SearchBrowseAboutContactDonate
Page Preview
Page 48
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૧૪ દાખલ કરાઈ હતી અને આ વર્ષના સત્રથી એમાં સાસા (અને જરૂર જણાશે તો તેથી પણ વધુ) બાળાઓને દાખલ કરવાના મનોરથ એ છાત્રાલયના સંચાલકો સેવે છે. માટુંગામાં ૧૯૫૨માં સ્થપાયેલ ઉપરોકત કન્યા છાત્રાલયમાં પણ વધુ બાળાઓને રાખવાની અમારી ઉમેદ હતી અને છે, પરંતુ જગ્યાના અભાવે ૧૦૦ બાળાઓથી વધને રાખી શકાતો નથી અને એથી ચાર-છ વર્ષ પહેલાં હું વિશાળ પ્લેટની શોધમાં હતો. આખરે જુહુ-પાર્લી ડેવલપમેન્ટ સ્કીમમાં ૩૩,૩૦૦ વાર જેટલી ફ઼ી. હોલ્ડ જમીનના ચાર સુંદર પ્લાટો મેળવી શકયો છું અને હવે એ સ્થળે બે-એક વર્ષમાં મકાનોનું બાંધકામ થઈ રહેશે એટલે ત્યાં એસ. એસ. સી. સુધીની ત્રણેકસા બાળાઓ અને ઠીક ઠીક સંખ્યામાં કાલેજ જતી બહેનને પણ જુદા જુદા વિભાગેા પાડી જુદાં જુદાં સુપરવીઝન નીચે રાખવાની અમે ઈચ્છા રાખી રહ્યા છીએ. વળી જરુરિયાત જેટલું ફંડ મળી રહેશે તો શ્રાવિકાશ્રામ જેવું સ્થાન પણ ત્યાં ઊભું કરવા ઈચ્છા રાખીએ છીએ. શ્રી કચ્છી દશા ઓશવાળ જ્ઞાતિ પણ પોતાની માલિકીનું મકાન ધરાવવા પ્રયાસેા કરી રહેલ છે. એક દાયકામાં આ બધું થયું છે અને થાય છે તે દરમિયાન મને કે મારા સાથીઓને તેમ જ શ્રી દશા ઓશવાળ કોમના કાર્યકરોને કયારે પણ કશા કડવા અનુભવ થયા નથી તે જોતાં, સમગ્ર જૈન સમાજની બાળાઓ માટે કન્યા છાત્રાલય શરૂ કરવાના પ્રયાસામાં આપ પહેલ કરો એવી આગ્રહભરી અરજ કરું તો તે અસ્થાને નહિ ગણાય એમ માનું છું. ગરીબી એ કંઈ ગુન્હો નથી, છતાં કેટલાંક ગરીબ મા-બાપા પોતાની ગરીબીના કારણે તે કેટલાંક સાધનસંપન્ન માબાપે નજીકમાં શાળા-કાલેજ હોવાના અભાવે પોતાની બાળાઓને જરૂરી શિક્ષણ આપવાની ઈચ્છા હોવા છતાં આપી શકતાં નથી તે હકીકત છે, જે આપના જેવા અગ્રહરોળના સમાજના આગેવાનાની સહાનુભૂતિભરી ગંભીર વિચારણા માંગી લે છે. આપ હવે આ દિશામાં સત્વરે સક્રિય પ્રવૃત્તિ હાથ ધરા એ અભ્યર્થના સાથે શ. ૫૦૦૧ પાંચ હજાર એકની રકમના ચૂક ઉપરોકત ટ્રસ્ટ તરફથી કન્યા છાત્રાલયના ફંડમાં આ ટ્રસ્ટના આદ્ય સંસ્થાપકોમાંના એક તરીકે નોંધવા માટે આ સાથે મોકલું છું, જેના સ્વીકાર કરી આભારી કરશે. એ જ વિનંતિ, શુભેચ્છા અને આભારની લાગણી સાથે, પ્રભુધ જીવન મુનિ પુણ્યવિજયજી એટલે કયા ? હું છું આપનો જ ખીમજી મા. ભૂજપૂરીઆ વિષયસૂચિ આનંદમયી માતા ગુરુ વિષેના મતેને સમન્વય મહાવીર જૈન વિદ્યાલય, કન્યાછાત્રાલાય અને ખીમજી માડણ ભુજપુરીઆનો મંત્ર ‘સર્વ પલટી ગયું’ અમેરિકન મહિલાના ભારતના અપનાવેલા એક પુત્રને પત્ર ‘ગુજરાતથી હું ડરૂ છું પ્રકીર્ણ નોંધ: સ્વ. ફૂલચંદભાઈ વેલજી, માતુશ્રી માનબાઈ, શ્રી શકુંતલા કાન્તિલાલ ઈશ્વરલાલ, જૈન ગર્લ્સ હાઈસ્કૂલના ‘ફીઝીકલ ડીસપ્લે, માબાઈલ મીનીયેચર એકસ–રે વાન, કલાકારની છઠ્ઠી ઈન્દ્રિય સંવેદનની છે. તા. ૧૬-૨-'૬૪ના પ્રબુદ્ધજીવનમાં “શ્રીમદ્ રાજચંદ્ર વિષે ગાંધીજી” એ મથાળા નીચે પ્રગટ થયેલા લેખના સંપાદક મુનિ પુણ્યવિજયજી, એ જૈન સમાજના જાણીતા, જૈન હસ્તલિખિત પ્રતાના સંશોધક અને હાલ અમદાવાદ ખાતે વસતા મુનિ પુણ્યવિજયજી નથી, પણ શ્રીમદ્ રાજચંદ્રના પરમ ઉપાસક અને હાલ સાયલા ખાતે વસતા શ્વે. મૂ. સંપ્રદાયના મુનિ પુણ્યવિજયજી છે. જયભિખ્ખુ કેદારનાથજી પરમાનંદ ગીતા પરીખ એલન મીલર વિનાબા પ્રેમાનંદ પૃષ્ઠ ૨૦૯ ૨૧૧ ૨૧૩ ૨૧૪ ૨૧૫ ૨૧૭ ૨૧૮ ત ૧-૩-૬૪ સ પલટી ગયું! [શ્રી વિમળા કારના “ Everything is changed '' ના અનુવાદ] (છ ંદઃ પરમ્પરિત ઝૂલા) એહ થયુ. આજ શુ' ? મારી ભીતર બધું આજ જુદું. લહુ', હારની સૃષ્ટિનું સર્વ પણ આજ પલટી ગયું! જુગજુના ભાર્ સા આજ ઉતરી ગયા, જ્ઞાનના ખેાજ પણ લેશ ના અવ રહ્યા. ના અહમભાવની તાણ કે ના જરી “મારૂં”-મારૂ...” થકી તંગ મનની દશા, રે થયુ. સત્યનુ આક્રમણ મુજ પરે, પ્રેમ કેરા ખળે શી અચાનક કરી વશ મને. સત્યતત્ત્વે મને અપી` નવ-જીંદગી, ને ખરે સુદરે આંતર્સષ્ટમહીં ઘાટ નવલા દીધા. શી મને પરમ કે શાંતિએ જીતી અણજાણતા, પરમ સાંય થી મહાત્ હું અજાણતા. એબિન્દુસમી તાજી - હો. મુકત ગિરિમાળકેરી હવા જેવી હું' છું, સુપ્ત કા બાળનું' હાસ્ય - હું' છું, ને અનામી ખિયા ફૂલની સુરભિ “ હું છું. આભ નિ:સીમને વ્યાપ – હું છું અતલ કૈં સમદ્રાની ઉંડી સભરતા – એય હું છું. અનુવાદકઃ ગીતા પરીખ નિબંધ હરીફાઇ અમદાવાદના શ્રી જ્ઞાન પ્રસારક મંડળના મંત્રી (ઠે. ૨૨, જૈનસાસાયટી, એલીસ બ્રીજ, અમદાવાદ ૨૬ ) જણાવે છે કે: વિ. સં. ૨૦૨૪ના કાર્તિક સુદ ૧૫ના રોજ શ્રીમદ્ રાજચંદ્રના જન્મદિનને સો વર્ષ પૂરાં થતાં હાઈ, જન્મ શતાબ્દિ ઉજવવાની યોજનામાં શ્રીમદ્ રાજચંદ્રજીનું જીવન આલેખતા એક ગ્રંથ પ્રસિદ્ધ કરવાનું વિચાર્યું છે. આથી શ્રીમદ્ રાજચંદ્રનું જીવન અને જીવન પ્રસંગો, આધ્યાત્મિક આંતરજીવન અને જીવન વિકાસ અને એમના સાહિત્ય આદિ સંબંધી આભ્યાસપૂર્ણ સર્વગ્રાહી નિબંધની હરીફાઈ યોજવામાં આવી છે, જેની શરતો નીચે મુજબ છે: ૧ નિબંધ પાનાં ૭૫થી ૧૦૦, ક્રાઉન ૧૬ પેજી છપાતાં થાય એટલા, એથી લાંબા નહિ. ૨ સં. ૨૦૨૦નાં જેઠ સુદ ૫ તા. ૧૪-૬--’૬૪ સુધીમાં નીચે જણાવેલ સરનામે મળી જવો જોઈએ. ૩ આ નિબંધો મુખ્યત્વે ગુજરાતી ભાષામાં લખાય એવી અપેક્ષા છે, છતાં હિંદી અને અંગ્રેજીમાં લખાયેલા નિબંધો પણ સ્વીકારવામાં આવશે. ૪ આ અંગે નિમાયેલી એક સમિતિ આવા નિબંધાનું નિરીક્ષણ કરીને જે નિબંધ સર્વશ્રેષ્ઠ જણાશે તેને રૂા. ૫૦૧નું પારિતોષિક આપવામાં આવશે. ૫ જરૂર જણાશે તો મુદતમાં વધારો કરી શકાશે. નિબંધ મોકલવાનું સરનામું : શ્રી રસિકલાલ છેટાલાલ પરીખ પ્રમુખ : શ્રીમદ્ રાજચંદ્ર સાહિત્ય પ્રકાશક સમિતિ ૧૧, ભારતી સાસાયટી, એલીસબ્રીજ, અમદાવાદ દ.
SR No.525949
Book TitlePrabuddha Jivan 1964 Year 25 Ank 17 to 24 and Year 26 Ank 01 to 16
Original Sutra AuthorN/A
AuthorParmanand Kunvarji Kapadia
PublisherMumbai Jain Yuvak Sangh
Publication Year1964
Total Pages276
LanguageGujarati
ClassificationMagazine, India_Prabuddha Jivan, & India
File Size36 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy