SearchBrowseAboutContactDonate
Page Preview
Page 65
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૪-૬૪ પ્રભુ દ્ધ જીવન ' ૨૩૧ તો પણ દુનિયામાં વધી રહેલા પાપનું શાં નિરાકરણ થઈ જવાનું છે? આ પ્રશ્નનો જવાબ આપણે ગંભીરપણે વિચારવાનો છે. આ પ્રશ્નના જવાબ અંગે મને જે લાગે છે તે હું આપની સમક્ષ રજુ કરું . માનવી ન તો દેવ છે કે ન તો દાનવ. એ તે સમસ્ત સૃષ્ટિનું સર્વથી અધિક વિકસિત પ્રાણી છે. એ જીવન દરમ્યાન કંઈક આરામ માટે, કંઈક સુખ માટે, કંઈક શાંતિ માટે ઝંખના રાખે છે. એ ન પણ મળે તે ઓછામાં ઓછું ભજનવસ્ત્ર, ઘર, ભણતર, સારવાર, વૃદ્ધાવસ્થા માટે સગવડ, કુટુંબના બાળકોના સુખી ભવિષ્યની આશા-આટલી ઈચ્છા તો દરેક માનવીને હોય છે. આ બધાને માટે માનવીને ઉત્પાદન કરવાની જરૂર છે. ભગવાને જેમ એક માં આપ્યું છે તે બે હાથ પણ આપ્યા છે. માનવી કામ કરવાનો ઈન્કાર પણ નથી કરતો. સમસ્ત ઈતિહાસ તપાસો તે માલુમ પડશે કે માનવી પોતાના જીવનની ભૂમિકાને ઉન્નત બનાવવા માટે હંમેશા પ્રયત્ન કરતો રહ્યો છે. રોજની જરૂરિયાતની પૂર્તિ થયા પછી ભગવાનનું ભજન થાય છે. ગાંધીજીએ એકવાર કહ્યું હતું કે “ગરીબ ખેડુતોને કબીર અને મીરાંના ભજનો સંભળાવી સંભળાવીને એમને આશ્વાસન આપવાને મેં પ્રયત્ન કર્યો, પણ એમને અંત- રાત્માં તો એક જ અવાજ ઉઠાવી રહ્યો હતો કે- “રાટી” “રાટી'. એટલે કે ભૌતિક જરૂરિયાત અનિવાર્ય છે. સાથીઓ! ગાંધીજીએ એક પ્રસંગવિશેષને અનુલક્ષીને જે કહ્યું એમાં ઘણું ઐતિહાસિક સત્ય છે. પૂજામાં અંતરાત્મામાં છુપાયેલી અનિવાર્ય ભૌતિક જરૂરિયાત પ્રત્યેની કામના હતી. પૈગંબરોએ માનવસમૂહોને ધર્મને ઉપદેશ આપ્યો, પણ માનવસમૂહોને તે પૈગંબરની ભકિતમાં પણ પોતાની કામનાની પૂર્તિની આશા સમાયેલી લાગતી હતી, એટલે લોકોએ એક વિકલ્પ તરીકે એમની ભકિત પણ શરૂ કરી, પણ એ પૂજાની પાછળ પણ એ જ કામના રહેલી હતી. પણ મુશ્કેલી એ વાતની છે કે પૈગંબરો તેમ જ તીર્થકરોએ માનવીની ભૌતિક જરૂરિયાતની અર્થાત પ્રવૃત્તિમાર્ગની વધારે પડતી ઉપેક્ષા કરી; એમણે તે નિવૃત્તિમાર્ગ ઉપર જ વધારે ભાર આપ્યો. એ જમાનામાં ભૌતિક જરૂરિયાત એટલી બધી હતી પણ નહીં, પરંતુ જીવનની હંમેશા વધતી જરૂરિયાતોનું સમાધાન વધારે ઉત્પાદનમાં જ હતું. એ સમાધાન હતું—વિજ્ઞાનની શોધ, વિશ્વનું ઔદ્યોગિકરણ, સામાજિક વહેંચણી માટેની વધારે ન્યાયપૂર્ણ પદ્ધતિ. પૈગંબરોના સમય સુધી યંત્રને ઉદય નહોતો થયો, પરિણામે માલનું વધારે વ્યાપક ઉત્પાદન કરવાની વ્યવસ્થા સંભવિત ન હતી. વિજ્ઞાનના ફેલાવા સાથે દુનિયામાં માનવીના જીવનને ઉન્નત બનાવવાને અસંખ્ય શકયતાઓ આવીને ઉભી થઈ. લોકો જે ચીજો પૈગંબરો પાસે માગતાં હતાં, એ આપવાની સ્થિતિ વિજ્ઞાનની હતી; અને એ એણે આપી પણ ખરી; અને ભવિષ્યમાં એ વધારે આપશે એવી આશા પણ છે. તે પણ અહીં એક શેરી , , પણ અહીં એક મોટી મુસીબત આવીને ઉભી થઈ. વિજ્ઞાન , નની શકિતને લીધે માલનું ઉત્પાદન તે વધી જશે. પણ એના ઉપર માલિકી કોની રહેશે? એને ઉપભોગ કોણ કરશે? એ એક પાયાને સવાલ હતા, અને છે. પ્રાચીન સમાજ-પદ્ધતિ એમ જ કહેતી હતી કે એ માલ એના માલિકને છે, જમીનદારને છે, કારખાનાવાળાને છે, શેઠને છે, રાજાને છે--મજૂરો અને ખેડૂતોને તો એમનું મહેનતાણું મળી જશે. પણ પછી સવાલ ઉભે થાય છે કે મહેનતાણું શું હોવું જોઈએ, એને ન્યાય કોણ કરે? પાછો એ જ જવાબ મળતો કે માલિક, રાજા, જમીનદાર, કારખાનાવાળા, શેઠ. અહીં સમાજવાદી વ્યવસ્થા--સમાજવાદી દર્શન-દખલ કરે છે, અને કહે છે કે ના, એને ઉપભેગુ ઉત્પાદનને માટે પરસેવે પાડનારને છે, અને એના ઔચિત્યને ફેંસલો પણ મહેનત કરવાવાળા જ કરશે. વિજ્ઞાનને ફાયદો તે સમસ્ત માનવસમાજને માટે છે, એના નાના સરખા જૂથને માટે નહીં. સમાજવાદના આ તર્ક તરફ લાંબા સમય સુધી ધ્યાન આપવામાં ન આવ્યું; પણ મોટા ભાગને માનવસમૂહ ગરીબ હતો, અને એણે સમાજવાદના તર્કને સ્વીકાર કર્યો. આનું પરિણામ એ આવ્યું કે મોટા ભાગના દેશે સમાજવાદી વ્યવસ્થા તરફ ઝૂકવા લાગ્યા છે. આપ એ સવાલ જરૂર પૂછી શકે કે આ વાત ઠીક હોય તે પણ સમાજવાદને આધ્યાત્મિકતા સાથે શું સંબંધ? હું માનું છું કે આ સંબંધ ઘણો મોટો છે, અને એક રીતે, શાકાહારીપણાની જેમ સમાજવાદ પણ આધ્યાત્મિકતાનું એક-- ખરું મોટું અંગ છે. પહેલી વાત તો એ છે કે પૈગંબર સત્ય અને સામાજિક ન્યાય પર આશ્રિત જેવા સમાજની કલ્પના કરતા હતા. એવા સમાજની તેઓ સ્થાપના નહોતા કરી શક્યા; એવા સમાજની સ્થાપના કરવાની શકિત સમાજવાદમાં છે. વિજ્ઞાન ઉત્પાદનના ઉપાયો બતાવે છે; 'સમાજવાદી ન્યાયના આધારે સમસ્ત માનવજાત એને અમલ કરી શકે છે. માને કે આપની સાથે મારે એળખાણ છે, પણ જો આર્થિક સંબંધ નહીં હોય તો આપણી ઓળખાણ અને ભ્રાતૃભાવના થોડીક જ રહેશે; પણ માને કે આવતી કાલે વેપારમાં હું આપને ભાગીદાર બની ગયું છે એ ઓળખાણ ઉપર ફ_લ લાગી જશે, આપણો પ્રેમ કેટલાગણે વધી જશે ? એ જ રીતે, કોઈ અણબનાવને લીધે એ ભાગીદારી ખતમ થઈ જાય તો એ સંબંધ પાછો કડવો થઈ જશે. માનવીના જીવનમાં પૈસાનું બહુ મોટું મહત્ત્વ છે, અને દુનિયાના બધા સંબંધોનું એ મૂળ છે. મૂડીવાદી સમાજરચનામાં જે શેષણ થતું આવ્યું છે, તે શેષણ અત્યારે પણ ચાલુ છે એ સામાજિક ભ્રાતૃભાવનામાં તો બાધક છે જ. એનાથી કૌટુંબિક સંબંધો પણ કડવા થઈ જાય છે. એક દુકાનદાર મારી પાસેથી કોઈ વસ્તુના - એક રૂપિયાના બદલે ચાર રૂપિયા લે પછી એ મારો ભાઈ હોય તો પણ હું એને કેવી રીતે પ્યાર કરી શકું? આ સમગ્ર શેષણ આધ્યાત્મિકતાનું વિરોધી છે; અને દરેક ધર્મે–જૈન ધર્મે પણ તથ્યને સ્વીકાર કર્યો છે, અને એ શેષણના નિરાકરણ ઉપર ભાર મૂકે છે. પણ ઉપદેશ આપીને લોકોની સદ્ભાવના ઉપર છોડી દેવાને બદલે સમાજવ્યવસ્થા જ એવી બની જાય છે કે જેમાં સમસ્ત માનવજાતની ભાગીદારી હોય, તો સામાજિક ભ્રાતૃભાવ ઉત્તરોત્તર વધતા જ રહે. સમાજવાદી વ્યવસ્થા જ્યારે શોષણને દૂર કરીને આગળ વધે છે ત્યારે એ સામાજિક ભ્રાતૃભાવ, કરુણા, પ્રેમ, સહાનુભૂતિ પાયો નાખે છે. પૈગંબરો જેવા સમાજની માત્ર કલપના જ કરતા હતા, એ સમાજ સ્થાપવાની શકિત સમાજવાદી વ્યવસ્થામાં રહેલી છે. આર્થિક ભાઈચારો એ જ દુનિયામાં સાચે ભાઈચારો બની શકે છે. ધર્મ દાનને ઉપદેશ આપે છે. સમાજવાદ દાનની જરૂરને જ દૂર કરી દે છે. પરોપકારની સાથે શેષણ અને દાનની સાથે લૂંટ--આવી ભેળસેળ વ્યવસ્થાને બદલે એ આર્થિક ભાગીદારીવાળા સમાજની સ્થાપના કરે છે, અને આપણને અધ્યાત્મવાદના વ્યવહારુ પાસા તરફ દોરી જાય છે. આ રીતે સમાજવાદ એ ખુદ આધ્યાત્મિક સમાજનું પોષક તત્ત્વ છે; એ ધર્મવિરોધી નથી, પોતે જ એક મહાન ધર્મ છે. એક રીતે તે, ઈતિહાસમાં પહેલાં જેટલા ધર્મ થઈ ગયા, સમાજવાદ કેટલાક અંશોમાં એમનાથી વધારે મોટો ધર્મ છે. જયાં સુધી જૈન દર્શનને લાગેવળગે છે ત્યાં સુધી એમાં સમાજવાદનાં પાયાના તો ભર્યાં પડયાં છે. પરિસ્થિતિને કારણે અત્યાર સુધી એ વ્યવહારમાં નથી ઉતારી શકાયાં; હવે એ અવસર આવ્યો છે કે આપણે એમને જીવનના વ્યવહારિક પાસાઓને લાગુ કરી બતાવીએ. કેટલાંક ધાર્મિક તત્તે અત્યારે સમાજવાદને વિરોધ કરી રહ્યાં છે,
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy