SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૬-૪-૪ કેટલીક શિક્ષણ સંસ્થાઓનું સંચાલન ચાલે છે, તેના પરિચય માટે શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો તથા તેમના કુટુંબીજને માટે ચિંચવડ જવા આવવાનું એક પર્યટન યોજવામાં આવ્યું હતું. પ્રબુદ્ધ જીવન (૨) તા. ૬-૧૦-૬૩ રવિવારના રોજ સંઘ તરફથી સંધના સભ્યો તેમજ તેમના કુટુંબીજનો માટે વજ્રશ્વરી જવા આવવા માટેનું એક પર્યટન યાજવામાં આવ્યું હતું. વૈદ્યકીય–રાહત વૈદ્યકીય રાહતની અપેક્ષા ધરાવતા ભાઈ-બહેનાને સંઘ તરફથી આપયા તથા ઈન્જેકશના ખરીદી આપવામાં આવે છે. આ રાહત સાધારણ રીતે જૈન સમાજ પૂરતી મર્યાદિત રાખવાનું વિચારાયણું હોવા છતાં આ મદદ જૈનેતરોને પણ કશા પણ ભેદભાવ સિવાય આપવામાં આવે છે. આ ખાતામાં ગયા વર્ષેા. ૨૭૬-૭૫ની પુરાંત રહેતી હતી અને વર્ષ દરમિયાન ૧૦૮-૨૫ ભેટના મળ્યા એટલે શ. ૩૮૫-૦૦ થયા, તેમાં વર્ષ દરમિયાન રૂા. ૪૫૧-૮૨ની મદદ આપવામાં આવતાં આ ખાતે રૂા. ૬૬-૮૨ લેણા રહે છે. આમ છતાં નવા ચાલુ વર્ષમાં પણ આ મદદ આપવાનું ચાલુ રાખેલ હોઈ અને આ ખાતાના ઉત્તરોત્તર વધારે લાભ લેવાતા હાઈ તેના માટે સ્વતંત્ર સારા ભંડોળની જરૂર રહે છે. જેથી જરૂરિયાતવાળા ભાઈ-બહેનોને યોગ્ય અને પૂરતા પ્રમાણમાં ઉપયોગી થઈ શકાય. સંઘમાં માંદાની માવજત માટેનાં સાધનો પણ વસાવવામાં આવ્યાં છે અને તેના લાભ કશા પણ ભેદભાવ સિવાય અનેક કુટુંબોને આપવામાં આવે છે. સંઘની કાર્યવાહી તેમજ આર્થિક પરિસ્થિતિ સંઘ હસ્તક ચાલતી વિવિધ પ્રવૃત્તિઓના ઉપર સંક્ષેપમાં ખ્યાલ આપવામાં આવ્યા છે. ગત વર્ષ દરમિયાન સંધની કાર્યવાહક સમિતિની ૧૩ સભા। બાલાવવામાં આવી હતી. સંધની આર્થિક પરિસ્થિતિને લગતી વિગતો આ સાથે સાંકળેલા આવકજાવકના હિસાબો અને સરવૈયા ઉપરથી માલુમ પડે તેમ છે. સંઘને ગત વર્ષમાં ખર્ચ રૂા. ૫૧૧૭-૪૨નો થયા છે; આવક રૂા. ૧૩૯૭૦-૧૧ની થઈ છે, અને સરવાળે રૂ. ૮૮૫૨-૬૯ના વધારો રહ્યો છે. તેમાંથી પ્રબુદ્ધ જીવનની ખોટ રૂા. ૩૫૯૮-૨૯ બાદ કરતાં રૂા. ૫૨૫૪૪૦નો વધારો રહ્યો તે જનરલ ફંડ ખાતે લઈ જવામાં આવેલ છે. આ રીતે આપણુ જનરલ ફંડ રૂા. ૨૨૬૦૫-૫૨નું હતું, તેમાં આ વર્ષનો વધારો રૂ।. ૫૨૫૪-૪૦ ઉમેરતાં વર્ષની આખરે રૂા. ૨૭૮૫૯૯૨ જનરલ ફંડ ખાતે જમા રહે છે. સંઘની ગત વર્ષની કાર્યવાહીના આ વૃત્તાંત છે, જે મર્યાદા સ્વીકારીને સંઘ આજ સુધી પ્રવૃત્તિઓનું સંચાલન કરી રહેલ છે તે જોતાં ગત વર્ષની કાર્યવાહી સંતાષકારક લેખી શકાય. સંઘે ૩૫ વર્ષ પૂરાં કર્યા છે. વાચનાલય અને પુસ્તકાલયે ૨૪ વર્ષ પૂરાં કર્યાં છે અને સંઘના મુખપત્ર પ્રબુદ્ધ જીવને ૨૫ વર્ષ પૂરાં કર્યાં છે. આજે અનેક સંસ્થાઓએ પોતાનાં મકાનો કર્યાં છે એ જોઈને સંઘના મિત્રા તેમજ પ્રશંસકો સંઘ માટે અથવા તો વાચનાલય અને પુસ્તકાલય માટે પેાતાનું મકાન ઉભું કરવાનો અનુરોધ કરી રહ્યાં છે. સંસ્થાના સ્થાયિત્વને સંસ્થાના સ્વતંત્ર મકાન સાથે ખૂબ સંબંધ છે. સંઘના આ૪૯૦ સભ્યો છે અને તેમાં કેટલાક અર્થસંપન્ન છે, તેમજ વિશાળ સમાજમાં સારી લાગવગ ધરાવે છે અને તેથી સંઘના આગેવાન સભ્યો આ બાબત ધ્યાન ઉપર લે તે। આ મનોરથની સિદ્ધિ બહુ મુશ્કેલ નથી. સંઘના સભ્યોને આ બાબત ઉપર પોતાનું ચિત્ત કેન્દ્રિત કરવાની ભલામણ કરવામાં આવે છે. જો આવી કોઈ યોજના સંઘ સમક્ષ રજૂ કરવામાં આવે તે સંઘના સભ્યો, મિત્રો અને પ્રશંસકો યોજનાને પાર પાડવા પૂરો સહકાર આપશે એવી આશા રાખવામાં આવે છે. મંત્રી: મુંબઈ જૈન યુવક સંઘ સઘની વાર્ષિક સામાન્ય સભા અને ચૂંટણીનું પરિણામ શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા તા. ૨૭-૩-૧૯૬૪ ને શુક્રવારના રોજ સંઘના કાર્યાલયમાં શ્રી ખીમજીભાઈ માડણ ભુજપુરીઆના પ્રમુખસ્થાને મળી હતી જ્યારે નીચે મુજબનું કામકાજ થયું હતું : (૧) સંઘનું વાર્ષિક લવાજમ રૂા. ૫ છે તેના બદલે હવે પછીના વર્ષથી રૂા. ૮ કરવુંએ પ્રકારની સંધની કાર્યવાહક સમિતિ તરફથી દરખાસ્ત રજૂ કરવામાં આવી હતી. આ દરખાસ્ત ઉપર કેટલાક ચર્ચા-વિચારણા થયા બાદ સંઘનું જે રૂા. ૫ લવાજમ છે. તે જ ચાલુ રાખવું. એમ નિર્ણય કરવામાં આવ્યા હતા. (૨) સંઘનું હિસાબી વર્ષ કારતક શુદ ૧ થી આસા વદ અમાસ સુધીનું ગણવામાં આવે છે એવા બંધારણમાં જે પ્રબંધ છે. તેના બદલે હવે પછી પહેલી જાન્યુઆરીથી ડિસેમ્બર ૩૧ મી તારીખ એ પ્રમાણે વર્ષ રાખવું એ પ્રકારના બંધારણમાં, સુધારો કરવાનું સર્વાનુમતે ઠરાવવામાં આવ્યું અને ચાલુ વર્ષ આગમી ડિસેમ્બરની ૩૧ મી તારીખ સુધી લંબાવવું એમ ઠરાવવામાં આવ્યું. (૩) સંઘના વાર્ષિક વૃત્તાંત તથા સંઘ અને શ્રી મણિલાલ માકમચંદ શાહ સાર્વજનિક વાચનાલય પુસ્તકાલયના વિક્રમ સંવત ૨૦૧૯ ની સાલના ઑડિટ થયેલા હિસાબા (જે આ અંકમાં અન્યત્ર પ્રગટ કરવામાં આવેલ છે) સર્વાનુમતે મંજૂર કરવામાં આવ્યા તેમ જ સંઘની કાર્યવાહક સમિતિ તરફથી રજૂ કરવામાં આવેલા બન્ને સંસ્થાના ચાલુ વર્ષના અંદાજપત્ર મંજૂર રાખવામાં આવ્યા. ૧. શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહ ૨. પરમાનંદ કુંવરજી કાપડિયા (૪) ત્યાર બાદ નીચે મુજબ સંઘના અધિકારીઓ તથા કાર્યવાહક સમિતિની ચૂંટણી કરવામાં આવી. ૩. ૪. "3 23 1. 33 ૬. શ્રીમતી લીલાવતીબહેન દેવીદાસ ૭. શ્રી જયંતિલાલ ફત્તેહચંદ શાહ ૮. ભગવાનદાસ પોપટલાલ ખીમજી માડણ ભુજપુરીઆ ચંદુલાલ સાંકળચંદ શાહ ૯. ૧૦. ૧૧. ૧૨. ૧૩. ૧૪. ૧૫. શ્રીમતી તારાબહેન આર. શાહ ૧૬. શ્રી સુબોધભાઈ એમ. શાહ. ૧૭. મફ્તલાલ ભીખાચંદ " રમણિકલાલ મણિલાલ શાહ ચીમનલાલ જે. શાહ રતિલાલ ચીમનલાલ કોઠારી ” રમણલાલ ચી. શાહ 23 33 . રમણલાલ લાલભાઈ લાકડાવાળા દામજીભાઈ વેલજી શાહ પ્રવિણ મંગળદાસ ૨૪૧ " ૧૮. શ્રીમતી જસુમતીબહેન મનુભાઈ કાપડિયા ૧૯. શ્રી કે. પી. શાહ ૨૦. ખેતસી માલસી સાવલા પ્રમુખ. ઉપપ્રમુખ મંત્રીઓ કોષાધ્યક્ષ સભ્યો ,, (૫) કેટલાએક સમયથી નાદુરસ્ત તબિયત રહેતી હોવાના કારણે આ વખતે સંઘના પ્રમુખસ્થાનેથી સ્વેચ્છાએ નિવૃત્ત થતા શ્રી ખીમજીભાઈ માડણ ભુજપુરીઆએ સંઘના પ્રમુખ તરીકે ૧૧ વર્ષ સુધી એકસરખી સંઘને સેવા આપી તે અંગે તેમને શ્રી પરમાનંદ કુંવરજી કાપડિયાએ, શ્રી ચીમનલાલ ચકુભાઈ શાહે, શ્રી રતિલાલ ચીમનલાલ કોઠારીએ તથા શ્રી ચીમનલાલ જેઠાલાલ 39
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy