________________
પ્રભુ હું જીવન વાય
સદી અમલદારોને પોતાના વર્તનથી પુરવાર કરી બતાવ્યું. સત્તા બદલાતાં તંત્ર વિખેરાઈ તો ન જ ગયું, પણ અમલદારશાહીનું પરિવર્તન સરદારશ્રીએ કર્યું. તેવી જ કુનેહ, દઢતા, મુ સદીગીરી દેશી રાજ્યોનું વિલીનીકરણ યોજી સમસ્ત-પ્રજાનું એકીકરણ કરવામાં સરદારશ્રીએ દર્શાવી. આ બન્ને ક્ષેત્રામાં અહિંસાત્મક ક્રાંતિ થઈ તે સેવા દેશને તે। અનુપમ હતી, પણ તે ઉપરાંત આંતરરાષ્ટ્રીય ઈતિહાસમાં તેની છાપ પડી ગઈ છે. ભારતને સ્વતંત્રતા મળી ત્યાર પછી એશિયા તથા આફ્રિકાના ઘણા દેશ આઝાદ થયા છે. સરદારશ્રીની રાજનીતિને પરિણામે રાજકીય સ્થિરતા ભારતમાં તે સમયે સ્થાપિત થઈ, જેના લાભ આજે પણ આપણે ભાગવીએ છીએ તેવા ભાગ્યે કોઈ દેશે અનુભવ્યો છે. દઢતા, નિ:સ્વાર્થ વૃત્તિ, સંયમ, સાદાઈ, નિરભિમાન તે સરદારીમાં હતા જ, તેવા ગુણા તા બીજા કેટલાક સજ્જનામાં પણ હોય છે. વિશેષતા તેમની નિડરતામાં હતી. પોતે નિર્ભય રહી સંપૂર્ણ બલિદાન માટે તૈયાર હોઈ, બીજામાં તેઓ નિર્ભયતા પેદા કરતા ગયા, તેથી તેઓ સરદાર બન્યા. સાથે સાથે દુરંદેશીપણું, વાસ્તવિકતા તેમ જ અનાસકિત તેઓશ્રીના જીવનમાં પ્રગટયાં હતાં. જેના પરિણામે તેઓ ભારે સહિષ્ણુતા અને ધીરજ દાખવી શકતા હતા. આ સર્વ ગુણાના સંચય એકઠો કર્યો, તેથી જ તેઓ યશસ્વી પ્રવર્તક કે નિર્માણક નીવડયા. નિડર અને મક્કમ હોવાને કારણે તેઓ કઠોર છે એવી માન્યતા કેટલાકની હતી. દંભ, સ્વાર્થી, અહંકારી વ્યકિતઓના જરૂર તેઓ વિરોધી હતા; સત્ય તથા અહિંસાને આધારે ચાલતા યુદ્ધમાં તેવી વ્યકિતઓને સ્થાન ન હોય તેમ તેઓ માનતા; પણ હૃદયથી તેઓ કડક નહાતા, માયાળુ હતા. વજ્ર જેવા કઠાર હાવા છતાં પુષ્પ જેવા મૃદુ હતા, તેવી હૃદયની કોમળતા હતી, તેથી જ તેઓ ફકત વીર પુરુષ જ નહોતા, ખરા રાજર્ષિ હતા. વૈકુંઠભાઈ લલ્લુભાઈ મહેતા બાપુના સૈનિક અને ભારતના સરદાર
સરદારની એ પહેલીવારની જેલ હતી. બોરસદના ભાષણ માટે ૧૯૩૦ માં પકડાયા અને ત્રણ માસની જેલ મળી. ૧૯૩૦"ની લડતના એ પ્રથમ અને બહુ પવિત્ર પ્રારંભ હતો. મહાદેવભાઈ મળવા ગયા ત્યારે તેમને સરદારે જણાવ્યું : “ ચાર-લૂંટારાને જેવી રીતે રાખે છે તેવી રીતે મને પણ રાખે છે. બહુ આનંદ છે. આના જેવી લહેર જિંદગીમાં કોઈ વાર આવી નથી.”
આવા હતા આપણા સરાદાર. જ્યારે સરદાર થયા ન હતા અને માત્ર બેરિસ્ટર થઈ અમદાવાદમાં વકીલાત કરતા ત્યારે એમને વિષે કોણે ધાર્યું હતું કે, એ બૅરિસ્ટર જેલમાં જશે અને લહેર કરશે! બેરિસ્ટર સરદાર તો બાપુને ઓળખતા પણ ન હતા.
દક્ષિણ આફ્રિકાથી તાજા જ બાપુ હિંદ આવેલા. કોચરબમાં આકામ શરૂ કરી દેશની સેવામાં તદ્ન નવીન ભાત પાડી હતી, તે વખતે ગુજરાત કલબમાં વકીલ બેરિસ્ટરો સાંજે આવતા અને રમત રમતા કે ચર્ચાઓ કરતા. સરદાર ત્યાં હંમેશાં જતા. એક વખત ૧૯૧૫માં બાપુ ગુજરાત કલબમાં આવ્યા. રાષ્ટ્રીય શાળાની યોજના સમજાવવા બેઠા. સરદાર તો આટલા પર બેઠા બેઠા બ્રિજની પાનાની રમત રમતા હતા. બાપુને મળવાની કે એમને સાંભળવાની કુરસદ કે ઈચ્છા ન હતી. સ્વ. નરસિંહભાઈ ત્યાં જ હતા. ગાંધીજીને સાંભળવા તે ઊઠયા ત્યારે સરદારે જણાવ્યું, “ એમાં શું સાંભળવાનું છે?” એમ કહી એમને રોકવા માંડેલા.
કોને ખબર હતી કે આ બેરિસ્ટર જેને બાપુને મળવાની તે વખતે ફુરસદ ન હતી તે બાપુ પાછળ ભેખ લેશે અને જીવનપર્યંત બાપુજીના કામમાં તન્મય થઈ જશે.
બાપુ ચંપારણ ગયા. અને ત્યાંના ગરીબ ખેડૂતોને મદદ કરવા માંડી. સરકારને આ ન ગમ્યું. બાપુને હુકમ થયો કે, ‘ચંપારણ છેડીને ચાલ્યા જાઓ.' બાપુએ હુકમના સવિનય અનાદર કર્યો. દેશભરમાં સનસનાટી ફેલાઈ. સરકાર મૂંઝાઈ. બાપુ પર કેસ તા શરૂ કર્યો, પરંતુ પછી તો કેસ પાછા ખેચ્યો. દેશસેવાની બાપુની આ અનોખી રીતે સરદારને ખેંચ્યા. ‘મર્દ છે’ એવું એ સમજી ગયા અને ત્યારથી બાપુને પગલે બેરિસ્ટર મટી સરદાર થયા.
...
બાપુ પ્રતિ એમની ભકિત કેવી અદ્ભુત, કેટલી બધી ક્રિયાદીલ હતી? બાલે થાડું, સમજે ધણુ અને સમજે તે પ્રમાણે ઝટ કામ
* * * તા. ૧-૧-૯૪
કરવા મંડી પડે. એટલે જ ગુજરાતમાં તો બાપુનું બધું જ કામ એમણે સંભાળી લીધું. બાપુ કહે તે પ્રમાણે કરવાની સૈનિક શિસ્ત સરદારે કેળવી લીધી, એટલે બાપુના સૈનિક ગુજરાતના અને પછી ભારતના સરદાર થયા.
એક વખત મહાસમિતિની સભા ચાલતી હતી. બાપુના વિચારો સામે મહાસમિતિમાં ભારે વિરોધ જાગ્યો. સરદાર બધું સમજતા. કામસર સભા બહાર ગયા. એટલામાં બાપુના ઠરાવ પર નિર્ણય લેવાનો વખત આવ્યા. ચર્ચામાં તે સરદારે ભાગ લીધા ન હતા. છેવટે શું નિર્ણય થવાનો છે તે પણ જાણતા ન હતા. કોઈકે બહાર આવી સરદારને જણાવ્યું.
‘તમારે મત આપવાના છે! અંદર આવે.'. સરદારે રોકડો જવાબ આપ્યો :
“બાપુ જે કહે તેમાં મારા મત ગણી લેજો.
સરદારને આ માટે જ કેટલાક "બાપુના અંધ ભકત કહેતા. સરદારને એમાં દુ:ખ ન હતું. બાપુ સાથે એમને મતભેદ તો હતા. બાપુ સાથે મીઠો ઝઘડો પણ કરતા. સ્વરાજ્ય મળ્યા પછી તે એમને રાજ ચલાવવાનું હતું. બાપુએ તો સ્વરાજ્ય પછી પણ પોતાની ઢબે પેાતાના વિચાર પ્રમાણે પ્રજાને ઘડવાનું કામ ચાલ્યું રાખ્યું. બાપુના વિચારો અને એમનાં કેટલાંક પગલાંથી સરદાર મૂંઝાતા, વિરોધ કરતા. દિલમાં તેમાં દર્દ હતું. બાપુની સામે થવું કેમ ગમે? પ્રજા કલ્યાણને માર્ગે `સ્વરાજ્ય તંત્ર કેમ ચલાવવું તેની જવાબદારી તે સરદારે લીધેલી. પરિસ્થિતિ બહુ જ કપરી હતી. ભાગલા પછી મુસલમાના તે। દાસ્તીની–પ્રેમની વાત સમજતા જ ન હતા. બાપુ ત જ્યાં ત્યાં દાસ્તી, પ્રેમ અને વિશ્વાસની વાત કરતા. સરદાર આ સમજતા ન હતા. બાપુએ ઉપવાસ શરૂ કર્યા. છેવટના એ ઉપવાસ હતા. ૫૫ કરોડ પાકિસ્તાનને ચૂકવવાના હતા, પરંતુ પાકિસ્તાને તે આડાઈ ચાલુ રાખી. સરદાર અને સરકારે એ રકમ ચૂકવવાનું મૂલ તવી રાખ્યું. એમાં રાજ્યનીતિની કુનેહ હતી. બાપુને તે કેમ ગમે? ઉપવાસની પથારી પર બાપુ બેઠા હતા. પંડિતજી, સરદાર, આઝાદ વગેરે બાપુ પાસે આવેલા. બાપુ ઉપવાસ કયારે છેડે ? તેની વાટાઘાટ ચાલતી હતી. પ્રેમના સાદાની વાત બાપુએ મૂકી. સરદાર અને પ્રધાનમંડળને તે ગળે ન ઊતરી. બાપુ પણ મૂંઝાયા. અંતરમાં પાર વિનાનું દુ:ખ થયું. સરદાર કેમ સમજતા નથી તેની ચિંતામાં બાપુ પડયા. થોડી ક્ષણ શાંતિ પથરાઈ. આંસુભરી આંખે બાપુ બાલ્યા :
4
“ સરદાર ! તમે હવે પહેલાંના સરદાર નથી જણાતા.” બસ ! બાપુના આ દર્દભર્યા ઉદ્ગારોએ સરદારમાં રહેલી બાપુભકિતને હચમચાવી મૂકી. તરત જ સરદારે અને પ્રધાનમંડળે નિર્ણય કરી દીધા. ૫૫ કરોડની રકમ પાકિસ્તાનને મળી ગઈ. બાપુ જીત્યા અને સરદારનું સૈનિકહૃદય પણ જીતી ગયું.
૩૦ મી જાન્યુઆરીએ બાપુ તો ચાલી ગયા. છેવટની મુલાકાત તે! સરદાર સાથે જ થઈ. સરદાર ઘરે પહોંચે છે તેટલામાં ભયંકર સમાચાર આવ્યા કે બાપુનું ખૂન થયું. સરદાર દોડયા. પંડિતજી તે પહોંચેલા જ. બાપુના શબ આગળ પંડિતજી રડતા હતા. સરદારે પંડિતજીને ઊઠાડયા. મોટા ભાઈ થયા અને નાના ભાઈ જવાહરને શાંત કરવા મંડી પડયા. સરદાર તે લેાખંડી પુરુષ કહેવાતા, પરંતુ એમના હૃદયને તા બાપુના જવાથી ભારે ભયાનક આઘાત લાગેલા.
થોડાક દિવસમાં સરદારનું આંતરડાંનું દર્દ ઉપડયું. લગભગ બેભાન જેવા થઈ ગયા. સુશીલા નાયર ત્યાં હાજર હતાં, તરત જ યોગ્ય અને અસરકારક ઉપચારો થયા. સરદાર ભાનમાં આવ્યા. ભાનમાં આવ્યા તેનું ભારે દુ:ખ થયું.
*સુશીલા, શા માટે મને ભાનમાં આણ્યા? તને ખબર નથી કે બાપુ વિના મને ગમતું જ નથી. ઈશ્વરે જ મને બાપુ પાસે મેકલવા આ જીવલેણ દર્દ મોકલ્યું હતું. તું વચમાં કેમ આવી ?
ஓ
કેવા દર્દભર્યા શબ્દો અને બાખુ પ્રતિની ભકિતની કેટલી ઉન્નત ઉગ્રતા ! અને સાચે જ બાપુના વિયોગથી મૂંઝાતા બે જ વર્ષમાં બધાને છોડીને ચાલી ગયા.
સરદાર આવા હતા. સરદારના લોખંડી : સ્વભાવની ભીતરમાં બાપુના ભકતની બાપુના સૈનિકની કેટલી પવિત્ર, કેટલી પ્રેરણાદાયક ગંગા સદા વહ્યા કરતી ? એ ગંગાના પવિત્ર જળના છંટકાવા આપણા ભારત દેશની સ્વાધીનતાને સદા સર્વદા નવપલ્લવિત રાખે.
દિલખુશ બ. દિવાનજી