________________
તા. ૧૬-૩-૬૪
પ્રબુદ્ધ જીવન
૨૨૫
પર અવળી અસર થવાની કે રોજગારી ઘટી જવાની બીક અસ્થાને છે. . અને છેલ્લે, એવો પણ ભય સેવાય છે કે નવી યોજનાને પરિણામે માલને જે ભરાવો થયો છે એને નિકાલ મુશ્કેલ બની જશે. અત્યારે આશરે રૂ. ૫ કરોડની ખાદી જમા પડી છે, પણ નવી યોજનામાં એવી એક દરખાસ્ત થઈ છે કે આ જમા થયેલા માલના બજાર ભાવમાં ૨૦ ટકાનો ઘટાડો કરી નાખવો. આમ થતાં નિકાસ મુશ્કેલ નહીં બને. તેમ છતાં ય, આ વર્ષના જાન્યુઆરીથી માર્ચના અંત સુધીમાં વચગાળાના ૪૦ દિવસ સુધી જમા થયેલી ખાદીનાં વેચાણ પર હાલની ૨૦ ટકા ઉપરાંત બીજા ૫ ટકા વધારાની રીબેટ આપવાનું કર્યું છે. આ વધારાનું ખર્ચ ઉપાડવાની મંજૂરી સરકારે આપી છે. એ ખર્ચ પણ હાલની ત્રીજી પંચવર્ષીય યોજના હેઠળની ફાળવણીમાંથી જ થશે એટલે આ બાબતની પણ મુશ્કેલી ન ગણાય.
સમજણ ફેરવવવાની જરૂર પણ આ નવી યોજનાને સફળતાપૂર્વક અમલમાં મુકવા માટે કાર્યક્ષમ વ્યવસ્થા કરવી પડશે. સૌથી મોટું કામ તો ગામમાં જ્યાં ‘વણાટ - વ્યવસ્થા નથી તે તાકીદે ઊભી કરવી પડશે. અત્યારે કાંતનારાં કેન્દ્રો ઘણા છે, પણ વણાટકેન્દ્રો પ્રમાણમાં ઘણા ઓછાં છે. એટલે દેશભરમાં વણાટની સગવડો ઊભી કરવાનું જબરદસ્ત કામ પાર પાડવાનું છે, અને તે ખાદી સંસ્થાઓ, રાજ્ય ખાદી ગ્રામોઘોગ બૉર્ડો અને ખાદી કમિશન વચ્ચેના પુરા સહકારથી જ પાર પડી શકે. ઉપરાંત, આ માટે આમજનતામાં આ નવી વ્યવસ્થાની સમજણ ફેલાવવામાં રાષ્ટ્રીય નેતાઓની સહાય પણ મેળવવાની રહેશે. નવી યોજનાની સફળતા માટે ખાદી કાર્યકરો જાતે એને વ્યાપક અને વિગતવાર અર્થ સમજે અને લોકોને સમજાવે એ અત્યંત જરૂરનું છે. ગામડાંમાં તેમ જ શહેરોમાં ખાદી વાપરનારાઓએ વિશ્વાસપૂર્વક સમજી લેવું જોઈએ કે નવી યોજનાથી એમને કશું ગુમાવવાનું તો છે જ નહીં, પણ એથી ઉલટું ગામડાંઓમાં તો આ પ્રવૃત્તિથી નવી તાજગી આવી જશે. પોતાને જોઈનું કાપડ તો સાવ સહેલાઈથી મળી જશે, પણ વધુ કાંતવાને જુસ્સો પણ આવશે. એ રીતે ગામડાંની જનતામાં સર્જનાત્મક વૃત્તિ વિકસશે, ગ્રામ સંગઠ્ઠન અને ગ્રામ પુનટનાની પ્રવૃત્તિ આગળ વધશે, નવા નવા ઉદ્યોગ સ્થપાશે અને દેશના ગરીબ વર્ગને પૂરતી રોજગારી મળી રહેશે. ખાદીની આવી મજલ કેટલી આકર્ષક લાગે છે ?
* આ રીતે જોતાં દેશના સામાજિક અને આર્થિક ઉત્પાદનની દષ્ટિએ આ નવી યોજનાનું મૂલ્ય ઘણું છે. આથી ખાદીની નવી દિશા ખુલે છે. ખાદી કાર્યક્રમને નવો યુગ શરૂ થવા જાય છે.
રતિલાલ મહેતા કોસબાડ–દહાણુ પર્યટન શ્રી મુંબઈ જૈન યુવક સંઘ તરફથી સંઘના સભ્યો તથા તેમના કુટુંબીજને માટે મુંબઈથી આશરે ૧૦૦ માઈલ દૂર આવેલા દહાણું તથા કોસબાડ-હીલ જવા-આવવાનું તા. ૨૮ મી તથા ૨હ્મી માર્ચ શનિ-રવિ એમ બે દિવસનું પર્યટન ગોઠવવામાં આવ્યું છે. આ માટે પર્યટનમાં જોડાવા ઈચ્છનાર સભ્ય વ્યકિત દીઠ રૂા. ૨૦ અને બાર વર્ષ નીચેનાં બાળકોના રૂા. ૧૫ આપવાના રહેશે. આ પર્યટન માટે નક્કી કરવામાં આવેલી સ્ટેટ ટ્રાન્સપોર્ટની બસ પાયધૂની પોલીસ સ્ટેશન ઉપરથી તા. ૨૮ મી માર્ચના રોજ સવારના સાત વાગ્યે ઉપડશે અને રોયલ ઓપેરા હાઉસ પાછળના ભાગમાં, દાદર ખેરદાદ સર્કલના બસ સ્ટોપ આગળ, કીંગ સર્કલ પહેલા જૈન મંદિર આગળ આટલી જગ્યાએ ઊભી રહેશે અને બીજે દિવસે રવિવારે રાત્રીના પાછી ફરશે. બે દિવસના પર્યટન દરમિયાન બારડી બાજુ ફરવાનું ગોઠવવામાં આવશે અને દહાણુમાં ભારતીય તાડગુળ શિલ્પ ભવન દેખાડવામાં આવશે. રાત્રી કોસબાડ હીલ ઉપર શ્રી તારાબહેન મોડકની સંસ્થામાં ગાળવામાં આવશે. પર્યટનમાં જોડાનાર ભાઈબહેનોએ ટોર્ચ અને જરૂરી બેડીંગ સાથે લેવાનાં રહેશે. આ પર્યટન પરિમિત સંખ્યા માટે જાયેલું હોઈને તા. ૨૩મી સાંજના પાંચ વાગ્યા સુધીમાં પર્યટનમાં જોડાવા ઈચ્છનાર સભ્યોએ સંધના કાર્યાલયમાં ઉપર જણાવેલ દર મુજબની રકમ સાથે પિતાના નામ સજ્વર નોંધાવી જવાના રહેશે.
મંત્રીઓ, મુંબઈ જૈન યુવક સંઘ
શું દુ:ખ હેવું? (શ્રી વિમલા ઠકારના “Why suffer at all”ને અનુવાદ)
(દઃ મિશ્રપજાતિ, વસતતિલકા, શિખરિણી) આ જીદગી દુઃખભરેલ શાને? આકંદ શું? શેક શું કામ આવે? વિતી જવા દો સહુ મેં ધીમેથી, ચાહે કશું ના નિજ પાસ રાખવા, કે ચીજ કે ખ્યાલ ન તાણી રાખે, બાંધે તમારી ફરતી ન દિવાલ જ્ઞાનની! આસક્તિથી પ્રેમ અશુદ્ધ ના કરે, ને મુક્ત છે મન વિતેલ અનુભવથી. મહત્ત્વાકાંક્ષા છે જીવનમહિ છાયા જ દંખની અને દુ:ખ કેરું અહંકારે છાનું બીજ વિકસતું ગર્ભિત બની. રોકે નહી સમયને જન તે સુખી છે; બાંધે નહીં જીવનને જન તે સુખી છે; ઝીલે હસંત જન સૈ પડકાર તે જીવે, ને જે જીવે પળપળે જન તે જ ચાહે.
રે જીંદગી દુ:ખભરેલ શાને? ચૈતન્યવંત જીવને વિરમે વ્યથા સો!
આક્રંદ શે? શોક શું કામ આવે? ચૈિતન્ય આ જીવનનું ઘબકે સુખેથી
અનુવાદક: ગીતા પરીખ
શ્રી મુંબઈ જૈન યુવક સંધની
વાર્ષિક સામાન્ય સભા શ્રી મુંબઈ જૈન યુવક સંઘની વાર્ષિક સામાન્ય સભા ચાલુ માર્ચ માસની ૨૭મી તારીખ શુક્રવારે સાંજના સાડા પાંચ વાગ્યે સંઘના કાર્યાલયમાં મળશે, જે વખતે નીચે મુજબ કાર્ય હાથ ધરવામાં આવશે :(૧) સંઘની કાર્યવાહક સમિતિની ભલામણ મુજબવિ.સં. ૨૦૨૧ની
સાલથી સંઘના સભ્યનું વાર્ષિક લવાજમ રૂ. ૫ ના સ્થાને રૂા. ૮ કરવું. ગત વર્ષને સંઘને વૃત્તાંત તથા સંઘ તેમ જ વાચનાલય
પુસ્તકાલયના ઓડિટ થયેલા હિસાબોને મંજૂરી આપવી. (૩) નવા વર્ષનું અંદાજપત્ર મંજૂર કરવું.
સંઘના અધિકારીઓ તથા કાર્યવાહક સમિતિના ૧૫ સભ્યોની ચૂંટણી કરવી. સંઘ તથા વાચનાલય-પુસ્તકાલયના એડિટરની નિમણૂંક કરવી.
જે સભ્યોએ પોતાનું ચાલુ વર્ષ (સં. ૨૦૨૦)નું વાર્ષિક લવા- - જન્મ ભર્યું ન હોય તે સભ્યોને પોતાનું લવાજમ મોકલી આપવા અથવા તે વાર્ષિક સભાના સમયે ભરવા વિનંતિ છે.
વાર્ષિક સભાના ઉપર જણાવેલ સમયે વખતસર ઉપસ્થિત થવા સર્વે સભ્યોને વિનંતિ છે. ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ,
પરમાનંદ કુંવરજી કાપડિયા મુંબઈ ૩
ચીમનલાલ જેઠાલાલ શાહ
મંત્રીઓ
(૫)