SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ તા. ૧-૧-૬૪ પ્રબુદ્ધ જીવન “એ-મ—મ-ડસ–મેન’ એક અપનાવવા જેવી પ્રથા (તા. ૧૯-૧૧-૧૯૬૩ના ‘જન્મભૂમિ’ માં આવેલા લેખના આધારે) તુમારશાહી, વહીવટી વિલંબ તથા લાંચ-રૂશ્વત વગેરે આજે દેશના જાહેરજીવનમાં વ્યાપક રીતે ફેલાઈ ગયાં છે. દરેક કાળે અને દરેક દેશમાં માનવપ્રકૃતિમાં થોડે ઘણે અંશે આવી વૃત્તિ રહેલી હોય છે, પણ જ્યારે તેનું પ્રમાણ ઘણું વધી જાય, નાના નોકરિયાત વર્ગથી લઈને ઉચ્ચ સત્તાસ્થાને બેઠેલાઓમાં પણ આ સડો જોવામાં આવે ત્યારે અકળામણ થાય. ભારતમાં આજે આપણે એવી અકળામણ અનુભવી રહ્યા છીએ, પણ માર્ગ સૂઝતા નથી. દુનિયાના અન્ય દેશોમાં-ભલે અલ્પ પ્રમાણમાંપણ આવી બદી છે, અને તે તે દેશેા તેના માટે જુદા જુદા માર્ગો શોધીને અપનાવે છે. આવા એક માર્ગ તે “ મબડસમેન ” છે. ૨. “ એમબડસમેન ”ના અર્થ “પ્રતિનિધિ” અથવા તો ‘એજન્ટ’ એવા થાય છે. એ સામાન્ય રીતે એક સભ્યનું બનેલું પંચ છે. એનું મુખ્ય કામ વહીવટી વિલંબ અને વહીવટી સત્તાવાળાઓ દ્વારા થતા અન્યાય સામે સામાન્ય પ્રજા તરફથી લડતા લડવાનું છે. આ એમબડસમેનના સભ્યોને પાર્લામેન્ટ ચૂંટે છે, અને એ સભ્યો પણ માત્ર પાર્લામેન્ટને જ જવાબદાર હોય છે. આમબડસમેન તરીકે સામાન્ય રીતે વકીલ, પ્રાધ્યાપક અથવા તો ઉચ્ચ ન્યાયાધીશ હોય તેવી વ્યકિતને પસંદ કરવામાં આવે છે. આમબડસમેનને કોઈ રાજકીય કે આર્થિક સ્વાર્થ કે હિત ન હોય તે ખાસ જોવામાં આવે છે. એને ઓછામાં ઓછા વાર્ષિક રૂ. ૪૭,૦૦૦ થી રૂા. ૭૦,૦૦૦ સુધીના પગાર આપવામાં આવે છે અને ચાર વર્ષ માટે એને ચૂંટવામાં આવે છે. લોકોની ફરિયાદો શી છે અને એ ફરિયાદા દૂર કરવા શું કરવું જોઈએ તેના વિગતવાર હેવાલ તે પાર્લામેન્ટ સમક્ષ તે રજૂ કરે છે. દર અઠવાડિયાના પાંચ અથવા છ દિવસ સતત સાત કલાક આમબડસમેન કામ કરે છે, અને સામાન્ય લાકો તેની કચેરીમાં આવીને પોતાની ફરિયાદ નોંધાવે છે, વહીવટી ક્ષતિઓ સામેના પોતાના રોષ ઠાલવે છે. આ ફરિયાદો લેખિત હોવી જોઈએ અને અમુક ઘટના બને તે પછી એક વર્ષની અંદર ફરિયાદ નોંધાવવી જોઈએ. એ ફરિયાદોમાં જરા પણ તથ્ય લાગે તો આમબડરામેન તરત જ પગલાં ભરે છે. કામમાં સરળતા થાય માટે તેને વિશાળ સત્તા આપવામાં આવી હોય છે. કોઈ પણ સરકારી ખાતાંની ફાઈલા મંગાવીને તે `તપાસી શકે છે, અને કોઈ પણ ઉચ્ચ અધિકારીને, પ્રધાન કેન્યાયાધીશ સુદ્ધાંને તે ખુલાસા કરવા બાલાવી શકે છે. જો કોઈ નાગરિક પ્રત્યે ગેરવર્તાવ તેમણે કર્યો હોય તો તેમને ઠપકો આપે છે અને એ ઠપકો અખબારોમાં પણ પ્રગટ થાય છે. એ રીતે સૌ કોઈને આમબડસમેનના કામની માહિતી મળે છે, સામાન્ય જનતાને તે પોતાના માણસ લાગે છે અને પ્રજાને ખાત્રી હોય છે કે અમારી વ્યાજબી ફરિયાદોને ન્યાય મળશે જ. કેટલીક વખત ફરિયાદ ન હાય ને જરૂર લાગે તો સામે ચાલીને પણ એમબડસ મેન તપાસ કરે છે. એની સત્તા પેાલીસ, સશસ્ત્ર દળા, જેલ, ઈસ્પિતાલ, સ્વાસ્થ્યને લગતા વિભાગે અને સમગ્ર સરકારી સેવા સુધી પહોંચે છે. સૌ પ્રથમ આજથી ૧૫૦ વર્ષ પહેલાં સ્વીડને આ પ્રથા શરૂ કરી હતી. અને પછી તેના પાડોશીઓ ફીનલેન્ડ, ડેન્માર્ક અને નોર્વેમાં ફેલાણી છે. એક સાધારણ ટેકસી ડ્રાઈવર ઉતારૂ લેવાની ના પાડે કે કોઈ ડૉકટર દરદીને તપાસવાની ના પાડે એવી નાની બાબતથી લઈને પ્રધાન! સામેની ફરિયાદ સુધી મબડસમેન કામ કરે છે. નાગરિકો આ મબડસમેનની પ્રથાને હંમેશા આવકારતા રહ્યા છે, પરંતુ સનદી અધિકારીઓ જેઓ આ પ્રથાના પ્રથમ વિરોધ કરતા હતા તે પણ હવે તેને ઉપયોગી ગણવા લાગ્યા છે. કેમ કે એમબડસમેન સનદી અધિકારીએ અને વહીવટી સત્તાવાળાઓને પણ ઘણી વખત એમની સામે થતા ગેરવાજબી પ્રહારો અને ટીકાઓથી બચાવે છે. આ પ્રથાના કારણે સરકારી ખાતાં જાગૃત રહે છે અને પોલીસ તથા જેલસત્તાવાળા પણ પોતાની ફરજે અને જવાબદારીઓમાં વધારે સજાગ રહે છે. આમ સત્તાના દુરુપયોગ સામે લોકોને રક્ષણ આપવાની એની કામગીરીનાં સારાં પરિણામે આવી રહ્યાં છે. આપણે ત્યાં ભારતમાં લાંચ- રૂશ્વત, લાગવગ અને સત્તાના દુરૂપયોગ માટે ખૂબ ઉહાપોહ થાય છે. હમણાં હમણાંમાં માલવિયા પ્રકરણ કે નગરવાલા પ્રકરણ ઉપરથી એમ જણાય છે કે કંઈક નક્કર પગલાં લેવાઈ રહ્યાં છે. પરંતુ એમાંયે આંખની શરમ કે લાગવગ વગેરે સત્ય વસ્તુ બહાર લાવવામાં આડે આવશે એવું ઘણાંને લાગે છે. ત્યારે જો આવી પ્રથા હોય તો કોઈને શંકાનું કારણ જ ન રહે, કેમકે ઓમબડસમેન એટલે જનતાનો પ્રતિનિધિ. આ વીસમી સદીના વિશાળ જડબેસલાટ સરકારી તંત્ર સામે સામાન્ય જનને રક્ષણ આપવાનું તે કામ કરે છે. જનતાની નાની મેાટી ફરિયાદો નિવારણ કરાવવાની અને ન્યાય અપાવવાની તેને પૂરેપૂરી સત્તા મળેલી છે અને છતાં તે જનતાના માણસ છે એટલે કોઈને તેને માટે શંકા ઉદ્ભવવાનું કારણ રહેતું નથી. દુનિયાના બીજા દેશોને પણ આ પ્રથામાં રસ પડવા માંડયો છે, અને ભારતમાં જ્યારે વહીવટીતંત્ર સામે પાકાર વધી રહ્યો છે ત્યારે આપણે પણ આવી કોઈક વ્યવસ્થા નિર્માણ કરવાનું વિચારવું જ જોઈએ. રાજસ્થાનમાં એક સમિતિએ તો આ પ્રથા સ્વીકારવાની ભલામણ પણ કરી છે. એટલે આ પ્રથા ઉપર વિશેષ વિચારણા કરી તેને અપનાવવી એ પ્રજા અને સરકારી તંત્ર બન્નેના હિતમાં જણાય છે. આમ કરવામાં જે દેશોએ એ પ્રથા અપનાવી છે તેમના અનુભવાનો પણ આપણે ઉપયોગ કરી શકીશું. મેનાબહેન નરોત્તમદાસ. • હિંદુ લગ્ન અને છુટાછેડા ’ તા. ૧-૧૨-૬૩ ના પ્રબુદ્ધ જીવનમાં ઉપરના મથાળા નીચે શ્રી કેશવલાલ એમ. શાહના લખેલા લેખ મુંબઈ ખાતેની મારી ગેરહાજરી દરમિયાન પ્રગટ કરવામાં આવ્યા હતા. આ છપાયેલા લેખ પાછળથી વાંચતાં તેમાં ઘણી ભૂલા રહી ગઈ છે એમ માલૂમ પડયું અને તેથી તે બધી ભૂલા સુધારીને તે લેખની થોડીક છૂટક નકલા કઢાવવામાં આવી છે. આ પ્રશ્ન આજે આપણા સમાજમાં ઘરઘરનો બની ગયા જેવું હોઈને તેને લગતી કાનૂની પરિસ્થિતિ શું છે તે વિષે ચોક્કસ પ્રમાણભૂત માહિતી મેળવવા માટે અનેક દિશાએથી પૂછપરછ થતી હોય છે. જેમને આ અંગેની માહિતી મેળવવાની જરૂર પડે તે દશ નયા પૈસાની પાસ્ટની ટિકિટ નીચેના ઠેકાણે મોકલશે તા ઉપર જણાવેલ લેખની નકલ તેમની ઉપર રવાના કરવામાં આવશે. ૪૫૪૭, ધનજી સ્ટ્રીટ મુંબઈ-૩. વિષયસૂચિ ૧૩મી પુણ્યતિથિ અંગે સરદાર વલ્લભભાઈને અંજલિ, બાપુના સૈનિક અને ભારતના સરદાર હિંદુધર્મ અને જૈનધર્મ -મ-બડસમેન.......... બિહાર-બે ગાલ કોલ-ફીલ્ડ જૈત સંમેલન ૧૭૧ તંત્રી, પ્રબુદ્ધ જીવન પૃષ્ઠ વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા ૧૬૭ દિલખુશ બ. દિવાનજી આઝાદી બાદ ભારતે સાધેલી અનુપમ પ્રગતિ આગામી રાષ્ટ્રીય શાકાહાર સંમેલન દલસુખ માલવણિયા મેનાબહેન નરોતમદાસ પરમાનંદ ચસ્ટર બાલ્સ ૧૬૯ ૧૭૧ ૧૭૨ ૧૭૩ ૧૭૬
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy