SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રબુદ્ધ જીવન તા. ૧૬-૩-૬૪ * આદિવાસીબંધુ સ્વ. એલ્વીન વેરિયર છે.'' ભારતના આદિવાસીઓની સેવામાં જેમણે જિંદગીને ઘણો મોટો ભાગ પસાર કર્યો હતો. એવા જાણીતા નૃવંશશાસ્ત્રી શ્રી વેરિયર એલ્વીનનું ગયા ફેબ્રુઆરી માસની ૨૩ મી તારીખે હૃદયરોગના એકાએક આક્રમણના પરિણામે નવી દિલ્હી ખાતે ૬૧ વર્ષની ઉમ્મરે અવસાન થયું. તેમના જીવનમાં જે આદર્શનિષ્ઠાનું આપણને દર્શન થાય છે. તેવું દર્શન ભાગ્યે જ અન્યત્ર આપણને સાંપડે છે. ૨૪-૨-૬૩ના ટાઈમ્સ ઓફ ઈન્ડિયામાં પ્રગટ થયેલી તેમના જીવનની વિગતેના આધારે નીચેની નોંધ તૈયાર કરી છે. A નુવંશશાસ્ત્રી anthropologist . વિદ્વાન, લેખક, સામજિક કાર્યકર અને પ્રવાસી-એવા શ્રી એલ્વીનને વેરિયરને ઈંગ્લાંડમાં ૧૯૦૨ની સાલમાં જન્મ થયો હતો. અને ઍકસફર્ડ ખાતે મર્ટન કૉલેજમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું હતું. તેમની એક વિદ્યાર્થી તરીકેની કારકિર્દી અત્યન્ત ઉજજવલ હતી અને થીઓલૉજી-ધર્મશાસ્ત્ર--ના વિષયમાં તેમણે યુનિવર્સિટિની ડિગ્રી પ્રાપ્ત કરી હતી. * એલ્વીનના પિતા એક મિશનરી—ધર્મપ્રચારક હતા અને એલ્વીનનું વલણ પણ એ વ્યવસાય તરફ જ ઢળેલું હતું. તેમની મર્ટનમાં એક ચેપલેઈન (એક પ્રકારના ધર્માધિકારી) તરીકે નિમણૂંક થઈ હતી. આ રીતે તેઓ ફાધર એલ્વીન તરીકે ઓળખાવા લાગ્યા હતા. કેટલાંક વર્ષ સુધી તેઓ વેકલીફ હૈલના વાઈસ-પ્રિન્સિપાલ હતા અને મર્ટનમાં લેકચરર તરીકે કામ કરતા હતા.. ભારતનું આકર્ષણ ઑકસફર્ડ ખાતે તેઓ અધ્યાપનકાર્યમાં સ્થિર થઈ રહ્યા હતા એ દરિમયાન ભારત વિષે તેમનામાં અસાધારણ આકર્ષણ પેદા - થયું અને ખ્રિસ્તી, હિન્દુ અને અન્ય પ્રકારના અધ્યાત્મવાદ વચ્ચે અનબંધ ઊભું કરવાના હેતુપૂર્વક ખ્રિસ્ત સેવા સંઘમાં જોડાવા માટે ફાધર એલ્વીન ૧૯૨૭ની સાલમાં પૂના આવ્યા. ૨૫ વર્ષ જેવી નાની ઉમ્મરે એવા વિષય ઉપર ત્રણ પુસ્તકો લખીને તેમણે પોતાના પાંડિત્યને પરિચય કરાવ્યો કે જે વિષય આગળ જતાં નૃવંશશાસ્ત્ર અને આદિવાસીઓના ધર્મોને લગતા તેમના સંશોધનના પાયારૂપ બને. સમય જતાં ફાધર એલ્વીન મહાત્મા ગાંધીના પ્રભાવ નીચે આવ્યા અને ભારતના રાષ્ટ્રવાદના સમર્થનમાં તેમણે સંખ્યાબંધ પુસ્તકો લખ્યાં. તેઓ ગાંધીજીના અનુયાયી બન્યા અને સાબરમતી આશ્રમના સભ્ય બન્યા. ગાંધીજીએ તેમને નફા” (આસામ ઉપરને સરહદી પ્રદેશ) માં ત્યાંની પરિસ્થિતિની તપાસ કરવા માટે મોકલ્યા. ત્યાં તેમની અંગ્રેજ સરકારે ધરપકડ કરી અને એ પ્રાન્તમાંથી તેમને હદપાર કરવામાં આવ્યા. તેમના આ રીતે આસામથી પાછા ફરવા બાદ, ગાંધીજીએ તેમને સભ્ય સમાજને અપરિચિત એવા ઊંડાણના વિભાગમાં વસતા ગૅન્ડ’ અને ‘બેન્ગા' ના નામથી ઓળખાતી આદિવાસી જાતિએમાં કામ કરવા માટે સેન્ટ્રલ પ્રોવીન્સીઝ (જે આજે મધ્ય પ્રદેશ તરીકે ઓળખાય છે) તરફ મોકલ્યા. તે દિવસથી તે તેમના જીવનના અન્ન સુધી આ મહાન નૃવંશશાસ્ત્રીએ ભારતની અનુસૂચિત–શીયુલ્ડ-જાતિના હિતે સાથે પોતાની જાતને ૩૨ વર્ષના લાંબા કાળ પર્યા સંપૂર્ણપણે અને અનન્ય ભાવે એકરૂપ બનાવી દીધી. ૧૯૩૫ માં ફાધર એવીને અન્યના ધર્મ પરિવર્તનના ખ્યાલથી તદન મુકત એવા તેમના પિતાના સેવાકાર્યમાં સતત અવરોધ ઊભે કરતા અને ગાંધીજી સાથે તેમના નિકટવર્તી સંબંધને પ્રતિકુળ ભાવે નિહાળતા એવા પિતાના ચર્ચ સાથેનો સંબંધ તોડી નાખે અને ફાધર એલ્વીન મટીને મિસ્ટર એલ્લીન બન્યા. ત્યાર બાદ તેઓ કોઈ અંશમાં નાસ્તિક બન્યા નહોતા અને ઈશ્વર વિષેની.' તેમની શ્રદ્ધા પૂર્વતત અખંડિત હતી. એમ છતાં હવે તેઓ કોઈ એક ખાસ ધર્મના અનુયાયી રહ્યા નહોતા અથવા તો એવા કોઈ અનુયાયીત્વને તેઓ કદિ દાવે કરતા નહોતા. આ રીતે તેઓ સંપ્ર-- દાયાતીત-ધર્માતીત–બન્યા હતા.' ભારતના નાગરિક બન્યા સમયાન્તરે ૧૯૫૩ ની સાલમાં તેઓ ભારતના નાગરિક બન્યા. એ જ વર્ષમાં ગન્ડ જાતિ સાથે પૂરી આત્મીયતા કેળવવાના હેતુથી. તેમણે કચરી લીલા નામની એક ગૉન્ડ કન્યા સાથે લગ્ન કર્યું. - ૧૯૩૨ થી ૧૯૫૩ સુધી તેમણે મધ્ય ભારતમાં, બિહારમાં અને એરિસ્સામાં ખૂબ પ્રવાસ કર્યો અને એક પછી એક આદિવાસી જાતિઓને ઊંડાણથી વૈજ્ઞાનિક રીતે અભ્યાસ કર્યો. તેમણે ૧૬ તે મેટા ગ્રંથ લખ્યા અને આને લીધે તેઓ પરદેશમાં જાણીતા. વિદ્વાન, પંડિતની પ્રશંસાના પાત્ર બન્યા અને તેમની ચેતરફ ખૂબ ખ્યાતિ ફેલાણી, તેમનાં લખાણ માનવજાતના બૌદ્ધિક વિકાસના, ઐતિહાસિક સંશોધનના ક્ષેત્રમાં એક સિમાચિહનરૂપ લેખાયાં અને. ઈન્ડિયન એકનોગ્રાફીમાં તેમણે આપેલ ફાળો અનન્ય છે એમ સર્વત્ર સ્વીકારાયું. - ૧૯૫૩ની સાલમાં નૃવંશશાસ્ત્રીને લગતા ખાતાના ડિરેકટર, થવાનું અને ભારત સરકારના એ વિષયના સલાહકાર થવાનું તેમને નિમંત્રણ આપવામાં આવ્યું. નહેરુની ઈચ્છાને માન આપીને ૧૯૫૪ ના જાન્યુઆરી માસમાં આદિવાસીને લગતી બાબતે અંગે. રાજ્યપાલના સલાહકાર તરીકે તેઓ નેફાના રાજય વહીવટમાં જોડાયા. આ અધિકાર ઉપર રહીને નેફા વિભાગના ઊંડાણમાં આવેલા, પ્રદેશોમાં ૩,૦૦૦ માઈલથી વધારે તેમણે પગપાળા પ્રવાસ કર્યો, અને નકાના વહીવટ દ્વારા પ્રસિદ્ધ કરવા માટે તેમણે બે મોટા સંગ તૈયાર કર્યા. આમાંને એક સંગ્રહ “ “The Myths and Lygends of NEFA' 'એ શિર્ષક હેઠળ થડા સમયમાં પ્રગટ થવાને છે. બીજા સંગ્રહનું નામ છે “A Philosophy for NEFA'. આસામ સરકાર તરફથી આદિવાસી સંશોધન. સંસ્થા ઊભી કરવામાં તેમને ઘણો મોટો ફાળો છે. આ સંસ્થાને તેના પ્રારંભકાળમાં એલવીને કશા પણ વેતન સિવાય ઘણું માર્ગદર્શન આપ્યું હતું. એલ્વીનને મળેલા ચંદ્રકો , તેમનાં વૈજ્ઞાનિક સંશોધને–અનુલક્ષીને, રૅયલ એન્થ્રોપલાજીકલ રોયસાયટી તરફથી ૧૯૪૨ માં તેમને વેલકમ મેડલ આપવામાં. આવ્યું હતું અને ૧૯૪૮ માં રીવર્સ મેડલ આપવામાં આવ્યું હતું. બંગાળની એશિયાટિક સોસાયટી તરફથી તેમણે એશિયાની એન્થપલોજીના ક્ષેત્રમાં આપેલા ફાળા બદલ ૧૯૪૫ માં તેમને રૈય ગોડ.” મેડલ આપવામાં આવ્યું હતું અને ૧૯૫૧ માં એનડેઈલ ગોલ્ડ મેડલ આપવામાં આવ્યું હતું. મુંબઈની એશિયાટિક સેસાયટીએ ૧૯૪૭માં તેમને સંસાયટીનું મેડલ અને ૧૯૬૦માં કેમ્પબેલ ગોલ્ડ મેડલ અર્પણ કર્યું હતું. ૧૯૬૧માં તેમને દાદાભાઈ નવરોજી પ્રાઈઝ. આપવામાં આવ્યું હતું. આદિવાસીઓના કલ્યાણ અથે" ઊભું કરવામાં આવેલ સેન્ટ્રલ એડવાઈઝરી બોર્ડના તેઓ સભ્ય હતા અને એન્થોલૉજીના સેન્ટ્રલ એડવાઈઝી બોર્ડ ઉપર તેમણે કેટલાક સમય કામ કર્યું હતું. ૧૯૫૯-- માં કેન્દ્રના ગૃહખાતાએ ખાસ ઊભા કરવામાં આવેલા વિવિધલક્ષી ટ્રાઈબલ બ્લેકસની કાર્યવાહીનું મૂલ્યાંકન કરવા માટે નિમાયલી. કમિટીના તેઓ ચેરમેન-પ્રમુખ--નીમ્યા, અને પછીના વર્ષે શીડયુલ્ડ 'ટ્રાઈબલ કમિશનના એક સભ્ય તરીકે તેમની નિમણુંક કરવામાં
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy