SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧૨-૩-૬૪ પ્રબુદ્ધ આવી. આ બે જવાબદારીઓના કારણે તેમને ભારતના એક છેડેથી બીજા છેડા સુધી ફરવાનું બન્યું હતું અને અખિલ ભારત ઉપર નૃવંશ શાસ્ત્રના સિદ્ધાંતાને લાગુ પાડતાં ઊભી થતી અનેક સમસ્યાઓના તેઓ નિકટવર્તી સંપર્કમાં આવ્યા હતા. આ આદિવાસી જાતિઓને અન્ય સૌથી અલગ પાડવાના અને મ્યુઝીયમના નમૂના તરીકે જાળવી રાખવાના વલણના કેટલાક ટીકાકારોએ તેમના ઉપર આરોપ મૂક્યો હતા. વિવિધલક્ષી બ્લૅકસ ઉપરના તેમના રીપોર્ટ, ‘ ‘A New Deal for Tribal India' એ નામનું તેમનું પુસ્તક જે ટ્રાઈબલ કમિશનના રીપોર્ટ ઉપર આધારિત છે, અને *A Philosophy for NEFA' એ નામની તેમની ચોપડી--આ બધા લખાણો દ્વારા ઉપર જણાવેલી ટીકાઓ કેવળ ગેરસમજૂતી ભરેલી હોવાનું પુરવાર કરવાના તેમણે પ્રયત્ન કર્યો છે. આ બધા સાહિત્ય દ્વારા એલ્વીને આ આદિવાસી પ્રદેશના વિકાસ માટે જરૂરી એવાં પગલાંઓ જલ્દીથી ભરવાના આગ્રહ કર્યો છે, એટલું જ નહિ પણ, તેમના માટેના વાહનવ્યવહાર તથા તારટપાલની સગવડો સુધારવાની આવશ્યકતા ઉપર તેમણે ખૂબ ભાર મૂકયો છે, એ હેતુથી કે આ વિભાગમાં વસતા લોકો એકલવાયાપણામાંથી બહાર આવે અને દેશના બાકીના ભાગના લોકો સાથે પૂરા પ્રમાણમાં હળીમળી જાય. આ બધું છતાં તેઓ એક બાબત ઉપર અવશ્ય ભાર મૂકતા કે ‘સુધરેલી ’કહેવાતી પ્રજાના સંપર્કમાં આવતાં તેમનાં દૂષણો આ નિર્દોષ ભાળી પ્રજાને ન સ્પર્શે અને આ આદિવાસી જાતાની ઉચ્ચ નીતિમત્તાને દૂષિત ન કરે એ જોવું જરૂરી છે. ૧૯૬૧ માં અલ્વીને સરદાર વલ્લભભાઈ પટેલ મેમેારિમલ લેકચર આપ્યું, અને એ જ વર્ષમાં તેમને ભારત સરકારે ‘પદ્મભૂષણ, ના સન્માનપદથી નવાજયા. ઉપર જણાવ્યા મુજબ ૧૯૬૪ ના ફેબ્રુઆરી માસની ૨૩મી તારીખે હૃદયરોગના આક્રમણના પરિણામે તેમના દેહાન્ત થયા. એલ્વીનનાં પ્રગટ થયેલાં અનેક પ્રકાશનામાં Truth about India', “The Baiga', ‘Myths of Middle Ages,' "Tribal Myths of Orissa', 'Nagaland', 'Man in India' ના સમાવેશ થાય છે. આ એક્વીનના જન્મ ઈંગ્લાંડમાં થયા, તેમણે ભારતને પોતાના દેશ બનાવ્યે, સેવાની ભાવનાની આડે આવતા પોતાના ચર્ચ સાથેના સંબંધ તોડી નાખ્યો, ભારતના તેઓ નાગરિક બન્યા, આદિવાસીઓ સાથે સંપૂર્ણ તાદાત્મ્ય સાધવા માટે ગેાન્ડ કન્યા સાથે લગ્ન કર્યું, જીવનભરની અપૂર્વ સેવા અને વિપુલ સંશાધન સાહિત્ય ભારતને ચરણે ધર્યું. આમ જીવનને એક અખંડ સેવાયજ્ઞ બનાવનાર વિરલ માનવવિભૂતિને જેટલા ધન્યવાદ આપીએ તેટલા ઓછા છે. તેને આપણે નમન કરીએ અને તેમના અદ્દભુત વ્યકિતત્વમાંથી પ્રેરણા મેળવીને આપણે કેવળ સ્વલક્ષી જીવનને પરલક્ષી --પરમાર્થી બનાવીએ. પરમાનંદ એક સામાન્ય માનવીની અસામાન્ય જીવનકથા મુંબઈના વડગાદી વિભાગમાં વર્ષોથી ડૉકટરી વ્યવસાય કરતા કરતા ડા. ભાનુરાય પ્રભાશંકર શુકલનું ૬૪ વર્ષની ઉંમરે ગયા ફેબ્રુ આરી માસની ૨૯મી તારીખે અવસાન થયું. તેઓ મૂળ વઢવાણ શહેરના વતની. ૧૯૧૬ની સાલમાં તેઓ ભાવનગરની સામળદાસ કૉલેજમાં ભણતા હતા ત્યારે તેમને મે પહેલીવાર જોયેલા. પછી મુંબઈની મેડીકલ કોલેજમાં તેઓ ભણવા આવ્યા અને અમારો ૧ વન પરસ્પર સંબંધ વધતો રહ્યો. ૧૯૨૨ માં તેમણે એમ. બી. બી. એસ.ની પરૌંક્ષા પસાર કરી અને વગાદીમાં દવાખાનું માંડીને પોતાના ડાકટરી વ્યવસાયની શરૂઆત કરી. પ્રેકટીસમાં સ્થિરતા આવવા માંડી એટલે વડગાદી વિભાગની કોંગ્રેસની પ્રવૃત્તિમાં તેઓ ભાગ લેતા થયા. ૧૯૩૦ માં તેઓ બી. પી. સી. સી. માં ચૂંટાયા અને સવિનય સત્યાગ્રહની લડતમાં તેમણે ખૂબ ભાગ લીધેલા. તેમનાં પત્ની પ્રભાબહેને પણ એ લડતમાં જોડાઈને જેલવાસ ભોગવેલા. આમ તેમની જિંદગીના લગભગ અડધો ભાગ સુભગ રીતે-શારીરિક સ્વસ્થતાપૂર્વક પસાર થયો અને ડાકટરી ધંધા પણ વધતો ચાલ્યો. પણ ત્યાર બાદ એક પ્રકારના પક્ષઘાતની અસરથી તેમના પગ અટકવા માંડયા; સ્વતંત્ર હલનચલન અવરૂદ્ધ થવા માંડયું. એક બાજુએ ડૉકટર તરીકેની લોકપ્રિયતા વધવા લાગી; તેમનામાં દર્દને એકદમ સાચા સ્વરૂપમાં પારખી લેવાની ઊંડી હૈયાઉકલત હોઈને અનેક કુટુંબમાં 'તેમણે શ્રદ્ધા પેદા કરી અને તેમના તેઓ સ્વાસ્થ્યરક્ષક બન્યા. અને બીજી બાજુએ તેમની પગબંધીએ તેમના વધતા જતા વ્યવસાયમાં રૂકાવટ પેદા કરવા માંડી. આવી સતત વધતી જતી શારીરિક પ્રતિકૂળતાઓના સામના કરીને તેમણે પોતાનો વ્યવસાય પૂરી કુશળતાપૂર્વક એકસરખા ચલાવ્યો. ધીમે ધીમે પગ સાવ અટકયા; હાથનું સ્વાર્થીન હલનચલન પણ ઘટવા માંડયું; શરીર ભારે થતું ચાલ્યું; સુતા હોય ત સ્વત: પડખું ફરી શકે એવી સ્થિતિ નરહી; એક પછી એક દર્દીએ તેમના શરીરમાં ઘર કરવા માંડયું. ડાયાબીટીસ શરૂ થયો; આંતરડામાં ટી. બી. ના અલ્સરની ઉપાધિએ દેખાવ દીધા; આંખે મોતીઓ આવ્યો તેનું ઓપરેશન કરાવ્યું; છેવટના એક બે વર્ષ દરમિયાન ‘પ્રોસ્ટ્રેટ ગ્લેન્ડ ’ની ઉપાધિ શરૂ થઈ અને પેશાબ અવારનવાર રોકાવા લાગ્યા. આમ છતાં આ બધી ઉપાધિઓ સામે ઝુઝીને છેલ્લા દિવસ સુધી તેમણે પેાતાનો વ્યવસાય ચાલુ રાખ્યો. આ બધા શારીરિક અવરોધ અને અપંગતાના પરિણામે તેમની પ્રેકટીસ ઘટતી જાય એ સ્વાભાવિક છે. એમ છતાં પણ તેમને કર્મયોગ વણથોભ્યો ઠેઠ સુધી ચાલુ જ રહ્યો. ૨૨૭ છેલ્લાં દશેક વર્ષ દરમિયાન તેમનામાં ધાર્મિક વૃત્તિ અથવા તો ધાર્મિકતા વિકસવા લાગી હતી. ગીતા ઉપનિષદનાં અનેક સૂકતો તેમના કંઠે હતાં. ધર્મવિચારનું તેમના ચિત્તમાં પારાયણ ચાલ્યા કરતું હતું. સ્વામી સંન્યાસીઓના પ્રસંગ--પરિચય વધતા રહ્યો હતો. આના પરિણામે શરીરની કેવળ પરવશતા હોવા છતાં અને નવા નવા ઉપદ્રવો ઊભા થતા હોવા છતાં તેમનામાં એક પ્રકારની સ્વસ્થતા, પ્રસન્નતા, આધ્યાત્મિકતા કેળવાઈ રહી હતી. જેમ શારીરિક તેમ જ કૌટુંબિક જીવનમાં કંઈ કંઈ પ્રકારની પ્રતિકુળ ઘટનાઓ બન્યું જતી હતી. તેમને સંતાનોમાં બે પુત્ર અને બે પુત્રીઓ. તેમાં એક પુત્ર આજથી ૨૦ વર્ષ પહેલાં ‘સનસ્ટ્રોકથી નાની ઉંમરે એકાએક મરણ પામેલા. તેનાથી મોટો પુત્ર આજે હયાત છે અને તેની ઉંમર આશરે ૩૦ વર્ષની છે, પણ બચપણમાં સનસ્ટ્રોક કે મેનેન્જાઈટીસના પરિણામે તેની વાચા બંધ પડી ગયેલી, જે સ્થિતિ આજે પણ લગભગ એવી ને એવી ચાલુ છે. આવી ઉત્તરોત્તર અનેક સમવિષમ ઘટનાઓમાંથી પસાર થતા હોવા છતાં તેમના મોઢા ઉપર ભાગ્યે જ ગ્લાનિ કે વિષાદની છાયા દેખાતી. બધું કાંઈ હસતા મોઢે તેઓ સહી લેતા. શ્રી શંકરલાલ બેકર જેમન નૅમના આખા કુટુંબ સાથે સારો પરિચય હતો તેઓ ભાનુભાઈ વિષે એમ કહેતા કે “તમારી આધિવ્યાધિ તેમ જ ઉપાધિઓને ભુલવી હોય તો ભાનુભાઈને મળા, અનેક પ્રકારની યાતના ભોગવવા છતાં, તેમને હસતા જોઈને તમારૂં બધું દુ:ખ એકદમ હળવું થઈ જશે.” આ તેમનો અભિપ્રાય તદ્ન સાચા હતા. તેમને જયારે પણ મળીએ ત્યારે તેઓ કદિ પણ પોતાના દુ:ખ કે ઉપાધિઓને રડતા નહિ. સ્મિતપૂર્વક સૌ કોઈને આવકારતા. તેમના દિલમાં રહેલ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy