________________
તા. ૧૬-૩-૬૪
પ્રભુદ જીગ્ન
ખાદીકાચ ની નવી દિશા
*
ખાદીનાં વેચાણ પર હાલ મળતી રિબેટને બદલે મફ્ત વણાટ યોજનાના નિર્ણય લેવાયાના જે સમાચાર પ્રસિદ્ધ થયા છે, એથી ઘણા ખાદી પહેરનારાઓને તેમ જ બીજાઓને પ્રશ્ન થયો હશે કે આ ફેરફાર છે શું? અને શા માટે એ કરવામાં આવે છે?
આ ફેરફારને લગતી સમજણ મેળવવા માટે ખાદી કાર્યના થોડાક પાછલા ઈતિહાસ જોઈ જવા જરૂરી છે.
ખાદી એટલે હાથે કંતાયેલા સુતર વડે હાથસાળ પર વણાયલું કાપડ. આવું કાપડ તો સદીઓથી આપણા દેશમાં ઉત્પન થતું હતું, અને એ કાપડ - સુતરાઉ, ઉંની તેમ જ રેશમી - એવી ત સુંદર જાતભાતનું બનતું કે દેશ-પરદેશમાં એ ખૂબ વખણાતું, અને એમાંથી દેશના કારીગરોને તેમ જ વ્યાપારીઓને સારી કમાણી થતી. પણ બ્રિટનમાં ૧૮ મી સદીના મધ્ય ભાગમાં ઔદ્યોગિક ક્રાંતિ થઈ, વરાળ વડે ચાલતી કાપડ - મિલા ઊભી થઈ, અને બીજી બાજુ આ દેશ પર બ્રિટિશ અમલ જાગ્યો. આ અમલની મદદ વડે બ્રિટને આપણાં કાપડની પરદેશમાં થતી નિકાસને તોડી પાડી અને તે સાથે લેંકેશાયર, માન્ચેસ્ટર અને અન્ય સુતરની મિલાના કાપડના ઢગલા હિ ખડકીને એ આપણા દેશમાંથી નાણુ લઈ જવા લાગ્યું, ઉપરાંત, અહીં પણ કાપડની મિલા ઊભી થવા લાગી, એટલે પણ બીજા પરંપરાગત ગ્રામ - ઉદ્યોગોની જેમ આ કાપડના ગ્રામ ઉદ્યોગની પણ પડતી થઈ.
પુનરુત્થાનનો પ્રારંભ
ગાંધીજી જ્યારે દક્ષિણ આફ્િકામાં હતા ત્યારે જ એમને બ્રિટનના આ શાષણનો અને ભારતના લોકોની ગરીબીનાં આ કારણાના ખ્યાલ આવી ગયો હતો. એ પહેલાં ‘સ્વદેશી’ની ચળવળ દરમિયાન પણ ખાદી પર ભાર મૂકાયા હતા. ગાંધીજીને આપણા રેંટિયો યાદ આવ્યો, અને ૧૯૧૫ માં તેઓ દક્ષિણ આફ્રિકાથી અહિં આવીને સ્થાયી થયા અનેં ધીમે – ધીમે અહિંના સામાજિક કાર્યમાં તેમ જ રાજકારણમાં સક્રિયપણે રસ લેવા લાગ્યા ત્યારે આ ગરીબીની નાબૂદી માટેનું કામ એમણે ઉપાડયું. એમણે સાબરમતી આશ્રમ સ્થાપ્યો અને ત્યાં બીજાં રચનાત્મક કાર્યો સાથે રેંટિયા વડે સુતર કાંતવાનું અને એ સુતરને હાથસાળ પર વણવાનું કામ પણ ઉપાડયું. પાછળથી આ કામ બ્રિટિશ શારાનમાંથી દેશની મુકિત મેળવવા સ્થપાયલી રાષ્ટ્રીય કોંગ્રેસના કાર્યક્રમમાં સ્થાન પામ્યું, અને આ કાપડ ‘ખાદી તરીકે દેશભરમાં મશહૂર બની ગયું. ખાદી એ દેશભકતોનો ગણવેશ બની ગઈ.
ચરખાસંઘ અને તે પછી
દ્વારા શરૂ
કોંગ્રેરા · સ્થાપિત “ અખિલ ભારત ચરખા સંઘ થયેલાં આ કાર્યની પાછળ, રાષ્ટ્રીય ચળવળના એક ભાગ રૂપે બ્રિટિશ માલના બહિષ્કારને આગળ વધારવાની તેમ જ (અસહકારની ચળવળના એક ભાગ રૂપે) લોકોને શિસ્ત અને ત્યાગ કેળવવાની તક આપવાની નેમ તો હતી જ, પણ સાથે - સાથે મુખ્યપણે ખાદી પેદા કરતાં લાખા ગામલોકોને અર્ધ - પર્ધી રોજી પૂરી પાડવાના હેતુ પણ હતો જ. એ રીતે દેશવાસીઓનાં ખાદીપ્રેમ વડે તેમ જ ચરખા સંઘનાં સંગઠન વડે ખાદીનું ઉત્પાદન અને વેચાણ વેગભેર વધવા લાગ્યું. ૧૯૩૩ સુધીમાં ખાદીનું ઉત્પાદન વાર્ષિક ૧ કરોડ ચારસ વાર સુધી પહોંચી ગયું હતું, અને લગભગ બે લાખ માણસામે એમાંથી રોજી મળતી હતી. વચ્ચે બીજા વિશ્વયુદ્ધ દરમ્યાન
તે બહારથી આયાત થતાં કાપડની તેમ જ અહીંની મિલાના કાપડની અછત થતાં ખાદીની ખપત ઘણી વખત ઘણી વધી ગયેલી. યુદ્ધ પુરૂ થતાં એ ઘટવા લાગી. પછી આઝાદી આવી એટલે ઘણાનાં
ל,
×
૨૩
મનમાં એમ થવા લાગ્યું કે હવે ખાદીની શી જરૂર છે? એ વિષે જરા વિગતવાર વિચાર કરીએ.
ખાદીના પુનરૂત્થાનમાં પ્રારંભથી જ એમાં બે બાજુઓ જોવા મળતી હતી : એક બાજુ ખાદી સંયમ, શિસ્ત અને શ્રામગૌરવનું એક સાધન છે એમ માનનારા હતા, તો બીજી બાજુ ખાદી એ લાખો ગરીબ ગ્રામ લોકોને રોજગારી પુરી પાડતી હોવાથી એ દેશના એક નક્કર આંશિક કાર્યક્રમ છે એમ માનનારા પણ હતા. ખાદીકાર્યની આજ સુધીની વિચારણામાં હમેશાં આમાંના એક કે બીજા દષ્ટિબિંદુ પર ભાર મૂકાતો આવ્યો છે, પણ વ્યવહારમાં આ બન્ને દષ્ટિબિંદુઓનું સમીકરણ થઈ શક્યું નથી. ‘સમગ્ર સેવા ’ના વિચાર
જો કે, આ બે દષ્ટિબિંદુઓના સમન્વય કરીને ખાદીના વિકાસ માટેના એક રાષ્ટ્રવ્યાપી કાર્યક્રમમાં એમને સમાવી લેવાન પ્રયાસો તા થતા જ રહ્યા છે. છેક ૧૯૪૪માં ગાંધીજીએ જ ખાદીને ગામડાંના સર્વાંગી વિકાસના એક અંગભૂત ભાગ બનાવવાના ‘સમગ્ર રોવાના ખ્યાલ પ્રસાર્યો. આઝાદી બાદ ચખા સંઘ, ગ્રામોદ્યોગ સંધ વગે૨ે ગાંધી—સ્થાપિત જુદીજુદી સંસ્થાઓનું સર્વ સેવા સંધમાં વિલીનીકરણ થયું એની પાછળ આ જ ખ્યાલ
હતા.
આયોજનના ભાગ રૂપ
ત્યાર બાદ આઝાદ ભારતની સરકારે એમની પંચવર્ષીય યોજનામાં બીજા. ગ્રામેાઘોગની સાથે ખાદીને પણ સ્થાન આપ્યું. અને ૧૯૫૩માં અખિલ ભારત ખાદી અને ગ્રામોઘોગિક બૉર્ડ સ્થાપ્યું. એ બૉર્ડ માત્ર સલાહકારી મંડળ હતું અને સરકારી ખાતાની જેમ એને કામ કરવું પડતું, એટલે કામમાં અનેક આડખીલીઓ આવતી ને વિલંબ થતા એટલે ૧૯૫૭માં આજની ખાદી ગ્રામોઘોગ કમિશન નામની Statutory અને સ્વાયત્ત સંસ્થા સ્થપાઈ. આ સંસ્થાનું કામ સરકારી આર્થિક સહાય વડે પંચવર્ષીય યોજનાના એક અંગ તરીકે ખાદી - ગ્રામોદ્યોગોને આગળ ધપાવવાનું છે. આયોજન પંચ સંપૂર્ણ તપાસ બાદ એવા નિર્ણય પર આવ્યું હતું કે, દેશની વર્તમાન પરિસ્થિતિ જોતાં મેાટા અને ભારે ઉદ્યોગાની સાથે સાથે મધ્યમવર્ગના ઉદ્યોગોના તેમ જ ગ્રામઉદ્યોના વિકાસ પણ અનિવાર્ય છે. એટલા માટે એમણે આ ત્રિવિધ કાર્યક્રમને આગળ ધપાવવાની વ્યવસ્થા કરી છે.
ગરીબી અને બેકારીનો ઈલાજ
આજે લગભગ પંદર વર્ષ વીતી ગયાં પછી પણ આયોજન પંચની વિચારણા પાછળની દષ્ટિ બદલાઈ નથી. રાષ્ટ્રીય ધોરણે દેશની રોજગારીને લગતી જે માગણીઓ થઈ છે તે પરથી સ્પષ્ટ જણાય છે કે, આપણી વસ્તીનો લગભગ અર્ધો ભાગ જીવનની અનિવાર્ય જરૂરીયાતો સંતોષવા માટે રોજના ૫૦ નયા પૈસા પણ ખર્ચી શકે તેમ નથી, તેમ જ દેશના લાખો માનવી પાસે અડધા દિવસયે કામ નથી. આ પરથી આપણે ત્યાં બેકારી અને ગરીબીનું પ્રમાણ કેટલું બધું છે તે સ્પષ્ટ થાય છે. પંદર-પંદર વર્ષના આયોજિત આર્થિક વિકાસ છતાં આ બેકારી અને ગરીબી ચાલુ રહ્યાં છે. દેખીતી વાત છે કે, એકલા મોટા ઉદ્યોગ એ પ્રશ્નના ઉકેલ લાવી શકતા નથી. એથી જે સમૃદ્ધિ વધી છે તે મોટે ભાગે શહેરોમાં અને તે પણ લેકોના અમુક વર્ગમાં જ મર્યાદિત રહી છે. ઔદ્યોગિક વિકાસ અને મોટી યોજનાઓના લાભ ગામ લોકો સુધી પહોંચ્યા નથી. એટલું હજી પણ ખાદી જેવા ગ્રામ ઉદ્યોગોને મદદ કરવાની શી જરૂર છે એવા પ્રશ્ન પૂછનારાઓને તો આ સાફ ના