________________
૨૩૨
-
પ્ર સુ છું જીવન
તા. ૧-૪-૬
એની આડમાં ધાર્મિક તત્ત્વોની સાથે શોષક તત્ત્વો ભળી ગયાં છે. ખરી રીતે આ ધાર્મિક તો નામ માત્રનાં ધાર્મિક તવો છે. ખરી રીતે તે એ ધર્મવિરોધી તત્ત્વો છે, જે ધર્મને લેબાસ પહેરી લેવામાં સફળ થઈ ગયાં છે. !
એટલું જરૂર છે કે સમાજવાદી વ્યવસ્થાને લાવવાના સંબંધમાં જુદા જુદા દેશેએ જુદા જુદા ઉપાયનું પરીક્ષણ કર્યું છે. આપણે પણ એનું આપણી સંસ્કૃતિના સંદર્ભમાં અનુકૂળ પરીક્ષણ કરવું ઘટે. ગાંધીજી અને વિનોબા ભાવેએ સમાજવાદી વ્યવસ્થાના નિર્માણની દિશામાં વ્યવહારિક પરીક્ષણ કર્યા છે. કેંગ્રેસ પક્ષે પણ કોંગ્રેસના ભુવનેશ્વર અધિવેશનમાં લોકશાહી ઢબે સમાજવાદ લાવવા અંગે ઠરાવ કર્યો છે. સામ્યવાદી દેશેએ જદું જુદું પરીક્ષણ કર્યું છે. આપણે આ બધાં પરીક્ષણનું આપણી સંસ્કૃતિના સંદર્ભમાં અધ્યયન કરવું જોઈએ, અને એને લાગુ કરવાના ઉપાયોને અમલ કરવો જોઈએ.
જૈન સમાજની સામે એક વ્યવહારુ સવાલ ઉભો થયો છે. આધ્યાત્મિકતાના શાકાહારીપણાવાળા ભાગનાં સંબંધમાં એણે અનેક રચનાત્મક કામો કર્યા છે, બલ્ક શાકાહારીપણું એ જૈન સમાજનું એક અભિન્ન અંગ બની ગયું છે. એ જ રીતે રાજ્ય સમાજવાદને અપનાવે ત્યાં સુધી આપણે રાહ ન જોવી જોઈએ. ગાંધીજીએ સ્વતંત્રતા મળશે ત્યાર પછી રાષ્ટ્રનું નિર્માણ કરીશું એમ નહોતું વિચાર્યું. એમણે તે સ્વતંત્રતા હાંસલ થઈ તે પહેલાં જ રચનાત્મક નિર્માણના કામને આરંભ કરી દીધા હતા. આપણે પણ સમાજવાદી વ્યવસ્થાની દિશામાં રચનાત્મક નિર્માણનું કામ શરૂ કરી દેવું જોઈએ. હું જાણું છું તે પ્રમાણે આપણા દેશમાં સમાજવાદની ચર્ચા તો ખૂબ થાય છે, પણ દેશમાં તે હજી. કયાંય સમાજવાદી દિશામાં રચનાત્મક નિર્માણના કામને આરંભ નથી થશે. રાજ્ય સમાજવાદી સમાજની રચના કરે ત્યાં સુધી રાહ જોવી ઉચિત નથી. આપણે આ દિશામાં વ્યવહારિક જીવનમાં રચનાત્મક નિર્માણને આરંભ કરી દેવો જોઈએ.
સાથીઓ ! જૈન સમાજ એ ભારતમાં એક નાનું સરખો - સમાજ છે.એ એક અલ્પસંખ્યક સમાજ છે. આમ છતાં પોતાના
મહાન જીવનદર્શન દ્વારા એણે ભારતીય જીવનના પ્રત્યેક દષ્ટિબિંદુ ઉપર પોતાને પ્રભાવ પાડે છે, અને ભવિષ્યમાં પણ એ પ્રભાવ પાડશે. જો જૈનદર્શન સમાજવાદ અને શાકાહારીપણાના વ્યવહારિક પાસાઓનો સમન્વય કરવા શકિતશાળી બન્યું તે અંદરથી શકિતને એવો ઝરો વહેવા માંડશે કે જે કેવળ ભારતને જ નહીં, આખી દુનિયાને પ્રભાવિત કરશે. અત્યારના જીવનની સૌથી મોટી વિડંબના એ છે કે આધ્યાત્મિકતાના બે મોટા વ્યાવહારિક માર્ગશાકાહારીપણું અને સમાજવાદ-વચ્ચે સમન્વય નથી રહ્યો, બલ્લે એ વિરોધી કેન્દ્રોમાં વહેંચાઈ ગયા છે, અને અંદરોઅંદર ઝઘડે છે. શાકાહારીઓ સમાજવાદીઓ ઉપર કરાય છે; સમાજવાદીઓ શાકાહારીઓની મશ્કરી કરે છે. આમ છતાં આ બેમાં બિલકુલ સમ- ન્વય નથી એવું પણ નથી. વિનોબાજી અને જયપ્રકાશજીની કલ્પના એક શાકાહારી સમાજવાદની છે. વિનેબાજીને વ્યાપક સમાજવાદ આ શાકાહારી સમાજવાદ તરફ જ અંગુલીનિર્દેશ કરે છે. જૈન સમાજના નવયુવકોએ આ વ્યાપક સમાજવાદના શાસ્ત્રને સારી રીતે અભ્યાસ કરવો જોઈએ, અને એના ઉપર વિચાર કરવો જોઈએ. આજે દુનિયામાં શાકાહારી સમાજવાદીઓને એક પણ રાજદ્વારી પક્ષ નથી. જૈન સમાજ ઈચ્છે તો આવા પક્ષને પાયો નાખવામાં એ બહુ મોટું નિમિત્ત બની શકે છે. - આજે જૈન સમાજને જુદા જુદા ભાગોમાં વિભકત જોઈને ચિંતા થાય છે. એકતા માટે પ્રયત્નો ચાલુ છે, કેટલીક ફાટી દૂર થઈ છે. કેટલીક દીવાલ તૂટી છે; ભવિષ્યમાં હજી વધારે સફળતા
મળી શકે એમ છે; એકતા સારી છે, એથી શકિતનો સંચય થાય.' છે, પણ વળી પાછો પ્રશ્ન થાય છે કે એ શકિતને ઉપયોગ શું થશે?" એકતાનો ઉપયોગ શું થશે? મારા નમ્ર અભિપ્રાય પ્રમાણે આ એકતાને ઉપયોગ શાકાહારી સમાજવાદી સમાજની સ્થાપના કરવામાં કરવા જોઈએ. જૈન સમાજ સંગઠિત બને તે એણે જૈન મુનિએ, દાર્શનિકો, વિચારકો અને પ્રચારકોને દુનિયાના જુદા જુદા દેશોમાં મોકલવા જોઈએ, જેથી દુનિયા અધ્યાત્મવાદનાં સાચાં તથ્યથી માહિતગાર બની શકે.
જૈન સમાજે શાકાહારીઓના અધિકારો માટે પણ લડત ચલાવવી જોઈએ. ભારત આજે બિનસાંપ્રદાયિક રાજ્ય છે. એમાં બધીય લઘુમતી કોમના અધિકાર સુરક્ષિત છે. પશુની કતલ થતી જોઈને કે માંસ રંધાતું જોઈને એક જૈનને કેટલું દુઃખ થાય છે તે આપ જાણો છો? જો મુસલમાનોને ધાર્મિક અધિકારીને નામે જાનવરોની કતલ કરવાને અધિકાર હોય તો શું જેનોને જાનવરોને બચાવવાને ધાર્મિક અધિકાર નથી?” આ પછી એક સવાલ બીજો ઉઠે છે: જેની સાથે બીજા અનેક સંપ્રદાયના લોકો પણ શાકાહારી છે. તેઓ પણ લધુમતિમાં છે, પણ શું શાકાહારી હોવાના સગપણે એમને પણ ધાર્મિક અધિકારો નથી? એમના ધાર્મિક તેમજ નૈતિક અધિકારોનું રોજ ખૂન થાય છે, પરંતુ તેઓ સંગઠિત નહિ હોવાને લીધે એમના અધિકારોને કોઈ માન આપતા નથી. બજારમાં રોજ લાખ રૂપિયાની દવાઓ વેચાય છે. શાકાહારીઓની જાણ માટે એ દવાઓનાં લેબલ ઉપર એવી માહિતી આપેલી હોવી જોઇએ કે એ દવાઓમાં કોઈ પણ નિષિદ્ધ વસ્તુ-માંસ, માછલી, ઈંડાનું કોઈ તત્ત્વ તો નથી?
સાથીઓ ! જીવનની પારદર્શી દષ્ટિની વાત આપણે પહેલાં કરી ચૂકયા છીએ, પણ એનો વિકાસ કરવા માટે આપણે કઠણ અધ્યયન અને પરિશ્રમ કરવો જોઈએ; વિચાર કરવામાં પ્રામાણિકતા રાખવી જોઇએ; આચરણમાં સાહસને સ્થાન આપવું જોઈએ. અને જરૂરત કરતાં વધારે ભાગ કે ઉપગ ઉપર માનસિક કાબૂ મૂકી દેવું જોઈએ. આ માટે આપણે ઘરોમાં, કલબમાં, સભાઓમાં, સરઘસમાં, વિચારવિનિમયમાં અને રાજનૈતિક પક્ષમાં સંગઠિત બનવું જોઈએ. આપણે ભલે નાની સંખ્યામાં રહ્યા, પણ આપણું દર્શન સાચું હશે તે એક દિવસ આપણે આખી દુનિયાનું ભલું કરી શકીશું. '
આજે દુનિયામાં દરેક ધર્મનાં કોઈને કોઈ રાજ્ય છે. ખ્રિસ્તી : ધર્મનાં સેંકડો રાજ્ય છે; ઈસ્લામનાં સંખ્યાબંધ રાજ્ય છે; બૌદ્ધ ધર્મના અનેક રાજયો છે, યહુદીઓ માટે ઈઝરાયલનું રાજ્ય છે; સનાતનીઓ માટે નેપાલનું રાજ્ય છે, તો પછી શું એ ઈચ્છવા જેવું નથી કે દુનિયામાં ઓછામાં ઓછું એક સ્થાન તો એવું હોય કે જ્યાં જૈન ધર્મ પોતાના સિદ્ધાંતોને ચરિતાર્થ કરવામાં સ્વતંત્ર હોય?
ભારતની વિશાળતામાં અને અખંડતામાં મને પૂર્ણ શ્રદ્ધા છે; આમ છતાં કયારેક ક્યારેક એવું સ્વપ્ન મધુર લાગે છે કે કાં તો કયારેક ભારત જ ફરી અશોકનું ભારત બની જાય; અથવા તે ભારતની અંદર કે બહાર ઓછામાં ઓછું એક રાજ્ય એવું હોય કે જ્યાં શાકાહારીઓ લઘુમતીમાં ન હોય, જ્યાં એક પણ જાનવરને - વધ થતો ન હોય, જ્યાં એક પણ માનવીનું શોષણ થતું ન હોય,
અને જ્યાં શાકાહારી સમાજવાદ રાષ્ટ્રનું જીવનદર્શન હોય. મારું આ એક નાનું સરખું સ્વપ્ન છે. જો આપને આ સ્વપ્ન મધુર લાગતું હોય તે એને વ્યવહારિક જીવનમાં ઉતારવાની હું આપને હાકલ કરું છું. પણ આ માટે આપણે બહુ મોટી આત્મિક તથા નૈતિક તૈયારી કરવી પડશે.
આપે મારું જે સન્માન કર્યું એ માટે હું આપના પ્રત્યે ફરી આભારની લાગણી વ્યકત કરું છું. અને સમસ્ત કાર્યકર્તાઓ, સ્વયંસેવકો, સ્વાગત સમિતિના પ્રમુખશ્રી અને સભ્યોને આ