________________
REGD. No. B-4266 વાર્ષિક લવાજમ રૂા. ૪
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસ...સ્કરણ વર્ષ ૨૫ : અંક ૨૩
મુંબઇ, એપ્રિલ ૧, ૧૯૯૪, બુધવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮
O
પ્રબુદ્ધ જીવન
શ્રી મુંબઈ જૈન યુવક સંઘનું પાક્ષિક મુખપત્ર છૂટ નલ: ૨૦ નયા પૈસા
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
5
“શાકાહારીસમાજવાદ”
卐
(મહારાષ્ટ્રમાં આવેલા સાંગલી ખાતે ભારત જૈન મહામંડળનું ૩૮ અધિવેશન ગત માર્ચ માસની તા. ૨૧ તથા ૨૨મીના રોજ કલકત્તાનિવાસી શ્રીમાન સાહનલાલજી દુગડના પ્રમુખપણા નીચે ભરાયું હતું. અધિવેશનનું ઉદ્ઘાટન શ્રીમાન દેવચંદ છગનલાલ શાહે કર્યું હતું અને શ્રી બાપુસાહેબ ભાઉરાઉ ચૌધરી અધિવેશનના સ્વાગત પ્રમુખ હતા. પ્રસ્તુત અધિવેશનના પ્રમુખસ્થાનેથી શ્રી સાહનલાલજી દુગડે આપેલું ભાષણ નીચે આપવામાં આવે છે. તંત્રી) બહેનો, ભાઈઓ અને સાથીઓ,
આપે મને અખિલ ભારતીય જૈન મહામંડળના અધિવેશનના પ્રમુખ બનાવીને મારા પ્રત્યે જે સ્નેહ બતાવ્યો છે તે માટે હું આપનો આભારી છું. મને આશા છે કે ચાલુ વર્ષમાં આપણા કાર્યમાં પ્રગતિ થશે, તેમ જ આપણે આગળ વધી શકીશું. મારા વિનમ્ર મત પ્રમાણે કાર્યનું જે સ્વરૂપ હોઈ શકે તે આ પ્રસંગે આપની સમક્ષ રજૂ કરું છું. જો આપને એ બુદ્ધિગમ્ય લાગે તો આપ એને સ્વીકાર કરશે એવી મારી વિનંતી છે.
જૈન સંપ્રદાય ભારતના બહુ મર્યાદિત ક્ષેત્રમાં અને ઓછી સંખ્યામાં છે. એક સમય એવો હતો, જ્યારે આનું રૂપ વ્યાપક હતું. અને ભારતીય સંસ્કૃતિ તથા જીવનદષ્ટિ ઉપર એને ખૂબ પ્રભાવ હતા. સમયના વહેવા સાથે એનું રૂપ સંકુચિત થતું ગયું; આમ છતાં, ઘણા લોકો એમ માને છે કે, જૈનદર્શન વિશ્વદર્શનના ઈતિહાસમાં પોતાનું આગવું સ્થાન ધરાવે છે. જૈન તીર્થંકરો અને દાર્શનિકોની સૂક્ષ્મ દષ્ટિ આજે પણ ઘણા લોકોને પ્રભાવિત કરે છે. વસ્તુના સ્વરૂપની વિશાળતા તેમ જ સૂક્ષ્મતાને લગતી જૈનદર્શનની માન્યતા આધુનિક વિજ્ઞાનને માટે આજે પણ અભ્યાસનો વિષય બની રહે એવી છે. પરંતુ જૈનદર્શન સંબંધી સૌથી મહત્ત્વની વાત તો એ છે કે, સત્યની શોધ હંમેશાં ચાલુ છે તેમજ જીવન અને સત્યના પ્રયોગો પણ ચાલુ છે. આ બહુ મેોટી વાત છે, અને અત્યારના બુદ્ધિપ્રધાન યુગમાં જૈનદર્શન જીવનદષ્ટિ આપવામાં બહુ મોટો ફાળો આપી એમ હું માનું છું.
શકે એમ છે,
જીવન તરફના દષ્ટિબિંદુની સમજણનું જીવનમાં ખૂબ મહત્ત્વ છે. એક રીતે એથી આચરણ અને આચાર તેમ જ વિચાર અને વ્યવહારના પાયા નંખાય છે અને સમાજ અને રાષ્ટ્રનું નિર્માણ થાય છે. જીવન તરફના જૈન દિબિંદુને પણ એ જ રીતે ભારતીય જીવન ઉપર વ્યાપક પ્રભાવ પડયો છે.
જૈનદર્શને કયારેય સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય શબ્દોને એના સંકુચિત અર્થમાં નથી સ્વીકાર્યા. અહિંસાનો અર્થ કયારેય ‘ન મારવું’ એટલા જ મર્યાદિત નથી રહ્યો, બલ્કે બધાય જીવો પ્રત્યે સહાનુભૂતિ, પ્રેમ કરુણા અને મન-વચન-કાયાથી બધાનું ભલું કરવાંની ભાવનાના ‘અહિંસા’ શબ્દમાં સમાવેશ થાય છે. એ જ રીતે સત્યનો અર્થ કેવળ ‘જૂઠ્ઠું બાલવું” એટલા જ ન રહ્યો, પરંતુ જીવન તરફની સત્ય દષ્ટિએ જ મુખ્ય વસ્તુ બની, એવી દષ્ટિ
↑
કે જે દરેક ગૂંચવાયેલા કોકડાને ઉકેલવામાં એક ગણિતશાસ્ત્રી (mathematician) જેવી સૂઝ ધરાવે, જીવનની પ્રયોગશાળામાં એક વૈજ્ઞાનિકની જેમ પ્રયોગ કરી શકે. એ જ રીતે જૈનદર્શને બ્રહ્મચર્ય શબ્દનો સંકુચિત અર્થ ક્યારેય નથી સ્વીકાર્યો. બ્રહ્મચર્ય એટલે સમસ્ત વિશ્વને બ્રહ્મમય માનીને એમાં વિચરણ કરવું. આ એવી કલ્પના છે કે જે અત્યારના મોટામાં મોટા ભૌતિકશાસ્ત્રીને પણ આવી શકે. સત્ય, અહિંસા અને બ્રહ્મચર્ય—જે અંતે તો એક જ વિચારનાં ત્રણ બૌદ્ધિક કાર્યો (operation) – એની સમીચિન વ્યાખ્યા કાં તો આઈન્સ્ટાઈન જ કરી શકે તેવા હતા, અથવા તો એક ગાંધી જ પોતાની જીવનકથાને ‘સત્યના પ્રયોગો' જેવું નમ્રતાસૂચક નામ વર્ણવીને ઓળખાવી
શકયા હતા..
જૈનદર્શને જીવનના આ પ્રજીવકો (Vitamins) સંબંધી ખૂબ ઝીણવટભરી દષ્ટિથી વિચાર કર્યો છે; અને એના નિષ્કર્ષને લીધે ભારતીય દૃષ્ટિબિંદુના ઘડતરમાં સહાયતા મળી છે. પરિણામે વ્યાવહારિક ભૂમિકાએ ભારતીય આચરણનું નિર્માણ કરવામાં પણ જૈનદર્શને મોટો ફાળો આપ્યો છે, એમ આપણે માની શકીએ છીએ. ભારતીય જીવન ઉપર આજે જે આધ્યાત્મિકતાનો પટ ચડેલો છે, એના ઉપર જૈનદર્શનની કેટલી અસર છે, એ એક ગંભીર અભ્યાસનો વિષય છે; આ દિશામાં સક્રિય પ્રયત્ન થવા જોઈએ.
શાકાહારીપણું અને આધ્યાત્મિકતા
સાથીઓ ! સામાન્ય રીતે અહિંસાને જૈન જગતનું સૌથી મોટુ અર્પણ લેખવામાં આવે છે. આનું સૌથી વ્યાવહારિક રૂપ છે શાકાહારીપણું, દુનિયામાં જૈન ધર્મ ભારતમાં જ મર્યાદિત રહ્યો છે, અને શાકાહારીઓના સૌથી મોટો સંપ્રદાય ભારતમાં જ છે. શું આ બે તથ્યોને આપસમાં કશા જ સંબંધ નથી ? શાકાહારીઓ પણ વધારે સંખ્યામાં એ જ પ્રદેશામાં છે, જ્યાં જૈન શ્રાવકોની સંખ્યા વધારે છે. આ ઉપરથી એ નિષ્કર્ષ કાઢવા સ્વાભાવિક નહીં ગણાય કે, જો કે ભારતને શાકાહારીપણા તરફ દોરી જવામાં બૌદ્ધ ધર્મ તેમજ વૈષ્ણવ ધર્મે ઘણા મોટો ફાળો આપ્યો છે, છતાં આ બાબતમાં મુખ્ય પ્રભાવ જૈન ધર્મનો છે. ભારતનું આ શાકાહારીપણું એ ભારતીય આધ્યાત્મિકતાનું મોટું ભાતું છે. ખરી રીતે તો શાકાહારીપણા વગરની આધ્યાત્મિકતાની કલ્પના માળી બની જાય છે. એક માંસાહારી માનવી જ્યારે આધ્યાત્મિકતાની કે અહિંસાની વાત કરે છે ત્યારે કંઈક અટપટા જેવું લાગે છે અને