SearchBrowseAboutContactDonate
Page Preview
Page 64
Loading...
Download File
Download File
Page Text
________________ જ ૨૩૦ , ' પ્રબુદ્ધ જીવન તા. ૧-૪- ૪ એના એથી નીકળતા ‘આધ્યાત્મિકતા” શબ્દની સૌરભ ખતમ થઈ જાય છે. આ [, શાકાહારીપણું અને આધ્યાત્મિકતા વચ્ચે આ સંબંધ ઘણે ગાઢ છે. પાયથાગોરસ અથવા તો થિસેફીને માનવાવાળા, લાઓસે અથવા તે ગાંધી જ્યારે પણ આધ્યાત્મિકતાની ચર્ચા કરે છે ત્યારે ત્યાં માંસને પહેલાં જ ત્યાજ્ય માનવામાં આવે છે. એક મુસલમાન, પણ જ્યારે એ સૂફી બને છે, ત્યારે માંસને ત્યાગ કરે છે. પ્રાચીન સમયમાં જ્યારે રાજાએ પણ વાનપ્રસ્થ કે સંન્યાસ આશ્રમને સ્વીકાર કરતા ત્યારે–એટલે કે જ્યારે તેઓ આધ્યાત્મિકતા તરફ વળતા ત્યારે--કંદમૂળ અને ફળને આહાર કરતા. શિખમાં પણ નામધારી શિખાએ, પતે એક સૈનિક કોમ હોવા છતાં, માંસાહારનો ત્યાગ કર્યો હતે. અત્યારના ચિંતકોમાં પણ શેલી, બર્નાર્ડ શે, આઈન્સ્ટાઈન વગેરેએ માંસાહારને માનવ ' સંસ્કૃતિમાં ઊતરતી કોટીને ખોરાક ગણાવ્યા છે. ભારતમાં પણ ગાંધી અને વિનોબા, રાજેન્દ્રબાબુ અને જયપ્રકાશ, કૃષ્ણમેનન અને રામમનહર લોહિયા, રાજાજી અને ડો. રાધાકૃષ્ણન વગેરે મહાન વિચારકો, દાર્શનિકો સમાજના નેતાઓ અને યે આ વીસમી સદીમાં આપણી વચ્ચે થઈ ગયા અને છે, એ શાકાહારી હતા અને છે. આપણા વડા પ્રધાન શ્રી નહેરુએ પોતાની આત્મકથામાં લખ્યું છે કે “કુળ પરંપરા પ્રમાણે અમે માંસ ખાતા રહ્યા છીએ, પણ સત્યાગ્રહના દિવસોમાં મેં અનેકવાર માંસ ખાવાનું છોડી દીધું હતું, કારણ કે સત્યાગ્રહની ભાવના સાથે એને મેળ બેસતો નહોતો.” આ રીતે આપણે જોઈએ છીએ કે ઋષિમુનિઓ, દાર્શનિકો, વિચારકો, રાજકીય નેતાઓ અને સમાજના આગેવાને, જે અજૈન પણ છે, એમાંના ઘણાખારાને મત એ છે કે આધ્યાત્મિકતા, અહિંસા અને સત્યાગ્રહ સાથે માંસાહારને મેળ બેરાત નથી. પ્રકારાંતરે આ જૈન ધર્મના સિદ્ધાંતની પુષ્ટિ છે. આ સિદ્ધાંતોની બીજી તરફથી પણ ઘણી પુષ્ટિ થાય છે. એટમ બોમ્બ અને હાઈડ્રોજન બેમ્બ, જેની ભયંકરતા જૈન શાસ્ત્રોમાં પણ વર્ણવવામાં આવી છે, એણે એ સ્પષ્ટરૂપે સમજાવી દીધું છે કે દુનિયાની સામે અત્યારે અહિંસા કે જીવનનો સર્વનાશ એ બે જ વિકલ્પ આવી પડયા છે. પુરાતન સત્યોની આ પુષ્ટિ છે. એક તરફ બ્રહ્મચર્યના અભાવને લીધે આખી દુનિયામાં થઈ રહેલ વસતિ–વધારાને લીધે જગ્યાની ચિંતા થવા લાગી છે, અને આવતાં બસે વર્ષમાં માનવ વસતિને માટે પૃથ્વીમાં રહેવું મુશ્કેલ બની જશે, એમ કહીને કુટુંબનિયોજન, ગર્ભપાત અને બાળહત્યાના પ્રત્યક્ષ કે પરોક્ષ ઉપાય ઉપર ભાર દેવાઈ રહ્યો છે, તે બીજી તરફ એટમ બોમ્બ અને હાઈડ્રોજન બમ્બને કારણે જીવન કે માનવી જેવી કોઈ વસ્તુ દુનિયામાં બચવા પામશે કે નહિ એને જ સંદેહ થવા લાગે છે. એક તરફ માનવીને માટે જગ્યા નહિ રહેવા પામે, એ કલ્પના થવા લાગી છે, તો બીજી તરફ માનવીનું પોતાનું જ અસ્તિતત્વ નહિ રહેવા પામે-જ્યાં જુઓ ત્યાં ખાલી જગ્યા પડી રહેશે એવી કલ્પના જાગી ઊઠી છે. અહિંસા અને બ્રહ્મચર્યના પ્રાચીન સિદ્ધાંતના પાલન વગર દુનિયા કયાં જઈ રહી છે એનું ચિત્ર આપણી સામે છે. સત્ય, અહિંસા, અને બ્રહ્મચર્ય એ ત્રણ શબ્દની ભીતરમાં મૂળભૂત જે એક જ ભાવના રહેલી છે એને જ આપણે આધ્યાત્મિકતા કહી શકીએ. આધ્યાત્મિ કતાની સમજૂતિ આપતાં શ્રી વિનોબા ભાવે કહે છે કે:' (૧) જીવનની ભૌતિક અખંડિતતા–અર્થાત સમસ્ત વિશ્વમાં જે કંઈ ભૌતિકરૂપે વિદ્યમાન છે એના અરસપરસના સંબંધની અખંડિતતા–તેમ જ મૃત્યુ પછી પણ જીવનની અખંડિતતામાં આસ્થા. (૨) જીવનની પ્રાણીશાસ્ત્ર પ્રમાણેની (biological) અખંડિતતામાં આસ્થા–અર્થાત જીવનની વિવિધતામાં જેટલા આકાર છે એ બધા વચ્ચે મૂળભૂત યૌનિક સંબંધ છે. . (૩) જીવનની નૈતિક અખંડિતતામાં આસ્થા-અર્થાત પ્રત્યેક સારા કે નરસા વિચાર, વાણી તેમ જ વર્તનની પ્રતિક્રિયા થાય છે, અને દુનિયામાં નૈતિક કાર્ય-કારણ સંબંધ વિદ્યમાન છે. આ વાતને અંગ્રેજીમાં એમણે Belief in physical, biological and moral continuity of life life 2 શબ્દોમાં રજૂ કરી છે. વિનોબાજીએ કરેલી અધ્યાત્મવાદની આ સમજૂતિ આપણને છેક જૈન દર્શન સુધી લઈ જાય છે. જેના અંતરમાં આ સમજૂતી પ્રત્યે આસ્થા છે, તેઓ પોતાના વ્યાવહારિક જીવનમાં કયારેક બીજાને દુ:ખ નથી પહોંચાડી શકતા, બીજાનું શોષણ નથી કરી શકતા અને અસત્ય જીવનનું આચરણ નથી કરી શકતા. જયારે જુદા જુદા રાષ્ટ્ર અને આખા સમાજોને આ સમજૂતિમાં આસ્થા જન્મે છે ત્યારે તેઓ પણ શાંતિપ્રિય રાષ્ટ્ર બની જાય છે, જેમ કે કેટલીક હદે આપણો દેશ છે. આ રીતે આપણે જોયું કે શાકાહારીપણું એ આધ્યાત્મિકતાનું એક બહુ મોટું વ્યવહારિક અંગ છે, અને આ અંગને પરિપુષ્ટ કરવામાં જૈનદર્શને જે ફાળો આપ્યો છે, એને માટે આપણે ગૌરવ લઈ શકીએ એમ છીએ. પણ ફકત શાકાહારીપણું એજ કંઈ આધ્યાત્મિકતા નથી; એનું એક બીજું વ્યવહારિક અંગ છે, એ એક શબ્દમાં છે ‘સમાજવાદ.’ આમ જોઈએ તે દુનિયાના બધા ધર્મો સમાજવાદ પ્રત્યે અમુક હદે સહાનુભૂતિ પણ દર્શાવે છે, પણ ખરું જોતાં, શાકાહારીપણાની જેમ સમાજવાદની ભાવનાની વધારે સમીપ જૈન ધર્મ જ છે. * સંભવ છે, આપમાંથી કેટલાક સાથીએ મારા આ વિધાન પ્રત્યે આશ્ચર્ય વ્યકત કરો, વાંધો ઉઠાવો. રામાજવાદી લેક પિતાની જાતને ધર્મવિરોધી નાસ્તિક લેખાવે છે; ધર્મને ઝેરનું પડીકું કહે છે, તીર્થંકરે અને પૈગંબરને કાં તે ફરેલા માથાના માનવી કહે છે કે કાં તે એમને અમીરના પૂંછડાં કહે છે. એ પણ સાચું છે કે ઘણા ય કહેવાતા અધ્યાત્મવાદીઓ સમાજવાદની વિરુદ્ધ આધ્યાત્મિક મેર ઊભું કરવાની વાત કરે છે. આવી તાણખેંચ બન્ને તરફ છે, પણ આવી તાણખેંચ હોવા છતાં, આપણે એ અમૂલ્ય સત્યને ઈનકાર નથી કરી શકતા કે સમાજવાદી દર્શન આધ્યાત્મવાદનું વિરોધી નથી; એના પોતાના ઉપર આધ્યાત્મવાદના-ધર્મને ભારે મુટ ચઢેલે છે અને સમાજવાદીઓને વિરોધ ધર્મના બાહ્ય આવરણ સાથે છે, નહીં કે એના મૂળભૂત દર્શન સાથે. ચાલે, વાતને થોડોક વધુ ઊંડાણથી વિચાર કરીએ. ધર્મ આપણને સત્ય, બ્રહ્મચર્ય, અહિંસાને ઉપદેશ આપે છે; પરોપકાર, . સમાજસેવા અને સહાનુભૂતિના ગુણગાન કરે છે, પરંતુ આવું બધું થાય છે શા માટે? આટલા તીર્થકરે, પૈગંબરે, અવતારી પુરુષે દુનિયામાં થઈ ગયા. લોકોએ એમને ભગવાન બનાવી દીધા, એમની પૂજા કરી, નામકીર્તન કર્યા, એમના નામની માળા જપી, છતાં એમના અનુયાયીઓએ એમના ઉપદેશો કેમ ન માન્યા? દુનિયામાંથી પાપ, ચોરી, લૂંટ, શેષણ, વ્યભિચાર દૂર થવા તે દૂર રહ્યા, વધી કેમ ગયાં? આજે બ્રહ્મચર્યના અભાવને લીધે માનવજાતને જગ્યા નહીં મળવાની વાત થવા લાગી છે, અને સાથોસાથ જે અહિંસાના અભાવને લીધે માનવજાતને સમૂળગે વિનાશ થવાનો ભય દર્શાવવામાં આવે છે ! મહાવીર, બુદ્ધ, કૃષણ, કોફ્યુશિયસ ઈશુખ્રિસ્ત, મહંમદથી ચઢિયાતા બીજા કયા પૈગંબરે દુનિયામાં અવતરવાના છે? એ કોટિના પૈગંબરે દુનિયા પર ફરીથી આવે
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy