________________
- (૧)
પ્ર બુ ૬ જીવન
તા. ૧૬-૪-૬૪
'
શાહે અત્યન્ત ભાવભરી અંજલિ આપી હતી અને તેમના પ્રત્યે સદ્ભાવ દાખવતે નીચે મુજબ ઠરાવ કરવામાં આવ્યો હતો :
“આજથી ૧૧ વર્ષ પહેલાં સંઘમાં શ્રી ખીમજીભાઈ માડણ ભુજપુરીઆએ સંઘ પ્રમુખસ્થાન સ્વીકાર્યું હતું અને સંઘના કાર્યને એકસરખું ચાલુ રાખવામાં પ્રમુખસ્થાન ઉપર સતત કાયમ રહીને આજ સુધી પોતાની સર્વ શકિતઓને તેમણે વેગ આપ્યો છે એ માટે આજ રોજ મળેલી સંઘની વાર્ષિક સભા શ્રી ખીમજીભાઈ પ્રત્યે ઊંડી કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરે છે અને આજે તેઓ એ જવાબદારીથી નાદુરસ્ત તબિયતના કારણે મુકત થતા હોવા છતાં, સંઘની સર્વ પ્રવૃત્તિઓમાં તેમને એક સરખે સાથ મળતું રહેશે એવી આશા વ્યકત કરે છે.”, '
. - એ જ પ્રમાણે આ વખતે લાંબા સમયના ગાળે સંઘના ઉપ- પ્રમુખના સ્થાન ઉપરથી નિવૃત્ત થતા 'શ્રી લીલાવતીબહેન દેવીદાસ પ્રત્યે કૃતજ્ઞતા દાખવતે નીચે મુજબને હરાવ પ્રસાર કરવામાં આવ્યો હતો. - “૧૧ વર્ષ સુધી શ્રી લીલાવતીબહેન દેવીદાસે સંઘના ઉપપ્રમુખ તરીકે પોતાની અનેક સામાજિક જવાબદારીઓને પહોંચી– વળવાનું હોવા છતાં આજ સુધી ઉપ-પ્રમુખનાસ્થાન ઉપર રહીનેતેમણે સંઘની જે એકનિષ્ઠાથી સેવા બજાવી છે તે માટે આજ રોજ મળેલી સંઘની વાર્ષિક સભા કી લીલાવતીબહેન પ્રત્યે ઊંડી કૃતજ્ઞતાની લાગણી વ્યકત કરે છે અને ઉપ પ્રમુખના અધિકારની જવાબદારીથી મુકત થતા હોવા છતાં સંઘને તેમને પૂર્વવત સહકાર મળતો રહેશે એવી આશા વ્યકત કરે છે.” . વાર્ષિક સભા દરમિયાન નિવૃત્ત થતા પ્રમુખ શ્રી ખીમજીભાઈ માંડણ ભુજપુરીઆનું, તથા ઉપ પ્રમુખ શ્રી લીલાવતીબહેન દેવીદાસનું તથા નવા ચૂંટાયેલા પ્રમુખ શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહનું પુષ્પહારથી સન્માન કરવામાં આવ્યું હતું. કાર્યવાહક સમિતિમાં ત્રણ સભ્યોની પુરવણી
ત્યાર બાદ તા. ૪-૪-૧૯૬૪ ના રોજ મળેલી સંઘની નવી કાર્યવાહક સમિતિએ કાર્યવાહક સમિતિમાં નીચે જણાવેલ ત્રણ સભ્યોની પુરવણી કરી હતી :૧. શ્રી દીપચંદ લક્ષ્મીચંદ સંઘવી ૨. , કાંતિલાલ ઉમેદચંદ બરોડિયા ૩. , નાથાલાલ એમ. પારેખ મ.મ.શાહ સા. વાચનાલય-પુસ્તકાલય સમિતિ
. આ સમિતિમાં પ્રસ્તુત વાચનાલય-પુસ્તકાલયના નીચે જણા- વેલ પાંચ ટ્રસ્ટીઓ અધિકારીની રૂઈએ સભ્ય ગણાય છે:(૧) શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ, (૨) » પરમાનંદ કુંવરજી કાપડિયા . ૩) , રતિલાલ ચીમનલાલ કોઠારી (૪) , રમણિકલાલ મણિલાલ શાહ (૫) , ચીમનલાલ જેઠાલાલ શાહ ' આ ઉપરાંત સંઘની કાર્યવાહક સમિતિમાંથી નીચેના ચાર સભ્યોની નીમણુક કરવામાં આવી હતી :(૧) શ્રી ચંદુલાલ સાંકળચંદ શાહ (૨) , પ્રવીણ મંગળદાસ , (૩) , રમણલાલ ચી. શાહ (૪) , કે. પી. શાહ
આ રીતે આ વાચનાલય-પુસ્તકાલય સમિતિ નવ સભ્યોની બને છે અને તેમાંના પાંચ ટ્રસ્ટીઓમાંના એક શ્રી ચીમનલાલ જેઠાલાલ શાહની આ સમિતિના મંત્રી તરીકે નિમણૂક કરવામાં આવી હતી.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ.
જ્ઞાનબા તુકારામ “પાણી એટલે પ્રવાહી, વાયુ એટલે ચંચલ, અગ્નિ, એટલે ઊણ’ એ કહેવાની જરૂર રહેતી નહી, તેમ જ કાંતિ એટલે રકતપાત, વિનાશ અને હિંસા વગર થાય જ નહીં–નવનિર્માણ માટે એ વિનાશ સહેવો જ રહ્યો! ઈંગ્લેન્ડ જેવા દેશમાં એક રકતપાતશૂન્ય ક્રાંતિ થઈ હતી, પણ એને પૂર્ણવિરામ માનવી લહીથી જ મૂકાયો હતો !
કાળના અસ્ત્ર પગલાં નીચે ઈતિહાસના ભવ્ય કાલખંડ દબાઈ ગયા છે. એના અવશેમાં રગદોળાયેલાં માનવતાના હુંકારા કોકવાર ' સંભળાય છે. એક વાર માનવતાએ વીર ગર્જના કે ક્ષીણ હુંકારને બદલે તંબૂરાને તાર છેડીને એક અમર સંગીતલહરી જગાવેલી અને તેના પડઘા હજુ સહ્યાદ્રિની કેડીઓ ઉપરથી સંભળાય છે : “જ્ઞાનબા તુકારામ’ ‘જ્ઞાનબા તુકારામ'. '
આશ્વિનથી આષાઢ સુધી જ્ઞાનબા તુકારામની ધૂન જાગે છે અને પંઢરીની પદયાત્રાનાં પ્રસ્થાને મૂકાતાં જાય છે. અભંગોની ' રમઝટ જામતી જાય છે. તુલસીની માળા પહેરી કરતાલ સાથે વૃદ્ધો, પિતાની ઉમ્મર ભૂલી યૌવનના ઉલ્લાસથી ઊભા થાય છે. એ માળા પહેરી એટલે અસત્ય બેલાય નહીં, પંઢરીની ‘વારી” ભૂલાય નહીં, માંસ - મચ્છી ખવાય નહીં, હિંસા કરાય નહીં. અભણ ગામડીયાને આ એકાદશ વ્રતની દીક્ષા આપી છે જ્ઞાનબા તુકારામે.
મહારાષ્ટ્રનાં સંતાન સહ્યાદ્રિની ટોચ જેવાં જ છે. એ જરા જરામાં લાગણીવશ ના થાય. જોતાંની સાથે કઠોર લાગે. કોકવાર ઉદ્દામ પણ લાગે. પણ એક વાર સ્નેહની સરવાણી ફૂટી તે પોતાનું માથું આપતાં પણ વિચાર ના કરે ! એ મહારાષ્ટ્રમાં ગુરુની આજ્ઞાનુસાર એક સન્યાસીએ પાછા ગૃહસ્થાશ્રમ સ્વીકાર્યો-એમનાં ચાર સંતાન-એમને ગુરુના આશ્રમમાં મેકલી પિતે નિવૃત્તિ લેવાની એમની ઈચ્છા હતી. પણ સંન્યાસીના છોકરાં-એમને જનોઈ કેવી ? એમને વિઘાને અધિકાર જ કયાંથી હોય? માં - બાપ કરગર્યા'. ભૂલ અમારી છે, સજા અમને કરો.” “તમને વળી જીવવાને અધિકાર જ કયાં છે?” બ્રહ્મવું રોકડો સવાલ કર્યો. ત્યારે માબાપે સમાજને ચરણે કુલ જેવાં છોકરાં ધરી દેહ ત્યાગી દીધા. માબાપવિહોણાં આ ચાર નિર્દોષ બાળકો ન્યાય માગતાં ઊભાં હત જ્યારે પ્રભુ રામચંદ્રની કઠોરતાને યાદ કરાવે એવી બ્રહ્મવૃંદની કસોટીમાંથી એમને પસાર થવું પડયું હતું. એ આઘાતે અસહ્ય થવાથી જ્ઞાનેશ્વરે ઝૂપડીનાં બારણાં દઈ રૂસણાં લીધાં હતાં અને નાનકડી મુકતાએ એમને સમજાવ્યા હતા–“લક ઝાલિયા વનિ–સંતમુખે વહાવે પાણી
સમાજે અગ્નિનું રૂપ લીધું. ભલે લીધું! તમે સંત. પાણીની સૌમ્યતા ધારણ કરી અગ્નિને શમા, અગ્નિને જીતે. એ અગ્નિ તમને બાળી કેમ શકે? તમે એનાથી શ્રેષ્ઠ છે, સમર્થ છે.’
જ્ઞાનીઓના રાજા–એવા એ જ્ઞાનેશ્વરના અંતરમાં જ્ઞાનને દીપ પ્રગટાવવાની ચિનગારી આ નાનકડી બેનડીના બેલમાં હતી. સમાજે જેમને ધિક્કાર અને ઉપહાસ આપવા ધાર્યો ત્યાં સામેથી જ્ઞાનેશ્વરે પિતાની જ્ઞાનેશ્વરી સમાજને અપી–જેમાં નર્યો પ્રેમ નિતરે છે, જેમાં એક પણ કઠોર શબ્દ નથી. વણઝામ પદ્ધતિમાં પ્રવેશી ચૂકેલી વિકૃતિઓને પિતાની અમૃતવાણીથી એમણે દૂર કરી. “ભગવાનનો ભકત એ ભાગવત’ એવા ભાગવત , ધર્મની ધજા ફરકાવી–પતાનું કર્મ કરી શૂદ્ર, ચાંડાલ, સ્ત્રી–કોઈ પણ વ્યકિતને માર્ગે મુકિત મેળવી શકે છે -ગુરુપદ પ્રાપ્ત કરી શકે છે–એવી એક ભવ્ય પ્રણાલિકા એમણે ઊભી કરી. એમના ભાગવત મેળામાં સંત એકનાથ જેવા બ્રાહ્મણ જોડાયા અને એ બ્રહ્મા અસ્પૃશ્યતાના બંધ તેડયા-પિતૃઓની સાથે ચાર વર્ણને જમાડયા-જનાબાઈ જેવી કામવાળી, કાન્હાપાત્રા જેવી વારાંગના, ચેખામેળા જે ઝાડુવાળે, રોહીદાસ જેવા ચમાર, નામદેવ મેરાઈ ને રાજા બંકાની આદિવાસી
:
'ક'
,
' '