________________
તા.
૧-
૧
૪
.
પ્રબુદ્ધ જીવન
૧૬૯
હિંદુધર્મ અને જૈનધર્મ
એમ બની શકે જ નહિ. આથી નાના મોટા આચારભેદને સમન્વય જૈન આચાર્યો કરી શકયા નહિ. આશ્ચર્ય છે કે જેમણે સમગ્ર વિશ્વના જટિલ દાર્શનિક વિચારોને સમન્વય કરવા પ્રયત્ન કર્યો તેઓ જ ઘરઆંગણાના કેટલાય આચારવિષયક મતભેદોને સમન્વય કરી ને શકયા અને પોતપોતાના મતાને આગ્રહપૂર્વક વળગી રહ્યા અને જૈનધર્મના પણ અનેક સંપ્રદાય થયા. આમાં માત્ર મનુષ્યસ્વભાવની જે માત્ર પોતાના મનને વળગી રહેવાની નિર્બળતા છે. તેનું જ દર્શન થાય છે. પોતાના મતને વળગી રહેવું એમાં કશું ખોટું નથી. પણ સામાના મતને સમજવાનો પ્રયત્ન ન કરવું એ ખેટું છે. એવો પ્રયત્ન થયો હોત તે જૈનધર્મમાં સંપ્રદાયને ઉદ્ભવ જ ન થયો હોત અને જૈનાચાર્યો એકબીજાના કટુતાપૂર્ણ ખંડનમંડનમાં ઉતર્યા ન હોત. પણ એ જ તે મનુષ્યસ્વભાવની વિચિત્રતા છે અને એને જ દૂર કરવાનો પ્રયત્ન ભગવાન મહાવીરને હતે. તેઓ વિચારક્ષેત્રમાં સફળ થયા, પણ આચારક્ષેત્રમાં તેમના ઉપદેશને સાર જૈનેએ લીધે નહિ.
(ગતાંકથી ચાલુ) - જૈન વિચાર-અનેકાંત આગળ કહ્યું તેમ જૈનધર્મના આચારનું મૂળ અહિંસા છે, છે તો તે જ અહિંસામાંથી વિચારક્ષેત્રે અનેકાંતદર્શનને ઉદ્ભવ થયે છે.
ભગવાન મહાવીરના સમયમાં ઉપનિષદના અષિ અઢું તને પ્રચાર કરી રહ્યા હતા. વિશ્વમાત્ર એક આત્મા કે બ્રહ્મતત્વરૂપ જ છે આવી ભાવના વિશેષરૂપે તેમાં હતી. સામે પક્ષે એવા પણ લેક હતા, જેઓ આત્મા જેવી વસ્તુનું સ્વતંત્ર અસ્તિત્વ જ માનવા તૈયાર ન હતા. આ બંને વિરોધી વાદને સમન્વય ભ. મહાવીરના
ર્શનમાં છે. તેમણે જડ-ચેતન બંને તને સ્વીકાર્યો છે. આવું તે અનેક બાબતમાં ભગવાન મહાવીરનું વલણ દાર્શનિક ક્ષેત્રે છે. તે વિશે હવે અહીં વધુ કહેવાની જરૂર નથી. પણ એ વલણના મૂળમાં અહિંસા કેવી રીતે કેન્દ્રસ્થાને રહી છે તે વિષે જ થોડું કહેવાની ઈચ્છા છે. લાખના દાન કરનારને પણ પોતાના નજીવા વિચાર કે મૃતને જે આગ્રહ હોય છે તે અજબ હોય છે. સૌ કોઈએ જ્યારે પણ જે કાંઈ વિષે કોઈ મત બાંધ્યો હોય કે નિષ્ઠા નક્કી કરી હોય ત્યારે તેની પાછળ કોઈને કોઈ દષ્ટિબિંદુ હોય જ છે. એ દ્રષ્ટિ- બિંદુનો વિચાર કર્યા વિના જો કોઈને મત વખાડવામાં આવે તે તેને જબરો આઘાત થાય તે સ્વાભાવિક છે. આવો આઘાત વગર- વિચાર્યું કોઈને આપ તે પણ હિંસા જ છે. આથી બીજાના તેષ્ટિબિદને. સમજવાને આદેશ આપીને ભ. મહાવીરે વિચારક્ષેત્રે અનેકાંતવાદ માને તે અહિંસાને માનસિક પ્રચાર જ છે. || આચાર્યોએ તો તથાકથિત મિથ્યાદર્શનના સમૂહને જ
જૈનદર્શનનું નામ આપ્યું છે, પણ મિથ્યાદર્શનને સરવાળે
સમ્યકદર્શન કેવી રીતે થાય તે સમજવા જેવું છે. એ બધાં દર્શને 1 મિથ્યા છે તે જ પરસ્પર દાર્શનિકોનું જે મંતવ્ય છે, તેનું કારણ ' તેમનામાં રહેલે કદાગ્રહ જ છે. એક વાદી પ્રતિવાદીનું સત્ય સમજી
શકતો નથી, માત્ર પોતામાં જ સત્ય હોય એમ માને છે. આથી વિપક્ષીને મિથ્યા કહે છે. તે જ પ્રમાણે વિપક્ષી પણ સામાને મિથ્યા કહેવાને. પણ જો કોઈ તટસ્થ વ્યકિત એ બંનેમાં રહેલા સત્યને
જ સ્વીકાર કરે તે તેનું દર્શન મિથ્યા રહેતું નથી. આથી પરસ્પરને પિતાના કદાગ્રહને કારણે મિથ્યા કહેનાર કરતાં અનેકાંતવાદી એ બધાના સત્યને સ્વીકારનાર હોઈ, તેનું દર્શન સમ્યગ્દર્શન બને છે. તેનું આવું દર્શન એ સંશયવાદ નથી કે નથી અનિશ્ચયવાદ, તે અજ્ઞાનવાદ પણ નથી. પણ વિવિધ દ્રષ્ટિએ તપાસીને સત્યને સ્વીકારનારને એ વાદ છે. આથી જ તે એકાંતવાદ નથી, પણ અનેકાંતવાદ છે. તે એક પક્ષમાં બેસતા નથી, પણ સૌ પક્ષમાંથી સત્ય શોધીને પિતાના આગવા દર્શનનું નિર્માણ કરે છે. તે એકાક્ષ નહિ પણ સહસ્ત્રાક્ષ છે,
એને અનન્તચક્ષુ પણ કહી શકાય. કારણ એમાં વસ્તુ અનન્ત - ધર્મવાળી સિદ્ધ કરવામાં આવી છે.
આજના આપણા રાજનૈતિક વિચારમાં જે સહઅસ્તિત્વની ભાવનાને વિકાસ થઈ રહ્યો છે, તેના મૂળમાં પણ વિવિધ પાસાએ ..સત્યદર્શન કરવાનું વલણ એ જ મુખ્ય ભાગ ભજવે છે.
હિંદુધર્મમાં જે વિવિધ દર્શને છે તેમાં તત્વવિચારણામાં કેટલીક વાર અસંગતિ ટાળવા અનેકાંતવાદને આશ્રય લેવા જ છે. પણ સમગ્ર દર્શનની ભિત્તિરૂપે અનેકાંતવાદને સ્વીકાર તે માત્ર જૈન દર્શનમાં જ છે એ નિ:શંક છે. દુરાગ્રહમાંથી એકાંતવાદને
જન્મ છે, જયારે એવા આગ્રહને જૈનદર્શનમાં કોઈ સ્થાન નથી. . . . . પણ આનો અર્થ એ નથી કે જૈનદર્શન કે ધર્મની વિચાર: + ણામાં નિરાગ્રહ જ પ્રવર્તે છે. જે કોઈ વિચારસરણી સંપ્રદાયનું
રૂપ ધારણ કરે અને નાના મોટા આચારભેદો ઊભા થાય તેમાં
જૈનધર્મના સંપ્રદાયો વિષે વિચાર કરીએ છીએ ત્યારે સર્વ પ્રથમ જૈનધર્મ સાથે સંબંધ ધરાવતે નિત્વ ને વિચાર કરવો જરૂરી છે. નિનો એ જૈનધર્મના સાંપ્રદાયો એટલા માટે નથી ગણાતા કે તેમના પ્રવર્તકોએ સ્વયં ભ. મહાવીરના વિચાર સામે જ બંડ ઉઠાવ્યું હતું. તેમના પ્રામાયને જ અવગણ્યું હતું. આથી તે નિના ગણાયા, સંપ્રદાયો નહિ. ભ. મહાવીરના ઉપદેશને માન્ય કરીને પણ જ્યારે તેને અર્થ પિતાની સમજ મુજબ કરવામાં આવે અને એવી સમજ ભિન્ન ભિન્ન હોય ત્યારે જ સંપ્રદાય બને છે. તેમાં મૂળ પુરુષના પ્રાગ્યને અવગણવામાં આવતું નથી, પણ તેમના વચનના પોતાના મતથી વિરુદ્ધ અર્થઘટનનું અપ્રામાણ્ય સ્વીકારવામાં આવે છે. આથી સંપ્રદાયે ભલે એક બીજાને નિહનવ કહેતા હોય પણ તે સંપ્રદાય બની જાય છે. શાસ્ત્રમાં જે નિન ગણવામાં આવ્યા છે તે બધા જ વસ્તુત: નિન નથી. તેમાંના કેટલાક સંપ્રદાય કોટિમાં ગણવાયોગ્ય છે. છતાં પણ તેમને સાંપ્રદાયિક વિષને કારણે નિદ્ભવ ગણવામાં આવ્યા છે એમ માનવું રહ્યું. આ
નાના-મોટા મતભેદોને કારણે કે અમુક પ્રદેશ કે ગામમાં નિયત નિવાસોના કારણે જૈનોના અનેક સંપ્રદાયે કે ગચ્છા થતા આવ્યા છે તે બધાની પૃથક ગણતરી કરવાનું આ સ્થાન નથી. અહિં તો માત્ર પ્રધાન ગણનાપાત્ર પ્રભાવશાળી સંપ્રદાય વિષે કહેવાનું છે. એવા સંપ્રદામાં મુખ્ય બે છે. શ્વેતાંબર અને દિગંબર. આમાં મુખ્ય મતભેદ વસ્ત્ર વિષેને છે.
વિદ્વાનોમાં લાંબા કાળ સુધી એ ચર્ચા ચાલી છે કે આ બેમાં કોણ પહેલું અને કોણ ભગવાનના મૂળ માર્ગને અનુસરનારું છે. જે અંગસાહિત્ય સુરક્ષિત રહ્યું છે અને જેને વિદ્વાનોએ ઈસ્વી સનપૂર્વેનું માન્યું છે એને આધાર લઈને વિચાર કરીએ તે એક વાત સ્પષ્ટ છે કે ભ. મહાવીર અનેકાંતવાદી હતા. તેઓ પોતે નગ્ન હતા. છતાં તેમના કામણ સંઘમાં માત્ર નગ્ન જ ભિક્ષુઓ હતા એવું માનવાને કારણ નથી. જેઓ સર્વથા નગ્ન ન થઈ શકતા તેઓને મર્યાદિત વસ્ત્રો વાપરવાની છૂટ હતી. વળી પાર્શ્વના અનુયાયી કામણે જ્યારે મહાવીર પાસે દીક્ષા લે છે ત્યારે પુન: પાંચ મહાવ્રતના ગ્રહણની વાત આવે છે, પણ તેમાં વેશપરિવર્તનો ઉલ્લેખ નથી. અને તેઓ તે વસ્ત્ર પહેરતા હતા એ શાસ્ત્રથી સિદ્ધ છે. સ્વયં દિગંબરોના પ્રાચીન આગમ પખંડાગમમાં સ્ત્રીને ચૌદ ગુણસ્થાન હોવા વિશે સ્વીકારાયું છે. એટલે માની શકાય કે સ્ત્રીને મોકા નથી એ માન્યતા પાછળથી દિગંબરાચાર્યોએ અપનાવી છે. આ જ કારણે નવમી શતાબ્દિમાં થનાર ધવલા ટીકાકારે મૂળ આગમને અર્થ કરવામાં મુશ્કેલી અનુભવી છે અને આધુનિકોએ તે એ પાઠનું જ પરિવર્તન કરવાનું