SearchBrowseAboutContactDonate
Page Preview
Page 7
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૬૪ પ્રબુદ્ધ જીવન આઝાદી બાદ ભારતે સાધેલી અનુપમ પ્રગતિ (ભારતના પરમ મિત્ર શ્રી ચૅસ્ટર બાલ્સ જેઓ ઘણું ખરું આઝાદી બાદના પ્રારંભના વર્ષોમાં ન્યુ દિલ્હી ખાતે અમુક સમય માટે યુનાઈટેડ સ્ટેટ્સના એલચી હતા અને આજે પણ એ જ સ્થાન ઉપર નિયુકત છે, તેમણે અમેરિકાવાસીઓને અનુલક્ષીને લખેલા અને અમેરિકાના ધી ન્યુયોર્ક ટાઈમ્સ'માં પ્રગટ થયેલા લેખને નીચે અનુવાદ આપવામાં આવે છે. તંત્રી.) ભારતની આજની જટિલ સમસ્યા શું છે તથા તેને પેાતાના પુરૂષાર્થમાં કર્યાં સફળતા મળી છે અને હજુ કાં સફળતા નથી મળી તે સર્વ બાબતોને સમાવેશ થાય એ પ્રકારે ભારતનું આજના અમેરિકાવાસીઓને સમગ્ર દર્શન હોવું જરૂરી છે અને એ સર્વ ઉપરાંત તેના અગ્ર પુરુષો અને પ્રજાજનો શું કરવા માગે છે અને તેનાં અનુકૂળ-પ્રતિકૂળ શાં પરિણામેા આવ્યાં છે તેનો પણ તેમને ખ્યાલ હોવા એટલાજ આવશ્યક છે. ભારતના નકશા તરફ ઉપર ઉપરની નજર નાખવાથી અને તેની રાજકારણી વાસ્તવિકતાઓ અંગેની ઉપરછલી સમજણથી, જે ભારતની વસ્તી લેટિન અમેરિકા અને આફ્રિકા~બન્નેની વસ્તી કરતાં વધારે છે, જેની પાસે અતિ સમૃદ્ધ અને ઊંડાં મૂળ ધરાવતી સંસ્કૃતિ છે, જેમાં સતત વિકસતી આર્થિક શકયતાઓ રહેલી છે અને જે લેાકશાહીને મક્કમપણે વરેલી છે એવા સ્વપર્યાપ્ત ભારતના પૂરો ખ્યાલ આવવાનો સંભવ નથી. ભારતની સફળતા કે નિષ્ફળતાનું આવતી કાલની દુનિયા ઉપર બહુ મહત્ત્વનું પરિણામ આવવાનું છે. વિશેષે કરીને, જાપાનનો અપવાદ બાદ કરતાં, ભારત એશિયામાં એક જ અસામ્યવાદી દેશ છે કે જે સામ્યવાદી ચીન સાથે અસરકારક સરસાઈ કરી શકે તેમ છે અને ચીનના પ્રભાવનો નક્કરપણે અવરોધ કરી શકે તેમ છે. ત્રણ વ ભારત અંગેના અમેરિકી વિચારકોને ત્રણ વર્ષમાં વહેંચી શકાય. એક છેડે એ લોકો છે કે જેઓ ભારતના ભવ્ય ભૂતકાળ અંગે અત્યન્ત પ્રભાવિત છે અને ગાંધીજીના ઉર્ધ્વલક્ષી ખ્યાલા વડે તેમજ ભારતીય કળા અને સંસ્કૃતિ વડે એટલા બધા અભિભૂત-અન્ત: પ્રભાવિત છે કે ભારતની ગરીબાઈને અને તેની સફળતા આડે આવતા અવરોધક તત્ત્વોને તેઓ ભૂલી જાય છે. બીજે છેડે એવા નક્કર નિરાશાવાદીઓ છે કે જેઓ ભારતમાં તેની પ્રમાદી મનોદશા, વ્યાપક અનક્ષરતા, ન સમજાય એવી ઉદાસીનતા અને સરકારી તંત્રમાં રહેલી અસ્તવ્યસ્તતા સિવાય બીજું કશું જ જોઈ શકતા નથી. આ બે વર્ગો વચ્ચે એવા પણ એક વર્ગ અસ્તિત્વ ધરાવે છે કે જેઓ ભારત વિષે સપ્રમાણ દષ્ટિથી વિચારે છે, જે ભારતની મુશ્કેલીઓ વિષે પૂરા સભાન છે અને સાથે સાથે તેની પ્રગતિ અને બળવત્તા વિષે પણ જેઓ એટલા જ સુવિદિત છે. આપણે સૌથી પહેલાં ઉપર જણાવેલ પ્રથમ વર્ગના નિરાશાવાદીઓ ભારતનું કેવું ગ્લાનિજનક ચિત્ર આલેખે છે તેના વિચાર કરીએ. તેમની સૌથી પહેલી ચિન્તાનો વિષય ભારતની ભયંકર ગરીબાઈ અને ઝડપભેર થઈ રહેલા વસ્તીવધારો છે. ભારતના કોઈ પણ શહેરની ગલીઓમાં પ્રવેશ કરતાં લોકોના ઘણા મોટા ભાગની અસાધારણ ગરીબાઈ કોઈની પણ નજરે આવ્યા વિના રહેતી નથી. તાજેતરની ધારાસભાની ચર્ચાઓમાં, રાજકારણી વિરોધ પક્ષ તરફથી કહેવામાં આવ્યું હતું કે ભારતની પ્રજાના નીચેના અરધા ભાગની દૈનિક આવક માત્ર ચાર સેન્ટ છે, જયારે સરકાર પક્ષ તરફથી દઢતાપૂર્વક જણાવવામાં આવ્યું હતું કે, આ દૈનિક આવક દશ સેન્ટથી તા ઓછી નથી જ. ૧૭૩ ભારતમાં ચાલુ ખેડાતી જમીનનું કૃષિવિષયક ઉત્પાદન દુનિયામાં સૌથી ઉતરતું છે; ખેતી નીચે લાવી શકાય એવી જમીન હવે બહુ ઓછી રહી છે; અને દર વર્ષે અન્નની અપેક્ષા રાખતા એવા નેવું લાખથી એક કરોડ માનવીઓને વધારો થતો જાય છે. બેકાર અને અર્ધબેકાર માનવીઓની સંખ્યા કરોડોની છે, ભારતના ત્રણ ચતુર્થાંશ પ્રજાજનો અભણ છે. તન્દુરસ્તીનું ધારણ ઘણું નીચું છે; ભારતમાં માનવીની સરેરાશ આવરદા ૪૦ વર્ષ આસપાસની છે, જયારે યુનાઈટેડ સ્ટેટ્સ અને પશ્ચિમ યુરોપમાં લગભગ ૭૦ વર્ષની છે. ભારે નીડરતાપૂર્વકના સામાજિક કાયદાકાનૂન કરવા છતાં, ભારત જાતજાતના ભેદો વડે હજુ પણ તીવ્રપણે વિભાજિત છે. ઉચ્ચ નીચના આટલા બધા સ્તરો દુનિયાની અન્ય કોઈ સમાજરચનામાં જોવામાં આવતા નથી. ભારતની આવી સમાજરચનામાં અસ્પર્ષ લેખાતા અને ઉતરતી જ્ઞાતિના લોકોને, સમાજમાં પ્રતિષ્ઠાપાત્ર સ્થાન મેળવવા માટે અને પાતા માટે તેમ જ પેાતાના કુટુંબ માટે આર્થિક સલામતી પ્રાપ્ત કરવા માટે લગભગ અનુલ્લંધનીય એવાં તત્ત્વો સામે ઝુઝવું પડે છે. કેટલાક ગ્રામીણ વિસ્તારોમાં જમીનદારો અને શાહુકારોના હાથમાં કેન્દ્રિત થયેલી આર્થિક પ્રભુતા ભારતની સમાજરચનામાં રહેલા ભેદભાવાને વધારે તીવ્ર અને ઉત્કટ બનાવે છે. . . ., * આવી વિરાટ સમસ્યાઓના સંદર્ભમાં આર્થિક પ્રશ્નાની વિચારણાના મોટો ભાગ તાર્કિક અને વાદાત્મક એવી ગૂઢ ચર્ચાઓમાં સ્થગિત બને છે. રાજકારણી ચર્ચાઓ ઘણી વાર “લેક્ટીસ્ટ ” અને ‘રાઈટીસ્ટ’ ‘ડાબેરી ’અને ‘જમણેરી' એવા લેબલે આસપાસ ચક્રાવા લેતી માલૂમ પડે છે અને ભારતીય સમાજના જે ખરા પ્રશ્નો છે તે સાથે જાણે કે તેને કોઇ સીધો સંબંધ ન હોય એ રીતે ચાલતી હોય છે. દેશમાં અનિશ્ચિતતા પેદા કરતી પરિસ્થિતિની બીજી બાજુ કે જે ભારતના નિરીક્ષકોને મુંઝવતી હોય છે તે તેની પરદેશનીતિમાં રહેલાં અસ્પષ્ટતા અને પરસ્પરવિરોવી લાગે એવાં તત્ત્વાને લગતી છે. ભારત ખરેખર કઈ દિશાએ જઈ રહ્યું છે? તેના આગેવાનોને દુનિયા પારોથી શું જોઈએ છીએ ? ભારત સામે સામ્યવાદી ચીન તરફના આક્રમણના ચાલુ ભય રહેલા છે—એ ચીન કે જેણે ૧૯૬૨ની શરદ ઋતુમાં ભારત ઉપર એકાએક હુમલા કર્યો હતો અને જેનાં લશ્કરી દળા હિમાલયની સરહદ ઉપર આજે પણ ચિન્તા ઉપજાવે એવી હિલચાલ કરી રહ્યાં છે, અને એ રીતે ભારતના માથે યુદ્ધના ભય ઝઝુમતા રાખી રહ્યાં છે. આ સાથે વર્ષો જૂના પાક–ભારત વચ્ચેના ઝગડો આ ઉપખંડના સંયુકત બચાવ આડે એક મોટો અન્તરાય ઉભા કરી રહેલ છે. આ ઉપરાંત, આફ્રિકા પ્રત્યેના તેમ જ એશિયાના બાકીના ઘણા દેશા પ્રત્યેના પ્રમાણમાં ઉદાસીનતા દાખવતા ભારતના વલણે ભારતની લાગવગને અને પ્રતિષ્ઠાને, જેમને ભારતની સફળતાથી ખૂબ લાભ થવા સંભવ છે તેમના પૂરતી પણ, ઠીક ઠીક મર્યાદિત બનાવી દીધી છે. યુનાઈટેડ સ્ટેટ્સ અને રશિયા આ ગૂંચવણમાં વધારો કરતી હોય તેમ, ન્યુ દિલ્હીની બીનજૂથવાદી નીતિ એક પ્રકારના doube standards ઉપર આધારિત હોય એટલે કે એકને એક ધારણ અને અન્યને બીજું ધારણ લાગુ પાડવામાં આવતું હોય એમ અમેરિકાથી ભારત આવતા ઘણાખરા મુલાકાતીઓને ભાસે છે. આના સંદર્ભમાં એમ જણાવવામાં આવે છે કે ભારતને બચાવવાની અને તેને મદદ કરવાની અમેરિકાની અનુ કૂળ મનોદશાને ભારતના મુખીઓ જાણે કે ગૃહિત કરીને ચાલે છે, જયારે સોવિયેટ યુનિયન ખરેખર શું કરશે-કેમ વર્તશે—એ વિષે તેઓ
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy