________________
૨૨૨
પ્રબુદ્ધ જીવન
તા. ૧૬-૩-૪
છે અને એક છોકરાને છૂપાવી રાખે તેને કબજો લઈને વડોદરા તેના કાકાને ત્યાં રવાના કરવામાં આવેલ છે. આ કારણે પ્રસ્તુત મુનિ ઉપર ખંભાત છોડી જવાનું ત્યાંના જૈન સમાજ તરફથી દબાણ લાવવામાં આવેલ છે.
આવા મુનિએ. સામે સખત પગલાં ભરવાની જરૂર છે. એમ નહિ બને તો આજે વધતી જતી ધર્મની ઘેલછાના વાતાવરણમાં નાનાં અજ્ઞાન બાળકોને છૂપી રીતે ભગાડીને દીક્ષા આપ. વાની ઘટનાઓ વધતી જશે અને ધર્મના નામે એક મહાન અધર્મને
અક્ષમ્ય અનાચાર–નવું ઉત્તેજન મળશે. કોન્ફરન્સ ઉદ્યોગગૃહમાં રેડીમેઈડ સીલાઈ ખાતાનું ઉદ્ઘાટન - શ્રી રસિકલાલ પ્રભાશંકર શેઠ જેમણે કાંદાવાડી મેઘજી ભણ સ્થાનકની બાજુએ આવેલ જૈન કિલનિકને ઘણું મોટું દાન આપ્યું છે, તેમણે જૈન શ્વેતાંબર કૅન્ફરન્સ સ્થાપિત ઉદ્યોગગૃહને રેડીમેઈડ સિલાઈ ખાતું ખોલવા માટે રૂ. ૨૧,૦૦૦નું દાન આપ્યું હતું તે દ્વારા શરૂ કરવામાં આવેલ વેચાણ વિભાગ જેની સાથે શ્રી નંદકુંવર રસિકલાલ શેઠનું નામ જોડવામાં આવ્યું છે, તેનું ઉદ્ઘાટન તા. - ૧૦-૩-૬૪ના રોજ શ્રી કાંતિલાલ ઈશ્વરલાલના હાથે કરવામાં આવ્યું હતું. આ રીતે ઉદ્યોગગૃહમાં એક નવી પ્રવૃત્તિને આરંભ થાય છે અને તે દ્વારા અનેક બહેનને વ્યવસાય મળવા સંભવ છે. આવું દાન કરનાર શેઠ રસિકલાલ પ્રભાશંકરને ધન્યવાદ ઘટે છે. મુંબઈના બેટાદ પ્રજામંડળે બેટાદવાસીઓ માટે પણ લાખને કરેલો ફાળે
બોટાદ વિભાગમાં વસતા પ્રજાજનોને ઉપયોગી થવાના હેતુથી મુંબઈમાં કેટલાક સમયથી ઊભું કરવામાં આવેલ શ્રી બોટાદ પ્રજા મંડળે તા. ૮-૩-૬૪ના રોજ બીરલા માતુશ્રી સભાગારમાં ‘મીન પીયાસી’ નાટક યોજીને સેવેનીરની જાહેરખબરની આવક, દાન અને ટિકિટના વેચાણ દ્વારા આશરે રૂા. ૭૫,૦૦૦ની આવક દાન કરી હતી. આ પ્રસંગને લગતી સભાનું શ્રી નવનીત સી. ઝવેરીએ પ્રમુખસ્થાન શોભાવ્યું હતું અને ગુજરાતના મુખ્ય પ્રધાન શ્રી બળવંતરાય મહેતા અતિથિવિશેષ તરીકે પધાર્યા હતા. મુંબઈમાં વસતા બોટાદના પ્રજાજનોને આ માટે ધન્યવાદ ઘટે છે,
પરમાનંદ આરે કેલેની ખાતે મજાસવાડીના
ધાંધલીઆઓના અમાનુષી અત્યાચાર રવિવાર, તા. ૮ માર્ચ, ૧૯૬૪ના રોજ સાંજના આરે કોલેનીના યુનીટ નં. ૨૩માં મજસિવાડીના કેટલાક ભાઈએ પાણી લેવાને બહાને કોલોનીના અધિકારીએ કે યુનિટના લાયસેન્સીઓની પરવાનગી વગર જતાં બનેલા ખૂનખાર બનાવ અંગે યુનીટ નં. ૨૩ના ૮ લાયસેન્સીઓની વતી શ્રી કનુભાઈ મગનલાલ પટેલે, એક મુલાકાતમાં અમને જણાવ્યું કે : “અરે કોલની અને તેના યુનીટે રક્ષિત હોઈ વગર પરવાનગીએ બહારના લોકોને તેમાં પ્રવેશ કરવાની કે પાણી વિગેરે સાધનને ઉપયોગ કરવાની મનાઈ છે, " છતાં તા. ૮-૩-૬૪ના રોજ સાંજના ૫ કલાકે મનસવાડીમાં. રહેતા કેટલાક ભાઈઓ યુનીટ ૨૩માં, અરે કોલોનીના અધિકારીઓની કે અમારી પરવાનગી વગર, ઘૂસી ગયા હતા અને તેમની પાસે પાણી ભરવામાં કોઈ જાતનાં વાસણે હતાં નહિ. તેઓ દેખીતી રી ઝઘડો કરવાની તૈયારીમાં આવેલા હતા. અમારા યુનીટમાં છેલ્લા ચાર દિવસથી પાણી પૂરવઠો બંધ હતો, અને તે બાબતમાં અમે આરે કોલેનીના અધિકારીઓને અરજી પણ કરેલી હતી. પરંતુ આવેલા ભાઈઓએ અમારા યુનીટના કેટલાક ભાઈઓ માટે પૂછપરછ કરી અને યુનીટના મુકાદમે તેને માહિતી ન હોવાનું જણાવતાં તેમણે યુનીટના માણસે અને અમારી સાથે લોખંડના સળીયા વગેરેથી મારામારી શરૂ કરી અને કેટલાકને ગંભીર રીતે જખમી કર્યા. તેઓ આત્મરક્ષણ માટે દૂર ખસી જતાં, બહાર ઊભેલાં ટેળાંએ વિસલો મારતાં મજસવાડીના સંખ્યાબંધ મવાલીઓ આવી પહોંચ્યા અને તબેલામાં દાખલ થઈ ઘાસને આગ લગાડી. આ ટેળાંની સાથે જ પોલીસ ઈન્સ્પેકટર તથા કેંસ્ટેબલ પણ હતા. ટેળાંએ યુનીટના બધા લાયસેન્સીના ઘાસને પેટ્રોલ છાંટીને આગ લગાડી, છતાં પિલીસે તેમને રોક્યા નહિ. આશરે ૧૦૦૦ ગાંસડી ઘાસ બળી ગયું અને ૫૦ ભેંસને પણ આગથી ગંભીર ઈજા - પહોંચી છે. અને તેની સારવાર કોલોનીના ડોકટરો કરે છે. કોલોનીના 'પોલીસ અધિકારીએ આ બાબતની અમારી ફરિયાદ નોંધી છે. પણ મજસવાડીના ટોળાંની સાથે પોલીસ હોવા છતાં અમને તેમના
તરફથી કશું રક્ષણ મળ્યું નથી. આગ બુઝાવવા બંબાવાળાએ આવતાં ' તેમણે પાણીના પંપ ચાલુ કરવા છતાં પાણી આવતું ન હોઈ તેથી તેમણે પાઈપ લાઈનની તપાસ કરતાં તેમને માલૂમ પડયું કે પાઈપ લાઈન પણ તોફાની ટોળાંએ વચમાંથી તોડી નાંખી હતી. તેનું તાત્કાલિક રીપેર થતાં પાણી તે મળ્યું, પરંતુ તે પહેલાં જ આગે ભયંકર નુકશાન કરેલું હતું.
૫૦ જેટલી ભેંસને આગથી થયેલ ગંભીર ઈજાને પરિણામે તેઓ દૂધ આપતી બંધ થએલી છે અને તેમાંની કેટલીક ગંભીર સ્થિતિમાં છે. આમ મવાલીએના કારણ વગરના તોફાનને લીધે યુનીટવાળાના જાનમાલ જોખમાયાં છે. અને તેમને હજારો રૂપિયાનું આર્થિક નુકસાન થયું છે. આવી જાતના મવાલીઓના તફાનને કારણે શાંતિપ્રિય નિર્દોષ, શહેરીઓના જાનમાલને રક્ષણ આપવું એ સરકાર અને તેના કાયદા અને વ્યવસ્થાતંત્રની જવાબદારી છે. અને આવા અકારણ બનતા બનાવે એ તેમની સામે પડકાર છે. - અમે આશા રાખીએ છીએ કે સરકાર આ બાબતમાં ચાંપતા ઈલાજો લેશે. અને શાંતિપ્રિય શહેરીઓને અને તેના ધંધાને પૂરતું રક્ષણ આપશે.”
શ્રી કનુભાઈ મગનલાલ પટેલનું ઉપરનું ખ્યાને જેટલું કરુણ છે તેટલું જ ચંકાવનારું અને જાહેર પ્રજાની સલામતી અને જાનમાલ માટે ભયકારક છે. મવાલીઓના ઝઘડાને પરિણામે આરે કોલોનીના 'યુનીટ નં. ૨૩ના લાયસન્સીઓ અને તેના સ્ટાફને તથા તેના નિર્દોષ મૂંગા જાનવરો પર જે અત્યાચાર ગુજારવામાં આવ્યા છે એ માનવતા તેમ જ કાયદાની દ્રષ્ટિએ અસહ્ય છે અને જે ૫૦ જાનવરો દાઝી ગયાં છે તે બિચારાં જખમાથી રીલાય છે. લાયસેન્સીને દૂધનું. નુકસાન થયું છે, એટલું જ નહિ પણ આ જાનવર નકામાં બની જતાં હજાર રૂપિયાનું નુકશાન તેમને સહન કરવું પડશે. મનસવાડી ખાતે લાંબા સમયથી હુલ્લડો ચાલતાં હોવા છતાં અને સરકારે મજસવાડીને પોલીસ દ્વારા રક્ષણ આપ્યું હોવા છતાં, એ જ માણસો આવા અમાનુષી અત્યાચારો કરે એ પોલીસ ખાતા માટે પણ ભાભર્યું નથી. આશા છે કે મહારાષ્ટ્ર સરકાર અને માનવંતા મુખ્ય પ્રધાન વચમાં પડીને મજસવાડી ખાતે ચાલતા અમાનુષી અત્યાચારોને અટકાવશે અને ફરીથી આવું ન બને તે માટે ચાંપતાં રક્ષણીય ઉપાયો યોજશે. ૧૪૯, શરાફ બજાર, મુંબઈ-૨. જયંતીલાલ એન. માન્કર
મત્રી, મુંબઈ જીવદયા મંડળી.
૨૨૧
વિષયસૂચિ
પૃષ્ઠ. અંગ્રેજી ભાષાનો ગજગ્રાહ. પરમાનંદ ૨૧૯ પ્રકીર્ણ નેધ: ભૂવનેશ્વરમાં કોંગ્રેસ પરેમાનંદ અધિવેશન પ્રસંગે માંસાહારીઓ માટે કરવામાં આવેલી ખાસ સગવડ વિષે વિનોબાજીનું મંતવ્ય, ઍલ્ડ બૉયઝ યુનિયન, જૈન દીક્ષાની આથી વધારે વિડંબના બીજી શી હોઈ શકે?, ફરી દેખા દેતું બાલદીક્ષાનું અનિષ્ટ, કૉન્ફરન્સ ઉદ્યોગગૃહમાં રેડીમેઈડ સીલાઈ ખાતાનું ઉદ્ઘાટન, મુંબઈના બોટાદવાસીઓ માટે પોણા લાખને કરેલે ફાળો. આરે કોલોની ખાતે મજાસવાડીના જયંતિલાલ એન. માન્જર ૨૨૨ ધાંધલીયાના અમાનુષી અત્યાચારો ખાદીકાર્યની નવી દિશા રતિલાલ મહેતા ૨૨૩ , શું દુ:ખ હેવું !
અ. ગીતા પરીખ ૨૨૫ આદિવાસી : બંધુ સ્વ.
પરમાનંદ ૨૨૬ એલ્વીન વેરિયર એક સામાન્ય માનવીની
પરમાનંદ ૨૨૭ અસામાન્ય જીવનકથા સુયોગ્યનું સન્માન
ગીતા પરીખ
૨૨૮