________________
પ્રબુદ્ધ જીવન
૧૬
તમારા માટે તમારો દેશ શું કરી શકે તેમ છે એ ન પૂછશે, પણ તમારે તમારા દેશ માટે શું કરવાનું છે તે પૂછશે !”
કેનેડીની આ ભાવના હતી અને એ ખાતર તેની ખોટ અમને ખૂબ જ સાલે છે. ચેપલસર્વિસ પૂરી થઈ અને હવે સ્મશાન સરઘસ આર્લીંગ્ટન સીમેટ્રી જ્યાં રાષ્ટ્રના મહાપુરુષોને અને યુદ્ધોમાં ખતમ થયેલા વીરનરોને દાટવામાં આવ્યા છે તે તરફ આગળ ચાલે છે.
આવા સ્મશાન સરઘસમાં સાધારણ રીતે ફ્લાથી ભરેલી અને શણગારેલી ગાડીઓ હોય છે, પણ અહિં કોઈ ગાડી દેખાતી નહાતી, કારણ કે આમ ફ્ લા પાછળ પુષ્કળ ખર્ચ કરવાને બદલે તેટલી રકમ શુભ કાર્યમાં ખરચ કરવાનો મિસિસ કેનેડીએ ખાસ અનુરોધ કર્યો હતો. પાતા ઉપર આવી પડેલી ના અણધારી અસહ્ય આફતમાં પણ બીજાને મદદરૂપ થવાની આ ભાવના કેટલી અદ્ભુત અને ભવ્ય છે?
ભાઈ ખુશાલ, તારા અભ્યાસ માટેની સહાય સદ્ગત કેનેડીના માનમાં હું આપું છું. મિસિસ કેનેડીને મારી દિલગીરી દર્શાવતાં આ બાબત તરફ હું તેમનું લક્ષ ખેંચીશ. મિસિસ કેનેડીએ તમારા દેશના પ્રવાસ કરેલ હોઈને, આ ભાવના તેને જરૂર ગમશે. • તારી પાસે તારો કોઈ ફોટો હોય તે મને મેકલજે કે જે હું મિસિસ કેનેડીને મારા પત્ર સાથે મોકલી શકું. ફોટો ન હોય તે તારું કોઈ ચિત્ર મને માકલજેજ, એ પણ મને એટલું જ ગમશે. અગાઉના પ્રસંગની મારી એક છબી આ સાથે મોકલું છું. તારી પ્રવૃત્તિ, કુટુંબ વગેરેની માહિતી સાથેના પત્ર લખજે, તારા પિતા, માતા, ભાઈ, બહેનાને મારી શુભાશિષ કહેજે, બને તે તારા હસ્તાક્ષરમાં પત્ર લખજે, અત્રે વસતાં કોઈ ભારતીય મિત્ર પાસે તેના અનુવાદ હું કરાવી લઈશ. આકામના બધાં બાળકો, કામદારો તેમ જ ગ્રામજનાને મારી શુભાશિષ.
લિ. તારી કલ્યાણવાંચ્છુ,
એલન મી ૨,
“ગુજરાતથી હું ડરું છું!”
(રાયપુર, ૨૯–૧૨–૬૩: ગુજરાતના પ્રતિનિધિઓ સમક્ષનું પ્રવચન) ભારતમાં બે પ્રદેશાથી હું ડરું છું. એક છે ઉત્તર પ્રદેશ અને બીજો છે ગુજરાત. ઉત્તર પ્રદેશથી એટલા માટે ડરું છું કે ત્યાંની હવામાં નેતા જ પેદા થાય છે. અને જ્યાં ઘણા બધા નેતા પેદા થાય ત્યાં જે મુશીબત ઊભી થાય છે, તેનું વર્ણન કરવાની જરૂર નથી. તે બધા સમક્ષ છાપાઓમાં ને ખાનગીમાં જાહેર છે.
ગુજરાતથી એટલા વાસ્તે ડરું છું કે ગુજરાતમાં સહુ કોઈ ગાંધીવિચારના જાણકાર છે. તેઓ દરેક બાબતમાં બહુ બારીકીથી વિચારે છે. કોઈ પણ ચીજ હોય તે ગાંધીજીના ફલાણા વિચાર સાથે મેળ ખાય છે કે નહિ તેનું ત્યાં વધારે ચિંતન થાય છે. ઉત્તર પ્રદેશમાં જેમ ઘણા બધા પોતાને નેતા માને છે તેમ ગુજરાતમાં ઘણા બધા પોતાને ગાંધી—વિચારના જ્ઞાતા સમજે છે. આ હાલતમાં મતિતમન્ના જેવું થાય છે. હા, આમાં વિચારની મુકતતા રહે છે, તે એક બહુ મોટો ગુણ છે.
બીજો ડર મને એ છે કે ગુજરાતમાં લોકો બહુ વધારે organisationમાં માને છે, સંસ્થા ને સંગઠન બનાવવામાં માને છે. કહેવાય છે કે ત્યાંની કૉંગ્રેસ એક મજબૂત સંસ્થા છે, મજબૂતનો અર્થ કોઈ એક માણસની વાત માનનારી. સરદારના જમાનામાં એક સાર્વભૌમ વ્યકિતત્વ હતું તો આવા મોટા વ્યકિતત્વ નીચે રહેવાની આદત પડી ગઈ. ગાંધીજીની પેાતાની આગવી પદ્ધતિ હતી. લોકો એમના વ્યકિતત્વના પ્રભાવમાં આવતા તો યે તેઓ પ્રભાવને રોકતા અને બધાને ઘણી બધી આઝાદી આપતા. પણ હવે ત્યાં જે ચાલે છે તે વ્યકિતવાદ ચાલે છે. કોઈ એક વ્યકિત છે તેની પાછળ આટલા-આટલા જુથ છે, જે સંગઠિત છે. આના અર્થ એ કે એકી અવાજે તે લોકો બાલશે. તા જ્યાં રાજનૈતિક ચિંતન ચાલે છે ત્યાં આ છે અને જ્યાં ગાંધી-વિચાર ચિંતન ચાલે છે ત્યાં ભિન્ન ભિન્ન મત છે, અને દરેક માને છે કે ગાંધીજીના વિચાર હું સમજી ગયો છું. તો આનાથી હું ડરું છું, કેમ કે આ બેઉ ચીજ મારામાં નથી.
હું એવા દાવા નથી કરી શકતા કે ગાંધીજીના વિચાર હું
તા. ૧-૩-૬૪
સાળેસાળ આના સમજી ચૂકયા છું. હું એમ પણ નથી કહી શકતા કે ગાંધીજી હોત તો લાણી જ ચીજ કરત. બલ્કે હું એટલું સમજ્યો છું કે તેઓ હંમેશાં પ્રગતિશીલ હતા, ગતિમાન હતા, અને નિત્ય નવું શીખવાની એમની તૈયારી રહેતી. તેઓ માર્ગદર્શક નેતા મનાતા તેમ છતાં પેાતાનું દિમાગ તે ખુલ્લું રાખતા. અને વાજાપિ સુમાનિતમ્ પ્રદ્યુમ્—બાળક પાસેથી યે સારો વિચાર સાંભળવા મળ્યો તે તે ગ્રહણ કરવાની શકિત એમનામાં હતી. આટલું એમને માટે હું સમજ્યો છું. એમના પોતાના લખાણ માટે પણ આગ્રહ નહોતો. અમુક વખતે કાંઈક કહી દીધું એટલે તેના અક્ષરાર્થને વળગી રહેવું જોઈએ, એમ તેઓ નહોતા માનતા. મારો ખ્યાલ છે કે એમને યાદ પણ નહિ રહેતું હોય કે ચાર વર્ષ પહેલાં એમણે શું લખ્યું હતું અને શું કહ્યું હતું. આટલા તાજા તેઓ રહેતા હતા. પણ એમની અંદર એક સંગિત હતી. એકસોટી પર તેઓ પોતાને કસતા રહેતા. અંદરથી એક સુસંગત અને બહારથી નિત્ય બદલાતા રહેવું, આટલું હું એમની બાબતમાં સમજ્યો છું, તેથી એમની બાબતમાં હું આગ્રહી નથી રહેતા. પરંતુ ગુજરાતમાં ગાંધી-વિચારનું ઘણુ' અધ્યયન ચાલે છે તો એ પ્રકારના આગ્રહ કેટલાક લોકોના મનમાં રહે છે કે ગાંધી હોત તો આ કરત અને ગાંધી—વિચાર આ છે.
બીજી વાત સંગઠનની. તેમાં યે હું બહુ મોટો ખતરો ભાળુ છું. એક નેતા, એક અવાજ, એક શબ્દ, વગેરે વાતોથી મને ડર લાગે છે. વેદે પણ આ જાતની ભાષા વાપરી છે. પણ તેમાં અને આમાં ઘણા ફરક છે. સમાનીવતિ: સમાના નિય: સમાનમસ્તુ નો મન:। આમાં ‘સમાન’ શબ્દ વાપર્યો. એમ ન કહ્યું કે તમારો એક વિચાર હો, એક ચિત્ત હો, એક મંત્ર હો. એક નહિ, સમાન શબ્દ વાપર્યો. તે તે કાંઈક સમજમાં આવે છે.
આટલા બધા લોકો અહીં એકઠા થયા છે, જે એક સર્વોદય સમાજ છે. તેઓ બધા સમાન હૃદયવાન છે, એમ માનું છું. તેમ છતાં વિચાર-ભિન્નતા હોય છે. કોઈ એક માણસ પાછળ ચાલવું જોઈએ અને સહુના એક વિચાર હોવા જોઈએ, એ જરૂરી નથી. હવેની દુનિયામાં આ ચાલવાનું નથી. જે સૌથી ઊંચા વિચારવાળા હશે તે સહુના સેવક હશે. પેાતાના વિચારનું આક્રમણ કોઈ પર ન થાય, એ જ તેની ઈચ્છા હશે. તે પોતાના વિચાર લાકો પાસે મૂકશે, અને લોકોના વિચાર સાંભળશે. તેની એ કોશિશ નહિ રહે કે મારા વિચાર અનુસાર દુનિયાએ ચાલવું જોઈએ. બલ્કે તેની વધુમાં વધુ કોશિશ એ રહેશે કે મારા વિચાર અનુસાર હું તે ચાલું. બીજાઓ માટે તે ઝાઝે આગ્રહ નહિ રાખે; બલ્કે સમસ્ત સમાજને જે વિચાર બનશે, તેનાથી પોતાના વિચાર ભિન્ન હશે, અને જો તેમાં સિદ્ધાંતની વાત નહિ હોય, તો તેને છોડવા માટેય તૈયાર થઈ જશે. તો આ છે હવેના માણસનું સ્વરૂપ.
તે ગુજરાતમાં રાજનીતિમાં સંગઠન અને સર્વોદય વિચારમાં દરેકના પોતપોતાના આગ્રહ, અથવા તે! આગ્રહને બદલે દરેકના પોતપોતાના ગ્રહ, આગ્રહ કહેવા ઠીક નથી, કેમ કે ગુજરાતન આગ્રહી સ્વભાવ નથી, આ આગ્રહ નથી, ગૃહ છે. તો આ મે વિશ્લેષણ કર્યું.
વિનાબા
ભારત જૈન મહામંડળનુ
૩૮ મું અધિવેશન
માર્ચ માસની તા. ૨૧ તથા ૨૨મીના રોજ સાંગલી ખાતે ભારત જૈન મહામંડળનું ૩૮મું અધિવેશન કલકત્તાના સુપ્રસિદ્ધ દાનવીર શેઠ સોહનલાલજી દુગડના પ્રમુખપણા નીચે ભરવાનું નક્કી કરવામાં આવ્યું છે. આ અધિવેશન અંગે સાંગલીના જૈના અપૂર્વ ઉત્સાહ દાખવી રહ્યા છે. જૈન સમાજના વિદ્રાનો, ચિંતકો તથા કાર્યકર્તાઓને પ્રાર્થના કરવામાં આવે છે કે આ અવસર ઉપર ઉપસ્થિત થઈને તેઓ જૈન સમાજના આ કાર્યને પૂરી ગતિ આપે અને અધિવેશનને સફળ બનાવે. સાંગલીથી ૨૫ માઈલના અંતર ઉપર જૈનાનું સુપ્રસિદ્ધ ધર્મતીર્થ ‘કુંભાજ’ છે. આ તીર્થમાં મુનિ સમન્તભદ્રજીએ બાહુબલિ બ્રહ્મચર્યાશ્રમની સ્થાપના કરીને આ તીર્થને શિક્ષાતીર્થ બનાવી દીધું છે.
અધિવેશન ઉપર આવનાર ભાઈ-બહેનને આ તીર્થનાં દર્શન કરવાના સહેજે લાભ મળી શકશે.
રમણલાલ સી, શાહ પ્રબંધ મંત્રી, ભારત જૈન મહામંડળ