતિવીરે. એમનાં નામની ધૂન જાગે ત્યારે રામધુને પણ પાછળ પડે. પંઢરપુરની જાત્રામાં દર્શન વિઠ્ઠલનું, પણ આખે રસ્તે નામ જાગે છે ‘જ્ઞાનાબાંનુકારામનું. ' મૃણાલિની દેસાઈ . તેણે બીજા પુસ્તકાલયમાં વસાવવા લાયક, શિક્ષણસંસ્થામાં ઇતર વાંચન તરીકે ઉપયોગમાં લેવા લાયક તેમ જ કોઈ પણ શુભ પ્રસંગે વહેંચવા લાયક પુસ્તકો સત્યં શિવ સુન્દરમ્ દર્શન અને ચિત્તન શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાને લેખસંગ્રહ પંડિત સુખલાલજીના આજ સુધીના ગુજરાતી તથા હિંદી કાકાસાહેબ કાલેલકર અને પંડિત સુખલાલજીના પ્રવેશ સાથે લેખને સંગ્રહ-બે વિભાગ ગુજરાતી : એક વિભાગ હિંદી; 'કિંમત રૂા. ૩, પોસ્ટેજ ૦-૬-૦, - કુલ ત્રણ વિભાગમાં બોધિસત્વ કિંમત રૂા. ૨૧; પેકીંગ પોસ્ટેજ રૂા. ૪ સ્વ. ધર્માનંદ કેસમ્મી રચિત મૂળ મરાઠી નાટક મુંબઈ જૈન યુવક સંઘના સભ્યો તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે * કિંમત રૂા. ૧૮ : ' ', ' , ' , અનુવાદકે : - પ્રબુદ્ધ જીવનની ફાઇલ કિંમત રૂા. ૬ શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયા તથા શ્રી કાન્તિલાલ બડિયા | કિંમત રૂ, ૧-૮-૦, પાસ્ટેજ ૯-૨-૦ પ્રબુદ્ધ જીવંનના ગ્રાહક બને • વાર્ષિક લવાજમ " શ. ૪ , મુંબઈ જૈન યુવક સંઘના સભ્ય તથા પ્રબુદ્ધ જીવનના ગ્રાહકો માટે મળવાનું ઠેકાણું : ' , ' ', ' * સત્ય શિવ સુન્દરમ્ કિમત.રૂ૨, બોધિસત્વ: કિંમત રૂા. ૧ મુંબઈ જૈન યુવક સંઘ, ૪૫-૪૭, ધનજી સ્ટ્રીટ, મુંબઈ, ૩:
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy