________________
૧૭૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧-૧-૬૪
* બિહાર-બેંગાલ કેલ–ફીલ્ડ જેન સંમેલન
RE
તાજેતરમાં ગત ડિસેમ્બર માસની ૧૪ તથા ૧૫ મીના રોજ . બિહાર તથા પશ્ચિમ બેંગલમાં વસતા મોટા ભાગે ત્યાંની કોલસાની
ખાણા સાથે સંબંધ ધરાવતી-જૈનોનું, સાહુ શાંતિપ્રસાદ જેનની અધ્યક્ષતા નીચે, બંગાળ–ધનબાદમાં આવેલા કતરાસગઢ ખાતે, એક ભવ્ય સંમેલન ભરાયું હતું. આ સંમેલન તેની પોતાની આગવી વિશેષતાના કારણે સવિશેષ નોંધને પાત્ર બને છે. આ સંમેલનમાં ત્રણથી ચાર હજાર જૈન ભાઈ-બહેનોએ હાજરી આપી હતી અને ૩૮ 6 જેટલા સરાકભાઈઓ ઉપસ્થિત થયા હતા. આ પ્રસંગે જૈનસમાજના જુદા જાદા ‘ફિરકાઓ સાથે સંબંધ ધરાવતા વિશિષ્ટ કક્ષાના મુનિવરો, બ્રહ્મચારીઓ, વિદ્વાનો તેમ જ પંડિતેએ હાજરી આપી હતી. આ સંમેલનના સ્વાગતાધ્યક્ષ શ્રી વિમલપ્રસાદ જૈન હતા; અને આ સંમેલનનું ઉદ્ઘાટન, જમશેદપુરમાં વર્ષોથી વંસતા શ્રી નરભેરામ હંસરાજ કામાણી (મુંબઈના જણીતા ઉદ્યોગપતિ શ્રી રામજીભાઈ હંસરાજ કામાણીના લધુ બંધુ) એ કર્યું હતું. આ સંમેલનમાં પસાર કરવામાં આવેલા ઠરાવો પૈકી એક પ્રસ્તાવ જૈન રામાજનું ભેદભાવ વિનાનું અને ચાલુ ધાર્મિક ક્રિયામાં કશી પણ દખલગીરી ન કરવાના લક્ષ્મપૂર્વકનું સંગઠ્ઠન સાધવાને લગતો હતો અને બીજો ઠરાવ બિહારબેંગૈલ કોલ-ફીલ્ડ જેને સંઘની સ્થાપનાને લગતા હતા અને તેના અનુસંધાનમાં આ પ્રકારના સંઘની વિવિધ પ્રવૃત્તિઓને પહોંચી
નિઓને પહેરી વળવા માટે એક જૈન ટ્રસ્ટ ઊભું કરવામાં આવ્યું હતું. આ ટ્રસ્ટમાં તત્કાળ નીચે મુજબ ફાળો એકઠો થયો હતે...
૨૫,૦૦ શ્રી સાહુ શાંતિપ્રસાદ જૈન ૧૫,૦૦૦ શ્રી વિમલપ્રસાદ જૈન, ૫,૦૦૦ શ્રી નરભેરામ હંસરાજ કામાણી,
૫,૦૦૦ શ્રી મણિલાલ રાઘવજી કે ઠારી, - ૫,૦૦૦ શ્રી રતનશી લધાભાઈ સંયુકત કુટુંબ,
૫,૦૦૦ શ્રી દેવચંદ અમુલખ મહેતા, ૨૦,૦૦૦ અન્ય જૈન ગૃહસ્થો તરફથી.
કલંકત્તા,
ખરખરી જમશેદપુર
બેરો.
ઝરી કતરાસગઢ
અમારી પ્રાર્થના આપ સર્વ બંધુઓએ સાંભળી છે અને આપ આવ્યા છો, તે હવે આ બાબતે તરફ આપનું હું ખાસ ધ્યાન ખેંચું છું.
“બેકારીની સમસ્યા તથા આપ બંધુઓનાં બાળકોની તાલીમની વ્યવસ્થાની દિશાએ જો આપણે જરૂરી પગલું ભરી શકીએ તે મને લાગે છે કે આપણું એક સામાજિક કાર્યક્ષેત્ર બનાવવાનું પ્લેટફોર્મ સરળતાથી ઊભું થઈ જશે.'
બીજું માન્યતાઓ બદલવાનું કામ આપણું નથી, પણ આપણું દૈનિક જીવન આપણે કેવી રીતે શુદ્ધ અને ઉપયોગી બનાવી શકીએ એ જેવું વિચારવું એ આપણું કામ છે. સમયની આ માંગ છે.
પરસ્પરના દ્વેષને લીધે આપણે અહિંસકમાંથી હિંસક બની ગયા છીએ. પ્રેમના વાતાવરણમાં વિષ ભળી ગયું છે અને પતિપોતાની ઢોલકી બનાવવામાં, પોતપોતાના રાગડા ખેંચવામાં આપણે સૌ મશગુલ રહ્યાં છીએ. આ સૌ કોઈ જાણે છે પણ હવે એ સમય આવી ગયો છે કે, જ્યારે જાણે વર્ગના સાધુ, સંત, એક શ્રીમંત અને વિચારક વિદ્વાન એક સાથે મળીને કાર્ય કરવાની અભિલાષા દાખવવા લાગ્યા છે, જેનું પ્રત્યક્ષ પ્રમાણ આપણી સામે મોજુદ છે, અને તેથી હું આશા રાખું છું કે આ અનુકુળતાને પૂરો સદુપયોગ કરવામાં આવશે.”
આ સંમેલનનું ઉદ્ઘાટન કરનાર શ્રીમાન નરભેરામ રામજી કામાણીએ જણાવ્યું હતું કે, “આ સંમેલનનું ઉદ્ઘાટન કરતાં હું અપાર હર્ષ અનુભવું છું અને હું એ ભાઈઓની બુદ્ધિમત્તાની પ્રશંસા કરૂં છું કે જેમણે આ નાના નાના વિભાગોને મટું રૂપ આપીને જૈન જગતની ભલાઈ કરવાને દઢ સંકલ્પ કર્યો છે. આ સંમેલનની સૌથી મોટી વિશેષતા એ છે કે, આમાં ત્યાગી મુનિએની આપણને પૂર્ણ પ્રેરણા મળી છે તથા તેઓ પોતપોતાને સુસંગથ્રિત કરવામાં સંલગ્ન બન્યા છે. ખરી રીતે તો આ ત્યાગી મુનિએના એટલે કે સંન્યાસીઓના આશીર્વાદ એ જ આપણા ભાવી સંગઠ્ઠનનું પ્રતીક છે. પૂજ્ય મુનિશ્રી જયંતીલાલજી મહારાજ આ પ્રાંતમાં લગભગ ૧૪ વર્ષથી વિહાર કરી રહ્યા છે. તપસ્વી શ્રી જગજીવનજી મહારાજના આશિર્વાદ તેમને મળેલા છે. તે અમારી જન્મભૂમિ સૌરાષ્ટ્રના સાચા સપુત છે. આમ હોવાથી મને તેમની પ્રત્યેક પ્રવૃત્તિઓથી પરિચિત રહેવાનો અધિકાર પ્રાપ્ત થયો છે. તેમણે દરેક જગ્યાએ સમન્વયને કિરણjજ ફેલાવ્યો છે. ઈશરીના મહાન ત્યાગી તેમ જ વિદ્રાન શ્રી વરણીજી મહારાજ આ સમન્વયના પક્ષપાતી છે. આજે આ સંમેલનને ઈશરીના ત્યાગી વર્ગ તરફથી ઘણું મોટું બળ મળ્યું છે. સરાક જાતિની સેવામાં સંલગ્ન શ્રી પ્રભાકર વિજયજી મહારાજે આ સંમેલનને પૂર્ણ યોગદાન આપીને સમન્વયના આદર્શને નવો વેગ આપ્યો છે. હું આ સમન્વયવાદી મહાત્માઓનું હાર્દિક અનુમોદન કરું છું.” * * * --
ભારત જેન મહામંડળ એ જૈન સમાજની બહુ જુની અને જાણીતી સંસ્થા છે. જૈન સમાજને એકત્ર કર-જુદા જુદા ફિરકાઓમાં એકતાની ભાવના ઊભી કરવી–એ તેનું મુખ્ય લક્ષ્ય છે. અને તદર્થે તે સંસ્થા તરફથી વર્ષે બે વર્ષે આવાં સંમેલને એક થા અન્ય સ્થળે ભરાતા જ હોય છે, પણ તે સંમેલને પ્રમાણમાં બહુ નાનાં હોય છે અને તેને જૈન સાધુસંતો તરફથી ભાગ્યે જ સહકાર મળતા નજરે પડે છે, જ્યારે આ સંમેલનને અણધાર્યો આવો શુભ સહકાર મળેલું જોવામાં આવે છે અને એ રીતે અખિલ હિંદના જૈન સમાજની એકતાની દિશામાં પ્રસ્તુત સંમેલને એક અભિનંદનયોગ્ય અતિ મહત્ત્વની ઘટના હોય એમ લાગે છે અને જૈનેની જે સધન એકતાનું આ મર્યાદિત ક્ષેત્રમાં આપણને દર્શન થાય છે તે સઘન એકતા બહુ નજીકના ભવિષ્યમાં ભારતવ્યાપી આકાર ધારણ કરશે એવી આશા અને શ્રદ્ધાને સ્વભાવિક રીતે આપણા દિલમાં ઉદય થાય છે.
-પરમાનંદ
'૮૦,૦૦૦ - આ સંમેલનમાં થયેલા બધા પ્રવચનમાં પેટાસંપ્રદાયના ભેદભાવથી મુકત એવી જૈન રોમાજની એકતા અને સંગઠ્ઠન ઉપર ખૂબ ભાર મૂકવામાં આવ્યો હતો અને આ એકતાના વિચારને જુદા જુદા સંપ્રદાયના મુનિવરો અને પંડિતાએ ખૂબ જ સુદઢ. કર્યો હતો. દાખલા તરીકે સ્વાગતાધ્યક્ષ શ્રી વિમલપ્રસાદ જૈને પોતાના પ્રવચનમાં જણાવ્યું કે, “આ જૈન સંમેલન ભરવાનું અમારૂં મુખ્ય ધ્યેય એ રહ્યું છે કે, આજે જૈન સમાજ અનેક વર્ગોમાં વહેંચાયેલ
ઈને, 'એક જ કાર્યને પોતપોતાની વિચારધારાઓ વડે પૂર્ણ કરવાનો પ્રયત્ન ચાલી રહ્યો છે અને એમ છતાં કોઈ પણ વિચારધારાને પૂર્ણ રૂપમાં સફળતા મળી શકી નથી અને થોડી ઘણી જે સફળંતી મળી હોય છે તે પરિણામશૂન્ય હાઈને સમાજની નજરમાં આવતી નથી. આ અલગ અલગ વિચારો અને વિભાજિત બનેલા વર્ગના કારણે આપણા વિદ્વાન, ત્યાગી, મુનિ, શ્રીમંત તથા શ્રમિક ભાઈઓ પણ અલગ અલગ બની બેઠા છે અને પોતાના જ બંધુઓને પિતાથી અલંગ બનાવી રહ્યા છે. આ ભાઈઓને ફરીથી પોતામાં લાવવાની અને પોતાની વચ્ચે બેઠેલા જોવાની પ્રબળ ભાવના એ આ સંમેલનનું પ્રેરક કારણ બન્યું છે. • •
દિગંબર, શ્વેતાંબર, સ્થાનકવાસી, તેરાપંથી સૌ કોઈ ભંગવાન મહાવીરને માનવાવાળા લોકો છે. તેમના ઉપદેશોનું પાલને તેઓ પોતપોતાની તાકાત અનુસાર કરે છે તથા તેને પ્રચાર પણ કરે છે અને કશે..પણ એક સંઘ, એક પ્લેટફોર્મ, એક ધારા, એક ૧પ નિમણિ થયા વગર કોઈ નક્કર પરિણામ આવતું નથી. આવું પરિણામ પેદા કરવા માટે આપ લોકોને અમે તકલીફ આપી છે.