________________
૧૭૦
પ્રમુખું
ઉચિત માન્યું છે. આ હકીકતા એ બતાવવા પૂરતી છે કે ભગવાન મહાવીરના માર્ગમાં જ્યારે વજ્રની અનિવાર્યતાનું સમર્થન અને સર્વથા ત્યાજ્યતાનું સમર્થન જેમ જેમ ઉત્તરોત્તર વધ્યું હશે તેમ તેમ બંને મતા ધરાવનારા વર્ગના મનમેળ ઘટતા ચાલ્યા હશે અને ક્રમે કરી જુદા સંપ્રદાયો બન્યા હશે. શાસ્ત્ર સુરક્ષિત છે એમ કહેનાર કરતાં શાસ્ત્રો જ નષ્ટ થઈ ગયાં છે એમ કહેનાર · દિગંબરમાર્ગ મૂળ માર્ગથી જુદો પડે છે એ સમજવું મુશ્કેલ નથી. શ્વેતાંબરો ભલે શિથિલ હાય, પણ ગમે તેમ કરીને પણ, પેાતાના મતથી વિરુદ્ધ જનાર પણ, શાસ્ત્રોનું સંરક્ષણ તેમણે કર્યું છે. એ હકીકત છે, અને એ જ હકીકત તેમના મૂળપ્રવાહ સાથે ગાઢ સંબંધ જોડી રાખે છે. તેમણે પોતાની શિથિલતાને પોષવા માટે શાસ્ત્ર અને લોકાચારના આાય લીધા એ ખરું, પણ દિગંબરો માફક એમ તો ન જ કહ્યું કે એ શાસ્રો જ અમને માન્ય નથી. શાસ્ત્રોની ટીકાઓમાં એમણે મન ફાવતા અપવાદો ઉમેર્યા, પણ મૂળ પાઠોને તો યથાર્થરૂપે સંઘરી રાખવાનો પ્રયત્ન કર્યો જ છે એ સ્વીકારવું જ જોઈએ. મૂળ આગમેામાંથી પેાતાને અનુકૂળ ન હોય તેવું કાઢી નાખવાનો પ્રયત્ન જાણી જોઈને શ્વેતાંબરોએ કર્યો નથી. મૂળ અંગ આગમામાં પણ સુધારાવધારા જરૂર થયા છે, પણ એ સુધારા-વધારાની પાછળ એકાંતભાવે વસ્રના સમર્થનની દષ્ટિ રહી જ નથી—એ પણ સ્પષ્ટ છે. અને જૈનપરંપરાના આચાર-કર્મકાંડની વ્યવસ્થિત પરંપરા જે પ્રકારે શ્વેતાંબરામાં સુરક્ષિત છે તે પ્રકારે દિગંબરોમાં નથી, તે મૂળ પ્રવાહથી તેમના વિચ્છેદ અને શ્વેતાંબરોની નિકટતા સિદ્ધ કરી આપે છે. સામાયિક-પ્રતિક્રમણ જેવા દૈનિક ક્રિયાકાંડો પણ દિગંબરામાં સુરક્ષિત નથી રહ્યા. તે તેમના પરંપરાવિચ્છેદ કહી જાય છે.
ભગવાન મહાવીરના ઉપદેશને જાળવી રાખવાનું માન ભલે શ્વેતાંબરો ખાટી જાય પણ તેમની આચારની શિથિલતાઓ દિગંબર સંપ્રદાયને જન્મ આપ્યો એમ કહેવું જોઈએ. શ્વેતાંબરોના અથવા તે શિથિલાચારીઆના વિરોધમાં આ સંપ્રદાય નવા બળ સાથે ઊભા થયો અને ભ. મહાવીરના આચારમાર્ગની ઉત્કટતાને જાળવી રાખવા પ્રયત્નશીલ થયા. આ કારણે સમગ્ર જૈન સમાજમાં પણ એક નવી જાગૃતિ આવે એ સ્વાભાવિક છે અને સ્વયં શ્વેતાંબરાએ પણ ચૈત્યવાસ વિરુદ્ધ મોટુ આંદોલન જમાવ્યું. પણ આચારની ઉત્કટતા એ મનુષ્યમાં સ્વાભાવિક " નથી, પ્રેરણાની અપેક્ષા રાખે છે. આવી પ્રેરણા મંદ પડતાં જ પાછું આચારશૈથિલ્ય પ્રવર્તે છે. સ્વયં દિગંબરસંપ્રદાયમાં પણ ભટ્ટારકોની પરંપરા એ મહંતાઈથી જરા પણ ઉતરતી નથી. અને સમાજ પર અધિકાંશે પ્રભુત્વ તે એ ભટ્ટારકોનું જ રહ્યું છે. કારણ ઉત્કટ દિગંબર આચાર પાળનારા મુનિનો તો દિગંબર સમાજમાં પણ હંમેશાં તોટો જ રહ્યો છે અને એ જ વસ્તુ શ્વેતાંબરોના મધ્યમ માર્ગને વ્યવહારુ ગણાવી જાય છે. શ્વેતાંબરોમાં અનેકવાર ક્રિયાન્દ્રાર કરવા પડયા છે અને નવા નવા ગચ્છાસંપ્રદાયો ઊભા થયા છે, તે જ પ્રમાણે દિગંબરોમાં પણ અનેકવાર ક્રિયાન્દ્રાર કરવા પડયો છે. આથી આચારની ઐકાંતિક ઉત્કટતાનું સર્વથા પાલન કેટલું અઘરું છે એ વસ્તુ જેમ સિદ્ધ થાય છે તેમ
દિગંબરોની માન્યતા કે આચારની ઉત્કટતા તે અમારી જ અને શ્વેતાંબરો તા માત્ર શિથિલ—એ સત્યથી વેગળી વાત છે એ પણ સિદ્ધ થાય છે.
. પણ દિગંબરાચાર્યએ . જૈનધર્મ માટે જે ઉત્કૃષ્ટ સેવા કરી છે તે તો એ છે કે તેમણે પોતાની શાસ્રરચનામાં સંસ્કૃતને વિશેષ સ્થાન આપ્યું છે, અને આચાર વિશેનાં લાંબા વિવેચનાને બદલે જૈનદર્શનની અનેકાંતવાદને ભારતીય દર્શનામાં વિશેષરૂપે પ્રતિષ્ઠિત કરવા માટે અથાગ પ્રયત્ન કર્યો છે. ઈસ્વી સનની પ્રારંભિક શતાબ્દિઓ પછીનાં કાળમાં આચારચર્ચા સર્વત્ર ગૌણ બની ગઈ હતી, પણ દાર્શનિક તત્ત્વોની ચર્ચા વિશેષરૂપે થવા લાગી હતી. તે ટાણે દિગંબર આચાર્યોએ દર્શનક્ષેત્રમાં ઝુકાવ્યું અને વૈદિક તથા બૌદ્ધ દાર્શનિકો..સાથે ટક્કર લઈ
જીવન
તા. ૧-૧-૬૪
શકે તેવા ગ્રન્થાનું નિર્માણ કર્યું, અને જૈનદર્શનને પણ ભારતીય દર્શનામાં નિશ્ચિત સ્થાન પ્રાપ્ત થયું.
કાળે કરી આ શ્વેતાંબર–દિગંબર બંને સંપ્રદાયામાં તીર્થકરોની મૂર્તિ પૂજાના પ્રચાર થઈ ગયા હતા, અને ગૃહસ્થા માટે તો એ જ આચારમાં મુખ્ય આલંબન હતું. વૈષ્ણવ ભકિતના પ્રચાર સાથે મૂર્તિપૂજામાં આડંબરો વધી ગયા હતા અને તેની અસર જૈન મૂર્તિપૂજકો ઉપર પડે તે સ્વાભાવિક જ હતું. આથી જૈનધર્મના સમાધિમાર્ગમાં આ મૂર્તિપૂજાના આડંબરોનો અતિરેક બાધક થઈ જાય એ સ્થિતિએ પહોંચ્યા હતા. તેવામાં હિંદુસ્તાનમાં મૂર્તિવિરોધી ઈસ્લામધર્મના પ્રભાવ મુસ્લીમ રાજ્યને કારણે પણ વધ્યા. અને તેની અસર જૈનધર્મ ઉપર પણ પડી. પરિણામે નામાં મૂર્તિપૂજાના વિરોધમાં શ્વેતાંબર અને દિગંબર બંને સંપ્રદાયોમાં નવા સંપ્રદાયો ઊભા થયા. જેઓએ તીર્થકરની મૂર્તિની પૂજા જ સદંતર બંધ કરવાનું આંદોલન જગાડયું. એ મૂર્તિ વિરોધી સંપ્રદાયમાં પણ જ્યારે શિથિલતા આવી ત્યારે વળી નવા નવા આંદોલન જાગ્યાં. તેમાં આધ્યાત્મિક ભાવાને પ્રધાનતા આપનારા દિગંબરોમાં થયા અને દયા-દાનની નવી જ વ્યાખ્યા કરનારા તેરાપંથી શ્વેતાંબરા થયા. આ બધી તે એક રીતે તાજી જ ઘટનાઓ ગણાય. સૌથી છેલ્લા પ્રયત્ન શ્વેતાંબરામાં યતિસંસ્થાને વિરોધ કરી સંવિગ્નપાક્ષિક વર્ગ ઊભા થયાએ હતો. પણ આજે સંવિગ્નપાક્ષિક ગણાતા વર્ગમાં પણ પાછું શૈથિલ્ય ઘર કરી ગયું છે. અને તે એટલે સુધી કે સ્વયં સાધુવર્ગમાંથી એને સુધાર કરવાની કોઈની હિંમત જે ચાલતી નથી અને હમણાં જ શ્રાવકસંમેલન અમદાવાદમાં થયું તેણે એ શિથિલતા દૂર કરવા પ્રયાસ આદર્યો છે.
સમાપ્ત
દલસુખ માલવણિયા
સૈારાષ્ટ્ર હોસ્ટેલ અંગે સૈારાષ્ટ્રવાસી ભાઇ-બહેનાને અપીલ
લગભગ ૧૫ વર્ષ પહેલાં મુંબઈમાં સૌરાષ્ટ્રે હાસ્ટેલની સ્થાપના કરવામાં આવી છે. મુંબઈમાં ઉચ્ચ કેળવણી લેતા સૌરાષ્ટ્ર અને કચ્છના વિદ્યાર્થીઓને રહેવા માટે ભારે અગવડ હતી અને હજી છે. તેથી તે સમયની સૌરાષ્ટ્ર સરકારે આ હ્રાસ્ટેલની સ્થાપના કરી, તેના સંચાલન માટે એક સમિતિ નિયુકત કરી. સૌરાષ્ટ્ર સરકાર પાસે, કાવસજી પટેલ સ્ટ્રીટમાં, ભાવનગર રાજ્યના ઊતારા તરીકે વપરાતી ભાડાની જગ્યા હતી તે તેણે આ હોસ્ટેલ માટે આપી અને તેનું ભાડું જે માસિક લગભગ રૂા. ૨૨૫ છે, તે સૌરાષ્ટ્ર સરકાર આપતી હતી. હાસ્ટેલમાં, કાલેજમાં અભ્યાસ કરતા ૩૦ વિદ્યાર્થીઓને રહેવાની સગવડ અપાય છે. વિદ્યાર્થીએ પેાતાની કલબ ચલાવે છે.
બે વર્ષથી ગુજરાત સરકારે, સમિતિની વિનંતી છતાં, મકાનનું ભાડું આપવું બંધ કર્યું છે. છતાં, વિદ્યાર્થીઓની જરૂરીયાત લક્ષમાં લઈ, સમિતિએ હોસ્ટેલ ચાલુ રાખી છે. કોટના લત્તામાં આવેલ હોવાથી, વિદ્યાર્થીઓને ઘણી અનુકૂળ છે.
હૅાસ્ટલના ખર્ચને પહોંચી વળવા, આ વર્ષે ઝેર તો પીધાં જાણી જાણી' નાટકના શેા, તેજપાલ ઍડિટેરિયમમાં મંગળવાર, તા. ૭-૧-૧૯૬૪ને દિવસે સૌરાષ્ટ્ર હાસ્ટેલના વિદ્યાર્થીઓએ યોજ્યો છે. તે સમયે એક સાથેનીર પણ બહાર પાડવાના વિદ્યાર્થીઓના
કાર્યક્રમ છે.
35.2
ટિકિટના દર, રૂ।. ૨૫, ૧૦ અને ૫ છે.
જાહેર ખબરના દર નીચે મુજબ છે. મુખ્ય પાનું રૂા. ૨૫૦, આખું પાનું રૂા. ૧૦૦, અડધું પાનું રૂ!. ૫૦, સાવૅનીર સાઈઝ ૧૦”×૭, ૧/૨” સાવેનીરની પ્રતા ૨૦૦૦,
સહુ ભાઈ-બહેનોને શેની ટિકિટો લઈ તથા સર્વેનીર માટે જાહેર ખબર આપી, વિદ્યાર્થીઓને આ કાર્યમાં મદદ કરવા મારી નમ્ર વિનંતિ છે.
૧૭, એ, કાવસજી પટેલ સ્ટ્રીટ, કોટ, મુંબઈ, તા. ૩-૧૨-’૬૩
ચીમનલાલ ચકુભાઈ શાહ પ્રમુખ, સૌરાષ્ટ્ર હોસ્ટેલ સમિતિ