________________
O
REGD. No. B-4266
વાર્ષિક લવાજમ રૂા. ૪
પ્રબ જીવન
‘પ્રબુદ્ધ જૈન ’નું નવસંસ્કરણ વર્ષ ૨૫ : અંક ૨૨
શ્રી મુખઈ જૈન યુવક સઘનુ પાક્ષિક મુખપત્ર છૂક નકલ: ૨૦ નયા પૈસા
મુંબઇ, માર્ચ ૧૬, ૧૯૯૪, સેમવાર આફ્રિકા માટૅ શિલિંગ ૮
તંત્રી: પરમાનંદ કુંવરજી કાપડિયા
અંગ્રેજી ભાષાના ગજગ્રાહ
(અમદાવાદ ખાતે તા. ૮-૩-૬૪ના રોજ ગુજરાતના પૂર્વ પ્રાથમિકથી માંડીને અનુસ્નાતક કક્ષા સુધીના ક્ષેત્રામાં કામ કરતા સંખ્યાબંધ કેળવણીકારોનું એક સંમેલન મળ્યું. હતું. છેલ્લાં ૧૪ વર્ષથી ગુજરાતમાં શિક્ષણનું જે માળખું ગેાઠવાયું છે અને જેમાં અંગ્રેજી આઠમા ધોરણથી શીખવાય છે તે નીતિ અને પદ્ધતિમાં કોઈ પણ જાતના ફેરફાર નહિ કરવાની હિમાયત કરવાનો અને એ મુજબ ગુજરાત સરકારને આગ્રહપૂર્વક ભલામણ કરવાના આ સંમેલન યોજવા પાછળ મુખ્ય આશય હતો. સંમેલનના પ્રમુખસ્થાને પૂજ્ય રવિશંકર મહારાજ બિરાજ્યા હતા. આ સંમેલનનું ઉદ્ઘાટન પૂજ્ય કાકાસાહેબ કાલેલકરે કર્યું હતું.
એ જ દિવસે અમદાવાદમાં અમદાવાદના નાગરિકો, કેળવણીકારો અને આગેવાનોની એક સભા અમદાવાદના ભૂતપૂર્વ નગરપતિ શ્રી ચીનુભાઈ ચીમનલાલના પ્રમુખપદે મળી હતી. આ સભાના આશય અંગ્રેજીનું શિક્ષણ મરજિયાત રીતે સાત વર્ષનું રહે એવી નીતિ અપનાવવા અને ૧૯૬૪ના જૂન માસથી આ નીતિના અમલ કરવા ગુજરાત સરકારને આગ્રહભર્યો અનુરોધ કરવાનો હતે..
·
આ બંને સભાઓની અને તેમાં પણ પહેલી સભામાં આ પ્રશ્નને જીવનમરણના સવાલ બનાવતા પ્રવચનોની કડક આલોચના કરતા તા. ૧૧-૩-’૬૪ના જન્મભૂમિના અગ્રલેખ સમ્યક્ માર્ગદર્શન
આપે છે મારા પોતાના અંગત સંવેદનને યથાર્થપણે રજૂ કરે છે— એમ સમજીને સ્વતંત્ર નોંધ લખવાને બદલે એ તંત્રીલેખ જ નીચે ઉષ્કૃત કરવાનું ઉચિત ધારૂં છું. પરમાનંદ)
કોઈ ક્ષુદ્ર નિમિત્તને આગળ કરીને અથવા તો ફકત વટની ખાતર યુધ્ધે ચડવાના વૈભવ કેવળ સામંતશાહીને જ પથ્ય નહોતા; લાકશાહી પણ થોડીક હળવી કક્ષાએ એ વૈભવ માણી શકે છે એ હકીકતના પુરાવા સપ્તાહના અંતમાં અમદાવાદ ખાતે મળી ગયેલી, અંગ્રેજી ભાષાનું શિક્ષણ આપવાનો સમયાવધિ ઠરાવવા માટેની, સામસામા મેરચા જેવી બે પરિષદોએ પૂરો પાડયો.
મૂળ વાત તો છેક જ મામૂલી છે. માધ્યમિક શાળાઓના વિદ્યાર્થીઓને અંગ્રેજી ભાષા પણ શીખવવી જોઈએ એ વિષે કોઈ મતભેદ નથી. પણ એ ચાર વર્ષ શીખવવી જોઈએ કે સાત વર્ષ, તેના અભ્યાસના આરંભ પાંચમા ધેારણથી થાય કે આઠમા ધારણથી થાય તે વિષે તીવ્ર મતભેદ પ્રવર્તે છે અને પ્રત્યેક વિકલ્પના હિમાયતીઓ પાતાના આગ્રહ અંગે એવો આવેશ દાખવે છે કે જેવા ભારત અને પાકિસ્તાન વચ્ચેના કે ભારત અને ચીન વચ્ચેના ઝઘડામાં પણ હંમેશાં જોવામાં નથી આવતો.
પ્રજાની નજરમાં સતત રહેવા માટે જાહેર સંક્ષેાભનું કોઈ નિમિત્ત ન હોય તે ઊભું કરવું એ ધંધાદારી રાજકીય નેતઓનું
એક લક્ષણ મનાય છે. પરંતુ આ દાખલામાં તે એ લક્ષણનું અનુકરણ કરવાની જેમના તરફથી ઓછામાં ઓછી અપેક્ષા રખાય એવા કેળવણીપ્રેમીઓ, આચાર્યો અને શિક્ષકો આમાં કૂદી પડયા છે અને વધુ ગમ્મતની વાત તો એ છે કે આચાર્યો અને શિક્ષકોએ ' જાહેર સંક્ષેાભ અને આંદોલનથી અળગા જ રહેવું જૉઈએ એવું કહેનારાઓએ આ ઝઘડાઓમાં બીજાના કરતાં વધુ ઝનૂનથી ઝુકાવી દીધું છે. માત્ર એટલું જ નહિ પણ, આ હાસ્યાસ્પદ સવાલમાં જીવન-મરણના પ્રશ્નનું સ્વરૂપ આરોપવામાં, પ્રલયના માનસના પરિચય આપવામાં અને પરસ્પર આક્ષેપબાજીમાં રીઢા રાજપુરુષોને તેમણે આંટી દીધા છે.
થોડીક વાનગી જોઈએ : પાતાથી વિરુદ્ધ મત ધરાવનારાએ!ની “દલીલમાં કોઈ જ વજૂદ નથી.” એવાં જૂનાં ને જાણીતાં વિધાનથી આભીને, તેમને ‘ટૂંકી દ્રષ્ટિના, સ્વાર્થપરાયણ ચળવળિયાએ, ખાટા અને પ્રજાને ગેરરસ્તે દેરવનારો પ્રચાર કરતા સ્વાર્થી અને પ્રત્યાઘાતી તત્ત્વો, અને ‘પ્રજાની નબળાઈને ગેરલાભ લઈ તેના પર પોતાની ‘રાષ્ટ્રવિરોધી હિલચાલ ચલાવનારાઓ, વગેરે વિશેપણાથી નવાજવામાં આવ્યા છે; અને જો તેમની મતિએ પ્રજાખાસ કરીને તે ગુજરાત સરકાર-ચાલશે તે તેમાંથી “આપણા સાંસ્કૃતિક આપઘાત” સર્જાશે એવા સ્વ૰ નાનાભાઈ ભટ્ટના વિધાનનું રામૂહગાન કરવામાં આવ્યું છે.
ચાર વર્ષના જ અંગ્રેજી અભ્યાસક્રમનો આગ્રહ રાખનારા સામાન્ય કેળવણીકારો પણ જો વાણીવિલાસના આવે! દમામદાર પરિચય આપી શકે તે, સંમેલનનું મંગળ પ્રવચન કરનારા કાકાસાહેબ કાલેલકર જેવા સમર્થ વાંગ્મય મહારથી તેનાથી આગળ • જાય એ કેમ જ બને? એટલે તેમણે પડકાર કર્યો કે “દેશમાં જો ખરેખર આવી (અંગ્રેજી શીખવાની) ભૂખ જાગી હોય, કેળવણીકારા નામદ બન્યા હોય અને દેશનું કલ્યાણ એની ભાષાથી ન થવાનું હાય તો આપણે બધાએ આત્મહત્યા કરવી જોઈએ.” સામુદાયિક વાત છાડીને અંગત આવેશ વ્યકત કરતાં તેમણે કહ્યું, “પ્રજા સાચે જ ' અંગ્રેજી માગે છે એમ સમજીશ ત્યારે મને જીવવાનો અધિકાર નથી એમ હું માનીશ.” અને લોકશાહીમાં સદાયે ચાબુક મારવાના બાઠા તરીકે કપાયેલી સરકાર તરફ વળતાં તેમણે કહ્યું, “પ્રજાની આવી. ઝંખના ના નામર્દ રાજ્યકર્તાઓના રાજ્યમાં જ સંભવી શકે.”
સંમેલન પર સંદેશા માકલનારાઓ અને વકતાઓએ જ આવા શાબ્દિક તેજાબની લહાણી કરી છે એવું કશું જ નથી. રાંમેલનના મુખ્ય ઠરાવે પણ તેમનો ‘આઠમા ધેારણથી અંગ્રેજી'ને આ ગ્રહ-જેને તેમણે સાર્વભૌમ ‘સિદ્ધાંત’ તરીકે ઓળખાવવાનું સંદ કર્યું છે—અપવાદથી ઉપર ઊઠી શકે તે માટે માત્ર ગુજરાત સરકારે જ નહિ પણ ભારત સરકારે યે ‘વિના વિલંબે' શું કરવું